Life where will you take - 6 books and stories free download online pdf in Gujarati

જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૬

આટલું હજી ડૉક્ટર બોલતા જ હતા ત્યાં તો રાશીબેન કેબીન માં આવી ચડ્યા , ના ના ડૉક્ટર એ મારા કાવ્ય ની નિશાની છે , તમે આમ કેવી રીતે બોલી શકો.

જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૬


રાશીબેન એકદમ અંદર આવ્યા ને બોલી પડ્યા કે મારા કાવ્ય ના હજી કોઈ સમાચાર નથી , કાવ્ય ની એ નિશાની ને તમે કેમ કરી ને કાઢી નાખવાની વાત કરી શકો ? અને આંખ માં આંસુ ની ધારા વહેવા લાગી , આમ જોઈ ને સોહમભાઈ બોલ્યા , નિયતિ નો જીવ જોખમ માં ના મૂકી શકાય , આપડે આમ સ્વાર્થી ના બની શકીયે , કાવ્ય તો નથી શુ આપડે નિયતિ ને ખોયી દેવી છે તારે ? રાશીબેન રડતા રડતા બોલ્યા : ના ના નિયતિ જ તો આપડો સહારો છો એને કશું ના થવું જોઈ એ . ડૉક્ટર એ તરત જ નર્સ ને બોલાવી ને ઓપરેશન ની તૈયારી કરાવી. ઓપેરશન થિયેટર માં લઇ જવા માટે બધા નિયતિ પાસે આવ્યા , આ સમય નિયતિ ને હોશ આવી ગયો હતો , નિયતિ એ સાફ ના પાળી કે એ ઓપેરશન નઈ કરાવે , કાવ્ય ને શુ જવાબ આપશે કે મેં એના બાળક ને પણ ના સાચવ્યો , લાગણી બધી બરાબર પણ જીવ ના જોખમે નઈ એમ નિયતિ ને રાશીબેન એ સમજાવી , નિયતિ ને કહ્યું કે તું આ પળ માં એકલી નથી તારી આ માં તારી તારી જોડે છે , કાવ્ય ને હું શું જવાબ આપીશ જો તને કશું થયી જશે , બાળક તો ફરી પણ આવશે મારી દીકરી ક્યાંથી આવશે એમ કરી રાશીબેન નિયતિ ને ગળે વળગાડી ને બોલ્યા માં ની આવી લાગણી જોઈ ને નિયતિ ખુબ રડી , આખરે બંને ને શાંત કરી ને સોહમભાઈ એ ડૉક્ટર ને નિયતિ ને ઓપેરશન માટે લઇ જવાનું કહ્યું . ઓપેરશન ચાલુ થયું , બધા ના મન માં એટલું દુઃખ હતું પણ એકબીજા નો સહારો બનવું જરૂરી હતું . નિયતિ નું ઓપેરશન પૂરું થયું , કોમ્પ્લિકેશન ઘણું હતું પણ ડૉક્ટર એ સફળ બનાવ્યું . નિયતિ ને રૂમ માં લાવવામાં આવી . ૧-૨ કલાક બાદ નિયતિ ને હોશ આવ્યો , નિયતિ અત્યારે જાણે બધું જ ખોયી દીધા ની ફરિયાદ કરતી હોય એમ સુનમુન બધા ને જોઈ રહી . નિયતિ ના મમ્મી પાપાપણ ત્યાં આવી ગયા હતા , નિયતિ ની આવી હાલત જોઈ ને નિયતિ ના મમ્મી બોલ્યા : મારી નિયતિ ને કોણ જાણે કોની નઝર લાગી છે , બધું જ છીનવી લીધું ભગવાને , આવું સાંભળી ને રાશીબેન બોલ્યા : તમે આમ કેમ બોલો છો ? મારો કાવ્ય આવશે અને નિયતિ ની જિંદગી ફરી પાછી ખુશ ખુશ થયી જશે . ત્યાં નિયતિ ના મમ્મી બોલ્યા તમને હજી આશા છે કે તમારો કાવ્ય આવશે ? આટ આટલા દિવસો વીતી ચુક્યા છે કાવ્ય નો કોઈ પત્તો નથી . તમે આશા ઓ ખોટી બાંધી ને બેઠા છો ને મારી નિયતિ ને પણ ખોટી આશા માં બાંધી રાખી છે . અવે અમારે કસું સાંભળવું નથી , કયા મુરત માં અમે કાવ્ય જોડે નિયતિ ને બાંધી , મારી દીકરી ના ઘર ની ના ઘાટ ની એવી હાલત માં આવી પડી છે . અરે તમે આમ શુ બોલો છો ? નિયતિ અમારી વહુ નથી અમારી દીકરી છે , પૂછો એને અમે એને દીકરી થી વધારે પ્રેમ આપ્યો છે . થોડી ઘણી બહેંશબાજી થયી . નિયતિ ના મમ્મી અવે નિયતિ તમારા ઘરે પાછી નઈ આવે , એ નિર્ણય પર આવી ગયા . નિયતિ ની હાલત ની સામે પણ ના જોયું

નિયતિ ની મમ્મી ના બોલવાનું પણ બોલી ગયા , કહી દીધું કે નિયતિ ત્યાં સુધી જ તમારી હતી જ્યાં સુધી કાવ્ય હતો . કાવ્ય હતો આ શબ્દ સાંભળી ને રાશીબેન બોલ્યા કાવ્ય ને કશુ નથી થયું એ આવશે , ત્યાં તો આ બધી વાતો એ રોદ્ર સ્વરૂપ લીધું , ડોક્ટરે અને નર્સે બંને ને ચૂપ રહેવા કહ્યું પણ કોઈ નું કઈ સાંભળે જ ના . નિયતિ પણ દર્દ માં હતી ત્યાં બેરેબેરે ઉભી થયી ને બોલી બંને શાંત થાઓ , એટલે રાશીબેન ચૂપ થયી ગયા ને નિયતિ ને બેડ પર બેસાડી , તે છતાં નિયતિ મમ્મી તો અવે નિયતિ કાવ્ય ના ઘરે નહિ જ જાય એ નિર્ણય પર અટલ હતી .

સોહમ ભાઈ પણ પરિસ્થિતિ કાબુ બાર હતી એટલે કીધું કે ભલે તમને નિયતિ ને ઘરે લઇ જવી હોય તો લઇ જાવ . એટલે નિયતિ બોલી ના પાપા : આપણું ઘર જ મારુ છે , પણ નિયતિ ની મમ્મી એક ના સાંભળ્યું જેવી ડૉક્ટર એ રજા આપી કે તરત જ નિયતિ નો સમાન ભરી ને નિયતિ ને ઘરે લઇ જવા તૈયાર થયી ગયા . રાશીબેન નિયતિ ને મોકલવા નતા માંગતા પણ નિયતિ ના હાલ જોઈ ને એમને હામી ભરી દીધી . નિયતિ કમને ઘરે જવા રેડી થયી. મન તો એનું નતુ પણ મમ્મી ની જીદ આગળ એ કઈ કરી શકે તેમ ન હતું , વળી જો અત્યારે કઈ કરે તો મમ્મી વધારે નારાઝ થયી જાય , વાત વધારે બગડે . નિયતિ જાણતી હતી કે સોહમભાઈ અને રાશીબેન અત્યારે ખુબ મુશ્કેલ રાહ પર છે , કાવ્ય નો પત્તો લાગતો નથી સાથે સાથે કાવ્ય ની નિશાની પણ ખોવી પડી , જેટલું દુઃખ કાવ્ય ના મમ્મી પાપા ને હતું એના કરતા વધારે નિયતિ ને ભોગવવાનું હતું .

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED