life where will you take - 1 books and stories free download online pdf in Gujarati

જિંદગી તું ક્યાં લઇ જઈશ - 1

મારી પેહલી સ્ટોરી એક ઈચ્છા કઈ કરી છૂટવાની ને વાચકો દ્વારા સારો આવકાર મળ્યો, અને એનાથી જ પ્રેરિત થયી ને આજે હું મારી બીજી સ્ટોરી શરૂ કરી રહી છુ , મને આશા છે કે આ સ્ટોરી પણ આપ સૌ વાચકો ને ગમશે. મારી નવી સ્ટોરી નું નામ છે "જિંદગી તું ક્યાં લઇ જઈશ"

જિંદગી તું ક્યાં લઇ જઈશ। :
આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે , જેમાં સુખ દુઃખ , પ્રેમ , બદલો , ક્રોધ , લાગણી , સમજ એવા ઘણા બધા પળ નો સમાવેશ છે . ચાલો મિત્રો તો આ સ્ટોરી ના પહેલા ભાગ તરફ જઈએ.
કાવ્ય એ આ સ્ટોરી નો હીરો અને અંજલિ આ સ્ટોરી ની મારી હિરોઈન। કાવ્ય એક એવી વ્યક્તિ છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી એક ધનાઢ્ય પરિવાર નો એક નો એક દીકરો અને એ પણ ખુબ સ્માર્ટ , અર્ચીટેક્ટ ની ડિગ્રી એ પણ યુ એસ એ થી મેળવેલી , ભણવામાં કાવ્ય પેહ્લે થી જ હોશિયાર હતો અને પરિવાર પણ સુખી એટલે રૂપિયા ની પણ એને કોઈ ચિંતા ના હતી , પોતે પણ ખુબ જ સ્માર્ટ એટલે એને સમજ માં પણ પોતાનું આગવું સ્થાન મેળવ્યું હતું । એ પોતે સોશ્યિલ મીડિયા માં પણ ખુબ પ્રચલિત હતો , ૫"૧૧" ની ઊંચાયી , પાણીદાર માંજરી આંખો , કનૈયા જેવા વાકુડીયા વાળ , અને એમાં પણ રંગે દૂધ જેવો સફેદ , આંખો પર બ્રાઉન કલર ના સ્પેક્સ પહેરતો , એટલો સુંદર દેખાતો કે દરેક છોકરી ના સપના નો રાજ કુમાર જ જોઈ લો . વડોદરા જેવા સૌમ્ય સિટી નો એ રહેવાસી .

વડોદરા , ગુજરાત નું એક જાણીતું શહેર અને દરેક ને ગમતું મારુ વડોદરા . કાવ્ય એ યુ એસ એ થી ડિગ્રી મેળવી ને પાછું વડોદરા જ કાયમી વસવાટ માટે પસંદ કર્યું , એના મિત્રો ને નવાઈ લાગી કે યુ એસ એ માં ડિગ્રી મેળવી ને કોઈ પાછું ઇન્ડિયા ક્યાં થી સેટ થયી શકે , પણ કાવ્ય ની વિચારસરણી કઈ જુદી જ હતી . કાવ્ય માં મમ્મી અને પાપા સુખી સંપન્ન હતા પણ ખુબ જ સાદાઈ થી જીવન જીવતા , રાશીબેન અને સોહમભાઈ બંને ખુબ જ સૌમ્ય અને ભાવુક હતા , જયારે કાવ્ય એ યુ એસ જવાનું કહ્યું ભણવા માટે તો સોહમ ભાઈ એ તરત જ હા પાળી જયારે રાશિબેન કાવ્ય વડોદરા સિવાય કૈસે ના જાય એવી જ ઈચ્છા હતી . કાવ્ય એ એની મમ્મી ની લાગણી ને માન આપી ખાલી ડિગ્રી મેળવી ને પાછો ઇન્ડિયા ( વડોદરા ) જ સેટ થશે એ નિર્ણય જણાવી દીધો . કાવ્ય ૨૦૧૧ માં યુ એસ ગયો ને ૨૦૧૫ માં ડિગ્રી મેળવી પોતાના પપા નો કન્સ્ટ્રકશન બૂઝિનેસ્સ આગળ વધારવાનું ચાલુ કર્યું . આજે એમની એ કન્સ્ટ્રકશન કંપની " રોયલ બિલ્ડર " ના નામ થી સાત આશ્માને છે , સોહમ ભાઈ તથા કાવ્ય ની મેહનત થી આજે એમની કંપની કરોડો રૂપિયા ની કમાણી કરે છે.
કાવ્ય ની માટે અવે તો બ્રાહ્મણ સમાજમાંથી લગ્ન માટે વાતચીત પણ શરૂ થયી હતી . કાવ્ય સ્માર્ટ હતો એટલે દરેક માં બાપ ને પોતાની દીકરી ના ભાવિ પતિ તરીકે કાવ્ય પસંદ હતો . આજ ના જમાના માં અરેન્જ મેરેજ એ નવાઈ લાગે એ પણ યુ એસ રિટર્ન માટે પણ કાવ્ય એ પોતે નક્કી જ કર્યું હતું કે એ લગ્ન કરશે તો અરેન્જ અને એ પણ એના મમ્મી પપા ને ગમતી છોકરી સાથે . આ નિર્ણય થી રાશીબેન તો ફૂલે ના સમાતા.

રાશીબેન એ ઘણી બધી છોકરી ના ફોટા અને જન્માક્ષર મંગાવ્યા , એમાંથી એમને ચાર પાંચ છોકરી ઓ પસંદ આવી , અવે વારો હતો કાવ્ય નો કે એ આમાંથી કોને પોતાની જીવન સાથી તરીકે પસંદ કરશે ? આખરે એ દિવસ પણ આવી ગયો જયારે કાવ્ય એ મમ્મી પપા ની પસંદી માંથી એક પોતાના માટે જીવન સાથી સિલેક્ટ કરવાની હતી । કાવ્ય એ બધી જ છોકરી ઓ ને વારા ફરતી મુલાકાત લીધી , આ બધી વાતચીત દરમ્યાન કાવ્ય એ પોતાના માટે એક છોકરી સિલેક્ટ કરી લીધી જેનું નામ હતું નિયતિ પંડયા, નિયતિ પણ ખુબ શુશીલ અને સમૃદ્ધ પરિવાર ની એક ની એક દીકરી હતી , એમ એ એલ એલ બી થયેલી નિયતિ ખુબ જ સુંદર હતી . નામ ની સાથે એના ગુણ પણ દેખાયી આવતા . તારીખ ૨૨.૦૨.૨૦૧૭ માં નિયતિ અને કાવ્ય ના લગ્ન ગોઠવાયા . ખુબ ધામ ધૂમ થી નિયતિ અને કાવ્ય ના લગ્ન થયા , આખું વડોદરા તથા દૂર દૂર થી લોકો આ નવદંપતી ને આશીર્વાદ આપવા ભેગા થયા હતા .

એ દિવસે કાવ્ય અને નિયતિ બંને જાણે કોઈ શહેર ના રાજા રાની હોય તેમ શોભતા હતા , બંને ના લગ્ન ખુબ સારી રીતે પતિ ગયા , ખુબ બધા મેહમાનો , મિત્રો , સગાવ્હાલા ઓ સાથે લગ્ન માં જોડાયેલ આ નવદંપતી એક બીજા ના સાથી બની ને ખુબ જ ખુશ હતા ।

નિયતિ પિન્ક અને નેવી બ્લુ ચણીયા ચોળી માં સજ્જ તો કાવ્ય પણ નિયતિ ને મેચિંગ થાય એવી જ શેરવાની માં જજતો હતો . લગ્ન વિધિ સમયસર પતાવી ને નવી વહુ નું ઘર માં સ્વાગત થયું . નિયતિ એ પણ થોડા જ દિવસો માં એ ઘર ને પોતાના ઘર ની જેમ સાચવા લાગ્યું

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED