Jindagi tu kya lai jais - 4 books and stories free download online pdf in Gujarati

જિંદગી તું ક્યાં લઇ જઈશ - ૪

(અવે તો પળ પળ ભારે થતી ગયી , કાવ્ય ના બધા મિત્રો ને , બધા ઓળખાતા લોકો ને , બિઝિનેસ્સ માં ઓળખતા લોકો ને પૂછી વળ્યાં પણ ક્યાં ય કાવ્ય નો કોઈ પત્તો લાગ્યો ના .)

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૪

લોકો એટલી વાતો , ઘણા બધા તો એવું પણ બોલવા લાગ્યા કે હજી ગયા વર્ષે તો આજે જ આ લોકો ના લગ્ન થયા હતા ને આજે જ કાવ્ય ગાયબ થયી ગયો , નક્કી લગ્ન માં જ કઈ તકલીફ હશે , આવું સંભાળી ને રાશીબેન બોલ્યા : મારી નિયતિ અને કાવ્ય ની વચ્ચે કોઈ તકલીફ નથી , એ બંને તો એક બીજા વગર રહી ના શકે , અને નિયતિ તો મારી કરોડો માં એક છે , સોહમભાઈ એ રાશીબેન પાસે આવી ને કહ્યું કે કાવ્ય ની મમ્મી તો અત્યારે લોકો ની વાતો પર ધ્યાન ના આપ આપડો કાવ્ય ક્યાં છે ? સહીસલામત તો છે ને ? એના માટે ભગવાન ને પ્રાર્થના કર. થોડી વાર માં ગોતાખોર , ફાયર બ્રિગેડ પણ ત્યાં આવી પહોંચીયું , અને કેનાલ માં પણ કાવ્ય ની શોધ ચાલુ કરી ,રાત વીતતી ગયી , નિયતિ તો પોતાને પણ અપશુકન માનવ લાગી કે લગ્ન થયા એટલે કાવ્ય ને આવું થયું . રાત આમ ને આમ વીતી ગયી પણ કાવ્ય નો કોઈ જ પત્તો ના લાગ્યો સવાર થતા થતા તો બધા પોત પોતાને ઘરે જતા રહ્યા , થોડા જે સોહમભાઈ ના પરિવાર ના અને નિયતિ ના પરિવાર ના હતા એ બધા પણ અવે બેચેન થવા લાગ્યા હતા , પોલીસ એ સોહમભાઈ તથા બધા ને ઘરે જવાનું કહ્યું , નિયતિ તો ત્યાંથી ખસવાની પણ ના પાળી પણ પોલીસ અને સોહમભાઈ ના કમિશનર મિત્ર ના આગ્રહ થી ઘરે જવા તૈયાર થયી . નિયતિ નો જીવ તો ત્યાં જ હતો પણ બધા નું માન રાખવા માટે એ ઘરે જવા નીકળી,

ઘરે જતા જતા પણ નિયતિ , રાશીબેન તથા સોહમભાઈ ની આંખ માં આંસુ હતા , નિયતિ અવે હિમ્મત હારી ચુકી હતી પણ કાવ્ય ના મમ્મી અને પાપા ની સામે જોઈ ને એને પોતાની હાલત ને સાચવી , ઘરે પહોંચતા ની સાથે સૌ સાગા વહાલા પોત પોતાના ઘરે જતા થયા , ઘરે અવે નિયતિ નું પરિવાર અને કાવ્ય નું પરિવાર કાવ્ય ના કોઈ સમાચાર મળે એની રાહ જોઈ ને બેઠા હતા। નિયતિ થોડી સ્વસ્થ થયી ને બોલી , મમ્મી પાપા કાવ્ય આપડો જલ્દી મળી જશે આપડે આમ ઉદાસ થયી ને બેસી નથી શકતા. કાવ્ય આવશે અને તમને બધા ને આમ જોશે તો એ મને બોલશે અને કહેશે કે એની ઘેરહાજરી માં મેં તમને સાચવ્યા ના . બધા માટે એને કોફી બનાવી ને લઇ આવી , ખુદ નું મન ન હતું પણ માં બાપ ની માટે થયી ને નિયતિ એ પણ કોફી પીધી . આ બાજુ કાવ્ય ને શોધ માટે પોલીસે તપાસ જોરશોર થી ચાલુ રાખી .

બધા જ કાવ્ય ની ખેરખબર માટે કોલ કરતા હતા , પણ કાવ્ય ક્યાં છે એ કોઈ ને ખબર ન હતી . ઘણા તો એવું માની બેઠા કે કદાચ કાવ્ય કેનાલ માં ડૂબી ના ગયો હોય અને ત્યાં મગરો પણ છે તો કદાચ કોઈ કાવ્ય ને ભરખી ના ગયું હોય . જેટલા લોકો એટલી વાતો અને એટલી જ માનઘડક કહાની ઓ . આ બધી વાતો ની વચ્ચે કાવ્ય ની હેમખેમ ખબર મળે એ આશા થી કાવ્ય નો પરિવાર પ્રાર્થના કરતા હતા

કાવ્ય ના માસી માસા, ફોઈ ફુવા , કાકા કાકી બધા જ અવે કાવ્ય માટે વધારે ચિંતિત થવા લાગ્યા , ૫-૬ દિવસો આમ ને આમ જતા રહ્યા પણ કાવ્ય ની કોઈ ખબર ન મળી , પોલીસે પણ હાર માની લીધી અને ગુમશુદા ફાયિલ બનાવી ને મૂકી , કમિશ્નર કાવ્ય ના પપા ના મિત્ર હોવાથી ઘરે આવી ને કાવ્ય ની કોઈ ખબર નથી મળી રહી એ જણાવ્યું , રાશીબેન પાર તો જાણે આભ તૂટી પડ્યું હોય એમ એ રડવા લાગ્યા , ત્યાં જ નિયતિ બોલી ગુસ્સા માં મારો કાવ્ય આવશે , ક્યાં કે અટવાયો હશે , તમે લોકો જે કહો છો એ મને માન્ય નથી । કાવ્ય ને કશું નથી થયું , પોલીસે એ પોતાનો પ્રયત્ન કર્યો , કોઈ અપહરણ ની ખંડણી પણ આવી નથી , અવે બધા જ વિચારો વિપરીત દિશા તરફ વળવા લાગ્યા કે કાવ્ય હયાત જ નથી .

રાશીબેન , સોહમ ભાઈ તથા નિયતિ એ વાત માનવાનો નાકારો ભરી દીધો અને કહ્યું કે અહીં જે કોઈ એવું માનતું હોય કે કાવ્ય નહિ આવે પાછો તો એ બધા ને સાફસાફ જણાવી એ છે કે અમારો કાવ્ય આવશે , આ બાજુ પોલીસે તથા કમિશ્નરે કેસ બંધ કરવાનું કહ્યું . આગળ કોઈ ને કઈ સમજ પડતી ન હતી કે કરીયે તો શુ કરીયે .અવે ખાલી ને ખાલી ભગવાન પર ભરોસો રાખી ને બેસવાનું હતું .

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED