life where will you take - 2 books and stories free download online pdf in Gujarati

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ - ૨

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૨
( નિયતિ અને કાવ્ય ના લગ્ન થયા અને નવી વહુ એ ખુબ સારી રીતે ઘર સંભાળી લીધું અવે આગળ )

નિયતિ અને કાવ્ય ખુબ જ પ્રેમ કરતા એક બીજા ને અને માં બાપ ના બંને લાડકા , આધુનિક યુગ માં વહુ ને દીકરી જ ગણવી એવા વિચાર ધરાવતા પરિવાર માં નિયતિ ખુબ જલ્દી ભળી ગયી .સાથે સાથે એ પોતાનો બૂઝિનેસ્સ પણ સાચવા લાગી । જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ કાવ્ય અને નિયતિ નો પ્રેમ વધતો ગયો એમને જોઈ ને કોઈ એવું ના કહી શકે કે નિયતિ કાવ્ય ના અરેન્જ મેરેજ છે બધા ને એવું જ લાગતું કે આ પ્રેમી પંખીડા ના લવ મેરેજ થયા હશે.
લગ્ન ને વર્ષ થયી ગયું , એ દિવસે મેરેજ એનિવર્સરી હોવાથી કાવ્ય એ નિયતિ માટે સરપરાયિસ પાર્ટી રાખી , કાવ્ય એ એવી તૈયારી કરી કે શાયદ નિયતિ એ સપના માં પણ કલ્પના નહતી કરી . નિયતિ રોજિંદા ના કામ પતાવી ને સાંજે કાવ્ય ની રાહ જોઈ રહી હતી , આ બંને નું રોજ નું હતું કે નિયતિ અને કાવ્ય સાંજે આવીને ઘર ના ગાર્ડન માં સાથે કોફી પિતા. આજે સવાર થી નિયતિ કાવ્ય એનિવર્સરી વિશ કરે એની રાહ જોતી હતી , સવારે ગુડ મોર્નિંગ અને બાય ડાર્લિંગ કહી ને કાવ્ય નીકળી ગયો , એને આજે સવારે નાસ્તો પણ જોડે ના કર્યો અને આખો દિવસ કોલ પણ ના કર્યો , પરંતુ નિયતિ ખુબ સમજુ હતી એટલે કાવ્ય એ આવું કરવા છતાં સાંજ ની કોફી જોડે પિશુ એમ કરી ને ગાર્ડન માં કાવ્ય ની રાહ જોઈ રહી હતી.

કાવ્ય આમ તો રોજ સાંજે ૬:૩૦ ના ઘરે આવી જતો પણ આજે ૬:૪૫ થવા આવ્યા અને એ આવ્યો ના , નિયતિ એ કોલ પણ કર્યો પણ કાવ્ય નો કોલ બંધ આવતો , એને ચિંતા થવા લાગી કે કાવ્ય ક્યાં હશે ? જેમ જેમ સમય જતો ગયો નિયતિ ની ચિંતા વધતી ગયી , એને રાશીબેન ને પણ કહ્યું કે મમ્મી કાવ્ય હાજી આવ્યા નથી તમારે કઈ વાત થયી હતી ? રાશીબેન બોલ્યા ના બેટા મારે તો આજે સવાર થી કોઈ વાત જ નથી થયી એટલી વારમા સોહમભાઈ ની કાર આવી , આમ રાશીબેન અને નિયતિ ને ચિંતા માં જોતા પૂછ્યું સુ થયું કેમ આમ બંને ચિંતા માં છો? નિયતિ બોલી ઉઠી ઘભરાયેલા સ્વર માં કે પપા કાવ્ય હજી આવ્યા નથી , અને એમનો કોલ પણ નથી લાગતો , સોહમ ભાઈ બોલ્યા કાવ્ય તો આજે ૪ વાગ્યા નો ઓફિસે થી નીકળી ગયો ને મને કેહતો હતો કે પપા આપડે ડીનર સાથે કરીશુ હું ઘરે જાઉં છુ , કેમ હાજી નથી આવ્યો તો ગયો ક્યાં ? કાવ્ય કોઈ દિવસ પણ ઘર ના બહાને કૈસે ના જાય અને એ પણ વળી આજે તો ના જ જાય કઈ નઈ વહુબેટા તમે ચિંતા ના કરશો હું એના મિત્રો ને પૂછી જોવું છુ , સોહમ ભાઈ એ બધા ને એક પછી એક કોલ કર્યો પણ કાવ્ય ની કોઈ ને જ ખબર ન હતી. અવે તો નિયતિ ની જોડે સોહમભાઈ અને રાશીબેન પણ ચિંતા કરવા લાગ્યા .

થોડી વાર બાદ સોહમ ભાઈ ને એક અજાણ્યા નંબર પર થી કોલ આવ્યો કે તમે કાવ્ય ના પપા બોલો ? સોહમ ભાઈ બેબાકળા થયી ને બોલ્યા હા પણ આપ કોણ છો? હું સયાજીગંજ પોલીસ સ્ટેશન માંથી બોલું છુ હજી તો પોલીસ કઈ આગળ બોલે એ પેહલા તો સોહમ ભાઈ ના હાથ પગ દ્રુજવા લાગ્યા આ જોઈ નિયતિ એ કોલ લઇ લીધો ને બોલી કોણ બોલો આપ , પોલીસ એ ફરી વાત કરી અને કહ્યું કે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED