Jindagi tu kya lai jais - 5 books and stories free download online pdf in Gujarati

જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૫

આ બાજુ પોલીસે તથા કમિશ્નરે કેસ બંધ કરવાનું કહ્યું . આગળ કોઈ ને કઈ સમજ પડતી ન હતી કે કરીયે તો શુ કરીયે .અવે ખાલી ને ખાલી ભગવાન પર ભરોસો રાખી ને બેસવાનું હતું .

જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૫


આમ ને આમ ૩ અઠવાડિયા વીતી ગયા , કાવ્ય નો પત્તો ના લાગ્યો , વાત વમળ માં બધું ફેલાતું રહ્યું , ન્યૂઝપેપર માં કાવ્ય લાપતા પેહલા પાન થી અવે અદ્રશ્ય થયી ગયું , બધા તો જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ પોતાના કામ ધંધે આગળ વધતા ગયા , જેટલા કોમ્પિટિટર્સ હતા એ પણ આ મોકા નો ફાયદો ઉઠાવા લાગ્યા . રોયલ બિલ્ડર ના શેર નો ભાવ પણ એક એક તૂટી પડ્યો , કાવ્ય ના ગમ માં સોહમભાઈ અને રાશીબેન તો જાણે દુનિયા નું ભાન જ ભૂલી ગયા હતા , નિયતિ ને કોણ સાચવશે એ દુઃખ માં નિયતિ ના માં બાપ પણ હારી ગયા , આ બાજુ નિયતિ પણ અંદર થી તૂટી ગયી હતી પણ કાવ્ય ને આપેલા વચન કે તારા મમ્મી પપા મારા એ વચન ને લીધે નિયતિ ગમ ને મન માં દબાવી ને આ માં બાપ ને એના દીકરા ની જેમ સાચવા ઉભી થયી . નિયતિ એ સોહમભાઈ ને કહ્યું કે પાપા જ્યાં સુધી આપડો કાવ્ય પાછો ના આવે ત્યાં સુધી હું તમારો કાવ્ય , આવું સાંભળી ને રાશીબેન અને સોહમ ભાઈ માં પણ હિમ્મત આવી ને અવે આવી પડેલા દુઃખ ને સમેટવા તૈયાર થયા .

નિયતિ ને બિઝનેસ કરતા નતુ આવડતું , પણ કાવ્ય એ બનાવેલી સાખ ને આમ કેવી રીતે તૂટી જવા દે એટલે સોહમ ભાઈ ની જોડે જ નિયતિ એ કામ શીખવાનું ચાલુ કર્યું , રોજ રોજ કામ શીખતી જાય અને સાંજ પડે ફરી ગાડી લઇ ને કાવ્ય ની શોધ કરે , જ્યાં જ્યાં પણ જઈ ને તપાસ થાય તેમ હોય ત્યાં ત્યાં નિયતિ કાવ્ય ને શોધે , અવે તો કાવ્ય ને ગયે ૧ મહિનો થયી ગયો , નિયતિ પણ એક અઠવાડિયા ને કામ ને શીખી લીધું અને મેહનત થી રોયલ બિલ્ડર નામ ને આગળ વધારવાનું વિચાર્યું , કાવ્ય એ ઘણા સપના જોયેલા પોતાના બિઝનેસ માટે જે એને નિયતિ ની સાથે સેર કરેલા એ મુજબ અવે નિયતિ કાવ્ય ના આ સપના ઓ પુરા કેવી રીતે કરે એની રચના બનાવા લાગી .

ત્રણ દિવસ ગયા પછી નિયતિ ઓફિસે માં કામ કરતી હતી ત્યાં નિયતિ ને અચાનક ચક્કર આવ્યા , અને એ બેભાન થયી ગયી . ઓફિસ નો સ્ટાફ નિયતિ ને હોસ્પિટલ લઇ આવ્યો , સોહમભાઈ અને રાશીબેન પણ તરત જ હોસ્પિટલ દોડી આવ્યા . નિયતિ ના રિપોર્ટ્સ ચાલતા હતા , થોડી વાર બાદ ડૉક્ટર બહાર આવી ને કહ્યું કે નિયતિ ના બીજા રિપોર્ટ્સ કરવા પડશે . આ બધું સાંભળી ને રાશીબેન બોલ્યા મારા ઘર ને કોણ જાણે કોની નઝર લાગી છે , ડૉક્ટર એ રાશીબેન ને શાંત્વના આપતા કહ્યું કે તમે બેસો હું બીજા એક ડૉક્ટર ને બોલાવી ને લાવું છુ.

રશીબેન અને સોહમભાઈ ત્યાં લોબી માં બેઠા બેઠા કાવ્ય વિષે વિચારતા હતા કે હજી તો કાવ્ય ની કોઈ ખબર નથી મળી ત્યાં નિયતિ ને શું થયું હશે ? રાશીબેન અને સોહમ ભાઈ અપાર ચિંતા માં બેઠા હતા , રાશીબેન તો કાવ્ય ના ગમ માંથી હાજી બહાર નાત આવી શક્યા, એટલે ડૉક્ટર એ એમને લોબી માં જ બેસવા કહ્યું અને સોહમભાઈ ને અંદર કેબીન માં બોલાવ્યા । સોહમભાઈ અધિરીયા થયી ને ડૉક્ટર ને પૂછવા લાગ્યા કે કહો ડૉક્ટર સાહેબ તમે મને આમ એકલા અંદર આવા કેમ કહ્યું ? ત્યાં ડૉક્ટર બોલ્યા સોહમ ભાઈ રિલેક્સ હું સમજી શકું છુ કે તમે પરેશાન છો પણ વાત મારાથી છુપાવાય એવી નથી । સોહમભાઈ આ સાંભળી ને વધારે ચિંતિત થયી ને બોલ્યા ડૉક્ટર સાહેબ કહો જલ્દી કે શુ થયું છે અમારી નિયતિ ને ? ડૉક્ટર સાહેબે સોહમભાઈ ને ખભે હાથ મૂકી ને બોલ્યા કે નિયતિ ને પ્રેગ્નનસી હતી , શાયદ નિયતિ ને પણ ન હતી ખબર કે એ માં બનવાની છે , પણ।।।।।। હજી તો ડૉક્ટર આગળ કઈ બોલે એ પેહલા સોહમભાઈ બોલ્યા ડૉક્ટર આ તો ખુશખબરી છે તો તમે કેમ આમ ? સોહમભાઈ ને વચ્ચે થી જ અટકાવી ને ડૉક્ટર બોલ્યા : સોહમભાઈ , થોભો નિયતિ માટે આ ખુશખબરી નથી જીવ નું જોખમ છે। આટલું સાંભળી ને સોહમભાઈ ના પગ નીચે થી જમીન ખસી ગયી હોય એન એ ખુરશી માં ભોંઠા પડ્યા , ડૉક્ટર એ વાત આગળ વધારી : સોહમભાઈ , જયારે સ્ટાફ નિયતિ ને અહીં લાવ્યો અને મેં એને ચેક કરી ત્યારે મને ખબર પડી કે નિયતિ પ્રેગ્નેન્ટ છે પણ અંદર રહેલા ગર્ભ ની તપાસ કરતા ખબર પડી કે નિયતિ ને ૩ મહિનો ચાલુ થયો છે પણ ગર્ભ કુપોષિત છે એનું કારણ નિયતિ એ લીધેલા સ્ટ્રેસ , આપડે આ ગર્ભ કાઢી નાખવો પડશે નહિ તો નિયતિ ના જીવ ને જોખમ થયી જશે , આટલું હજી ડૉક્ટર બોલતા જ હતા ત્યાં તો રાશીબેન કેબીન માં આવી ચડ્યા , ના ના ડૉક્ટર એ મારા કાવ્ય ની નિશાની છે , તમે આમ કેવી રીતે બોલી શકો .

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED