રહસ્ય - ૨.૪ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય - ૨.૪

રાજદીપ અને હું ડૉ. ડેવીડશનના આમંત્રણ પર કોલકત્તા પોહચી ગયા હતા. રાજદીપ મને ત્યાં જ મળવાનો હતો. મૈ પણ અમદાવાદથી કોલકત્તા સુધીની સફર એકલે જ ખેળી! મને તો બંગાળી સંસ્કૃતિ પહેલાથી જ ખૂબ આકર્ષક લાગતી હતી.બંગાળી શબ્દ મોટા ભાગે હિંદી-ગુજરાતી સાથે જાણે મળતા આવે એવું લાગે! તેનો પહેલો અક્ષર હમેશા ઉપર ખેંચીને બોલવું! કોલકત્તા હુંગલી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેરમાં હું પોહચી આવ્યો હતો. મને કોલકતામાં એક પ્રવાસી બનીને આવવું હતું! બંગાળી ગીતો વાગતી ટેક્સી મને હોટેલ ઉતાર્યો! રાજદીપની રાહ જોતો હું ક્યારે ઉંઘી ગયો ખબર જ ન રહી!

****

"આ સમાન તારી પાસે હજુ પણ છે?" અજયે કહ્યું.
"હા, બહુ યાદો જોડાયેલી છે ભાઈ...." રાજદીપના ચેહરા પર એવો જ તેજ ચળકતો હતો જેવો પહેલી મુલાકાતમાં!

"હું મજીદ અને બહુ મિસ કરીશ!" અજયે કહ્યું.

"હા હું પણ! બહુ જીગરજાન દોસ્ત હતો. લાગ્યું જ નહીં કે તે એક ખલાસી તરીકે સાથે આવ્યો હતો.અને દોસ્ત બની ગયો..." રાજદીપે કહ્યું.

"નક્શો હવે બહુ વ્યવસ્થિત જોઈને જવું પળશે!
આપણે હવે અક્ષાંશ-રેખાંશનો ખુબ ચીવટ પુર્વક અભ્યાસ કરવું પડશે! ગયા વખતે વાવડઝોડાના કારણે આપણે ભટકી ગયા હતા!" અજયે કહ્યું.

"હા, આપણે પૃથ્વી પર કોઈ ચોક્કસ સ્થાને પોહચવા માટે તેનો અભ્યાસ એટલો જ જરૂરી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં! એક પદ્ધતિ મુજબ! પૃથ્વી પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.
પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે" રાજદીપે કહ્યું.

"હું આ વિષય પર ઉપર છલ્લુ જ જાણું છું. પણ કેપ્ટન તમે ખરેખર ઓલરાઉન્ડર છો!" અજયે કહ્યું.

"આ જાયન્ટ ટાપુ નામ કઈ વિચિત્ર નથી જણાતું?" રાજદીપે કહ્યુ.

"હા બહુ જ વિચિત્ર! મૈ આજથી પહેલા આવા કોઈ નામનું ટાપુ અંગે નથી સાંભળ્યું! એમ પણ મલેશિયાની આસપાસ ઘણા બધા ટાપુઓ આવેલા છે." અજયે કહ્યું.

"તને ખબર છે અજય આપણી પૃથ્વી પર જીવન થવા પાછળ છ મહત્વની ઘટનાઓ સંકળાયેલા છે!" રાજદીપે કહ્યું.

"છ મહત્વની ઘટનાઓ?" અજયે પ્રશ્નાર્થ નજરે જોયું!

"હા છ ઘટનાઓ! આપણે તમામ ઘટનાઓ ને છોડી દઇએ તો એક મહત્વની ઘટના જેના આધારે મને આ મલેશિયાના ટાપુઓની રચનાઓ અથવા એજ પ્રકારની થિયોરી હોવી જોઈએ એવું મારું અનુમાન છે!"

"હું કઈ સમજ્યો નહિ?" અજયે કહ્યું.

"એ મહત્વની ઘટના એ હતી કે પૃથ્વી સાથે એક મોટી ચટાન અથડાઈ હતી. કદાચ તેનો આકર મંગળથી પણ વિશાળ હોવો જોઈએ! એ ટકરાવ પછી પૃથ્વીના લાખો હિસ્સાઓ અંતરીક્ષમાં ફેલાઈ ગયા! અને તેમાંથી એજ હિસ્સો ચંદ્ર પણ બન્યો! શું મલેશિયાની આસપાસના આવા હજારો ટાપુઓ કોઈ એક જગ્યાના ભાગ છે શું કોઈ પધાર્થના ટકરાવથી આવી રચનાઓ બની હશે?" રાજદીપે કહ્યું.

"ઈન્ટરેસ્ટિંગ... ફેક્ટ છે. એમ પણ ધરતી પર એટલી બધી અજાયબીઓ ભરી પડી છે. એટલા રહસ્યો અંકબધ છે કે તેના માટે એક જન્મ પૂરતો નથી! મલેશિયાની આસપાસ સતર હજારથી વધુ ટાપુઓમાં મોટા ભાગના ટાપુઓ વિરાન છે જ્યાં કોઈ જવાનું પસંદ નથી કરતું! ન ત્યાં જવા માટે સુવિધાઓ છે! " અજયે કહ્યું.

"ફલાઇટ કેવી રીતે છે ?"રાજદીપે વાત વાળતા કહ્યું.

"કોલકતાથી બે બેંગકોક થઇને બાલીની ફલાઇટ છે. ત્યાંથી ફલાઈટમાં લબુઅન બાજોની જઈશું અને ત્યાંથી બોટ મારફતે આપણે જાયન્ટ ટાપુ પોહચવાનું છે." અજયે કહ્યું.

"ચલો! મજા આવશે!" રાજદીપે કહ્યું.

"હા મને પણ ખૂબ ઉત્સુકતા છે. જોઈએ આ સફર પણ જીવન બદલનાર સાબિત થાય છે કે કેમ?"

****
સંઘર્ષને જીવન સમજી લીધું હતું. હવે ફરી એક સંઘર્ષની સફર પર નીકળી ચુક્યા હતા. મોતને મુઠીમાં લઈને જ હું ફરતો હતો. અને પ્રવાસ બ્લોગ માટે મલેશિયામાં ઘણું બધું છે. તે પણ જોઈ આવીશું! હવાઈ જહાજ હવા સાથે વાતો કરતું હતો. ટેક ઓફ સમયે વિશાળકાય કોલકતા શહેરની લબકજબક થતી લાઇટો! તો ઊંચે આકાશમાંથી જ ઇડન ગાર્ડનની એક ઝલક દેખાઈ ગઈ.... ગુડ બાય કોલકત્તા આમી તુંમા કે ભાલો ભાસી....

ક્રમશ.