Rahasya - 2.6 books and stories free download online pdf in Gujarati

રહસ્ય - ૨.૬

જાયન્ટ ટાપુ! ડૉ. ડેવીડશનની વિશાળ કાય લેબમાં અમારું સારી રીતે સ્વાગત થયું! એક મિટિંગ રૂમ જેવો ઓરડો હતો. ઓર્ડમાં વ્યવસ્થિત રીતે ગોળ મેજો ગોઠવાયેલી હતી. ગોળમેજી પરિસદ ખૂબ જલ્દી શુરું થશે તેવું લાગતું હતું. કાંચના પ્યાલાઓમાં પાણી દરેકની સામે મુકવામાં આવ્યું હતું. કોફી, ચા સાથે હળવા નાસ્તા અંગે ઓર્ડર લેવાઈ ગયા હતા.અમારા પાંચ સિવાય અહીં પાંચ જણા બીજા હતા. ડૉ. ડેવીડસન હજુ આવ્યા નોહતા! મેં ઘડિયાળ જોયુ! અમે દશ મિનિટ વહેલા હતા.

લાઈટો ઓફ થઈ ગઈ! પ્રોજેકટ શુરૂ થયું! અમને કોઈ એનિમિશન ફિલ્મ બતાવામાં આવી રહી હતી.

ત્રણ છોકરાઓ પ્રાચીન મંદિર પાસે બેઠા હતા. ચાંચિયાઓનું મંદિર પાસે આવવું! રહસ્યમય રીતે ગાયબ થવું!

જહાજનું સાયકલોનમાં ફસાવું!

"આ આપણી સ્ટોરી છે." અજયે કહ્યું.
એક પછી એક તમામ ઘટનાઓને દશ મિનિટની એનિમેશન ફિલ્મમાં બતાવી દીધું જેમ ક્રિકેટ મેચની હાઈલાઈટ જોતા હોઈએ...

એનિમેશન ફિલ્મ પુરી થઈ ઓરડામાં તાળીઓનો ગડગળાટ શુરું થઈ ગયો! સમજાયું નહીં આ તાળીઓ અમારા માટે હતી કે ફિલ્મ માટે?!

ત્યાં જ ડો. ડેવીડશનની પણ એન્ટ્રી થાય છે.

"તમારી સફર ફરી જીવીને કેવું લાગ્યું?"

"યાદો તાજી થઇ ગઇ....આપનો આભાર...." રાજદીપે કહ્યું.

"જુવો મિત્રો આ મારી ટિમ છે. અમારૂ આ રિસર્ચ સેન્ટર છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરે છે. આજ સુધી એમાઝોન, આફ્રિકા,સહાર અને દુનિયાના ખૂણે ખૂણે જઇને અમે કામ કર્યું છે. અમારા નામે અહીં જાયન્ટ કાંચીડાની શોધ પણ નોંધાયેલ છે. પણ આટલું પૂરતું નથી! અમે તે દુનિયમાં જવા માગીએ છીએ જ્યાં તમે જઈને આવ્યા છો!"ડૉ. ડેવીડશને કહ્યું.

રાજદીપે કતરાળી આંખે બધા તરફ જોઈ લીધું!
બધાના હોઠ મલકાયા...

****

મિટિંગની એક દિવસ પહેલા..

હોટેલ! શાર્ક, લબુઅન બાજો, મલેશિયા
સમય મોળી રાત્રે ૨.૪૫ આસપાસ.

ઓરડામાં પ્રિયા સિવાય બધા હાજર હતા. મજાક-મસ્તી,જુના કિસ્સાઓ અને ઠહાકાઓથી ઓરળો સજીવન થઈ ગયો હતો.

"શું લાગે છે રાજદીપે આપણે આ ડૉ. સવખર્ચે અહીં બોલવાયા છે. ઉપરથી આટલી મોટી એમાઉન્ડની ઓફર શું કારણ હોઈ શકે છે?"અજયે કહ્યું.

"તું નથી જાણતો? કે મારા મોઢે જાણવા માંગે છે?" રાજદીપ હસવા લાગ્યો.

"તારા મોઢે જાણવા માંગુ છું." અજયે કહ્યું.

"મને લાગ્યું તું સ્માર્ટ અને કડક જવાબ આપીશ....પણ..." તે ફરી હસ્યો.
"આપણે એક સફર પર ગયા હતા. ખજાના માટે! તે આપણે તે રીતે જ ઓળખે છે. ડો. ડેવિડશનના અંહી રિસર્ચ સેન્ટર આવેલો છે. તે ઝુલોજિસ્ટ છે. તે પ્રાણીઓ અને જીવજંતુઓ પર અભ્યાસ કરે છે."

"તો આમાં આપણે ક્યાં ફિટ થઈએ છીએ." કલ્પેશ વચ્ચે જ બોલી પળ્યો.

"આપણે તેને જેટલા ઉપયોગી થવાના છીએ, ભાગ્યે જ તેને કોઈ ઉપયોગી થયું હશે!" રાજદીપે કહ્યું.

"તે કેવી રીતે?" કલ્પેશે કહ્યું.

"આપણે જે ટાપુઓ પર ગયા હતા. ત્યાં જુરાસિક યુગના ડાયનોસોર અને બીજી ઘણી પ્રજાતિઓ હતી. આપણે તેને તે ટાપુ સુધી પોહચાડીશું તો તે આપણે જેટલી રકમ આપવાનો છે તેના હાજરો ગણી રકમ તેને કમાતા વાર નહિ લાગે!" રાજદીપે કહ્યું.

"હું કઈ સમજ્યો નહિ!" કલ્પેશે કહ્યુ.

"કલ્પેશ ભલે સમજે કે નહી અમે સમજી ગયા! વાત રહી પૈસાઓની કે ભવિષ્યમાં મળનાર ઉપલબ્ધીઓની, આપણે તેની સાથે જીવનભર ચાલે તેવી શરતો મુકીશું!" અજયે કહ્યું.

"હા, તેઓ એડા બનીને પેડા ખાય એના કરતાં આપણે પણ શરતો મુકીશું કે,આપણે અને આપણા દેશને બન્નેને ફાયદો થાય..." રાજદીપે કહ્યું.

"જેમ કે?" કલ્પેશે કહ્યું.

" એ તો તે જાતે જ વાત નક્કી કરશે! આપણે હજુ તેઓના મોઢેથી જ બધુ જાણવું છે. આપણે કઈ જ નથી બોલવાનું જયાં સુધી તેઓ તેના તમામ આઈડિયાઓ આપણી સમક્ષ મૂકી ન દે, અને હા આપણા માંથી ફક્ત હું અને અજય જ નિર્ણય લઈશું તમે ફક્ત હામાં હા કરજો?" રાજદીપે કહ્યું.

કેટલાક રહસ્યો તો અમને પણ જાણવા છે. તેની પાછળ વિજ્ઞાન હતું કે કોઈ જાદુ! જે અમને જોઈતું હતું. જાણે અજાણે ખુદ અમારી તરફ આવી રહ્યું છે. અમારા પાંચમાંથી કોઈ એક પણ એવું નથી જેને ફરી તે ટાપુ પર નથી જવું! આ વખતની સફર કઈ મેળવવા નહી માણવાની છે.

ક્રમશ.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED