લેક્ચર પતતા જ રૂહી અક્ષત ને મળીને કાલે તે વાત કરી લેશે હોસ્ટેલમાં અને સાજે શિફ્ટ કરી દઈશ એવું કહે છે.
અક્ષત : સારૂ જેમ તને યોગ્ય લાગે એમ.
રૂહી : તને મારો નિર્ણય બરાબર લાગે છે ને ?? કોણ જાણે મને આજે પહેલી વાર હુ નિર્ણય કરી રહી છું પણ હુ બહુ નર્વસ છું... મને કંઈ જ સમજાતુ નથી.
અક્ષત : સાચુ કહુ તો મને પણ કંઈ ખબર નથી પડતી. આટલી ફીસ આપીને ત્યાં રહેવા જવાનુ...
રૂહી : સાચી વાત છે આટલી ફીસ ના પ્રમાણે તો અમારી ફી હોવા છતાં બહુ સારી વ્યવસ્થા છે...સાથે જમવાનું પણ એટલું જ સરસ હોય છે... બસ આ એક રૂમમાં થતી ઘટનાઓ ને કારણે જ હુ હોસ્ટેલ બદલી રહી છું...
અક્ષત : કંઈ નહી તુ તને જે ઠીક લાગે તેમ કરજે...
રૂહી : કંઈ નહી મારે મક્કમ થઈ ને એકવાર નિર્ણય કરવો જ પડશે....તો જ આ ચેપ્ટર પુરૂ થશે..
અક્ષત : તો શું કરીશ તુ ??
રૂહી : આવતી કાલે હોસ્ટેલ બદલીશ. તુ મને સામાન શિફ્ટ કરવામાં હેલ્પ કરાવીશ તો હુ પપ્પાને ઘરેથી ના બોલાવુ.
અક્ષત: હા હવે એમાં અંકલ ને શુ કામ બોલાવે છે .હુ છું ને આવી જઈશ....
રૂહી : ઓકે કાલે સાજે મળીએ કહીને બંને છુટા પડે છે...
* * * * *
કોલેજથી આવીને રૂહી થોડો થોડો તેનો સામાન પેક કરતી હોય છે.....આસ્થા હજુ કોલેજેથી આવી નથી...એટલે રૂમમાં તે એકલી જ છે..પછી થોડી વારમાં રૂહી સ્વરાના રૂમમાં જાય છે. ત્યાં તેની રૂમમેટ્સ હોવાથી રૂહીને ત્યાં કંઈ વાત કરવી યોગ્ય નથી લાગતી એટલે તે અને સ્વરા ત્યાં બહાર જ્યાં પગથિયાં હતા ઉપર જવાના ત્યાં બેસે છે..
રૂહી : સ્વરા હુ બીજી હોસ્ટેલ જોઈ આવી કાલે હુ ત્યાં શિફ્ટ કરી દઈશ...
સ્વરા : આટલું જલ્દી?? અને તે મેડમને વાત કરી ??
રૂહી : ના હુ વિચારૂ છું કાલે સવારે વાત કરી દઈશ અને સાજે શિફ્ટ કરી દઈશ.
સ્વરા : ( થોડી દુખી થઈને ) ઓકે તો જા..બીજું તો શું કહુ...તારા ઘરેથી કારણ ન પુછ્યું ???
રૂહી : મમ્મી થોડું બધુ પુછતી હતી શું કામ ચાલે એવું નથી એમ... પપ્પાને મે મને અહીંયા નથી બહુ મજા આવતી કહીને મનાવી લીધા. પપ્પા મને કોઈ દિવસ કોઈ વસ્તુ માટે ના ન પાડે...
સ્વરા : હમમમ... સારૂ અમને યાદ કરજો અહીંથી ગયા પછી...ભુલી ના જતાં..
રૂહી : સાચે કહુ તો મારૂ પણ જવાનું મન નથી. પણ આ એક કારણ સિવાય મારૂ જવાનું કોઈ કારણ પણ નથી...ભલે હુ જન્મથી સુખસાહ્યબીમા ઉછરી છું... પાણી માગ્યું ત્યાં દુધ મળ્યું છે...પણ સામે પક્ષે જ મમ્મી મને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં કેમ રહેવુ એ પણ શીખવ્યું છે.
મને ઘરમાં ત્રણ ત્રણ એસી હોવા છતાં તે અમને ઉનાળામાં ધાબામા પણ સુવા લઈ જાય જેથી અમે ફક્ત એસી ના હેવાયા ન બની જઈએ...
સ્વરા : એ તો સાચી વાત છે...કંઈની આપણે તો મળતા રહીશું... પણ આગળની જિંદગી નુ પણ વિચારવું જોઈએ.
રૂહી : હવે બહુ વાતો થઈ ગઈ. જમવા જઈએ. આસ્થા આવી હોય તો એને પણ બોલાવીને આવુ.
સ્વરા : હુ પણ મારા રૂમમેટ્સ ને બોલાવી લઉ પછી સાથે જઈએ બધા...
આમ કહીને રૂહી તેના રૂમમાં જાય છે. આસ્થાની બેગ તેના બેડ પર પડી છે. એટલે એને થયું કે વોશરૂમ મા હશે...થોડી વાર પછી આસ્થા બહાર નથી આવતી ફક્ત કોઈના હાફવાનો અવાજ આવી રહ્યો છે.
રૂહી બુમ પાડે છે, આસ્થા... આસ્થા....
પણ અંદરથી કોઈ અવાજ નથી આવતો...રૂહીને એમ કે અંદરથી બંધ હશે પણ સહેજ એ બારણાને હાથ લગાડે છે તો બારણું ખુલી જાય છે.... અંદર આસ્થા એકદમ ગભરાયેલી પડી છે...અને જાણે શ્વાસ ચડ્યો હોય તેમ હાફી રહી છે...
આસ્થા રૂહીનુ મોઢુ જોવે છે તો.તેના ચહેરા પણ સાબુ લગાડેલો છે...એ તેના ગભરાઈ ને બેસી જવાથી તેના હાથ પર પણ લાગેલો છે....
રૂહી : શું થયું આસ્થા ?? કેમ આમ અહીં બેસીને રડે છે....
આ વખતે પણ સરખી જ બધાની જેમ એક હાથ દેખાવાની વાત કરે છે.....રૂહી તો પણ સમજી જ ગઈ છે....એટલે તે ધીરેથી તેને બહાર લાવે છે અને સ્વરા પણ ત્યાં આવે છે...
રૂહી આસ્થા ને શાત કરે છે....પણ હાલ તેની અને સ્વરા સાથે થયેલી કોઈ વાત કરતી નથી...
પછી આસ્થા થોડી બરાબર થતા બધા સાથે જમવા જાય છે. જમીને આવતા જ આસ્થા રૂહીનો થેલો પેક કરેલો બેડ પર જોઈને કહે છે, રૂહી તુ ઘરે જાય છે?? હજુ આજે તો શુક્રવાર છે...
રૂહી થોડી અચકાઈને કહે છે, હુ હોસ્ટેલ ચેન્જ કરૂ છું.
આ બધુ જોવાથી આસ્થા ગભરાયેલી છે અને એમાં પણ રૂહીએ જવાની વાત કરી એટલે આસ્થાની એકદમ આખો ભરાઈ આવી...તે ફક્ત એટલું જ બોલી શકી, કેમ જાય છે પણ ??
હવે રૂહીને ખોટુ બોલવું બરાબર ન લાગ્યું તેને અને સ્વરાએ બધુ સાચુ કહી દીધુ....
આસ્થા : તો હુ શું કરીશ...રૂહી મારી પાસે તો બે જ ઓપ્શન છે....કાતો અહીંયા રહેવુ....અથવા ભણવાનું છોડી દેવું....
હવે બીજી કોઈ ગવર્મેન્ટ કોલેજમાં બીજે તો થાય કે એ પણ નક્કી નથી અને વળી હોસ્ટેલ ની ફીસ હુ તો એટલી ભરી શકું નથી....હુ શું કરૂ ??
રૂહી : મને એમ થાય છે આપણે મેડમ ને આ બધી સાચી વાત કરીએ કદાચ એ આપણ ને કોઈ મદદ કરે તો ??
સ્વરા : શું એ માને એવું લાગે છે ??
રૂહી : એકવાર પ્રયત્ન કરવામાં શું વાધો છે ?? ના પાડશે તો આગળ જોઈએ...
સ્વરા : પણ તુ તો આમ પણ જવાની છે ને??
રૂહી : ના પણ આસ્થા પાસે કોઈ ઓપ્શન નથી એટલે આપણે એક વાર અત્યારે જ જઈએ...
* * * * *
ત્રણેય જણાને મેડમ તેમના રૂમમાં આવેલા જોઈને કહે છે, રૂમ તો તમારો નહી બદલાય....
રૂહી : હા વાધો નહી પણ અત્યારે અમે બીજી વાત કરવા આવ્યા છીએ...
મેડમ : બોલો...
તેમના બોલવાના હાવભાવ પરથી લાગી રહ્યુ છે કે તે કદાચ કોઈ મદદમા નહી આવે...છતાં રૂહી બધી જ વાત કરે છે...
મેડમ : ( ગુસ્સામાં ) રૂહી....તુ મેડિકલ સ્ટુડન્ટ થઈને આવી બધી વાત કરે છે ?? આવુ ભુત થોડી હોય વળી ?? અને આવી અફવા ફેલાવીને જો બીજા લોકોને પણ હેરાન કરશો તો હુ તમને અહીં નહી રાખુ.
સ્વરા : પણ મેડમ અમે ત્રણેય થોડું ખોટું બોલીએ...આવો અમને થોડો શોખ થાય....
રૂહી : આ પહેલાં આ રૂમમાં કોણ રહેતું હતુ ??
મેડમ : આ રૂમ પહેલી વાર તો કોઈને આપ્યો છે...પછી આવુ બધુ ક્યાંથી હોય ??
સ્વરા : તમને એવું લાગતુ તો એક વાર રૂહીના રૂમમાં મેડમમા રહી જુઓ તમને પણ અનુભવ થશે..
મેડમને કંઈક ખબર હોવા છતાં તેઓ અજાણ બની રહ્યા હોય એમ કહે છે, તમે લોકો હવે વધારે બોલી રહ્યા છો... તમને જો ઠીક ન લાગે તો જઈ શકો છો...હોસ્ટેલ છોડીને.....
રૂહીને સ્વરાને ઈશારાથી ચુપ રહેવાનું કહીને ઓકે...થેન્કયુ મેમ...અમે આવી કોઈને અફવા નહી ફેલાવીએ કહીને બધા બહાર નીકળી જાય છે......
રૂહી : ચાલો...રૂમમાં જઈને બધી વાત કરીએ...
* * * * *
ત્રણેય રૂમમાં બેઠા છે...મેડમ કંઈક જાણે છે છતાં તે આ બધુ ટાળીને અજાણ બની રહ્યા છે એવું ત્રણેય સમજી જાય છે...
આ વાતોમાં જ તેને યાદ આવે છે કે તેના મમ્મી નો મિસકોલ આવ્યો હતો એવું યાદ આવતા તે પહેલા ઘરે ફોન કરે છે....
ઘરે ફોન કરતાં તેનો ભાઈ ફોન ઉપાડે છે અને કહે છે, દીદી મમ્મી પપ્પા બહાર ગયા છે...મમ્મી ફોન ભુલી ગઈ છે ઘરે...
રૂહી : મમ્મી એ મને ફોન કર્યો હતો એટલે ....
રૂહીનો ભાઈ : હા...મમ્મી એવું કહેતી હતી કંઈ કે તુ હોસ્ટેલ બદલે નહી એ માટે વાત કરવાની હતી કંઈક...
રૂહી : કેમ ?? શું થયું ??
રૂહીનો ભાઈ : પપ્પાને હમણાં થોડા શેરબજારમાં પૈસા રોક્યા હતા તો કંઈ નુકસાન થયું છે...તો મમ્મી કહેતી હતી કે અહીં ફ્રી મા સારુ છે તો શું કામ બહાર જઈને પૈસા બગાડવા...
રૂહી સમજી ગઈ કે તેના પપ્પા એ આજ સુધી કોઈ વાત માટે એને ના નથી પાડી એટલે આ વખતે પણ કંઈ કહ્યું નહી...મમ્મી પપ્પા એમને ગમે તેટલો પ્રોબ્લેમ હોય તો એ સંતાનો સુધી બને ત્યાં સુધી વાત પહોચાડતા પણ નથી.
રૂહી : સારૂ બકા...હુ વાત કરી લઈશ...એમ કહીને ફોન મુકી દે છે....
હવે રૂહી કંઈ નિર્ણય બદલશે કે ફાઈનલ છે તેનો નિર્ણય ?? મેડમ ને શું ખબર છે બધી ?? આ વાત માટે હવે તેમને કોઈ મદદ કરી શકશે ??
જાણવા માટે વાચો, કળયુગના ઓછાયા -13
next part .........publish soon.............................