My Princess... HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

My Princess...

હીમા અને રીમા...
નામ માં તો વધુ કંઈ તફાવત ના હતો, પણ લાઇફ માં બે ના મમ્મી પપ્પા સિવાય લગભગ કોઈ સમાનતા પણ ના હતી...
બીજા ભાઈ બહેન જેમ એક બીજા વગર રહી ના શકે, આવું તો કોઈ દિવસ લાગ્યું જ ના હતું... હા, એક વાર હું પપ્પા સાથે કાશ્મીર ફરવા ચાલી ગઈ હતી ત્યારે ટબુ (ટબુ એટલે બીજુ કોઈ નહિ રીમા) ખૂબ રડી હતી તે પણ એટલા માટે કે હું તેને મૂકી ને ફરવા માટે ગઈ હતી... એવું કોઈ કારણ ના હતું કે તેને મારા વગર ના ચાલે એટલે આટલું રડું આવતું હતું...
બસ...
સમય તો ભાગવા લાગ્યો...
અચાનક મારે હોસ્ટેલ માં ભણવા માટે જવાનું નક્કી થઈ ગયું... જો કે ત્યાં સુધી તો તે નાની હતી એટલે આટલી બધી આશા હું પણ રાખતી ના હતી કે તે રડે હું હોસ્ટેલ જાઉં ત્યારે... મારી હોસ્ટેલ માં ફોન ની મનાઈ હતી એટલે ઘરે થી લેટર આવતા, તેમાં પણ કોઈક જ વાર તે કંઇક લખી ને મોકલતી... " hi હીમા... કેમ છે? આશા રાખું કે મજા માં હસે... અમે પણ બધા મજામાં છીએ..." આવું થોડું ઘણું તેને આવડે એવું લખી ને મોકલી દેતી...
પણ આમાં તેનો કોઈ વાંક ન હતો, પણ સમય જ એવો હતો કે જ્યારે તે સમજે કે મોટી બેન શું હોય ત્યાં સુધી માં હું હોસ્ટેલ માં ચાલી ગઈ હતી... અને અમને બંન્ને ને કોઈ દિવસ એવું કેહવાનો મોકો જ મળ્યો ના હતો કે એક બીજા ને તે વાત કહીએ ને કે જતાવીએ...
હવે તો હું 11 ધોરણ પુરુ કરી ને રજા માં આવી હતી, વેકેશન માં ફરવા હરીદ્વાર ગયા હતા... તે થોડા દિવસ સાથે રહી ને એક બીજા ની નવી ઓળખાણ થઇ ગઇ હતી... આમ પણ 1 વર્ષ હવે ત્યાં જ રહી ને 12 ધોરણ પુરુ કરવાનું હતું... એટલે મજા જ હતી...
એક બીજા ને નાની નાની વાતો પણ કીધા વગર હવે ચાલતું ના હતું... અમે તોફાન કરતા, ઘણી ભૂલો કરી હતી... પણ એક બીજા ના ક્રાઇમ પાર્ટનર થઈ ગયા... મે તેની ઘણી ભૂલો ને મારા માથે લીધી હતી, આ વાત સંભળાવતી નથી હું તેને પણ તેને ખાલી એટલું જ કેહવુ છે કે મારા માટે ત્યારે એક એવું પાત્ર થઈ ગઈ હતી કે તેના વગર મારી લાઇફ ની કલ્પના પણ ના થાય... અને તેને કોઈ કંઈ કહે કે તેને કંઈ થાય તો સહન થઈ શકે એમ ના હતું...

ત્યાર પછી અમારે બંન્ને ને એક જ હોસ્ટેલ માં ભણવા માટે જવાનું થયું... ત્યારે મમ્મી પપ્પા અને ઘર ના બધા મને એમ કહેતા હતા કે તું ત્યાં છે તો અમને તેની કોઈ ચિંતા નથી તું તેનું ધ્યાન રાખજે...
હવે સાચી રીતે તે મારી એક નાની દીકરી તરીકે થઈ ને રહેવા લાગી હતી... મને પૂછ્યા વગર તો કંઈ જ ન કરતી, તેનો મારા પર નો વિશ્વાસ આવો હતો કે જેમ કોઈ નાના બાળક ને હવા માં ઉછાડીએ અને તે બિવા કરતા વધારે હસતું હોય કેમકે તેને ખબર હોય કે ઉછળવા વાળુ વ્યક્તિ તેને કઈ થવા નહિ દિયે... તે પણ એમ જ હતી... તેને ખબર હતી કે હું તેને કઈ જ નહિ થવા દઉં... ત્યાર થી તો જે કોઈ વાર દીદી ના કહેતી છોકરી મને વાત વાત માં mamma કેહતી થઈ ગઈ...
હવે તો મારા અને તેના બંન્ને ના લગ્ન થઈ ગયા છે... પણ સાચું કહું તો તેની વિદાય વખતે જેટલું રડું ના આવ્યું હતું તેના થી વધારે તો તેના લગ્ન ની સીડી વારે વારે જોઈ ને રડું આવે છે... કે લે આ આટલી મોટી થઈ ને સાસરે પણ ચાલી ગઈ...
ત્યારે લગ્ન ની તૈયારી માં અને ભાગદોડ માં તેને કેહવાનું પણ નઈ કે તે મારા માટે શું છે... પણ આજે કેવું છે...

MY PRINCESS...??
I LOVE YOU...?
?



હીમાશ્રી...

"રાધું"