Date 21 - 7 books and stories free download online pdf in Gujarati

તારીખ 21 7 ( પેહલી મુલાકાત )

કૉલેજ માં IT નું હજી પેહલું લેક્ચર પૂરું જ થયું હતું અને વરસાદ તો જાણે આજે પોતાનું મન બનાવી ને જ ના આવ્યો હોય કે આજ તો વરસી જ જવું છે, એમ ચાલુ થઈ ગયો...


વરસાદ બંધ થાય એમ ના હતો તેથી બધા સ્ટુડન્ટ ને વેલા છોડી દેવા માં આવ્યા...


આકાશ કોલેજ ના ગેટ પાસે પોતાની બાઈક લઈને એક ઝાડ ની નીચે ઉભો હતો અને નીરવ ની રાહ જોતો હતો... 5 મિનિટ થઈ ત્યાં તો નીરવ નો કોલ આવ્યો - " આકાશ તું રાહ ના જોઇશ મારી, મને મોડું થશે."


આકાશ બાઈક ચાલુ કરે એની પેલા તો કોલેજ ના ગેટ પર નજર ગઈ.

સફેદ કુર્તો અને પીળું પતિયાલા માં એક છોકરી ગેટ ની બહાર આવી તેને જોઈ ને એવું લાગે કે ભગવાન જ્યારે ખૂબ ખુશ હશે ત્યારે તેની રચના કરી હશે, કોઈ અપ્સરા જેવી લાગતી હતી તેમાં પણ સફેદ કુર્તો સોના માં સુગંધ ભરતો હતો અને તેના કાળાં લાંબા કમર સુધી ના વાળ જે વરસાદ ને કારણે ભીના થઈ ગયા હતા તેને બાંધવા ની પોતાની નિષ્ફળ કોશિશ કરી રહી હતી, પોતાના વાળ બાંધ થી વખતે આંખો બંધ હતી. તેથી તેનું ધ્યાન આકાશ તરફ ગયું જ ના હતું, અને બીજી તરફ આકાશ તેના પર થી પોતાનું ધ્યાન હટાવી શકતો ના હતો. પોતાની શ્યામગુલાબી ચુની ને પણ સંભાળી ને જાણે તે થાકી ગઈ હતી.

પોતાની નશીલી આંખ માં કાજલ કરેલું હતું, તે પણ થોડું ફેલાઇ ગયું હતું... હોઠ જાણે તાજા ખીલેલા ગુલાબ ની પાંખડી જેવા, તેના ઉપરના હોઠ પર એક જાણે કોઈ બર્થ માર્ક હતું તેની હિસાબે તેના હોઠ ની સુંદરતા વધુ નિખરી ને આવતી હતી... શ્યામગુલાબી કલર ની બિંદી કરી હતી.

એની આ સાદગી આકાશ ના મન માં તોફાન લઈ આવી હતી,કે "આ કોણ છે?, ક્યાંથી આવી છે? પેલા તો કોઈ દિવસ તેને આ છોકરી ને કોલેજ માં જોઈ નથી." આવા અનેક સવાલ આકાશ ને માત્ર 5 મિનિટ માં આવી ગયા...

આકાશ ની નજર પેલી છોકરી પર હટી પણ ના હતી ત્યાં તો તેનું ધ્યાન આકાશ તરફ ગયું. આકાશ પેપરમાં ચોરી કરતા પકડાઈ ગયો હોય એમ થોડો ગભરાઈ ગયો...


પેલી છોકરી આકાશ ની બાજુ માં આવતી હતી અને આકાશ ના ધબકારા વધવા લાગ્યા...

આકાશ ની સામે આવી ને તેણી એ આકાશ ની પુછ્યું કે "આહ્યા નજીક માં કોઈ રિક્ષા કે ટેક્સી સેન્ડ્સ છે?"એટલે આકાશ તેના જવાબ માં ના પાડી અને પુછ્યું "તમે નવા આવ્યા લાગો છોવ કોલેજ માં?"
તેણી આકાશ ને જવાબ આપતા કહ્યું " હા, નવી આવી છું. Hi મારું નામ નિધિ છે."
આકાશ બોલ્યો "મારું નામ આકાશ છે. હું તમને તમે કહો ત્યાં છોડી જઈશ...."
નિધિ બોલી "ના ના, તમારે એવું કઈ હેરાન થવાની જરૂર નથી."
આકાશ બોલ્યો " તમે નવા છોવ, અને આ વરસાદ બંધ થાય એવું પણ લાગતું નથી. તમે હેરાન થઈ જશો."
નિધિ થોડી મુંઝવણ માં આવી ગઈ કે એક તો શહેર નવું તેમાં આટલો વરસાદ કેવી રીતે ઘરે પોહચવું... કોઈ ને જાણતી પણ ના હતી...
નિધિ ને થયું કે આકાશ ની વાત તો સાચી છે. નિધિ એ કહ્યું કે "જો આપને તકલીફ ના પડે તો, મને જરા નહેરુ રોડ પર છોડી દેશો?"
આકાશ ને તો ભાવતું હતું અને વૈદ એ કહ્યું એના જેવું થયું...
આકાશ પણ નહેરુ રોડ પર જ રહેતો હતો.
આકાશ બોલ્યો "હું પણ ત્યાં જ રહું છું"
આમ આકાશ અને નિધિ વાત કરતા કરતા ત્યાં થી નીકળી ગયા...




હીમાશ્રી...
"રાધું"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED