તું મારા માટે... HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મારા માટે...

કોલેજ જવા માં મોડું થઇ ગયું હતું...

સામે એક દુકાન દેખાતા જ આકાશ એ ભૂલી ને કે મોડું થઇ ગયું છે... અને પોતાનું બાઈક રોકી દે છે... તેને અચાનક યાદ આવ્યું કે નિધિ ને 5 star ભાવે છે... ચાલ ને લેતો જાઉં તે ખુશ થઈ જશે...

આકાશ : "મને ત્રણ 5 star આપો ને"
દુકાનદાર : "5 star નથી"
આકાશ : "dairy milk છે..?"
દુકાનદાર : "હા"
આકાશ : "તો એ આપી દયો"

આકાશ ત્યાં થી જલ્દી કોલેજ પોહચે છે...
નિધિ ત્યાં જ ગેટ પર જ તેની રાહ જોતી હતી...
તે દિવસે નિધિ થોડી મૂડ થી બરાબર ના હતી, તે વાત નું ધ્યાન તો આકાશ ને સવાર ના મોર્નિંગ કોલ માં આવી ગયું હતું. પણ સવાર સવાર માં ફોન માં વાત ઉચ્ચારી ને તે નિધિ નો મૂડ વધારે ખરાબ કરવા નાતો ઈચ્છતો. એટલે જ તે રસ્તા માંથી તેના માટે 5 star લેતો આવ્યો હતો... ઓહ્ સોરી dairy milk...

આકાશે વિચાર્યું પેલા જો નિધિ કંઈ બોલે તો સાંભળી લેશે... કેમકે આકાશ ને ખબર હતી કે તે બીજા કોઈ ને બોલી ના શકે એટલે આકાશ ના ભાગ માં થોડું સાંભળવાનું આવે... પણ પછી આકાશ ને ભેટી ને રડે... અને જો તે નઈ બોલે તો dairy milk આપી ને શાંતિ થી પૂછશે...

આકાશ : Hi નિધિ...

નિધિ : Hi... કેમ આટલું મોડું થયું...? ઓહ્ હા, મારા કોલ પછી પાછો સૂઈ ગયો હશે કેમ...! કાલ થી હું કોલ જ નઈ કરું ઉઠાડવા... ખબર પડશે... ક્યાંય સમયસર પહોંચી નઈ શકે ત્યારે... હું નઈ હોય ત્યારે જોજે કેમ ચાલે છે... કદર જ નથી મારી...

હજી નિધિ તો કંઇક બોલવા જતી હતી ત્યાં જ આકાશ અટકાવે છે... તેના ગુલાબી હોઠ પર પોતાનો હાથ રાખી દે છે... અને કહે છે...

આકાશ : તું તો શ્વાસ છે મારો, તું ઓક્સિજન છે મારા માટે... તારા વગર હું જીવી પણ ના શકું, તને ક્યાંય જવા નઈ દઉં... તને આ વાત ની ખબર છે તો પણ હર ટાઈમ જાવા નું કેમ બોલે છે...?
તેના હાથમાં dairy milk મુકતા કહે છે : અને હા, મને સમયસર પોહચડવાની જવાબદારી તારી છે, એટલે કોલ કરવો જ જોશે...

નિધિ dairy milk જોઈ ને કહે છેઃ પણ મને તો 5 star જ ભાવે છે, તને ખબર છે ને...

આકાશ : હા, જાન ખબર છે પણ દુકાનદાર ને ખબર ના હતી... એટલે એને દુકાન માં રાખી ના હતી...

નિધિ : ઠીક છે... આ વખતે ચાલશે... પણ બીજી વાર 5 star જ જોશે...

આકાશ : હા, જાન... પ્રોમિસ... તને એક વાત પૂછું...?

નિધિ : હા બોલ...

આકાશ : હું તારી માટે શું છું...?

નિધિ : પાણી...

આકાશ : પાણી...? ( થોડી નવાઈ સાથે જોતો હતો)

નિધિ : હા, પાણી... આપણે જ્યારે તરસ લાગી હોય ત્યારે પાણી જ જોઈએ, ત્યારે કોઈ સામે કોલ્ડ કોફી આપે તો ના ચાલે... અને તું મારા માટે પાણી છે... તારી જગ્યા કોઈ ના લઈ શકે... કેમ કે કોલ્ડ કોફી વગર તો કદાચ ચાલે, પણ પાણી વગર ના ચાલે... અને મને બધા વગર ચાલશે, પણ તારા વગર હું મારી લાઇફ વિચારી જ ના શકું...

મસ્ત મધુર સ્મિત સાથે બંન્ને એક બીજા ને આલિંગન આપે છે...


હીમાશ્રી...
"રાધું"


શું તમારી લાઇફમાં કોઈ પાણી ની જગ્યા એ છે...? અથવા તો કોઈ શ્વાસ છે...?

તમારા માટે પણ કોઈક ઓક્સિજન હશે...? કે તમે કોઈક માટે ઓક્સિજન છોવ...!

Tag your OXYGEN name in COMMENT SECTION...