રાવણોહ્મ - ભાગ ૧૧ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

રાવણોહ્મ - ભાગ ૧૧

ભાગ ૧૧

પાયલ માટે ત્રીજો મોટો ઝટકો હતો. તે ખુરસીમાં બેસી પડી. તેણે ડૉ. ઝાને કેમિકલ ટેસ્ટથી લઈને આજ સવાર સુધીની ઘટનાની વાત કરી. પૂર્ણ વાત સાંભળ્યા પછી ડૉ. ઝાએ કહ્યું, “કોઈ પણ સાઈક્રિયાટિસ્ટ એક કે બે વારની મુલાકાતમાં આવું સર્ટિફિકેટ ન આપી શકે, જરૂર આ ઘટનામાં અંડરવર્લ્ડનો હાથ હશે. તેમણે બહુ સફાઈપૂર્વક તમારા પતિનું અપહરણ કર્યું છે, છતાં હું કાલે જઈને આ ઘટનાની તપાસ કરીશ અને કોર્ટમાં પણ સ્ટેટમેન્ટ આપીશ.”

 

આજ સવારથી પાયલને એક પછી એક ઝટકા મળી રહ્યા હતા, પહેલા સુશાંત પછી શુકલાનું મર્ડર અને છેલ્લો સૌથી મોટો સોમનું અપહરણ. આગળ શું કરવું તેની  ખબર પડતી ન હતી અને બીજી તરફ જોબનપુત્રા જાણે કોઈ બીજી ભાષાનું મુવી જોઈ રહ્યો હોય તેમ મોં વકાસીને બધું જોઈ રહ્યો હતો.

 

તેણે કહ્યું, “પાયલ મેડમ, જો સોમ સરનું કિડનેપિંગ થયું હશે, તો કિડનેપરનો કૉલ આવતીકાલ સુધીમાં આવી જશે. આપણે મુંબઈ પાછા જઈએ. પાયલ નિરાશ હતી તેણે વિચાર્યું કાલે સવારે ફરી પ્રદ્યુમનસિંજીને મળીને વાત કરું, પછી અચાનક તેના મગજમાં ઝબકારો થયો હોય તેમ તેણે પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર પંચ કર્યો અને કહ્યું, “તું પાછો આવી જા, તારા પપ્પા ગાયબ છે.”

 

  ઘરે પહોંચતા પાયલને મોડું થઇ ગયું હતું અને ભયંકર થાકી ગઈ હતી, તેથી તેણે પોતાને ઊંઘના હવાલે કરી દીધી. સોમની જેમ તે પણ અભય બની ગઈ હતી, તેને ખબર હતી કે કોઈક માર્ગ તો નીકળી આવશે. બીજે દિવસે તે મોડી ઉઠી અને પ્રદ્યુમનસિંજીને ત્યાં જવા તૈયાર થઇ ત્યાં જ ઇન્સ્પેક્ટર કુલકર્ણીનું આગમન થયું. તેણે કહ્યું, “હું આપની પૂછતાછ કરવા આવ્યો છું.”

 

પાયલને પહેલા ખબર ન પડી, તેણે પૂછ્યું, “શા માટે?”

 

પછી પોતે જ આગળ કહ્યું, “ઈનફેક્ટ, હું જ તમને મળવા માંગતી હતી. સોમ ક્યાં છે?”

 

કુલકર્ણીએ કહ્યું, “તેમને ગઈકાલે જ પુના મોકલી દીધા છે, ડૉ. ઝાના સેનેટેરિયમમાં.”

 

પાયલે કહ્યું, “જે અહીં હતો, તે ડૉ. ઝા નહિ કોઈ બહુરૂપિયો હતો, કારણ ઓરોજીનલ ડૉ. ઝા તો તે સમયે દિલ્હીમાં હતા.”

 

 

કુલકર્ણીએ કહ્યું, “તે શક્ય જ નથી, બે ત્રણ દિવસથી તો ડૉ. ઝા અહીં જ હતા.”

 

કુલકર્ણીએ બેચેન થઇ ગયો તેણે તરત એક હવાલદારને ફોન કર્યો અને કહ્યું, “ પુણે પોલીસ સ્ટેશનમાં કોઈને ફોન કરીને ડૉ. ઝાના સેનેટેરિયમમાં એડમીટ કરેલા સોમ વિષે તપાસ કરાવ.” 

 

પછી પાયલ તરફ જોઈને કહ્યું, “હું એ માટે  મળવા આવ્યો છું, કે શુક્લાનું ખૂન થઇ ગયું છે.”

 

પાયલે કહ્યું, “હા, મને ન્યુઝ મળ્યા છે.”

 

કુલકર્ણીએ કહ્યું, “શું તે તમારી ઓફિસ કામ કરતો હતો?”

 

પાયલે કહ્યું, “હા, તે થોડા સમય પહેલાં જ જોઈન થયો હતો.”

 

કુલકર્ણીએ કહ્યું, “તો પછી તમારે પોલીસ સ્ટેશનમાં આવીને લિખિત સ્ટેટમેન્ટ આપવું પડશે.”

 

પાયલે કહ્યું, “મારુ સ્ટેટમેન્ટ કેમ?”

 

કુલકર્ણીએ કહ્યું, “તે તમારી ઓફિસમાં હમણાં જ જોઈન થયો હતો અને તમે તેને મોટી રકમ એડવાન્સ તરીકે આપી છે, તેનું પણ જસ્ટિફિકેશન આપવું પડશે.”

 

પાયલે કહ્યું, “ઠીક છે! હું થોડીવારમાં આવું છું.”

 

પછી અંદર જઈને જોબનપુત્રાને ફોન કરીને કહ્યું, “પોલીસ સ્ટેશન પહોંચ, હું કુલકર્ણી સાથે આગળ જાઉં છું. તે મારું સ્ટેટમેન્ટ લેવા માગે છે, શુક્લા મર્ડર કેસમાં.”

 

તે બહાર આવીને કુલકર્ણીની ગાડીમાં બેઠી. થોડા આગળ જતાં જ તેણે ગાડીમાં વિચિત્ર ગંધ અનુભવી અને તે બેભાન થઇ ગઈ. બેભાન થતા પહેલા તેણે કુલકર્ણીનો ચેહરો બદલાતો જોયો.

 

આ તરફ જોબનપુત્રા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં હાજર કુલકર્ણીને મળ્યો. કુલકર્ણીને પૂછ્યું, “પાયલ મેડમ ક્યાં છે?”

 

કુલકર્ણીએ કહ્યું, “તે તો ઘરે હશે! તે અહીં રહેતા નથી!!!”

 

કુલકર્ણીના જવાબથી જોબનપુત્રા થોડો ઓઝપાઈ  ગયો. જોબનપુત્રાએ કહ્યું, “તમે જ મેડમને લેવા તેમના ઘરે ગયા હતા, શુક્લા મર્ડર કેસ માટે.”

 

પછી જોબનપુત્રાએ કુલકર્ણીને પુરી વાત કરી એટલે કુલકર્ણીએ પોતાની ગાડી કાઢી અને સોમના બંગલે પહોંચ્યો. ઘરે નોકર હતો તેને પૂછ્યું, “મેડમ ક્યાં?”

 

એટલે તેણે કહ્યું, “મેડમ તો તમારી સાથે ગયા હતા.”

 

જોબનપુત્રાએ કહ્યું, “આ બધું તો રહસ્યમય છે, પહેલા સોમ સર ગાયબ થયા અને હવે પાયલ મેડમ.”

 

કુલકર્ણીએ કહ્યું, “સોમ સર?”

 

પછી જોબનપુત્રાએ પુનાના સેનેટેરિયમમાં જે થયું તે વિષે વાત કરી. તેની વાત સાંભળીને કુલકર્ણી માથું પકડીને બેસી ગયો.

 

  તે જ સમયે એક યુવકનો બંગલામાં પ્રવેશ થયો નોકરે આગળ વધીને કહ્યું, “આવી ગયા વિકી બાબા!”

 

જોબનપુત્રા અને કુલકર્ણી પ્રશ્નવાચક ચેહરે જોઈ રહ્યા એટલે તે યુવક આગળ વધ્યો અને કહ્યું, “હું વિક્રાંત, સોમ અને પાયલનો દીકરો.”

 

કુલકર્ણી તેની તરફ જોઈ જ રહ્યો છ ફૂટ અને બે ઇંચની ઊંચાઈ, પહોળા ખભા, ગોરો વાન, ગોળ ચેહરો, માંજરી આંખો. ડેનિમ અને જીન્સ પહેરેલો વિક્રાંત કોઈ ફિલ્મના હીરો જેવો સુંદર લાગી રહ્યો હતો.

 

વિક્રાંતે આગળ પૂછ્યું, “અને વાત શું છે? ગઈકાલે મૉમનો ફોન હતો, મને અર્જન્ટ બોલાવ્યો.”

 

કુલકર્ણીએ કહ્યું, “તમે બેસો, હું આખી વાત કરું છું.”

 

પછી કુલકર્ણીએ સોમ પર લાગેલા આરોપોથી લઈને આજ સુધીનો ઘટનાક્રમ કહ્યો.

 

વિક્રાંતે કહ્યું, “હું બધી વાત સમજી ગયો છું, હવે આપ જઈ શકો છો અને તમારો નંબર આપીને જાઓ જેથી તમારી જરૂર પડે તો હું તમને કોન્ટેક્ટ કરી શકું.”

 

કુલકર્ણીને આટલી ઉંમરના છોકરા પાસેથી આવા આદેશાત્મક લહેજાની આશા ન હતી. તેને લાગ્યું આ સમાચાર સાંભળીને તે ગભરાઈ જશે પણ તેના ચેહરા ઉપરથી લાગતું હતું કે તે જરા પણ વિચલિત થયો નહોતો. કુલકર્ણીએ કંઈ કહેવા માટે મોઢું ખોલ્યું પણ વિક્રાંતના ચેહરા ઉપરની દ્રઢતા જોઇને તે અને જોબનપુત્રા ઉભા થઈને ત્યાંથી નીકળી ગયા.

 

  તે લોકો ગયા પછી વિક્રાંત શાંતિથી સોફામાં બેઠો અને પછી ધીમે ધીમે મંત્ર બોલવા લાગ્યો અને પછી ઉભો થઈને ચાલવા લાગ્યો, જાણે ઊંઘમાં ચાલતો હોય. ધીમે ધીમે આગળ વધ્યો અને તે સોમના બેડરૂમમાં પહોંચ્યો. તે ખૂણામાં પડેલી બેગની નજીક ગયો, જે સોમ બ્લેક્મેલરને પૈસા આપવા લઇ ગયો હતો. વિક્રાંત તેમાં કંઈક શોધવા લાગ્યો. તેના હાથમાં એક લોકેટ આવ્યું અને તેને તે ધ્યાનથી જોવા લાગ્યો પછી એક મંત્ર બોલીને તેને સળગાવી નાખ્યું. તે વિચારવા લાગ્યો કે પપ્પા આવી ભૂલ કેવી રીતે કરી શકે. તેણે પાછળના હીપ પોકેટમાંથી પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર લગાવ્યો અને કહ્યું, “કાદરભાઈ, મારે તમને મળવું છે.”          

ક્રમશ: