યારા અ ગર્લ - 18 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 18

ફિયોના હું રાજા ચાર્લોટ, રાણી કેનોથ અને સેનાપતિ કવીન્સી ને મળવા માંગુ છું, યારા એ કહ્યું.

હા કેમ નહીં તમે મારી સાથે ચાલો, ફિયોના એ કહ્યું.

ઓકેલીસ તમે આ લોકો ને મહેલ બતાવો ત્યાં સુધી હું આવું છું, ફિયોના એ કહ્યું.

હા ફિયોના, એટલું કહી ઓકેલીસ વેલીન, અકીલ, ગ્લોવર અને ઉકારીઓ સાથે ત્યાં થી નીકળ્યા.

ફિયોના યારા ને રાણી કેનોથ ના ઓરડામાં લઈ ગઈ. ત્યાં રાજા ચાર્લોટ અને કવીન્સી પણ હાજર હતા.

રાજા ચાર્લોટ, રાજકુમારી યારા આપ લોકો ને મળવા માંગે છે. હું તેમને મારી સાથે લઈ આવી છું, ફિયોના એ નમ્રતાપૂર્વક કહ્યું.

હા હા ફિયોના એને અંદર લઈ આવો, રાજા ચાર્લોટે કહ્યું.

ફિયોના યારા ને અંદર ઓરડામાં મૂકી ત્યાં થી ચાલી ગઈ.

યારા એ માથું નમાવી ત્રણેય નું અભિવાદન કર્યું.

આવ યારા, રાની કેનોથે પ્રેમ થી આવકારતા કહ્યું.

ધન્યવાદ દાદી, એટલું બોલી યારા ખચકાટ સાથે એ લોકો ની સાથે બેસી.

બોલો રાજકુમારી યારા તમારે કઈ કહેવું છે? રાજા ચાર્લોટે તેના ચહેરાના ભાવ વાંચતા પૂછ્યું.

જી દાદાજી, યારા બોલી.

હા તો બોલો રાજકુમારી. જરાપણ સંકોચ રાખશો નહિ, રાણી કેનોથે કહ્યું.

દાદાજી હું ઈચ્છું છું કે આપણે લડાઈ ના કરીએ તો? યારા ગભરાતા ગભરાતા બોલી.

એટલે તમે કહેવા શું માંગો છો રાજકુમારી, કવીન્સી એ પૂછ્યું.

મામા હું નથી ઇચ્છતી કે લડાઈ થાય. લડાઈ થશે તો ખૂબ નુકસાન થશે. માસૂમ લોકો પણ મરી જશે. આપણે વગર લડાઈ એ માતા કેટરીયલ ને છોડાવી ના શકીએ? યારા એ પૂછ્યું.

પણ દીકરા એવું શા માટે? રાણી કેનોથે પ્રેમ થી પૂછ્યું.

દાદીજી મને ખબર છે કે રાજા મોરોટોસે જે કર્યું તે યોગ્ય નથી. પણ એક વ્યક્તિ ની સજા બીજા નિર્દોષ લોકો ને કેમ? લડાઈ થશે તો બન્ને તરફ નુકશાન થશે. આપણી પાસે સારા યોધ્ધા છે તો આપણે બળ ની જગ્યાએ કળ થી કામ ના લઈ શકીએ, યારા એ કહ્યું.

રાજકુમારી યારા, મને ખબર છે કે તમારા માટે આ બધું નવું છે. પણ રાજા મોરોટોસે કોઈ નાનો ગુનો નથી કર્યો. એમણે પોતાના ભાઈ ની હત્યા કરાવી છે. પોતાના ભાઈ ની પત્ની ને વર્ષો થી કેદ કરી રાખી છે અને તેમના બાળક ને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો છે. આ બધા ગુના નાના નથી રાજકુમારી. રાજા મોરોટોસે એક ચક્રીય શાસન ચલાવવા માટે આ બધા ગુના કર્યા છે, રાજા ચાર્લોટે ખૂબ ધીરજ થી કહ્યું.

ને રાજકુમારી તમને શું લાગે છે આટલું બધું કર્યા પછી એ જાણશે કે રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ નું બાળક જીવીત છે તો એ તમને છોડશે? શું એ તમને નુકશાન પહોંચાડવા નો પ્રયત્ન નહીં કરે? કવીન્સી એ પૂછ્યું.

પણ મામા લડાઈ ની વાત સાંભળી શું રાજા મોરોટોસ માતા કેટરીયલ ને નુકસાન નહીં પહોંચાડે? ને આપણે લડાઈ શા માટે કરવી છે? માતા કેટરીયલ ને છોડવા માટે ને? યારા એ પ્રશ્ન કર્યો.

રાજકુમારી અહીં પ્રશ્ન માત્ર કેટરીયલ ને છોડાવાનો જ નથી. તમારા હક્ક નો પણ છે. તમારા અને તમારી માતાના માનસન્માન નો પણ છે, રાણી કેનોથે સમજ આપતા કહ્યું.

પણ દાદીજી આપણે શા માટે ત્યાં જવું છે. આપણે બીજી કોઈ રીતે માતા કેટરીયલ ને છોડાવી ના લઈ શકાય? ને રહી હક્ક ની વાત તો એ પહેલા આપણે માતા કેટરીયલ ને છોડાવ્યા પછી વિચારીશું, યારા એ જોશ સાથે કહ્યું.

પણ રાજકુમારી.........

કવીન્સી યારા જે કહે છે તે મુદ્દો વિચારવા જેવો છે. જો આપણે ગુસ્સામાં ચડાઈ કરી દઈશું તો મોરોટોસ કેટરીયલ ને નુકસાન પહોંચાડી શકે છે. પહેલા આપણે કેટરીયલ ને સહીસલામત ત્યાં થી બહાર લાવવાની છે પછી લડાઈ કરીશું, રાજા ચાર્લોટે કવીન્સી ને બોલતા રોકી ને કહ્યું.

તો પિતાજી આપની શું યોજના છે? કવીન્સીએ પૂછ્યું.

પહેલા આપણે રાજા મોરોટોસ ની કેદમાં થી કેટરીયલ ને છોડાવી એ પછી તરતજ વોસીરો પર ચડાઈ કરી દઈએ. ને આ બધું એકદમ ધ્યાન રાખી ને કોઈને ખબર ના પડે એ રીતે કરવાનું છે. જ્યાં સુધી કેટરીયલ ને છોડાવી ના લઈએ ત્યાં સુધી કોઈ ને કાનો કાન ખબર ના પડવી જોઈએ અને રાજકુમારી યારા વિશે પણ કોઈ ને ખબર ના પડવી જોઈએ. નહિ તો સમસ્યા સર્જાઈ શકે છે, રાજા ચાર્લોટે સમજ આપતા કહ્યું.

તો પિતાજી આપણે આ કામ માટે કોઈ જાણકાર અને ...

કવીન્સી તમે ફિયોના, ગ્લોવર, ઉકારીઓ અને બુઓન ને મળવા બોલાવો, રાજા ચાર્લોટે કહ્યું.

જી પિતાજી, રાજકુમારી તમે બિલકુલ ચિંતા ના કરો કેટરીયલ ને કઈ નહિ થાય. આપણે તેમને સહીસલામત છોડાવી લઈશું, કવીન્સી એ યારાના માથા પર પ્રેમ થી હાથ મુકતા કહ્યું અને પછી ત્યાં થી નીકળી ગયો.

રાજકુમારી યારા તમારો આભાર. ગુસ્સામાં મેં કેટરીયલની સુરક્ષા વિશે ધ્યાન ના આપ્યું. પણ તમે મને યોગ્ય સમયે યોગ્ય સૂચન કર્યું છે. તમારો આભાર, રાજા ચાર્લોટે કહ્યું.

રાજકુમારી યારા તમે ખૂબ સરસ સૂચન કર્યું, રાણી કેનોથે વખાણ કરતા કહ્યું.

આભાર દાદીજી. હવે હું રજા લઈશ. આપનો દિવસ સારો રહે, આટલું કહી યારા ત્યાં થી નીકળી ગઈ.

થોડીવારમાં સેનાપતિ કવીન્સી, ઉકારીઓ, ગ્લોવર, ફિયોના અને બુઓન રાજા ચાર્લોટ સામે ઉભા હતા.

સેનાપતિ કવીન્સી મેં વિચાર્યું છે કે પહેલા આપણે રાજકુમારી કેટરીયલ ને મોરોટોસની કેદમાં થી છોડાવી લઈએ ને પછી આપણે લડાઈ કરીએ. એના થી રાજકુમારી કેટરીયલ સુરક્ષિત થઈ જશે. ને એટલે આ કામ માટે મેં ફિયોના, બુઓન અને ઉકારીઓ ને પસંદ કર્યા છે. તેઓ વોસીરો જાય અને રાજકુમારી કેટરીયલ ને છોડાવી લઈ આવે. ને કેટરીયલની સુરક્ષા નિશ્ચિત થઈ જાય પછી વોસીરો પર આપણે હુમલો કરીએ, રાજા ચાર્લોટે પોતાના મનની વાત કહી.

પણ ઉકારીઓ શા માટે? આપણો કોઈ ઐયાર પણ જઈ શકે છે, કવીન્સીએ કહ્યું.

રાજા ચાર્લોટ હું રાણી કેટરીયલ ને છોડવા જવા માંગુ છું, ગ્લોવરે કહ્યું.

ગ્લોવર તારી ભાવના હું સમજુ છું. પણ તું વોસીરોનો ગુનેગાર છે. જો તું કેટરીયલને છોડવા જઈશ તો પકડાઈ જઈશ અને બીજા પણ પ્રશ્નો ઉભા થશે. ઉકારીઓ ત્યાં નો જાણકાર છે. ગ્લોવર તું વર્ષો થી મહેલમાં ગયો નથી. ત્યાંના બદલાવો તને ખબર નથી. ઉકારીઓ હજુ પણ રાજા મોરોટોસનો વફાદાર છે. એના માટે મહેલમાં જવું મુશ્કેલ નથી. તે સરળતા થી મહેલમાં જઈ શકે છે અને ફરી શકે છે, રાજા ચાર્લોટે સ્પષ્ટતા કરતા કહ્યું.

ને કવીન્સી બીજા ઐયારો કરતા ફિયોના આટલા સમય થી ત્યાં હતી તો તેના માટે એ જગ્યાઓ પરિચિત છે. તે સરળતા થી કામ કરી શકશે. ને બુઓન તેની મદદ કરશે, રાજા ચાર્લોટે કહ્યું.

જેવી તમારી આજ્ઞા, કવીન્સી એ કહ્યું.

ફિયોના તમારું કામ રાજકુમારી કેટરીયલ ને કેદમાં થી છોડાવી સહીસલામત ગુપ્ત રસ્તા થી મોસ્કોલા પહોંચાડવાની છે. ને રાજકુમારીના સહીસલામત આવી ગયા પછી આપણે વોસીરો પર હુમલો કરીશું. જેની જવાબદારી સેનાપતિ કવીન્સી અને ગ્લોવર પર રહેશે, રાજા ચાર્લોટે કહ્યું.

જેવી આપની આજ્ઞા રાજા ચાર્લોટ, ફિયોના એ કહ્યું.

કેવી રીતે વોસીરો જવું? મહેલમાં કેવી રીતે દાખલ થવું? ને આગળ શું કરવું તે હવે તમારે નક્કી કરવાનું છે. પણ એકવાત ધ્યાન રહે કે મોરોટોસ ને આ વાત ની ગંધ સુધ્ધાં ના આવવી જોઈએ. નહીંતો એનું પરિણામ સારું નહિ આવે, રાજા ચાર્લોટે શીખ આપતા કહ્યું.

રાજા ચાર્લોટ એ જવાબદારી મારી. હું બધી વ્યવસ્થા કરી લઈશ, ઉકારીઓ એ નમ્રતાપૂર્વક કહ્યું.

મને તારા પર ભરોસો છે ઉકારીઓ, આટલું કહી રાજા ચાર્લોટ ત્યાં થી જતાં રહ્યા.

સેનાપતિ કવીન્સી આપણે આ કામ ને કાલે જ શરૂ કરી શકીએ છીએ? ફિયોના એ પૂછ્યું.

હા ફિયોના, તમે આ કામ કાલે શરૂ કરી દો. આપણી સેના વોસીરો પર હુમલો કરવા તૈયાર જ છે, કવીન્સીએ કહ્યું.

તો ઉકારીઓ આપણે આજે જ વોસીરો માટે નીકળી જઈએ. આપણે જેટલા જલ્દી જઈશું એટલું જલ્દી કામ પૂરું થશે, ફિયોના એ કહ્યું.

હા ફિયોના, પણ આપણે કરીશું શુ? ઉકારીઓ એ પૂછ્યું.

ઉકારીઓ પહેલા આપણે વોસીરો જઈશું. પછી ત્યાં થી રાજા મોરોટોસને મળવા તેમના મહેલમાં જઈશું. ને ત્યાં આપણે રોકાઈશું ને રાજકુમારી કેટરીયલ ક્યાં છે તે શોધીશું. ને પછી સમય અને સંજોગો જોઈને રાજકુમારી ને છોડાવી લઈશું. ને ત્યાં થી નીકળી આવીશું, બુઓને કહ્યું.

પણ તમે બન્ને સાથે હશો તો આપણે પકડાઈ જઈશું, ઉકારીઓ બોલ્યો.

ના ઉકારીઓ અમે તમારી સાથે તમારા સાથીદારોના રૂપમાં આવીશું. કોઈને ખબર નહિ પડે, બુઓને કહ્યું.

અરે હા, હું તો ભૂલી ગયો કે તમે લોકો રૂપ બદલી શકો છો, ઉકારીઓ એ કહ્યું.

પણ ઉકારીઓ છતાં પણ આ કામ માટે તમારે સાવધાન રહેવું પડશે. જો તમે પકડાઈ ગયા તો જીવતા પાછા નહિ આવી શકો, ગ્લોવરે ચિંતા સાથે કહ્યું.

ગ્લોવર તું ચિંતા ના કરીશ. હું જાણું છું કે આ બધું કેવી રીતે કરવું, ઉકારીઓ એ ગ્લોવર ને સાંત્વન આપતા કહ્યું.

તો પછી ચાલો તૈયારિઓ કરવા લાગો કવીન્સી એ કહ્યું.

મોસ્કોલા ના રાજમહેલ ના લોકો કામમાં લાગી ગયા.

રાત્રે ફિયોના, બુઓન અને ઉકારીઓ જવા માટે તૈયાર થઈ ગયા. બધા રાજમહેલના પ્રાંગણમાં ભેગા થયા હતા.

ફિયોના તમે તમારું ધ્યાન રાખજો, યારા એ ચિંતા સાથે કહ્યું.

રાજકુમારી તમે બિલકુલ ચિંતા ના કરશો. અમે રાજકુમારી કેટરીયલ ને લઈને જ આવીશું, ફિયોના એ કહ્યું.

ગ્લોવરે યારા ને ઈશારો કરતા યારા એ પેલો પીળો હીરો ફિયોનાના હાથમાં આપ્યો.

ફિયોના આ રાજકુમાર ઓરેટોન નો જીવન રક્ષક હીરો છે. રાણી કેટરીયલ તને ઓળખે છે એટલે કોઈ સમસ્યા નહિ થાય. પણ આ હીરો તું એમને આપી દેજે. જરૂર પડે એ તમારી મદદ કરી શકે, ગ્લોવરે કહ્યું.

હા ગ્લોવર. તારો આભાર. પણ તું અહીં બધી તૈયારી કરી રાખજે આપણે મોરોટોસ ને છોડવાનો નથી. રાજકુમારી કેટરીયલ મળી જાય પછી લડાઈ કરી રાજકુમારી યારા નો હક્ક આપણે તેમને અપાવાનો છે, ફિયોના એ કહ્યું.

ફિયોના તું અહીં ની બિલકુલ ચિંતા ના કરતી. અમે લોકો બધી તૈયારીઓ કરી રાખીશું, ગ્લોવરે કહ્યું.

ઉકારીઓ તારે ખૂબ ધ્યાન રાખવું પડશે. આ લોકો પકડાઈ ના જાય એ જોજે, ગ્લોવરે કહ્યું.

ગ્લોવર તું ચિંતા ના કરીશ. આ લોકો ને કઈ નહિ થયા. અમે રાણી કેટરીયલ ને છોડાવી જલ્દી પાછા આવી જઈશું, ઉકારીઓ એ ગ્લોવર ને ધીરજ આપતા કહ્યું.

ફિયોના એ ઓકેલીસ સાથે થોડી ચર્ચા કરી અને તેને કોઈક નિર્દેશો આપ્યા.

એ પછી બધા ની શુભેચ્છાઓ લઈ ફિયોના, ઉકારીઓ અને બુઓને વોસીરો તરફ પ્રયાણ કર્યું.

ગ્લોવર આ લોકો સહીસલામત પાછા તો આવી જશે ને? યારા એ પૂછ્યું.

રાજકુમારી તમે બિલકુલ ચિંતા ના કરો.આ લોકો સહીસલામત પાછા આવી જશે, કવીન્સી એ કહ્યું.

યારા એ ગ્લોવર સામે જોયું. ગ્લોવરે ઈશારા થી જ તેને ચિંતાના કરવા કહ્યું.

પણ યારા નું મન શાંત નહોતું. એને ફિયોના અને ઉકારીઓ ની ચિંતા થવા લાગી. એ લોકો સારી રીતે પહોંચી જશે? શુ એ લોકો રાણી કેટરીયલ ને છોડાવી શકશે? આ બધા સવાલો એના મનમાં રમી રહ્યા હતા.

ગ્લોવરે જોયું કે યારા કઈક વિચારોમાં છે. પરેશાન હોય એમ એને લાગ્યું. ગ્લોવરે યારા ને પૂછ્યું, યારા તમે બરાબર તો છો ને?

યારા એકદમ વિચારોમાં થી બહાર આવી ગઈ ને બોલી, ગ્લોવર મને ખૂબ ચિંતા થાય છે. આ લોકો કામ કરી તો શકશે ને?

રાજકુમારી તમે બિલ્કુલ ચિંતા ના કરો ઉકારીઓ બધું સંભાળી લેશે. ને ફિયોના પણ એની સાથે છે, ગ્લોવરે ધીરજ આપતા કહ્યું.

ગ્લોવર મને એમની કાબીલીયત પર કોઈ શંકા નથી પણ વોસીરોમાં ક્લિઓપેટર.... યારા બોલતા બોલતા રોકાઈ ગઈ.

યારા, હજુ સુધી વોસીરોમાં કોઈ જાણતું નથી કે ઉકારીઓ અને મોસ્કોલામાં બધા રાજા મોરોટોસ ની સચ્ચાઈ જાણી ગયા છે. ઉકારીઓ હજુ પણ રાજા મોરોટોસનો જ સીપાહી છે. જ્યાં સુધી રાજા મોરોટોસને ખબર ના પડે ત્યાં સુધી કોઈ સમસ્યા સર્જાય તેમ નથી. ને જો રાજા મોરોટોસ જ જાણતા ના હોય તો ક્લિઓપેટર વિશે વિચારવાનો કોઈ જ સવાલ નથી, ગ્લોવર કહ્યું.

યારા તું ખોટી ચિંતા કરે છે મને લાગે છે કે ફિયોના અને ઉકારીઓ બધું સંભાળી લેશે. ને બુઓન પણ છે એમની મદદ માટે, ભોફીને યારા ને સમજાવતા કહ્યું.

હા યારા ભોફીન બરાબર કહે છે. તું તારે શાંતિ થી આરામ કર. રાજકુમારી હોવાનું સુખ ભોગવ, અકીલે યારાનું મન હળવું કરવા કહ્યું.

અકીલ હું જાણું છું કે ચિંતા કરવા થી કોઈ ફાયદો નથી. પણ છતાં આ બધા વિચારો પીછો છોડતા નથી, યારા બોલી.

સાચી વાત છે. હું પણ યારા ની જેમ જ વિચારું છું કે શું થશે? વેલીન બોલી.

બોલો હવે આ રહી જતી હતી. શું યાર વેલીન અહીં એક ને સંભાળવું મુશ્કેલ છે ત્યાં તું પણ ઉભી થઈ ગઈ, અકીલે વેલીન ને કહ્યું.

અકીલ તું હજુ ગંભીરતા ને સમજ્યો નથી. જો એ લોકો પકડાઈ ગયા તો એ લોકો ક્યારેય પાછા નહીં આવે અને રાણી કેટરીયલ પણ જીવીત ના રહે. આપણે રાજા મોરોટોસ ને ક્યાં ઓળખીએ છીએ. ને હાલમાં વોસીરોના હાલત શું છે તે આપણ ને ક્યાં ખબર છે, વેલીને સમજ આપતા કહ્યું.

વેલીન તારી વાત સાચી છે. પણ ઉકારીઓના સાથીઓ તેમની મદદ માટે છે. ને આપણે પણ છીએ. કોઈ ને કોઈ વ્યવસ્થા થઈ જશે, ભોફીને કહ્યું.

ગ્લોવર આપણે હંમેશા રાજા મોરોટોસ ની શક્તિઓ ની વાતો કરી. પણ મને તો ખબર જ નથી કે રાજા મોરોટોસ પાસે કેવી શક્તિઓ છે. તો ગ્લોવર અમને કહો ને કે રાજા મોરોટોસ પાસે શું શક્તિઓ છે? યારા એ ગ્લોવર ને પૂછ્યું.

મોરોટોસ ની શક્તિઓ? રાજકુમારી યારા રાજા મોરોટોસ એક બાહોશ યોધ્ધા છે. તેમની પાસે તેજ દિમાગ છે જે સતત ચાલતું રહે છે. તેઓ રાજનીતિમાં ખૂબ કુશળ છે. જેમ રાજકુમાર ઓરેટોન પાસે વસ્તુઓ કે પરિસ્થિતિઓ ને સ્થિર કરવાની શક્તિ હતી તેમ મોરોટોસ પાસે કોઈપણ વસ્તુ ને ઉઠાવાની વિશિષ્ટ શક્તિ છે. તે ભારે માં ભારે વસ્તુ ને ઉઠાવી શકે છે. તેનો જીવન રક્ષક હીરો કોઈપણ વસ્તુ ને ભસ્મ કરી શકે છે, ગ્લોવરે કહ્યું.

ઓ બાપરે, તો પછી રાજા મોરોટોસ સામે આપણે ક્યારેય જીતી ના શકીએ. એતો એક સાથે જ આખી સેના ને ભસ્મ કરી દેશે, અકીલે ચિંતાતુર સ્વરે કહ્યું.

હા અકીલ ને એટલે લડાઈ સમયે આપણે તેને તેનો જીવન રક્ષક હીરો ઉપયોગ કરવાનો મોકો આપવાનો નથી, ગ્લોવરે કહ્યું.

પણ એ કેવી રીતે બને? મોરોટોસ પોતાને બચાવવા જીવન રક્ષક હીરાનો ઉપયોગ તો કરશે જ, વેલીન બોલી.

હા વેલીન પણ આપણે તેમ થવા દેવાનું નથી, ભોફીને કહ્યું.

આપણે તેનો એ હીરો ચોરી કરી લઈએ તો? અકીલે પૂછ્યું.

એ શક્ય નથી, એ સતત મોરોટોસ ની સાથે રહે છે, ગ્લોવરે કહ્યું.

તો હવે? વેલીને પૂછ્યું.

તો હવે કઈ નહિ. એના વિષે પછી વિચારીશું. હવે તમે લોકો સુઈ જાવ. આપણે કોઈ ને કોઈ ઉપાય શોધી લઈશું. ચાલો હવે જઈએ, ભોફીને કહ્યું.

ને ત્યાં થી બધા સુવા માટે ચાલ્યા ગયા.


ક્રમશ............