કળયુગના ઓછાયા - 10 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - 10

અક્ષત: સાચે આવુ કંઈ થાય છે રૂહી ??

રૂહી : તને તો આ મજાક લાગતી હશે ને ?? કે હુ એક મેડિકલ સ્ટુડન્ટ થઈને આવી પાગલ જેવી વાત કરૂ છું એમ લાગતું હશે ને ??

મને એમ થાય છે કે એવું શું હશે ?? સ્વરા તો કહે છે એ ભુત છે...કોઈની આત્મા ત્યાં છે , એવું થોડું હોય યાર ??

અક્ષત : હુ તારી વાત બરાબર સમજુ છું. તારી કોઈ મજાક નથી ઉડાવતો...પણ આ વાત બીજા કોઈને ન કહીશ અત્યારે.

રૂહી : પણ તુ કોઈ હોસ્ટેલ ની ખબર હોય તો કહે ને ??

અક્ષત : (મજાકમાં )મારી હોસ્ટેલ છે ને ! મારી રૂમમાં જગ્યા છે આવી જા....

રૂહી : ગુસ્સે થઈને...અક્ષત હુ તારા રૂમમાં આવુ ?? મે ગર્લ્સ હોસ્ટેલ માટે પુછ્યું....

અક્ષત : તે મને ક્યાં એવુ સ્પષ્ટ કહ્યું હતુ.....રૂહીને વધારે ગુસ્સે થતી જોઈને તેને મજા આવી રહી હતી...

પછી તે બોલ્યો , હા હવે મને ખબર છે...હુ તો મજાક કરતો હતો...તુ વધારે ટેન્શનમાં આવી ગઈ હતી એટલે મે કહ્યું તને મુડમાં લાવવા...

રૂહી : હા તો હુ પણ સાચે ગુસ્સે નહોતી થઈ... હુ પણ મજાક માં જ ગુસ્સો કરતી હતી...

અક્ષત : હમમમ.... હવે બોલ તુ માને છે કે ભુતબુત કંઈ હોતુ નથી તો તારે હોસ્ટેલ કેમ બદલવી છે ??

રૂહી : યાર આ બધામાં મને રૂમમાં જતા પણ બીક લાગે છે ત્યાં હુ મારૂ ભણવાનું કોઈ કેમ કરીશ ??

અક્ષત : તારી હોસ્ટેલ ની ફીસ કેટલી છે ??

રૂહી : અમારે તો જ્ઞાતિની હોસ્ટેલ હોવાથી બધુ જ ફ્રી છે...

અક્ષત : મારા મતે તો આ માટે તારે આનુ સોલ્યુશન લાવવુ જોઈએ...

રૂહી : આનુ સોલ્યુશન કેવી રીતે આવે ?? હુ કોને પુછુ ?? અને મને તો બહાર હોસ્ટેલમા પણ ફી ભરવામાં પપ્પા ના નહી કહે...એમને એટલો વાધો નહી આવે.

અક્ષત : પણ બધા થોડા આ માટે સક્ષમ હોય ?? બધા થોડી તારી જેમ બીજે પૈસા ખર્ચીને બીજી હોસ્ટેલમાં જઈ શકશે ??

રૂહી : તો શું કરૂ હુ ?? ત્યાં જ રહુ એમ ગભરાઈને ??

અક્ષત : તુ છોડી દઈશ તો બીજું કોઈ આવશે તારી જગ્યાએ એ પણ હેરાન તો થશે જ ને ?? આ વસ્તુ કોઈ જાત અનુભવ વિના સ્વીકારશે નહી.... અને રૂમ તો એ લોકો કોઈ ને અને કોઈને આપશે જ...ખાલી તો નહી જ રાખે....કોઈ નબળા દિલની કે જેના ઘરે પૈસા નહી હોય બહુ તે કોઈ તેની વાતને નહી માને તો ભણવાનું છોડી દેશે અથવા કંઈ આડુંઅવળું પગલુ ભરવાનો પ્રયત્ન કરશે...

અને કદાચ કોઈ નહી રહે તો એ રૂમ કાયમી માટે બંધ થઈ જશે...કોઈ જરૂરિયાત મંદ ત્રણ એડમિશન દર વર્ષે બંધ થઈ જશે...

રૂહી : તો હુ શું કરૂ મને કંઈ સમજાતુ નથી કે તુ શું કહેવા માગે છે ??

અક્ષત : તુ ત્યાં જ રહે અને એ આત્મા શું ઈચ્છે છે એ જાણ અને તેને મુક્તિ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ... બાકી તારી ઈચ્છા....

અને અક્ષત ત્રણ ચાર સારી હોસ્ટેલના નામ ને આપે છે...અને જોઈ આવવા કહે છે અને જરૂર હોય તો એ પણ સાથે આવવા તૈયાર છે એમ કહે છે....

અક્ષત : સારું ચાલ...તુ વિચારજે...તને યોગ્ય લાગે એમ કરજે....બાકી નિર્ણય તારો છે હુ તો તને વધારે કંઈ નહી કહી શકું...

રૂહી પણ એક ધર્મસંકટમાં મૂકાઈ ગઈ છે એ કહે છે...સારૂ બાય....હુ વિચારીશ....અને હોસ્ટેલ જોવા જવાનું હશે તો તને ફોન કરીશ...તને ફાવે તો સાથે આવજે...

અક્ષત : બાય...ઓકે...આવીશ...

બંને ત્યાંથી ઉભા થાય છે અને અક્ષત તેને ઓટોમા મુકીને પોતાની હોસ્ટેલ પર આવે છે.....અને રૂહી તેની હોસ્ટેલ....

                  *        *        *        *        *

રૂહી હોસ્ટેલ આવતા જ આજે તેને બીક નહી પણ એક મોટી મુઝવણમા છે...શું કરવુ કંઈ સમજાતુ નથી...એક બાજુ અક્ષત ની વાત સાચી લાગતી હતી તો બીજી બાજુ આ બધી વાતોમાં ગુચવાઈને પોતાનુ કરિયર બગાડવુ કે પછી જીવ ખોવાની પણ તૈયારી રાખવી પડે.

છતાં તે આમ તેમ વિચારતી તેના રૂમમાં પહોંચે છે. અને રૂમમાં સામાન પડેલો હતો બેગ અને થેલાઓ...રૂહી સમજી ગઈ કે તેની કોઈ રૂમમેટ આવી લાગે છે પણ રૂમમાં કોઈ હતુ નહી...તેને આવીને કપડાં ચેન્જ કરી દીધા... પણ અત્યારે બધુ જ શાંત હતુ...થોડી વાર પછી ફ્રેશ થઈને રૂહી બાજુમાં સ્વરાના રૂમમાં ગઈ...તો સ્વરા કોઈ બે છોકરીઓ સાથે વાત કરી રહી છે...એટલે રૂહીને સમજતા વાર ન લાગી કે આ તેની બે નવી રૂમમેટ્સ છે.

સ્વરાએ રૂહી અને તે બંનેને એકબીજાની ઓળખ આપી...રૂહીને લાગ્યું હવે તો હોસ્ટેલ પણ ભરાઈ જવા આવી ગઈ છે મોટાભાગના બધા આવી જવા લાગ્યા છે...આમ તો અહીંના વાતાવરણ પ્રમાણે રહેવાની અને ભણવાની પણ મજા આવે એવું લાગે છે...

સ્વરા રૂહીની સાથે બહાર જાય છે અને કહે છે યાર આજે તો મારા બે રૂમમેટ્સ પણ આવી ગયા છે. હવે તારે રૂમમાં જ સુવુ  પડશે રાત્રે...અને હવે બીજા રૂમ ખાલી પણ નથી અને મેડમ ચેન્જ કરી આપે એવું પણ લાગતું નથી.

રૂહી : હુ વિચારુ છું કે બીજી કોઈ હોસ્ટેલમાં રહેવા જતી રહું ??

સ્વરા : કેમ ?? શું થયું અચાનક ??

સ્વરાને આટલા દિવસમા રૂહી સાથે માયા થઈ ગઈ  હતી અને સારી એવી ફ્રેન્ડશીપ પણ થઈ ગઈ છે એની સાથે...

રૂહી : કંઈ નહી આ બધુ થઈ રહ્યું છે જો ને રૂમમાં હવે આવામાં હુ કેમ ભણીશ ?? રૂમ પણ હવે ચેન્જ થાય એમ નથી. મારા ઘરે પૈસા વધારે ખર્ચવા પડે તો પણ કંઈ વાધો નથી...એટલે આજનો દિવસ જોઉ...નહી તો કાલે ઘરે વાત કરીને બીજી હોસ્ટેલ માટે તપાસ કરીશ.

સ્વરાને રૂહીના જવાની વાતથી દુઃખ જરૂર થયું પણ આ બધુ તે ખુદ અનુભવી ચુકી હોવાથી તે પણ એવું નહોતી કહી શકતી કે તુ ના જઈશ...એટલે તે થોડા ગમગીની ભર્યા અવાજે કહે છે, સારું તને જેમ ઠીક લાગે એમ....

     
                *        *         *         *        *

અક્ષત રૂમ પર જઈને એકદમ કંઈ વિચારોમાં ગુમસુમ બેસીને કંઈ વિચારી રહ્યો છે.

એટલામાં દેવમ ત્યાં આવે છે. અને સાથે તેનો રૂમમેટ વિશાલ પણ...

અક્ષત ને આમ બેઠેલો જોઈને તેમને મજાક સુજે છે અને કહે છે, મેરા દોસ્ત એક હી મુલાકાત મે કિસી કા દિવાના હો ગયા !!
વાહ ! વાહ !

અક્ષત : તમે લોકો પણ શું આમ બકવાસ કરો છો ...કંઈ પણ બોલો છો...યાર એવું કંઈ નથી...

અક્ષત ના આવુ કહેતા દેવમ સમજી જાય છે કે અક્ષત ખરેખર કોઈ મુઝવણમા છે એટલે એ વધારે કંઈ કહ્યા વિના અને અક્ષત ને વધારે પુછ્યા વિના વિશાલને બહાર લઈ જાય છે.

અક્ષત ને રૂહી માટે અત્યારે એવી કોઈ લાગણી નથી પણ તે એને તેની સારી દોસ્ત જરૂર માને છે...કદાચ તેના દિલના કોઈ ખુણામાં તેના માટે કોઈ સોફ્ટ કોર્નર હોય તો પણ અત્યારે તેને એવી કોઈ ફીલિંગ થતી નથી.

પણ તેને એક મનમાં ચિંતા થાય છે કે મે રૂહીને તેની હોસ્ટેલ ન બદલવા કહ્યું પણ તેનો જીવ જોખમમાં નહી મુકાય ને ?? મે તેને કોઈ ખોટી સલાહ તો નથી આપી દીધી ને ?? તેને એક અજાણ્યો ડર સતાવી રહ્યો છે અને રૂહીની ચિંતા થાય છે...

તે જમીને આવીને પહેલાં રૂહીને ફોન કરે છે....ચાર વખત આખી રિગ વાગે છે પણ કોઈ ફોન ઉપાડતુ નથી....એટલે અક્ષત ચિતામાં આવી જાય છે....રૂહીને કંઈ થયું નહી હોય ને ?? કેમ ફોન ઉપાડતી નથી ?? અડધો કલાકમાં તો લગભગ તે પચીસેક વાર ફોન ટ્રાય કરી ચુક્યો છે...તે વિચારે છે કે મને રૂહીની કેમ આટલી બધી ચિંતા થાય છે...તેની નજર સમક્ષ ફકત રૂહીનો સુંદર માસુમ ચહેરો તરવરી રહ્યો છે !!

શું થયું હશે કે રૂહી ફોન નથી ઉપાડતી ?? ફરી કોઈ આત્મા નો અનુભવ કે શુ?? રૂહી હોસ્ટેલ છોડી દેશે ?? અક્ષત અને રૂહી વચ્ચે ફ્રેન્ડશીપથી આગળ કંઈ થશે કે દોસ્તી જ રહેશે ??
અક્ષત રૂહીને કોઈ મદદ કરી શકશે ??

જાણવા માટે વાચો વાર્તા નો આગળનો ભાગ , કળયુગના ઓછાયા -11

next part...............publish soon...........................