પ્રેમ ની અભયાકૃતિ - 7 Parl Manish Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની અભયાકૃતિ - 7

ચાલો તો આગળ વધારીએ તમારી પ્યારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ ને અને જાણીએ કહાની છે શું !!!!


આગળ ના ભાગ માં આપણે જોયું કે


ફરી એને રોકી અને રવિ આગળ બોલ્યો .

" આકૃતિ અભય ના પ્રેમ માં પડી પહેલા એક વ્યક્તિ ના પ્રેમ માં હતી અને ત્યાં થી એને દગા સિવાય બીજું કઈ મળ્યું અને તરફ અભય પણ એક છોકરી ના પ્રેમ માં હતો પણ સંબંધ ચાલી શક્યો . બંને નવો સંબંધ ચાલુ કરતા પહેલા જૂની અતીત ની કડવી વાતો એકબીજા સામે ખોલી અને હંમેશા એક બીજા સાથે રહેવાની અને એકબીજા પર વિશ્વાસ રાખવાની શરતો મૂકી અને વચન આપ્યા અને બંને નો સંબંધ અંતે 3 વર્ષ બાદ એટલે કે MBBS પૂરું થવાની સાથે લગ્ન સંબંધ તરફ બાંધવા જય રહ્યો હતો . અંતે એમની સાથે સાથે આદિ અને અન્ની (અનોખી) એમ એક સાથે 2 લગ્ન થયા . અને મારી વાત કરું તો હું અને ક્રિના તો જ્પ્યા નહિ અને એના અગલે વર્ષે લગ્ન કરી ચુક્યા હતા ."



" લગ્ન પછી શરુ થઇ કાળી નજર ની ખરી કાળી માયાજાળ ." રવિ ઉદાસ અને ચિંતિત સ્વરે બોલ્યો .


હવે આગળ ,


"એટલે મારા જન્મ પછી મેં કોઈ દિવસ પપ્પા ને નહોતા જોયા એમ ને? અને પછી હું ઘણી મોટી થઇ પછી પપ્પા તો અમારી life માં પાછા આવી ગયા હતા તો એમનું patch up થઇ ગયું હતું? અને કેવી રીતે થયું પાછું? અને એમનો એવો તો કેવો ઝગડો થયો કે પપ્પા અમને બંને ને મૂકી ને એમ જતા રહ્યા? એમને અમારો પણ વિચાર આવ્યો? મમ્મી એકલી ને અમને બંને ને મોટા કરવા ઘણા અઘરા પડ્યા હશે ને ?" વિહા પોતાના મન ના અનેક પ્રશ્નો એકીશ્વાસે બોલી ઉઠી.


"અરે બેટા , ઘણી સમસ્યાઓ હતી અને તારા પપ્પા પોતાની નજરે જરાય ખોટા નહોતા. ઘણો પ્રેમ હોવા છતાં ક્યારેક પ્રેમી ની ખુશી માટે ઘણી પોતાની ખુશીઓ નો ત્યાગ કરી દેવો પડતો હોય છે . એવુ કૈક અહીંયા પણ થયું હતું અને એમાં આકૃતિ કે અભય નો કઈ વાંક હતો . બસ પરિસ્થિતિ અને નસીબ સામે બંને હારી ગયા અને બધું પતી ગયું એવું પણ કહી શકાય ." રવિ ઉદાસ સ્વર માં બોલ્યો.


"હવે આગળ લગ્ન પછી ની વાત સાંભળો." અનોખી બોલી.


"આકૃતિ અને અભય ના લગ્ન ને 3 મહિના વીતી ચુક્યા હતા અને એમને clinic ચાલુ કાર્ય ને પણ 2 મહિના થઇ ગયા હતા. અભય અને આકૃતિ એક દવાખાના માં અલગ - અલગ ડીપાર્ટમેન્ટ હેઠળ પોતાની પ્રેકટીસ ચાલુ કરી દીધી હતી.પણ એક એવો દિવસ આવ્યો, જે બંને ની જિંદગીમાં ઘણો મોટો તુફાન લઇ ને આવ્યો અને તબાહીની એક શરૂઆત થઇ ગઈ. દિવસ અચાનક આકૃતિ ભૂતકાળ માં જેને પ્રેમ કરતી હતી તે વ્યક્તિ અચાનક આકૃતિ ના ક્લિનિક પાર આવી ગયો અને આકૃતિ સાથે પ્રેમભરી વાતો કરવા લાગ્યો અને ફરી થી પ્રેમસંબંધ માં જોડાવા માટે નો પ્રસ્તાવ મુક્યો. આકૃતિ તેને તો મોઢા પર ગેટ આઉટ કહી ને કાઢી મુક્યો પણ કહેવાય છે ને પહેલો પ્રેમ ક્યારેય ભુલાતો નથી એમ પણ જાણે દિલ થી કંપી ઉઠી અને એને જાણે આઘાત લાગ્યો કે વાત ની એના લગ્ન જીવન પર તો અસર નહી થાય ને ? ઘણું વિચાર્યા પછી અંતે આકૃતિ એવા નિર્ણય પર આવી કે વાત અભય ને કહી દેશે અને પોતે ચિંતામુક્ત થઇ જશે."


આટલી વાત આદિ પુરી કરી રહે તે પહેલા વિશ્વા તેમને અટકાવતા બોલી,

"એટલે ડેડી , અભય કાકા આકૃતિ માસી ને ખોટા સમજી અને એમને છોડી ને જતા રહ્યા હતા ?"


"અરે ના બેટા , આમ બંને નો સાથ તૂટે એવો નહોતો. જન્મોજન્મ ના બંધન થી જોડાયેલા હતા. બંને આમ થોડી સાથ છોડી દે કઈ ." અનોખી બોલી.


વિશ્વા બોલી વાતમાં એટલે પરિસ્થિતિ હવે વડીલો તરફ આવી રહી હોય એવું લાગતું હતું. એમનું જે ખાસ મકસદ હતું કે અભય અને આકૃતિ વિષે નો બાળકો નો ગેરમત દૂર થાય તે હવે પૂર્ણ થતું દેખાય રહ્યું હતું.


"હવે આગળ સાંભળ " આદિ બોલ્યો.


"પછી થયું એવું કે જેવી આકૃતિ અભય ને વિસય માં વાત કરી કે અભય તો ખળખળાટ હસી પડ્યો કે આવી બધી વાતો આપનો વર્ષો નો સાથ શું તોડી લેવાનો પણ અભય નહોતો જાણતો કે સાથ હવે તૂટવાનો હતો.કોઇન્સિડેન્સલી થયું એવું હતું કે અભય ની ભૂતપૂર્વ પ્રેમિકા અને આકૃતિ નો ભૂતપૂર્વ પ્રેમી એક બીજા સાથે પ્રેમ સંબંધ માં હતા ." અનોખી બોલી.


અરે અરે.... આજ ના માટે આટલું બહુ થયું

બાકી નું આવતા ભાગ માટે રાખો.


ત્યાં સુધી તમારા મગજ ને થોડું દોડતું કરો અને વિચારો કે એક્સ નું નવું સુ ચકરડું આવ્યું અને અભયાકૃતિ નો સાથ તૂટ્યો કેવી રીતે ???


વળી મનાલી વાળો પ્રશ્ર્ન પણ haji ઉભો રહ્યો

અને આકૃતિ ના ભૂતપૂર્વ પ્રેમ ના પાછા આવવાનું રહસ્ય પણ હજી તો જાણવાનું બાકી રહ્યું.


તમારા પ્રશ્નો ના જવાબ લઇ ને મળીએ આવતા ભાગ માં .


©️પર્લ મહેતા