શિવ મંદીર પાસે આજ પણ અંધારું હતું. આજ પણ અહીં લોકો આવતા થથરે છે. હજુ પણ આ જગ્યાની આસપાસ લોકો ભૂત-પ્રેત હોવાના દાવાઓ કરે છે. મને આ જગ્યાએ ઘણું આપ્યું છે. હું પણ અહીં આવતા ડરતો હતો.હવે હું અહીં જ બેઠા બેઠા મોડી રાત સુધી બ્લોગ લખું છું. જીવ જશે તો પણ શિવજીના ચરણમાં! એમ પણ હવે કઈ મોહ રહ્યોં નથી! જે હતું તેણે મને અળગો કરી લીધો છે.
પ્રિયા..... એ સાંજ! જેના પછી જીવન બદલાઈ ગયું!
એ સાંજ મને આજે પણ યાદ છે. ચાવી દ્વારા ખુલ્લેલા દરવાજાની પાછળ અંત્યત કિંમતી આભુષણો હતા. જેમાં જવેરાત, સિક્કાઓ, હીરાઓ, ઘરેણાઓ, અને ઘણું બધું! સિક્કાઓ પર કોઈ ભાષાની અંદર કોતરણી કરેલી હતી.
તે દ્રશ્ય આંખ સાંમેં આજે પણ રમી રહ્યું છે. પૂનમની એ સાંજના ચંદ્રની ચાંદનીમાં તેની રોશનીમાંથી કઈ અલગ જ વાઇબ્રેશન મળતું હતું.
બધા આભુષણોને જોઈ રહ્યા હતા. તો પ્રિયા ત્યાંથી મળેલા સિક્કાઓ, અને બીજા આભુષણો જેની પર કઈ લખેલું હતું. તેને નીરખી નીરખીને જોઈ રહી હતી.
"પ્રિયા શું જોઈ રહી છે?"
" આ સિક્કાઓ, તને ખબર છે અજય કોઈ રાજવી આ સોનામોહરો પર નામ કેમ લખાવે છે? તેનો સમય ગાળો, તેના રાજ્યનો નકશો અથવા કોઈ ખાસ નિશાની કોતરાવતા હોય છે. અહીં એવી ઘણી બધી સોનામોહરો જોઈ શકાય છે." તેણે એક સોનામોહરો મારા હાથમાં ધરી" આ તેંનો નકશો છે. જે તે સમયે આ એક વિશાળ સામ્રાજ્ય રહ્યું હશે..." પ્રિયાએ કહ્યું.
"મોર્ય વંશના બિંદુસારના સમયગાળાના સિક્કાઓને મૈ જોયા છે. મોર્ય સામ્રાજ્ય ના તે સિક્કાઓ તે સમય તેના મોર્ય સામ્રાજ્યની તાકતનું પ્રતિક હતું.
તે સામ્રાજ્યની મહત્તમ હદ , હિમાલયની કુદરતી સીમા સાથે પૂર્વમાં આસામ સુધી, પશ્ચિમમાં બલુચિસ્તાન (દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને દક્ષિણ-પૂર્વ ઈરાન) સુધી વિસ્તર્યું હતું અને હવે પૂર્વી અફઘાનિસ્તાનના હિન્દુ કુશ પર્વતો સુધી હતું. ત્યાર પછી હાલના આધુનિક ઓડિસા એટલે કલિંગ સુધી અશોકે વિસ્તાર્યું હતું. પણ તેંના સિક્કાઓમાં કોઈ પણ જાતની સાલ કે સમયનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નહિ! નદીઓ પર્વતો, વૃક્ષો જેવા કુદરતી પ્રતીકોને તેઓએ સિક્કાઓમાં સ્થાન આપ્યું હતું." અજયે કહ્યું.
"હા, તેણે પોતના એક પણ સિક્કામાં સાલનું ઉલ્લેખ સુધા નથી કર્યું! પણ આ સિક્કાઓ, ક્યાં સમયના હશે? શું આની પર તેણે સમયનું ઉલ્લેખ કર્યું હશે? શું આ ખજાનાનો સંબધ આપણે જેને વાંચ્યા છે. અત્યાર સુધી જાણ્યા છે. તેવી કોઈ સભ્યતાની સાથે તાર જોડાયેલા હશે કે પછી કઈ નવું?" પ્રિયાએ કહ્યું!
એના પછી પણ પ્રિયાએ, તે સભ્યતાઓ અને તેવા સિક્કાઓ પર ખૂબ જ મહેનત કરી હતી. આજે તેણે ઘણી માહિતી મેળવી લીધી હશે! પણ તે દિવસ જેટલું સંવાદ અમારી વચ્ચે હવે ક્યારે નહિ થઈ શકે!
****
કેપ્ટન રાજવીર આજકલ છત્તીસગઢના દંતેવાડામાંફરઝ બજાવી રહ્યા હતા. બહુ મુશ્કિલથી તેના સુધી મારો મેસેજ પોહચ્યો હતો.
"જય હિંદ કેપ્ટન..."
"જય હિંદ....આજે સુપરમેને મને યાદ કર્યો શું વાત છે?"
" કેપ્ટન, વાતને ફરાવતા કે ગોળ-ગોળ બોલતા મને નથી ફાવતું, સાચું કહું તો મને એક ઓફર છે. માફ કરજો આપણેને એક ઓફર છે. પૈસા પણ સારા છે!" અજય એક જ શ્વાસમાં બોલી ગયો.
"ઓફર કેવી ઓફર?"
"કેપ્ટન ઓફર કઈ એવી છે કે, આપણે જે ટાપુ પર ગયા હતા તે જ ટાપુ પર તેઓની મદદ કરવા માટે! આપણે સાથે જવાનું છે.મને દિલથી એવી ઇચ્છા છે. આ વખતે કોઈ મહત્વકાંક્ષી પ્રવાસ નથી, ન આપણે ખજાનો મળવાનો છે. પણ હું મારા નિજાનંદ માટે ત્યાં જવા માંગુ છું. તેને સમજવા માંગુ છું. અને મારી એવી ઇચ્છા છે. કે આપણે બધા ફરીથી ત્યાં જઈએ,ભૂતકાળ જીવીએ, અને તેની પાછળના અંકબદ રહસ્યનું પર્દાફાશ કરીએ?" અજયે કહ્યું.
"જો આવી કોઈ ઓફર હોય તો બહુ જ મજાની વાત છે. પણ જો તેણે દૂર ઉપયોગ કર્યો તો?"
"પરિસ્થિતિઓ ને કેવી રીતે સંભાળવી એ તમને સમજાવવાની મારે તમને જરૂર છેખરી?"અજયે કહ્યું.
રાજદીપ ખડખડાટ હસ્યો.
"મારુ તું નક્કી સમજ! બાકીના આપણા મિત્રો?"
"હું બધાથી વાત કરીને જોઉં છું." અજયે કહ્યું.
રાજદીપ તો અહીં આવવા માટે તૈયાર હતો. આર્મીમેન હમેશા મીશન માટે તૈયાર જ હોય છે રાઈટ! પણ બાકી બધાનું શું? વિજય,કલ્પેશ બહુ ખુશ છે. ત્યાંની એની જીવન શૈલીથી ! પ્રિયાને હું તો ફોન નહિ કરી શકું તેણે જ મને ના કરી છે. કલ્પેશને સમાચાર આપી દઈશ કે તે પ્રિયાને જણાવી દે કે તેની માટે પણ કોઈ ઓફર છે.
આ ડો. ડેવીડશને મને જ કેમ પસંદ કર્યો? આખા ગ્રુપના સભ્ય માંથી હું જ કેમ?
શું આનો જવાબ પણ ટાપુ પર મળશે?
નકશો પણ મને યાદ નથી ક્યાં છે? અને મોટા ભાગે બોટ મજીદે ચલાવી છે તો મજીદ વગર આ સફર ફીકી છે.
મજીદ ભાઈ આજકલ અલંગ રહે છે. વેરાવળમાં તેનો મોટો માછીમારીનો ધંધો ફેલાયેલો છે તો અલંગમાં જહાજ ભાંગવનું કામ કાજ! તેણે પૈસાનો ખુબ જ સદઉપયોગ કર્યો છે. બહુ મુલાકાત તો થઈ નથી પણ તે મને સારા-નરસા પ્રસંગે યાદ કરતો રહે છે.
ફરી આ સફર પર જવાનુ થશે? શું અમારૂ રિયુનિયન થઈ શકશે કે કેમ? તેની ચાવી મારા ગળે બાંધેલી ચાવીથી અલગ છે.
ક્રમશ.