Yara a girl - 16 books and stories free download online pdf in Gujarati

યારા અ ગર્લ - 16


તમે લોકો અહીં જ રોકાવ. ઓકેલીસ ચાલો, એટલું કહી ફિયોના જાસૂસ ઓકેલીસ ને લઈ ને મોલીઓનના રૂપમાં ત્યાં થી નીકળી ગઈ.

યારા તું બરાબર છે? ગ્લોવરે પૂછ્યું.

હા ગ્લોવર હું બરાબર છું, યારા એ પુરી સ્વસ્થતા સાથે કહ્યું. ગ્લોવર આપણે મોસ્કોલા જઈશું એ યોગ્ય તો હશે ને?

ગ્લોવરે યારા ની સામે જોયું. એને લાગ્યું યારા થોડી અસમંજસમાં છે. કદાચ આ બધું જાણ્યા પછી એના માટે પરિસ્થિતિ થોડી કઠિન થઈ રહી છે. અથવા યારા પરિસ્થિતિને સંભાળી શકવા કાબીલ નથી.

યારા મોસ્કોલા એ તમારા નાના નું ઘર છે. તમારું પોતાનું ઘર છે. તમે હજુ રાજા ચાર્લોટ ને જાણતા નથી . એ ખૂબ બહાદુર અને પ્રેમાળ રાજા છે. ને જો આપણે રાણી કેટરીયલ ને સહીસલામત છોડાવા હોય તો આપણે રાજા ચાર્લોટ ની મદદ લેવી જ પડશે. ને રાણી કેટરીયલ એમની દીકરી છે. એ પણ તેને બચાવવા માંગતા હોય. આપણા માટે મોસ્કોલા જવું ફાયદાકારક રહેશે.

યારા શાંતિ થી ગ્લોવર ની વાત સાંભળી રહી હતી.

યારા તને કોઈ સમસ્યા છે? વેલીને તેની પાસે બેસતા પૂછ્યું.

વેલીન, આ બધું જાણ્યા પછી ખબર નહિ કેમ મન ઉદાસ થઈ ગયું છે. એવું લાગે છે કે જાણે બહુ મોટો બોજો માથા પર આવી ગયો. એક છોકરી માટે કેવું વિચિત્ર છે. ને વળી છોકરી કેમ કોઈના માટે પણ આ બધું અજુગતું, વિચિત્ર હોય શકે. તું વિચાર તું તારી જીંદગીમાં શાંતિ થી જીવતી હોય ને અચાનક કોઈ તને કહે કે જે લોકો ને તું તારા માતાપિતા માને છે તે તારા પાલક માતાપિતા છે. તું એક જાદુઈ દુનિયાની રાજકુમારી છે ને એ જાદુઈ દુનિયાની વારસદાર. પણ એ માટે તારે લડવું પડશે પોતાના લોકો સાથે. એવા લોકો સાથે જેને તું હજુ ઓળખતી પણ નથી. વિચિત્ર દુનિયા, ત્યાંના વિચિત્ર લોકો કોઈ દુશ્મન કોઈ દોસ્ત. કેવું લાગે વેલીન? તે વિચાર્યું છે આવું? યારા નિરાશા અને દુઃખ સાથે બોલી.

વેલીને યારા ની સામે જોયું. તે સમજતી હતી કે યારા હાલમાં કેવી પરિસ્થિતિમાં થી પસાર થઈ રહી હતી. કોઈ ની પણ માટે આ સ્થિતિ માનસિક તણાવ જેવી હતી. પણ છતાં એણે કહ્યું, યારા પરિસ્થિ ચોક્કસ વિપરીત છે. પણ આ જ હકીકત છે જે સ્વીકારવી જ પડે એવી છે. ને તું ખૂબ નસીબદાર છે કે તને તારા પોતાના લોકો મળી ગયા. સારા દોસ્તો મળી ગયા. તે કોઈવાર વિચાર્યું છે કે તું દોસ્તો ની જગ્યાએ દુશ્મનો ના સકંજામાં ફસાઈ ગઈ હોત તો? તું ભોફીન ની જગ્યાએ ક્લિઓપેટર ને મળી હોત તો? તે વિચાર્યું છે?

યારા વેલીન ની સામે જોવા લાગી.

યારા આ સમય તારા માટે કઠિન છે એ અમે બધા જાણીએ છીએ. પણ છતાં એકવાત તો સારી છે ને કે તું સલામત હાથોમાં છે? તારી આજુબાજુ ના લોકો તારી સંભાળ રાખી રહ્યા છે? તને થોડું દુઃખ છે પણ તેની સાથે સુખ કેવી રીતે મેળવવું તેની ખબર પણ છે. ને આ તો કઈ નથી. પણ તું જ્યારે એક રાજા તરીકે હોદ્દો સંભાળીશ ત્યારે આના થી પણ વધારે સમસ્યાઓ અને તકલીફો આવશે. તો શું તું ત્યારે પણ આમ નિરાશ થઈ જઈશ? અકીલે પૂછ્યું.

યારા એ અકીલ ની સામે જોયું પછી બોલી, અકીલ તું સાચું કહે છે. હું ગ્લોવર અને ઉકારીઓ જેવા વફાદાર લોકો ના સુરક્ષિત હાથોમાં છું. હું માત્ર મારુ દુઃખ જોતી હતી. મેં એ ના વિચાર્યું કે દુઃખ ની સાથે સુખ પણ છે જ. બસ મારે તેને કેવી રીતે પામવું તે વિચારવાનું છે.

મેં રાણી કેટરીયલ વિશે ના વિચાર્યું જે વર્ષો થી કેદમાં પોતાની દીકરી ની રાહ જોઈ રહી છે. મેં તમારા લોકો વિશે ના વિચાર્યું જે કોઈપણ સ્વાર્થ વગર માત્ર દોસ્તી અને વફાદારી માટે પોતાની જાત સમર્પિત કરી દીધી. હું સ્વાર્થી થઈ ગઈ અકીલ. હા હા હું સ્વાર્થી થઈ ગઈ. મને મારુ જ દુઃખ મોટું લાગવા લાગ્યું.

પણ હવે નહિ, હું હવે લડીશ. મારા માટે, મારી માતા માટે, વોસીરો ના રાજકુમાર ઓરેટોન માટે. ગ્લોવર, ઉકારીઓ આપણે મોસ્કોલા જઈશું. ને ત્યાં જઈ એક સેના તૈયાર કરીશું. એક મજબૂત સેના જે રાજા મોરોટોસ ને હરાવી દેશે. રાણી કેટરીયલ ને મુક્ત કરાવીશું, યારા ખૂબ જોશ સાથે બોલી રહી હતી. તેના ચહેરા પર ની ઉદાસી હવે દૂર થઈ ગઈ હતી. એક નવી જ ચમક ચહેરા પર આવી ગઈ હતી.

એટલામાં ફિયોના ત્યાં આવી ગઈ. ગ્લોવર મોસ્કોલા જવા ની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે અહીં થી નીકળીએ. અંધારું થવા આવ્યું છે. આ અંધારું આપણ ને મદદરૂપ થશે. સવાર સુધીમાં આપણે મોસ્કોલા પહોંચી જઈશું, ફિયોનાએ કહ્યું.

હા, ફિયોના ચાલો. ફિયોનાએ ફરી મોલીઓન નું રૂપ લઈ લીધું અને આગળ ચાલવા લાગી. બધા મોલીઓન ની સાથે ચાલવા લાગ્યા. અંધારું જામી રહ્યું હતું. બધા ચુપચાપ ચાલી રહ્યા હતા.

ઘણું ખરું ચાલ્યા પછી એક ભૂગર્ભ સુરંગ જેવો રસ્તો આવ્યો. ફિયોના પોતાના અસલી રૂપમાં આવી ગઈ.

ગ્લોવર આ સુરંગ આપણને વોસીરો ની બહાર લઈ જશે. ને ત્યાં થી આપણે મોસ્કોલા જતાં રહીશું. પણ એક વાત નું ધ્યાન રાખવું પડશે કે આપણે બિલકુલ અવાજ કર્યા વગર આમાં થી પસાર થઈએ. જો થોડો પણ અવાજ થયો તો આપણે મુસીબત માં મુકાઈ જઈશું, ફિયોનાએ માહિતી આપતા કહ્યું.

ફિયોના આ સુરંગમાં કોઈ પહેરેદાર છે? ગ્લોવરે પૂછ્યું.

હા, ગ્લોવર, આ સુરંગ નો પહેરેદાર એક લાલ ડ્રેગન છે. જે ખૂબ ભયાનક છે. જો કોઈ આ સુરંગમાં જાય તો આ ડ્રેગન એના મોંઢામાં થી લાળ જેવો લીલા રંગ નો ચીકણો પદાર્થ તેના પર ફેંકે છે. આપણે એ ચીકણા પદાર્થ થી બચવાનું છે. એ પદાર્થમાં એસિડ નું પ્રમાણ છે જેથી એ જેની ઉપર પડે છે એની ચામડી બાળી દે છે અને હાડકાંને ઓગાળી નાંખે છે, ફિયોના એ કહ્યું.

તો આતો બહુ ખતરનાક રસ્તો છે. આપણે જો પકડાઈ ગયા તો કેવી રીતે બચીશું? ને આપણે તે ડ્રેગનનો સામનો કેવી રીતે કરીશું, ઉકારીઓ એ પૂછ્યું.

ઉકારીઓ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપણે આ ખતરો તો ઉઠાવો જ પડશે, ફિયોના એ કહ્યું.

પણ ફિયોના આ કામ બહુ મુશ્કેલ છે. આપણે આની અંદર પહેલા ગયા પણ નથી તો શુ ખબર રસ્તો કેવો છે? ગ્લોવરે કહ્યું.

ગ્લોવર તારી વાત સાચી છે પણ બીજો કોઈ ઉપાય નથી, ફિયોના બોલી.

તો પછી ચાલો અંદર. આપણે સાવધાની રાખીશુ, અકીલે કહ્યું.

પણ છતાંય આપણે સાવચેતીના પગલરૂપે એનો કોઈ તો તોડ વિચારવો પડશે ને? વેલીને પૂછ્યું.

એનો એક જ તોડ છે પાણી. એની એ લાળ ને પાણી સાથે ભેળવી દઈએ તો એની અસર થતી નથી, ફિયોના એ કહ્યું.

પણ એ કેવી રીતે શક્ય બને? અકીલે પૂછ્યું.

જુઓ આપણે આમ ચર્ચાઓ જ કરતા રહીશું તો અહીં જ સવાર થઈ જશે. આપણે જલ્દી નીકળવું પડશે, ફિયોના બોલી.

હા ચાલો, વેલીન બોલી.

બધા ધીરે ધીરે સુરંગ ની અંદર પ્રવેશ્યા. અંદર એટલો પ્રકાશ હતો કે રસ્તો દેખાય. સુરંગ પણ પહોળી હતી. ચાલવા માટે કોઈ સમસ્યા થાય તેમ હતું નહિ. બધા ચારે બાજુ જોતા જોતા આગળ વધી રહ્યા હતા. જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ સુરંગ પહોળી લાગતી હતી. ચારેતરફ વનસ્પતિની વેલો લટકેલી હતી.

ત્યાં અંદર એક નાનકડું સરસ તળાવ આવ્યું. તેની આજુબાજુ ફૂલ છોડ ઉગેલા હતા. બીજી પણ વનસ્પતિઓ ઉગેલી હતી. ઉપરના ભાગમાં ચામાચીડિયા લટકેલા હતા. મોટા મોટા પથ્થરો આજુબાજુમાં પડ્યા હતા.

યારા આ તળાવ ખૂબ સુંદર છે નહિ? વેલીન બોલી.

ત્યાં ફિયોના એ આંગળી વડે ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

વેલીન ચૂપ થઈ ગઈ અને ચાલવા લાગી.

પણ અચાનક એક ચામાચીડિયું અકીલ ની ઉપર પડ્યું ને ગભરાટ ના માર્યા અકીલ જોર થી બુમ પાડી ઉઠ્યો, આ..આ.

બધા એકદમ ઉભા રહી ગયા ને તેની સામે કરડાકી થી જોવા લાગ્યા.

અકીલ એકદમ બોલ્યો, આ જો, હું ડરી ગયો.

ત્યાં વેલીન ધીરે થી બોલી ચૂપ રે પેલો ડ્રેગન આવી જશે તો ગયા સમજ.

અકીલ તેની સામે જોઈ રહ્યો. વેલીને તેને સહેજ ધક્કો મારી, ચાલ હવે એમ કહી ચાલવા લાગી.

બધા ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. ત્યાં અચાનક કોઈ ના ચાલવાનો અવાજ આવવા લાગ્યો.

ફિયોના સાવધાન થઈ ગઈ. તેણે બધા ને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

ત્યાં પેલો અવાજ વધવા લાગ્યો. ને નજીક આવતો હોય તેમ લાગ્યો.

બધા સંતાઈ જાવ, ફિયોના ધીરે થી બોલી.

બધા પેલા પથ્થરો પાછળ અલગ અલગ સંતાઈ ગયા. ઉકારીઓ, ગ્લોવર અને ફિયોના એકદમ સાવધાન થઈ ગયા.

ત્યાં પેલો અવાજ એકદમ પાસે આવી ગયો. બધાએ એ તરફ જોયું તો ફિયોનાએ કહેલું તેવું ડ્રેગન ત્યાં આવી ગયું હતું.

યારા, અકીલ અને વેલીન તેને જોઈ ડરી ગયા. ઉકારીઓ અને ગ્લોવર હથિયાર સાથે સજ્જ થઈ ગયા.

પેલું ડ્રેગન ધીરે ધીરે પેલા તળાવ તરફ આગળ વધી રહ્યું હતું. તે પેલા વેલાઓ અને વનસ્પતિ ખાવા લાગ્યું. ને પછી પાણી પી ને જે બાજુ થી તે આવ્યું હતું તે તરફ પાછું જવા લાગ્યું. બધા શાંતિ થી પોતાનો શ્વાસ રોકી ને તેના જવાની રાહ જોવા લાગ્યા. પેલું ડ્રેગન ધીરે ધીરે પોતાના રસ્તે પાછું જવા લાગ્યું. ને ધીરે ધીરે તેનો અવાજ બંધ થઈ ગયો.

બધા બહાર આવી ગયા.

ઓહ ગોડ કેટલું જોરદાર હતું ડ્રેગન નહિ? એકદમ ડેન્જર, અકીલ બોલ્યો.

બધા એ શાંતિ નો શ્વાસ લીધો.

આપણે આગળ વધતા રહેવું પડશે, ફિયોના એ કહ્યું.

બધા આગળ વધવા લાગ્યા. ધીરે ધીરે પ્રકાશ વધવા લાગ્યો. ને સુરંગ નો બીજો છેડો આવી ગયો. બધા સુરંગ ની બહાર આવી ગયા. હવે સવાર થઈ ગઈ હતી. સવારનું વાતાવરણ આહલાદક લાગી રહ્યું.

ખૂબ સરસ યાર. આ તો કેટલી બ્યુટીફૂલ જગ્યા છે, વેલીન બોલી.

હા, આ તો સ્વર્ગ જેવું છે. ચારે બાજુ લીલોતરી, સરસ મઝાના વૃક્ષો છે. ફળો રંગબેરંગી ફૂલો, અકીલે કહ્યું.

આ ફૂલો તો જુઓ કેટલા મોટા મોટા છે, ભોફીને ફૂલો બતાવતા કહ્યું.

આ જાદુઈ નગરી છે. અહીં બધું જ આવું જ મળશે વિચિત્ર, ક્યારેય ના જોયેલું, ફિયોના બોલી.

એ લોકો થોડું ચાલ્યા ત્યાં બે શાહી ઘોડાગાડી તેમની રાહ જોઈ ને ઉભી હતી અને તેની સાથે જાસૂસ ઓકેલીસ પણ હતો. તેને બધાનું અભિવાદન કર્યું.

ઓકેલીસ બધું બરાબર છે? ફિયોના એ પૂછ્યું.

હા ફિયોના બધું બરાબર છે. મેં રાજા ચાર્લોટ ને સંદેશો મોકલી દીધો છે, ઓકેલીસે કહ્યું.

ગ્લોવર આપણે મોસ્કોલાની સરહદ પર આવી ગયા છીએ. હવે આપણે સુરક્ષિત છીએ. અહીં થી આપણે મોસ્કોલાના રાજમહેલમાં જઈશું, ફિયોના એ કહ્યું.

ગ્લોવરે માથું હલાવી હા કહ્યું. બધા પેલી ઘોડાગાડીઓ માં બેસી ગયા. ને ઘોડાઓ હવા સાથે વાત કરવા લાગ્યા.

આખી રાત ચાલી ને બધા જ બહુ થાકી ગયા હતા. આંખો બંધ કરી આરામ કરવા લાગ્યા. વાતાવરણમાં સરસ ઠંડક હતી. એમને આરામ ની જરૂર હતી. ઘોડાગાડી પોતાની ગતિ પર ચાલી રહી હતી.

પુરા ચાર કલાક સફર કર્યા પછી ઘોડાગાડીઓ મોસ્કોલાના રાજમહેલના પ્રટાંગણમાં આવી ઉભી રહી.

ઘોડાગાડી ઉભી રહી એટલે ગ્લોવર અને ઉકારીઓ જાગી ગયા. તેઓ ઘોડાગાડીમાં થી નીચે ઉતર્યા.

ફિયોના પણ ઘોડાગાડી માં થી નીચે ઉતરી. ગ્લોવર અને ઉકારીઓ પાસે ગઈ ને બોલી, બધું બરાબર છે?

હા ફિયોના. યારા કેમ છે? ઉકારીઓ એ પૂછ્યું.

સુવે છે ઉકારીઓ, ફિયોના એ કહ્યું.

ફિયોના યારા માનસીક રીતે ખૂબ પરેશાન થઈ ગઈ છે. એના માટે આ બધું થોડું તકલીફદાયક થયું છે. તો એનું ધ્યાન રાખજે. એને હમણાં આરામ ની જરૂર છે, ગ્લોવરે કહ્યું.

ગ્લોવર તું ચિંતા ના કરીશ. હવે બધું બરાબર થઈ જશે, ફિયોનાએ કહ્યું.

ત્યાં વેલીન, યારા અને અકીલ પણ આવી ગયા. ત્રણે હજુ ઊંઘમાં હતા.

રાજકુમારી યારા આપણે મોસ્કોલાના રાજમહેલના પ્રાંગણમાં આવી ગયા છીએ, ફિયોના એ કહ્યું.

યારા એકદમ સતર્ક થઈ ગઈ. એ ચારે બાજુ જોવા લાગી. એ અત્યારે રંગબેરંગી ફૂલો થી સજાવેલ સુંદર જગ્યાએ ઉભી હતી. એની સામે ખૂબ સુંદર એક મહેલ હતો જે સરસ કલર થી પેઇન્ટ કરેલો હતો. ચારે બાજુ સિપાઈઓ હારબંધ ઉભેલા હતા. ને એ હાર ની વચ્ચે બે જાજરમાન વ્યક્તિઓ ઉભી હતી. તેમનો ભભકાદાર પોષક અને તેમણે પહેરેલા આભૂષણો તેઓ રાજા ચાર્લોટ અને રાણી કેનોથ હોય એવું લાગતું હતું. યારા તો તેમને જોઈ ને આભી બની ગઈ.

ત્યાં પેલા જાજરમાન વ્યક્તિમાં ના એક આગળ આવ્યા. ફિયોના, ઉકારીઓ અને ગ્લોવરે માથું ઝૂકાવી તેમનું અભિવાદન કર્યું. એ રાજા ચાર્લોટ હતા.

રાજા એ પણ એમનું અભિવાદન ઝીલ્યું ને બોલ્યા, ફિયોના આજે તે તારા રાજા ને ખૂબ ખુશ કરી દીધા છે. જે વિચારી નહોતી તેવી ભેટ તે તારા રાજાને અને મોસ્કોલાની પ્રજા ને આપી છે આ માટે રાજપરિવાર અને મોસ્કોલા હંમેશા તારું ઋણી રહેશે. ને આ ગ્લોવર ને સખતમાં સખત સજા આપવામાં આવશે, રાજા ચાર્લોટે ફિયોનાનો આભાર વ્યક્ત કરતા કહ્યું.

ફિયોના એ ખૂબ અદબ અને વિનમ્રતાથી કહ્યું, રાજા ચાર્લોટ ના અભિવાદન માટે ખૂબ ખૂબ આભાર. પણ મેં કઈ નવું નથી કર્યું. મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. મારી રાજકુમારીને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ ગુનેગાર ગ્લોવર નથી રાજા ચાર્લોટ.

શુ કહ્યું? ગ્લોવર ગુનેગાર નથી? જો ફિયોના તારી મહેનત અને તારી આજ વાતો તને બધા જ ઐયારો કરતા અલગ પાડે છે. તું હંમેશા પોતાના કરતા રાજ્ય અને રાજપરિવાર ને વધુ મહત્વ આપે છે, રાજા ચાર્લોટે ફિયોના ના વખાણ કરતા કહ્યું.

ફિયાના માટે મોસ્કોલા અને મોસ્કોલાનો રાજપરિવાર આજ બે મહત્વ ના છે રાજા ચાર્લોટ, ફિયોના એ વિનમ્રતા થી કહ્યું.

હા, ફિયોના પણ મોસ્કોલા અને મોસ્કોલાનો રાજપરિવાર તારા જેવી કાબીલ અને હોશિયાર ઐયાર મેળવી ને ખૂબ ખુશ છે. પણ એનો મતલબ એ નથી કે અમે અમારી દીકરીના ગુનેગાર ને માફ કરી દઈએ, રાણી કેનોથે આગળ આવી કહ્યું.

રાણી કેનોથ આ તો રાજપરિવારની કૃપા છે, પણ હું સાબિત કરી શકું છું કે ગ્લોવર ગુનેગાર નથી, ફિયોના એ પ્રેમ થી કહ્યું.

પછી ફિયોના યારા પાસે ગઈ અને તેને રાજા ચાર્લોટ અને રાણી કેનોથ સામે લઈ આવી ને બોલી, આ રાજકુમારી યારા છે. રાજકુમાર ઓરેટોન અને રાજકુમારી કેટરીયલની દીકરી.

રાણી કેનોથ અને રાજા ચાર્લોટ પ્રશ્નવાચક દ્રષ્ટિ થી ફિયોનાની સામે જોવા લાગ્યા.

રાજા ચાર્લોટ આ સફરમાં ઘણું બધું એવું જાણવા મળ્યું છે જે માન્યમાં ના આવે. ને એમાં ની એક સચ્ચાઈ છે રાજકુમારી યારા. આપની દીકરી રાજકુમારી કેટરીયલ ની દીકરી, ફિયોના એ નમ્રતાપૂર્વક કહ્યું.

પણ ફિયોના એ કેવી રીતે શક્ય બને? રાણી કેનોથે પ્રશ્ન કર્યો.

રાણી કેનોથ આપ જો મને સમય આપો તો હું આપને બધું કહી શકું છું, ફિયોના એ તેમની સામે જોતા નમ્રતાપૂર્વક કહ્યું.

રાજા ચાર્લોટ અને રાણી કેનોથ રાજમહેલની અંદર એક ઓરડામાં આવ્યા. ફિયોના, ઓકેલીસ ને જે લોકો ફિયોના સાથે આવ્યા હતા તે બધા તેમને અનુસર્યા.

રાજા અને રાણીએ પોતાની બેઠક લીધી.

ફિયોનાએ જ્યાર થી એ વોસીરોમાં ગઈ ત્યાં થી લઈ ને મોસ્કોલામાં યારા ને લઈને આવી ત્યાં સુધીની દરેક વાત રાજા રાણી ને વિસ્તારથી કહી સંભળાવી.

બધી વાત સાંભળ્યા પછી રાજા ચાર્લોટ ખૂબ ગુસ્સામાં આવી ગયા ને બોલ્યા, મોરોટોસ ની આટલી બધી ક્રૂરતા. એણે મારી દીકરીને બંધી બનાવી રાખી છે. હું એને ક્યારેય માફ નહિ કરું.

રાજાનો ગુસ્સો જોઈ ગ્લોવર માથું ઝુકાવી બોલ્યા, રાજા ચાર્લોટ ક્ષમા. હું પણ રાજા મોરોટોસ ને સજા આપવા માંગુ છું. ને એટલે જ અમે અહીં આવ્યા છીએ. પણ અત્યારે અમારા માટે રાજકુમારી યારા ની સલામતી ખૂબ મહત્વ ની છે. તેમની સુરક્ષા અમારી પહેલી ફરજ છે.

રાજા ચાર્લોટે ગ્લોવર સામે જોયું. ને પછી યારા સામે જોયું. યારા હજુ એમજ ચહેરા પર કોઈ ભાવ વગર ઉભી હતી. જાણે કે તેની નજર કઈક શોધતી ના હોય. જાણે એ દ્વિધામાં હોય એમ લાગતું હતું. રાજા ચાર્લોટ એના ચહેરા સામે જોઈ રહ્યા. એમનું મન ગુસ્સા અને ધૃણા થી ભરાઈ આવ્યું.

ફિયોના બધા ઐયારો નો સમાચાર મોકલો કે રાજા ચાર્લોટે તેમને યાદ કર્યા છે. સેનાપતિ કવીન્સી ને સંદેશો મોકલો કે તુરંત અહીં હાજર થઈ જાય. જેટલું જલ્દી બને એટલું જલ્દી આપણે વોસીરો પર હુમલો કરી રાજકુમારી કેટરીયલ ને કેદમાં થી છોડવાની છે. હું કોઈપણ કચાસ રાખવા માંગતો નથી. તમે અને ઓકેલીસે જે પણ અત્યાર સુધી વોસીરોમાં રહી જાણકારી મેળવી તેના આધારે રણનીતિ તૈયાર કરવાની છે. બધા ને કાલે જ હાજર કરો, રાજા ચાર્લીટે ફિયોના ને આદેશ આપ્યો.

જેવો રાજા નો આદેશ. હું આ બધી વ્યવસ્થા જોઈ લઈશ રાજા ચાર્લોટ, પણ હમણાં રાજકુમારી યારા ને આરામ ની જરૂર છે, ફિયોના એ નમ્રતાપૂર્વક કહ્યું.

રાજા ચાર્લોટે ફિયોના સામે જોયું અને પછી તેઓ રાજકુમારી યારા તરફ આગળ વધ્યા.


ક્રમશ....................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED