કળયુગના ઓછાયા - 6 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - 6

રૂહી મોડું થયું હોવાથી બહારથી કોલેજની રિક્ષા કરી લે છે અને જલ્દીથી કોલેજ પહોંચી જાય છે...કોલેજ કેમ્પસ અને
હોસ્પિટલ એક જ કંમ્પાઉન્ડમા હોવાથી ત્યાં લોકોની અવરજવર તો ચાલુ જ હોય... કેટકેટલાય દરદીઓ તેમના સગાવહાલા...અને ઈન્ટરશિપ વાળા મેડિકલ સ્ટુડન્ટસ તો રેસિડેન્ટ ડોક્ટર... આ ચહલપહલ તો ચાલુ જ હોય...

રૂહીને આજે તો કોઈને કોઈ જગ્યા માટે પુછવાનુ નહોતું એટલે તે આ બધુ નીહાળતી, મનમાં થોડા વિચારો સાથે કે હુ પણ જલ્દીથી મોટી ડોક્ટર બની જાઉ અને બધાની સારવાર કરૂં...વિચારોમા ગરકાવ એ ક્યારે પોતાના ક્લાસ પાસે પહોંચી ગઈ એ પણ એને ખબર ના રહી.

ક્લાસમાં જોયું તો લગભગ ક્લાસ ભરાઈ ગયો હતો કારણ કે આજે તે લેટ હતી...તે પાછળની બેન્ચ પર બેસવા જતી હતી ત્યાં જ એક છોકરી એ તેને બુમ પાડી અને કહ્યું કે અહીં આવી જા તારી જગ્યા રાખી છે...

રૂહી જુએ છે કે કાલે જેની પાસે બેઠી હતી એ ખુશી હતી...તે તેની પાસે જઈને થેન્કયુ... કહીને બેસી ગઈ...એકપછી એક લેક્ચર પતતા ગયા..બસ હવે છેલ્લો લેક્ચર બાકી હતો...તેને યાદ આવ્યું કે અક્ષત ને મળવાનું છે. પણ એ અત્યારે ક્યાં હશે ??

તેને એ તો ખબર પડી હતી તેમની બાજુમાં જ સેકન્ડ યરનો ક્લાસ છે...એટલે તે છુટીને ત્યાં જ ઉભી રહેશે..એટલે એ મળે..અને તેની સાથે બહુ બધી વાતો થાય...

      
              *          *          *          *          *

છેલ્લો લેક્ચર પતતા જ બધા ફટાફટ ક્લાસમાંથી નીકળવા લાગ્યા.. સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ ભલે તે આઠમામા ભણતો હોય કે એમ.બી.બી.એસ.મા સ્કુલ કે કોલેજ પતે એટલે બધાને ત્યાંથી ભાગવાની ઉતાવળ હોય... ભલે બહાર જઈને કંઈ ઉખાડી લેવાના ના હોય !!

એમ જ ક્લાસમાંથી બધા સ્ટુડન્ટસ નીકળી ગયા...રૂહી સેકન્ડ યરના ક્લાસ ની બહાર જઈને ઉભી રહી સાઈડમા. પાચેક મિનિટ પછી એ બધા સ્ટુડન્ટસ પણ બહાર નીકળ્યા. કેટલાક રૂહીના કાલના બાલિશ વર્તન પર થોડા હસીને ગયા...તો કેટલાક તેનો સુંદર ચહેરો નીહાળીને તેના પર ફીદા થતાં ગયા...તો કેટલાક ની ગંદી નજરોથી ધીમેથી બોલીને ગયા... માલ છે...દોસ્ત આ તો નહી ??

રૂહીને આ વાક્ય સંભળાઈ ગયું હતુ તેને ગુસ્સો આવી ગયો..પણ તેને વિચાર્યું હુ હજી નવી છું અત્યારે મારે આ બધા સાથે પંગો લઈને કોઈ માથાકૂટમા પડવુ નથી...કારણ કે જે ગુડા મવાલી ટાઈપના હોય તેના મોઢામાંથી જ આવા શબ્દો નીકળે...મારે અત્યારે અક્ષતને મળવુ જરુર છે...માટે એ ત્યાં નજર દોડાવે છે .

રૂહી ફક્ત અક્ષત ને જોવા માટે તત્પર છે...લગભગ આખો ક્લાસ ખાલી થવા આવ્યો પણ અક્ષત ન દેખાયો...તેને જોયું હવે ક્લાસમાં કે છેલ્લે બે છોકરા આવી રહ્યા છે બીજું કોઈ ક્લાસમાં નથી...એટલે તે સીડી ઉતરીને નીચે જવા જતી હતી ત્યાં પેલા બે છોકરામાથી એકે કહ્યું , અક્ષત ની રાહ જુએ છે..એની તબિયત સારી નહોતી.. એટલે આજે નથી આવ્યો..કદાચ તેઓ અક્ષત ના ફ્રેન્ડ જ છે...અને તેમને જોઈને તેઓ સારા પરિવાર માથી આવતા અને વ્યવસ્થિત લાગી રહ્યા છે.

રૂહી ના ચહેરા પર એક અજીબ ઉદાસી આવી ગઈ..પણ તેને એકદમ જ તેના હાવભાવ બદલી દીધા. પણ તેનાથી એ તો પુછાઈ જ ગયું કે શું થયું છે એને ??

છોકરો : થોડું શરદી, અને તાવ હતુ.એક દિવસ આરામ થઈ જાય તો સારૂ રહે એટલે નથી આવ્યો.

રૂહી : સારૂ....કંઈ વાધો નહી...તેને અક્ષતનો નંબર માગવાની ઈચ્છા થઈ પણ પછી તેને મન માડી વાળ્યું વિચાર્યુ કે કાલે અક્ષત પાસે જ માગીશ...ખોટું આવી રીતે નંબર લઈને ફોન કરુ તો ખરાબ લાગે...

એટલે એ બંનેને થેન્કયુ કહીને તે હોસ્ટેલ જવા માટે નીકળી જાય છે... આમ પણ હવે કંઈ અહીં ઉભા રહેવાનો મતલબ નથી...અને પાછુ હજુ સ્વરા પાસેથી વાત સાભળવાની છે એટલે જલ્દીથી ઓટોમા બેસીને હોસ્ટેલ પહોંચી જાય છે...

               
                  *.       *.        *.       *.       *.

હોસ્ટેલમાં પહોચતા જ તેનુ મન ફરી વિચારોમાં ડુબી જાય છે કે ,સ્વરા ને સારું તો હશે ને ?? મારે એને ફોન કરવો જોઈતો હતો.પણ કોલેજમાં તો લેક્ચર માં તો હુ ભુલી જ ગઈ. મારા કારણે જ એને પણ એવું થયું. મે જ એને કહ્યું હતુ કે તુ મારા રૂમમાં સુવા આવ...હુ એને ઉપર જઈને સોરી કઈ દઈશ....

તે કંઈક આવા વિચારોમાં અંદર જવા જતી હોય છે ત્યારે જ મેડમ તેને જોઇને કહે છે, સ્વરાના મમ્મી પપ્પા આવ્યા હતા.

રૂહી : તેને સારું છે મેડમ ??

મેડમ : હા સારું છે. અને તેના મમ્મી પપ્પા એ પણ કહ્યું કે તેને કોઈ જ મોટી બિમારી કે ખેચ કે એવી કોઈ જ હિસ્ટ્રી નથી. કોઈ એના પરિવાર મા પણ કોઈને નથી કોઈ બિમારી એટલે વાધો નહી. કદાચ બીપી લો થઈ ગયું હશે કે ચક્કર આવી ગયા હશે એવું જ કંઈ થયું હશે..

રૂહી કંઈ વધારે કહ્યા વિના હમમમ...એવું જ હશે કહીને ઉપર પહેલાં સ્વરાના રૂમમાં જવા પગ ઉપાડે છે..

                 *         *         *          *         *

રૂહી ઉપર જઈને બેગ લઈને જ તેના રૂમમાં જવાને બદલે સ્વરાના રૂમમાં જાય છે...સ્વરા તેના બેડ પર જ ઉધી ફરીને કંઈક કરી રહી છે...રૂહી તેનો રૂમ નો દરવાજો ખખડવાતા તે ખોલતી નથી એટલે એ જ ધીમેથી દરવાજો ખોલી દે છે...અને ધીમેથી અંદર જાય છે પાસે જઈને છે જુએ તો તે એક ભગવાનનુ પુસ્તક લઈને કંઈક મંત્રો બોલી રહી છે...તેની આખો પણ બંધ છે.

રૂહીને તેના ખભા પર ધીમેથી હાથ મુકે છે ત્યાં જ તે એકદમ ગભરાઈ ને આખ ખોલે છે...

સ્વરા : રૂહી તુ ?? હુ તો એકદમ ગભરાઈ ગઈ...મને તો એમ કે...

સ્વરા કંઈક કહેતા અટકી ગઈ....એટલે રૂહી તરત બોલી...તને શું લાગ્યું??

સ્વરા : તુ તારા રૂમમા ના જઈશ....

એટલું બોલતા જ તેના આખા શરીરે થી પરસેવો નીકળી જાય છે....તેનુ શરીર એકદમ ઠંડુ પડી જાય છે....તે આખો બંધ કરી દે છે....તેનુ શરીર અક્કડ કરી દે છે...

રૂહી તેને બરાબર હલાવે છે અને કહે છે...સ્વરા બોલ જે હોય તે જરા પણ ગભરાયા વિના...હુ તને મદદ કરીશ.... તુ મને તારી ફ્રેન્ડ માનતી હોય તો કહે....

સ્વરા : તારા રૂમમાં ભુત છે....કોઈની આત્મા ભટકી રહી છે....

રૂહી : શું ?? આ એકવીસમી સદી છે સ્વરા ....ભૂતબુત થોડી હોતા હશે ??  તુ એક ભણેલી છોકરી થઈને આવી અંધશ્રદ્ધા મા માને છે ??

સ્વરા : તને ખબર છે ત્યાં એક હાથ દેખાય છે અરીસામાં... રક્તથી ખદબદ... બાથરૂમમાં....તે તુટક તુટક શબ્દો બોલી રહી છે..

રાત્રે મારી સાથે થયું હતુ તો મને લાગ્યું હતુ કે મને કોઈ સપનુ આવ્યું હતુ...પણ તારા ગયા પછી હુ ફરી ગઈ હતી...વોશરૂમ જવા...ત્યારે તો હુ સંપૂર્ણ પણે જાગ્રત અવસ્થામાં હતી...એટલે મને બધી જ ખબર છે....

રૂહી : તો શું થયુ હતુ તારી સાથે ?? મને બધુ વિગતે જણાવ...

સ્વરા કંઈક કહેવા જાય છે એ પહેલાં જ રૂહીના ઘરેથી તેના મમ્મી નો ફોન આવી જાય છે... એટલે એ ફોનમા વાત કરવા જાય છે....અને વાત અધુરી રહેતા સ્વરા ફરી એ પુસ્તકમાંથી મંત્રો બોલવાનું શરૂ કરી દે છે......

સ્વરા સાથે પણ રૂહી જેવી જ ઘટના બની હશે કે તેને બીજો કંઈ પણ અનુભવ થયો હશે ?? સ્વરાએ આ વાત તેના મમ્મી પપ્પાને કરી હશે ?? રૂહી એક મેડિકલ સ્ટુડન્ટ આ વાતનો સ્વીકાર કરશે ?? અને એ જ જો આ બાબતમાં ના માને તો અક્ષત ને તે કેવી રીતે કહેશે મદદ માટે ??

શું થાય છે આગળ જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા - 7

next part............publish soon............................