પ્રલોકી - 4 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રલોકી - 4

આપણે જોયું કે પ્રલોકી એના ભૂતકાળ ને વાગોળી રહી હતી, પ્રત્યુષે પૂછ્યું શું થયું? પ્રલોકી પાસે કંઈ જવાબ હોતો નથી.પ્રત્યુષ પ્રલોકી ને ફ્રેશ થવા જવાનું કહે છે. હવે જાણો આગળ.
પ્રલોકી ફ્રેશ થઈને આવી ને ડાઈનીંગ ટેબલ પર બેસી ગઈ . અરે મેડમ કોફી અને નાસ્તા વગર જ બ્રેકફાસ્ટ કરવાનો છે. અરે સોરી હમણા લઈને આવુ, પ્રલોકી એ કહ્યુ . ના ના હવે તુ બેસ હુ જ લઈને આવુ. પ્રત્યુષ તમે કેમ મને આટલુ બધુ સાચવો છો? કેમ આટલો બધો પ્રેમ કરો છો? કેમ કે પ્રલોકી તુ છે જ એટલી સરસ .કોઈ પાગલ જ હોય જે તને પ્રેમ ના કરે. મને ખબર છે બહુ વખાણ સાંભળવાં છે તારે , પણ હુ કંઈ બોલવાનો નથી. બહાર વરસાદ બંધ થઈ ગયો છે, આપણે ફરવા જઈએ. જા તુ જલ્દી રેડ ટોપ ને બ્લેક જીન્સ પહેરીને આવ. એમાં તુ બહુ જ સરસ લાગે છે.
પ્રલોકી એના રુમ માં ગઈ , એને યાદ આવ્યું એ દિવસે પણ એણે રેડ ટોપ ને બ્લેક જીન્સ જ તો પહેર્યું હતું., જયારે એ પ્રબલ ને પૂછી રહી હતી. કેવી રીતે તે હિંમત કરી? પોલીસે પ્રલોકી ને સમજાવી ને બહાર મોકલી. પોલીસે પ્રબલ ની પૂછપરછ ચાલુ કરી, પ્રબલે કહ્યુ મારો સેકન્ડ નંબર આવ્યો ,હુ પ્રલોકી કરતા આગળ જવા માંગતો હતો, પણ એવુ થયુ નહી માટે ગુસ્સામાં આ નિર્ણય લીધો હતો. મારાથી ભૂલ થઈ ગઈ. પોલીસે પ્રબલ ને બીજી વાર આવુ કોઈ પગલું ના ભરવા સમજાયો. પ્રબલે ફરી બધાની માફી માગી. ડોક્ટરે બધા ને ઘરે જવા કહયું. નૈતિકભાઈ એ સુનીલભાઈ ને કહ્યું હવે પ્રબલ નુ ધ્યાન રાખો .હુ પ્રલોકી ને લઈને ઘરે જાઉ. પ્રલોકી જવા નહોતી માંગતી પણ એ કહી ના શકી.
પ્રલોકી જતી રહી એ જાણી પ્રબલ ની આંખમાંથી આંસુ સરી પડ્યાં. તારા માટે જ તો સ્યુસાઇડ કરવા ટ્રાય કર્યો યાર. પ્રલોકી હુ તને પસંદ કરુ છું. પણ તુ કલરવ સાથે જ વાત કર્યા કરે છે. હુ કલરવ ની બાજુમા હોય તો પણ તુ કયારેય મારી સામે જોતી નથી. તારા કરતા આગળ વધવા માટે બહુ મહેનત કરી. પણ તોય પાછળ જ રહી ગયો. બહુ ગુસ્સામાં આવી સ્યુસાઇડ કરવા ટ્રાય કર્યો પણ એમાય તે બચાવી લીધો. સુનીલભાઈ બોલ્યા પ્રબલ સૂઈ જા હવે , કોઈ વાત નુ ટેન્શનના કર. એમ કહી દવાઓ લેવા બહાર ગયા. સરલાબેન પોતાના દિકરા નો હાથ પકડી ને બેસી રહયા. દિવસ વીતી ગયા ને પંદર દિવસ થઈ ગયા. પ્રબલ ને ઘરે લઇ જવામાં આવ્યો.
પ્રલોકી પંદર દિવસ સુધી પ્રબલ ની ચિંતા કરતી રહી. ટયૂશન, સ્કૂલ, ને વાંચવાના લીધે એ નૈતિકભાઈ ને કહી ના શકી, હોસ્પિટલ લઇ જવા માટે. પ્રબલ ને જોવાનું મન બહુ હતું પણ એ ચૂપ રહી હતી. નૈતિકભાઈ એક બે વાર જઇ આવ્યા હતા. આજે પ્રલોકી ને કહ્યુ ચાલ પ્રબલ ના ઘરે, સુનીલભાઈએ કહ્યુ છે એટલે અઢાર દિવસ ની બધી જ નોટ્સ લઇ લેજે. પ્રલોકી ની ખુશી નો પાર ના રહ્યો. એ તરત તૈયાર થઈ ગઈ. પ્રબલ પણ પ્રલોકી આવવાની છે એ વિચારીને ખુશ થઇ રહયો હતો.
નૈતિકભાઈ અને પ્રલોકી પ્રબલ ના ઘરે પહોચ્યા. સુનીલભાઇ અને સરલાબેન બંને ની આગતા સ્વાગતામાં લાગી ગયા. પ્રલોકી ને પ્રબલ ને જોવાની બહુ ઉતાવળ હતી. સરલા બેને પ્રલોકી ને કહ્યુ ચાલ પ્રબલ ના રૂમ માં. તુ પ્રબલ ને નોટ્સ આપી દે ને સમજાવી પણ દે બધું. પ્રલોકી ખુશ થતા પ્રબલ ના રૂમ માં ગઈ . ચાર કલાક બંને સાથે રહયા. નોટ્સ સિવાય બીજી ઘણી વાતો કરી. નૈતિકભાઈ ને નજીકમાં કામ હતુ એ પતાવી દીધું અને પ્રલોકી ને લેવા આવ્યા. પ્રલોકી આજે ખુશ હતી .પહેલી વાર એણે પ્રબલ સાથે આટલી બધી વાતો કરી. એ પ્રબલ ને બાય કહી નીકળી ગઈ. પ્રબલ એને જવા દેવા નહોતો માગતો, પણ એ કંઈ કરી શકે એમ હતો નહીં.
ફરી પ્રલોકી નો મોબાઈલ રણકવા લાગ્યો. પ્રલોકી પીક અપ ધ ફોન. ક્યારનું કોઈ તને ફોન કર્યા કરે છે. લે જલ્દી કોલ બેક કર . તુ વાત કર ત્યાં સુધી આ થોડી ઝેરોક્ષ કઢાવીને આવુ. પછી આપણે નીકળીએ. એમ કહી પ્રત્યુષ નીકળી ગયો. પ્રલોકી વિચારતી હતી કે કોલ બેક કરુ કે નહી ને ફરી મોબાઈલ રણકવા લાગ્યો. હેલો! કેમ તુ મને હેરાન કરી રહ્યો છે પ્રબલ ? હેરાન તો તુ મને કરી રહી છે પ્રલુ, તે મને કોલ કર્યો હતો કાલે. અને હવે વાત નથી કરતી. પ્રલોકી ગુસ્સે થઇ ગઇ અને બોલી, નથી કરવી વાત મને , ભૂલી ગઈ હતી હુ કે તુ એ જ પ્રબલ છે જે મને છોડીને બહુ દૂર ચાલ્યો ગયો હતો. જેને મારા દિલથી નહીં પણ મારા શરીરથી મતલબ હતો. પ્રલોકી પ્લીઝ આવુ ના બોલ. મારી મજબૂરી હતી. વાહ, પ્રબલ શુ મજબૂરી હોય , કોલગર્લ જોડે જવામા? પ્રલોકી ચૂપ થઈ ગઈ, ઊંડો શ્વાસ લીધો. પ્રબલ ફોન મૂક , પ્રત્યુષ હમણાં જ આવતા હશે. બાય કહી પ્રલોકી એ ફોન કટ કર્યો.
શુ હતી પ્રબલ ની મજબૂરી? શુ થશે જયારે પ્રત્યુષ જાણશે પ્રબલ વિશે? જાણો પ્રલોકી અને પ્રબલ ની લવસ્ટોરી આવતા અંકે....