યારા અ ગર્લ - 15 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 15

તો ગ્લોવર આપણી આગળ ની રણનીતિ શું રહેશે? જો ઉકારીઓ રાજા મોરોટોસ ની એક તાકતવર પાંખ હોય તો બીજી પાંખ કઈ છે? વેલીને પૂછ્યું.

બીજી પાંખ? ગ્લોવરે ઉકારીઓ ની સામે જોયું.

બીજી પાંખ છે ક્લિઓપેટર, ગ્લોવરે કહ્યું.

ક્લિઓપેટર? એ કોણ છે ગ્લોવર? વેલીને પૂછ્યું.

ઝાબાંઝ અને ખડતલ શરીર ધરાવતા સૈનિકો. જેમનો દેખાવ વરુઓ જેવો છે. પણ તેઓ બે પગે ચાલે છે અને બીજા બે પગનો હાથ તરીકે ઉપયોગ કરે છે. બોલી આપણા જેવી અને તાકાત બહાદુર યોધ્ધા જેવી. તેમની ખાસિયત એમની દોડવાની ગતિ અને તલવારબાજી. વોસીરોમાં તેમના જેવી તલવારબાજી કોઈ કરી શકતું નથી, ગ્લોવરે માહિતી આપતા કહ્યું.

ને રાજા મોરોટોસના ખાસ વિશ્વાસુ. એવું કોઈ કામ નથી કે મોરોટોસ માટે ના કરે. સ્વભાવે જીદ્દી અને સમજણ થી થોડા કાચા. અડીયલ બુધ્ધિના, જો ક્યાંક અટકી જાય તો ગમે તે કરો એ સમજે જ નહિ, ઉકારીઓ એ ઉમેરો કરતા કહ્યું.

રાજા મોરોટોસ ના માનીતા. તેમની 500 સૈનિકોની ફોજ છે. ને તેનો એક એક સૈનિક દશ સૈનિક ને ભારે પડે એટલો તાકતવર છે, ભોફીને તેમની તાકાત ની માહિતી આપી.

યારા, અકીલ અને વેલીન આ બધું સાંભળી રહ્યા હતા.

તો આપણે ક્લિઓપેટર ને આપણી બાજુ ના કરી શકીએ? વેલીને પૂછ્યું.

મને તો કોઈ શક્યતા લાગતી નથી, ગ્લોવરે કહ્યું.

પણ આપણે જો તેમને રાજા મોરોટોસ ની સચ્ચાઈ જણાવી એ તો? વેલીને પૂછ્યું.

ના વેલીન એ લોકો તો આપણી વાત પણ સાંભળશે નહિ. આપણ ને જોઈ ને તરતજ કેદ કરી લેશે, ઉકારીઓ એ કહ્યું.

તો શું કરીશું? આપણી પાસે તો કોઈ સેના પણ નથી, અકીલે કહ્યું.

આપણે લડ્યા વગર ના જીતી શકીએ ગ્લોવર? યારા એ ખૂબ શાંતિ થી પૂછ્યું.

બધા યારા ની સામે જોવા લાગ્યા.

યારા, જો એમ જ થતું તો તમે આજે તમારા માતા પિતાની શોધ માટે આમ ભટકતા નહિ. રાજમહેલમાં આરામ થી જીવન જીવી રહ્યા હોત. તમને તમારો હક્ક મળી જતો, ગ્લોવરે ખૂબ શાંતિ અને સમજ થી જવાબ આપ્યો.

પણ લડાઈ એ દરેક સમસ્યાનું સમાધાન નથી? યારા એ કહ્યું.

હા તમારી વાત સાચી છે પણ પરિસ્થિતિ તો હાલમાં લડાઈ તરફ જ ઈશારો કરી રહી છે. તમે સામે ચાલી ને હક્ક માંગવા જશો તો મળશે? ઉકારીઓ એ કહ્યું.

યારા ચૂપ થઈ ગઈ. એ પણ જાણતી હતી કે પરિસ્થિતિ જો વિપરીત ના હોત તો પોતે પોતાના માતાપિતા સાથે શાંતિ નું જીવન જીવી રહી હોત.

તો હવે શું કરીએ? કેવી રીતે આગળ વધીશું? વેલીને ચિંતા દર્શાવી.

કોઈ એવું નથી જે ક્લિઓપેટર નો સામનો કરી શકે? ઉકારીઓ ની સેના? અકીલે પૂછ્યું.

એવું નથી કે સામનો નહિ કરી શકીએ. સામનો તો કરી શકીશું પણ જીતી નહિ શકીએ. મારી સેના ક્લિઓપેટર પણ ભારી પડી શકે છે પણ નુકશાન વધારે આપણું થશે, ઉકારીઓ એ કહ્યું.

તો આનો કોઈ તોડ નથી? અકીલે પૂછ્યું.

અકીલ એ તોડ જ ખબર નથી. એ આપણે શોધવાનું છે, ગ્લોવરે કહ્યું.

બધાના મનમાં આજ પ્રશ્ન હતો, હવે શું? વાતાવરણ ચિંતાગ્રસ્ત થઈ ગયું.

હું મદદ કરીશ, એક અવાજ આવ્યો.

બધા એકદમ ચમકી ગયા. કોણ બોલ્યું? એ ચારેતરફ જોવા લાગ્યા. પણ કોઈ દેખાયું નહિ. બધા એકબીજાની સામે જોવા લાગ્યા.

હું મદદ કરીશ. ફરી અવાજ આવ્યો.

હવે બધા સાવધાન થઈ ગયા. ગ્લોવર અને ઉકારીઓ પોતાના હથિયાર સાથે સજ્જ થઈ ગયા.

કોણ છે? સામે આવો, ઉકારીઓ એ જોર થી કહ્યું.

હું અહીં છું, ફરી અવાજ આવ્યો.

તો અવાજ જ્યાં મોલીઓન ઉભા હતા ત્યાં થી આવતો હતો. બધા ની નજર મોલીઓન તરફ ગઈ.

હું અહીં છું એમ અવાજ આવ્યો ને એક સ્ત્રી સામે આવી.

બધા એકદમ ડરી ગયા. શું થયું તે સમજ ના પડી.

ફિયોના? તું અહીં? ગ્લોવરે આશ્ચર્ય સાથે પૂછ્યું.

હા ગ્લોવર હું, ફિયોના એ જવાબ આપ્યો.

ઉકારીઓ અને ભોફિન પણ તેને ઓળખી ગયા.

વેલીન અને અકીલ હજુ અસમંજસ માં હતા કે આ કોણ છે અને કેવી રીતે આવી?

યારા એકદમ ઉભી થઈ ગઈ. ને પેલી સ્ત્રી પાસે ગઈ. તે એની ચારે તરફ ફરી ને એને જોવા લાગી. તેનો ચહેરો એકદમ તંગ થઈ ગયો હતો. એની આંખો અચરજ થી પહોળી થઈ ગઈ હતી. એને માન્યમાં નહોતું આવતું કે એ આ સ્ત્રી ને જોઈ રહી છે.

યારા દોડી ને તેની મમ્મી ની ડાયરી લઈ આવી. ને એમાનું બીજા નંબર નું ચિત્ર તેણે ખોલ્યું. એ એકદમ અચરજ પામી ગઈ. એની પાસે બોલવા માટે કોઈ શબ્દો હતા નહિ. એ પાછી પેલી સ્ત્રી પાસે ગઈ. ને તેની સામે જોવા લાગી. આ એજ સ્ત્રી હતી જેનું ચિત્ર ડાયરી માં હતું. જેના સપના યારા ને આવતા હતા. બે મોટી મોટી આંખો, ને એવી આંખો હતી જે સફેદ રંગ ની હતી. ચહેરા પર બે અજબ લીટીઓ હતી. બે કાન ની બાજુમાં થી તલવાર જેવા બે અણીદાર સીંગડા હતા. પેલી સ્ત્રી આબેહૂબ ચિત્ર જેવી હતી. એને ચક્કર આવી ગયા. એ નીચે પડવા ની હતી પણ ભોફીને એને સંભાળી લીધી.

શુ થયું યારા? તબિયત તો બરાબર છેને? તું આમ ગભરાઈ કેમ ગઈ? ભોફીને યારા ને નીચે બેસાડતા પૂછ્યું.

હજુ પણ યારા બેશુદ્ધ જેવી હતી. અકીલ તરત જ પાણી લઈ આવ્યો.

યારા પાણી પી લે, અકીલે કહ્યું.

વેલીને પેલી ડાયરી લઈ લીધી ને યારા એ શુ જોયું તે શોધવા લાગી. એને પેલું ચિત્ર મળી ગયું. એ પણ દંગ રહી ગઈ.

અરે આ જુઓ, આ ચિત્ર જુઓ. અદ્દલ આ સ્ત્રી જેવું જ છે, વેલીને કહ્યું.

તેણે બધા ને વારાફરતી ચિત્ર બતાવ્યું. બધા એ ચિત્ર જોઈ વિચારમાં પડી ગયા. એ ચિત્ર પેલી સ્ત્રીનું હતું.

યારા એ થોડું પાણી પીધું.

હવે કેવું લાગે છે? અકીલે પૂછ્યું.

હું બરાબર છું અકીલ, યારા પોતાને સંભાળતી બોલી.

હવે એ થોડી સ્વસ્થ થઈ ગઈ હતી. પણ કોઈએ પણ એને કઈ પૂછ્યું નહિ કેમકે બધા ને કારણ ખબર પડી ગઈ હતી.

યારા, આ ફિયોના છે. રાણી કેટરીયલ ની કેર ટેકર, ગ્લોવરે ફિયોના ની ઓળખ આપતા કહ્યું.

ફિયોનાએ તરત જ નીચા નમી યારા નું અભિવાદન કર્યું.

યારા એ પણ માથું ઝુકાવી તેનું અભિવાદન ઝીલ્યું.

માફ કરજો રાજકુમારી યારા, મને જોઈ ને તમે ડરી ગયા, ફિયોના ખેદ સાથે બોલી.

બધાએ આશ્ચર્યજનક રીતે ફિયોનાની સામે જોયું.

તમે લોકો આમ ના જુઓ. મને બધી ખબર છે, ફિયોનાએ સ્પષ્ટતા કરતા કહ્યું.

પણ તને કેવી રીતે ખબર? ને તું આમ અચાનક? ને તું મોલીઓન.... ગ્લોવરે પૂછ્યું.

ગ્લોવર હું છેલ્લા ઘણા વર્ષ થી મોલીઓન ના રૂપમાં વોસીરોમાં ફરું છું, ફિયોના એ કહ્યું.

મતલબ તું મોલીઓન બની અમારી સાથે હતી? પણ કેમ? ગ્લોવરે પૂછ્યું.

સચ્ચાઈ જાણવા? ફિયોના એ કહ્યું.

પણ કેમ ફિયોના? તારે શુ જરૂર પડી આવું કરવાની? ને કઈ સચ્ચાઈ? ગ્લોવરે પૂછ્યું.

ગ્લોવર જ્યારે રાજકુમારી ઓરેટોન અને રાણી કેટરીયલ સાથે આ બધું બન્યું ત્યારે હું રાણી કેટરીયલ ના માતા પિતા સાથે હતી. એ દિવસે મોસ્કોલા ના રાજા ચાર્લોટ અને રાણી કેનોથ પણ પોતાની દીકરી રાણી કેટરીયલ ને આશીર્વાદ આપવા વોસીરો આવ્યા હતા. ને રાણી કેનોથ પહેલીવાર પોતાની દીકરીના ઘરે આવ્યા હતા એટલે એમને નવું ના લાગે અને તકલીફ ના પડે એટલે રાણી કેટરીયલના કહેવા થી હું તેમની સેવામાં રોકાયેલી હતી. એ દિવસે શું થયું? ને કેવી રીતે થયું તેની કોઈ ખબર મને હતી નહિ. પણ જ્યારે રાજકુમાર ઓરેટોન અને રાણી કેટરીયલ ની મોત ની ખબર અને લાશ આવી ત્યારે મને ખબર પડી.

ને જ્યારે મેં મોત નું કારણ જાણ્યું ત્યારે મારા માન્યામાં ના આવ્યું. પણ હું કઈ ના કરી શકી. ને બધું પતી ગયા પછી મારા માટે વોસીરોમાં રોકાવાનું કોઈ કારણ બચ્યું નહોતું. એટલે હું રાણી કેટરીયલના માતા પિતા સાથે મોસ્કોલા જતી રહી.

પણ મારુ મન ક્યારેય એ વાત માનવા તૈયાર ના થયું કે ગ્લોવરે હત્યાઓ કરી છે. મને લાગતું હતું કે કઈક છે જે યોગ્ય નથી પણ એ શું છે તે સમજ નહોતી પડતી. ને પછી મારા મન ની શાંતિ માટે મેં રાજા ચાર્લોટ પાસે વોસીરો આવી રાણી કેટરીયલ સાથે ખરેખર શુ બન્યું તે જાણવા માટે ની પરવાનગી માંગી અને ગ્લોવર ને પકડી મોસ્કોલા લાવવાની વાત કરી.

રાજા ચાર્લોટ પોતાની દીકરી ની હત્યા થી વ્યથિત હતા. એમણે મારી વાત માની લીધી. ને હું વોસીરો આવી ગઈ. હું મારા અસલીરૂપ માં વોસીરોમાં ફરી શકું તેમ નહોતી. કેમકે રાજા મોરોટોસ ને જાણ થઈ જાય તો સમસ્યા થઈ શકે તેમ હતું. એટલે મેં મોલીઓન નું રૂપ લીધું. ને તને (ગ્લોવર) શોધવા લાગી. પુરા ત્રણ વર્ષ પછી હું તને શોધી શકી. હું તારી પાસે થી સચ્ચાઈ જાણવા માંગતી હતી. ને હું તને મળવા આવતી હતી ત્યાં આ લોકો ( યારા, અકીલ, વેલીન) પૃથ્વી પર થી વોસીરો માં ઉપર થી પડ્યા. એ લોકો બેભાન હતા. એ લોકો જ્યાં પડ્યા હતા ત્યાં હું હાજર હતી. મને આ લોકો ને જોઈ ને નવાઈ લાગી. હું એમને જોઈ રહી હતી કે એમને ભાન આવી ગયું. ને પછી હું આ લોકો ની સાથે જ હતી. ને પછી ભોફીન ને મળ્યા.

ને જ્યારે ભોફીને તારી વાત કરી તો મને પણ સચ્ચાઈ જાણવાની ઈચ્છા થઈ. ને હું આ લોકો ની સાથે થઈ ગઈ. ને સતત તમારી સાથે રહી. ને મને પણ સચ્ચાઈ જાણવા મળી.

ઓહઃહઃહઃ એટલે તું મોલીઓન ના રૂપમાં સતત અમારી સાથે હતી, ભોફીને કહ્યું.

હા ભોફીન અને મેં પણ ઓકિટીનની બધી વાત સાંભળી. એટલે હવે હું બધું જ જાણું છું, ફિયોના એ કહ્યું.

પણ તમે તો બે મોલીઓન હતા. તો આ બીજો મોલીઓન એ મોલીઓન છે કે પછી....ઉકારીઓ એ પૂછ્યું.

હા ઉકારીઓ તમે બરાબર વિચારો છો. બીજો મોલીઓન પણ મોલીઓન નથી પણ મોસ્કોલાનો બાહોશ જાસૂસ ઓકેલીસ છે, ફિયોના એ કહ્યું.

ઓળખ આપ્યા પછી બીજો મોલીઓન પણ તેના અસલીરૂપમાં આવી ગયો.

બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

પણ આ લોકો રૂપ કેવી રીતે બદલે છે ગ્લોવર? યારા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

યારા, ફિયોના એક ઐયાર છે. એ જે ઈચ્છે એ રૂપ ધારણ કરી શકે છે, ગ્લોવરે કહ્યું.

પણ કેવી રીતે? ને આ જાસૂસ કોણ છે? અકીલે પૂછ્યું.

હું તમને કહું છું ફિયોના બોલી, અમે મોસ્કોલા રાજ્ય ના સેવકો છીએ. મોસ્કોલા પણ એક જાદુઈ નગરી છે. ત્યાં પણ અજબ ગજબ વસ્તુઓ છે. અમે ઐયારો મોસ્કોલા ના રાજા ના સેવકો છીએ. અમારી પોતાની એક અલગ ઓળખ છે અને અમે ત્યાં મહત્વનું સ્થાન ધરાવીએ છીએ. અમારા પૂર્વજો ને વરદાન હતું કે તેઓ ઈચ્છે એ રૂપ બદલી શકે છે અને તેમણે હંમેશા પોતાના રાજા ને વફાદાર રહેવું. મોસ્કોલાની તાકાત નો એક પાયા એટલે એના ઐયારો.

રાજકુમારી કેટરીયલ જ્યારે રાણી કેટરીયલ બન્યા ત્યારે હું તેમની સાથે અહીં આવી હતી. મારુ કામ તેમની રક્ષા કરવા નું અને તેમની સેવા કરવાનું હતું. પણ હું એમ કરી ના શકી, ફિયોના દુઃખ સાથે બોલી.

એમાં તારો કોઈ વાંક નહિ હતો ફિયોના, ગ્લોવરે કહ્યું.

હા ગ્લોવર, પણ છતાં એ વાત નો અફસોસ છે કે એ દિવસે હું રાણી કેટરીયલ સાથે નહિ હતી. જો હું એમની સાથે હોત તો હું તેમને બચાવી શકી હોત. ને રાજા મોરોટોસ ને પણ સજા કરી શક્ત, ફિયોના એ કહ્યું.

તમે કેવી રીતે સજા કરતા ફિયોના? વેલીને પૂછ્યું.

વેલીન તને ખબર નથી પણ મોસ્કોલા એક સશક્ત રાજ્ય છે. રાજા ચાર્લોટ સાથે લડવું વોસીરો ના હિતમાં નથી. ને એટલે જ ત્યારે રાજા મોરોટોસ નહોતા ઈચ્છતા કે રાજા ચાર્લોટ વધુ સમય મોરોટોસમાં રોકાય. એમણે પૂરો પ્રયત્ન કર્યો કે રાજા ચાર્લોટ જલ્દી થી વોસીરો છોડી દે. ને એવું જ થયું. જો રાજા ચાર્લોટ વધુ સમય ત્યાં રોકાતા તો એ સચ્ચાઈ જાણવા નો પ્રયત્ન કરતા. ને રાજા મોરોટોસ પોતાની બાજી જીતી ગયા, ફિયોના એ કહ્યું.

તો એનો મતલબ એ થયો કે રાણી કેટરીયલ ના પિતા જ્યારે સચ્ચાઈ જાણશે ત્યારે વોસીરો પર આફત આવશે.......... અકીલે કહ્યું.

હા, રાજા ચાર્લોટ પોતાની દીકરીના હત્યારા ને ક્યારેય માફ નહિ કરે. ને જ્યારે એમને ખબર પડશે કે રાણી કેટરીયલ ની કોઈ દીકરી પણ છે તો એ ખૂબ ખુશ થઈ જશે, ફિયોના એ યારા સામે જોતા કહ્યું.

યારા તું તો લકી નીકળી યાર, વેલીને કહ્યું.

પણ યારા એ કોઈ પ્રતિભાવ ના આપ્યો. પણ એના ચહેરા પર ઉદાસી દેખાતી હતી.

શું થયું યારા? ભોફીને પૂછ્યું.

ભોફીન કેવું નસીબ છે મારુ બધા હોવા છતાં હું આમ જંગલમાં રખડુ છું. સગા માતાપિતા હોવા છતાં પાલક માતાપિતા સાથે રહી મોટી થઈ. ને એમને પણ ભગવાને પોતાની પાસે બોલાવી લીધા, યારા ની આંખોમાં થી આંસુ વહેવા લાગ્યા.

યારા જીંદગી હંમેશા એક સરખી નથી ચાલતી. એમાં ઉતાર ચડાવ તો આવે જ છે. ને દરેક વ્યક્તિએ એ ઉતાર ચડાવ ને પાર કરતા આગળ વધવાનું હોય છે. સુખ દુઃખ જીવનની રીત છે. તમે બહુ નસીબદાર છો કે તમને એક સારી જીંદગી મળી છે, ફિયોના એ યારા ને સાંત્વન આપતા કહ્યું.

હા, યારા આવું રહેવાનું? તું આમ ઉદાસ થઈ જાય એ કેમ ચાલે, વેલને તેને પ્રેમ થી કહ્યું.

યારા ને ફિયોનાના ખભા પર માથું ઢાળી દીધું. આટલા દિવસ પછી લાગ્યું કે જાણે મા એ સમજ આપી હોય, યારા બોલી.

ફિયોના એ તેના માથા પર હાથ ફેરવ્યો. તમે બિલકુલ તમારી માતા જેવા છો નાજુક, ફિયોનાએ કહ્યું.

યારા એ તેની સામે જોયું ને આંખો લૂછી નાખી.

યારા..... અકીલ બોલવા જતો હતો.

હું બરાબર છું અકીલ, યારાએ સ્વસ્થ થવા નો પ્રયત્ન કરતા કહ્યું. પણ એનું મન હજુ પણ ઉદાસ હતું.

ગ્લોવર સૌથી પહેલા આપણે અહીં થી મોસ્કોલા જતા રહીએ. ને ત્યાં ગયા પછી આગળ શુ કરવું? કેવી રીતે કરવું તે વિચારીશું? ને રાજકુમારી યારા ને પણ થોડો આરામ મળી જશે. ને રાજા ચાર્લોટ ને બધી વાત કરીએ. એ પણ આપણી મદદ કરશે, ફિયોના એ કહ્યું.

હા, ગ્લોવર ફિયોના બરાબર કહે છે. હવે આપણ ને પણ થોડા આરામ ની જરૂર છે. આમ ભાગમ ભાગ થી આપણે કોઈ યોગ્ય નિર્ણય નહિ લઈ શકીએ, ભોફીને કહ્યું.

ગ્લોવરે ઉકારીઓ ની સામે જોયું. ઉકારીઓ એ ઈશારા થી હા કહ્યું.

પણ આપણે કેવી રીતે મોસ્કોલા જઈશું ફિયોના? ગ્લોવરે પૂછ્યું.

તું એની ચિંતા ના કરીશ. એ હું જોઈ લઈશ, ફિયોના એ કહ્યું.


ક્રમશ.................