Be Pagal - 22 books and stories free download online pdf in Gujarati

બે પાગલ - ભાગ ૨૨

બે પાગલ ભાગ ૨૨
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
ફાઈનલમાં પહોચવાની ખુશીમાં અને સંજયસિહને તેના કર્મોની સજા મળવાની ખુશીમાં મહોમ્મદભાઈએ દરેક ને રાત્રે પોતાના ઘરે જમવા માટે ઈન્વાઈટ કર્યા હતા. આ વખતે જીજ્ઞા અને પુર્વી હોસ્ટેલની દિવાલ ટપીને નહીં પરંતુ મહોમ્મદભાઈની જવાબદારીથી રજા લઈને આવ્યા હતા.
બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. આજે જમવાનુ મહોમ્મદભાઈ અને રુહાને સાથે મળીને બનાવ્યુ હતુ.
નક્કી આ જમવાનુ સ્વીગીમાથી મંગાવેલુ છે...મહાવીરે રુહાનની ખીચાઈ કરતા કહ્યુ.
હા સાચુ અને છેને એનુ જેટલુ બીલ થયુ છે ને એ તારે મને આપવાનુ છે ઠિક છે બેટા જેટલુ જમવુ હોય તેટલુ જમી લેજે તારૂ જ છે બેટા...રુહાને સામે મહાવીરની ખીચાઈ કરતા કહ્યું.
આજે ડાઇનિંગ ટેબલ પર બેસેલા દરેક વ્યક્તીઓ ખુબ જ ખુશ હતા. રુહાન અને તેના પિતાએ આજે ઘણા લાંબા સમયે એકસાથે આટલો સમય સ્પેન્ડ કર્યા હતો. દરેકના જીવનનુ ખુશીનુ કારણ જીજ્ઞા બની ગઈ હતી. પરંતુ ક્યાક ને ક્યાક જીજ્ઞાની ખુશી જ ટેમ્પરરી હતી એ ક્યારે જીજ્ઞાના જીવનમાથી છિનવાઈ જવાની છે એની જીજ્ઞાને જાણ પણ નહોતી.
વાવ અંકલ ખુબ જ સરસ જમવાનુ બનાવ્યુ છે મને મારા મમ્મીના હાથનો સ્વાદ તમે યાદ કરાવી દીધો...જીજ્ઞાએ કહ્યું.
હવે જીજ્ઞા આટલા ખરાબ સંજોગો અને હાલાતોમાથી પસાર થયા બાદ ખુબ જ સ્ટ્રોંગ બની ચુકી હતી એટલે મમ્મીને યાદ કરતા જ કોઈને જીજ્ઞાની આખમાં આસુ નહોતા દેખાઈ રહ્યા.
સુખરીયા દિકરા તે તારીફ કરી બાકી આ ત્રણેય નાલાયકો કેટલી વાર મારા હાથનુ જમી ગયા પરંતુ એકેય મારા વખાણ નથી કર્યો ... મહોમ્મદભાઈએ કહ્યું.
અંકલ તમે બધી રીતે બેસ્ટ છો સોરી તમારા ક્યારેય વખાણ નથી કર્યો. જીજ્ઞા મહોમ્મદ અંકલ અમારા અંકલ ઓછા અને મિત્ર વધારે. જ્યારે પણ અમે દાંડવેળા કરતા ત્યારે મહોમ્મદ કાકા જ બચાવતા. એટલે જ આજ સુધી અમને કોઈ દિવસ કોઈ પણ વસ્તુની બીક નથી લાગી કેમ કે અમને ખબર છે કે અમે જ્યા ફસાઈશુ ત્યા અમને બચાવવા કાકા તો છે જ... રવીએ મહોમ્મદભાઈના વખાણ કરતા કહ્યુ.
પણ તમે લોકો જ્યા સાચા હોય ત્યા જ બાકી જે દિવસે તમારા લોકોની ભુલ હસે ત્યા તમારા મહોમ્મદકાકા તમને બચાવી જરૂર લેશે પરંતુ સામે સજા પણ મળશે... મહોમ્મદભાઈએ કહ્યું.
કાકા ક્યારેક ક્યાક હુ ફસાઈ જાઉ તો મારી મદદ કરશો ને ?...જીજ્ઞાએ કહ્યું.
જરૂર દિકરા મને દિકરીનો વહાલ ક્યારેય નથી મળ્યો અને તુ અને પુર્વી બંને મારી દિકરી જેવા જ છો તમને ક્યારેય હુ દુઃખ પહોચવા જ નહીં દઉં... મહોમ્મદભાઈએ કહ્યું.
ઘન્યવાદ કાકા સાચી વાત કહુ ને તો હુ જ્યારે પહેલી વાર તમને મળી ત્યારથી જ ખરેખર કાકા ખબર નહીં કેમ પણ મને તમારી સાથે આમ એવુ ફિલ થતુ હતુ કે જાણે તમારા અને મારા વચ્ચે કોઈ સબંધ હોય. મને તમે ક્યારેય અજાણ્યા લાગ્યા જ નથી ...જીજ્ઞાએ ભાવુકપણા સાથે કહ્યું.
ઘન્યવાદ દિકરા...આટલુ બોલી આગળ ગીરધનભાઈએ પોતાનુ જમવાનુ કન્ટીન્યુ કર્યુ.
દિકરા તુ અત્યારે પણ મુશ્કેલમા જ છે પરંતુ તારા સંસ્કારના કારણે જ કોઈનો વિરોધ નથી કરી રહી પરંતુ હવે તને મે દિકરી બોલી દિધી છે. હુ હંમેશા અલ્લાહ તાલા ને દુઆ કરીશ કે તુ તારા પિતાના વિરોધમાં અને સચ્ચાઈના હકમાં અવાજ ઉઠાવ જેથી હુ અને રુહાન તારી મદદ કરી શકીએ અને તને તારી મરજીનુ જીવન આપી શકીએ...જમતા જમતા મનમાં જ મહોમ્મદભાઈ બોલ્યા.
જમવાનો સમય પુર્ણ થાય છે.
રાતે જમ્યા બાદ રુહાન, જીજ્ઞા અને તેમના મિત્રો છત પર બેઠા બેઠા ગપાટા મારી રહ્યા હતા અને ગીરધનભાઈ નીચે પોતાના રૂમમાં સ્વામી વિવેકાનંદ ની પુસ્તક વાચી રહ્યા હતા.
મને હજુ પણ વિશ્વાસ નથી થતો રુહાન કે આપણે ફાઈનલમાં પહોંચી ગયા છીએ અને આપણે ઘ મશહૂર ડાયરેક્ટર સંજયસર સામે પરફોર્મ કરવાનું છે...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
ભરોસો કરી લે જીજ્ઞા કેમકે હજુ ફાઈનલમાં પણ જીતવાનુ છે...રુહાને કહ્યું.
જરૂર જીતીશુ રુહાન ખુબ ખુબ આભાર તમારો ભગવાન...જીજ્ઞાએ ઉપર આકાશ તરફ જોઈને કહ્યુ.
જ્યારે ભગવાન કોઈની પાસેથી કંઈક લેતો હોય છે ને તો સામે કંઈક દેતો પણ હોય છે...પુર્વીએ જીજ્ઞાને કહ્યું.
આમ દરેક દોસ્તોનો આજનો દિવસ અને રાત ખુબ જ સરસ વિતે છે. આ તરફ આજે જીજ્ઞા, રુહાન, પૂર્વી, રવી અને મહાવીર પોતાની જીતની ખુશી મનાવી રહ્યાં હતાં અને બીજી તરફ જેલમાં ફસાયેલા સંજયસિહનો ગુંડો બાપ સંજયસિહને મળવા પુલીસ સ્ટેશન પહોચ્યો હતો અને બંને બાપ-દિકરો મળીને રુહાન અને જીજ્ઞાની ખુશીને દુઃખમા કંઈ રીતે બદલવી તેનુ પ્લાનીંગ કરી રહ્યા હતા.
તુ જ બોલ બેટા આ બંનેને શુ સજા આપવી છે. તારો બાપ તારી સાથે છે. તુ મહોમ્મદની ચિંતા ના તેને તારો આ બાપ જોઈ લેશે...સંજયસિહના પિતાએ કહ્યું.
બાપુ પહેલા તો અહીથી મારી જમાનત કરાવો અને મારે મારા હરામી મિત્રો નહીં પરંતુ તમારા ગુંડાઓની જરૂર છે. જીજ્ઞા અને રુહાન સાથે હુ બદલો ત્યારે લઈશ જ્યારે પરિસ્થિતિ ગરમ માહોલમાં હોય...સંજયસિહ જેલમાં સાથે બેઠેલા પોતાના બાપુને કહ્યું.
મતલબ તુ કરવાનો શુ છે અને તારી આ પરિસ્થિતિ ક્યારે ગરમ થવાની છે... સંજયસિહના પિતાએ કહ્યું.
ધીરજ રાખ બાપુ ખુબ જ જલ્દી જીજ્ઞાના લગ્ન થવાના છે અને એ જ સમયે હુ તને મારો પ્લાન પણ જણાવી દઈશ કે હુ જીજ્ઞા અને રુહાન સાથે શુ કરવાનો છું...સંજયસિહે પોતાના મુખ પર અજીબ મુસ્કાલ લાવતા કહ્યું.
સારૂ સારૂ દિકરા તુ તારી મેળે લડી લે જ્યા પણ જરૂર પડે ત્યા હુ છુ જ. કાલે સવારે તારી જમાનત થઈ જશે... સંજયસિહના પિતાએ કહ્યું.
તમારો સમય પુરો બહાર આવતા રહો પ્લીસ... હવાલદારે સંજયસિહના પિતાને કહ્યું.
બે સમય પુરો થાય તારા બાપનો ભળવા શાંતિ રાખ અને બેસવા દે દસ મિનિટ અને તારા સાહેબને ન બોલવાના રૂપીયા જોતા હોય તો હમણા ઠુસુ તારા મોઢામાં. બાકી શાંતિ રાખ થોડીવાર...સંજયસિહના બાપુએ હવાલદારને ઘઘલાવતા કહ્યું. (માફ કરશો ગાળનો ઉપયોગ કરવા બદલ પરંતુ સંજયસિહના બાપુના કેરેક્ટરનુ ચરિત્ર સાબીત કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. )
તમે જાણી જ ચુક્યા હશો કે સંજયસિહનો બાપ કેવો ગુંડો અને નેગેટિવ વ્યક્તિ છે.
તો આ તરફ જીજ્ઞા, રુહાન અને તેમના મિત્રો ખુબ જ ખુશ હતા અને બીજી તરફ સંજયસિહ અને તેનો બાપુ ભેગા મળીને દરેકની ખુશીને દુઃખમા બદલવાનુ પ્લાનીંગ કરી રહ્યા હતા.
હજુ તો આ એક જ મુશ્કેલી હતી જે રુહાન અને જીજ્ઞા તરફ આવી રહી હતી. બીજી મુશકેલી તો બાકી જ હતી જેને રાતના સંવાદ બાદ પુર્વીના મોબાઈલમાં એક મેસેજના રૂપમાં દસ્તક દીધી હતી.
રાતના સંવાદ બાદ પુર્વીના મોબાઈલમાં એક મેસેજ આવે છે અને એ મેસેજ જોઈને પુર્વી એકદમ ચોકી ઉઠે છે અને મનમાથી એક જ શબ્દ નિકળે છે. what the hell.
ખબર નહીં પણ કેમ પુર્વી આ મેસેજને કોઈની સાથે શેર નથી કરતી અને વારંવાર જીજ્ઞા તરફ જોયા કરે છે અને પોતાના આસુ છુપાવવાની કોશિષ કરે છે.
પુર્વીના મોબાઈલમાં એવો તે શુ મેસેજ છે જે જીજ્ઞાના જીવનમાં ફરીથી કોઈ ભુચાલ ઉભો કરી દેશે. અને સંજયસિહના મનમાં એવો શુ શેતાની પ્લાન ચાલી રહ્યો છે જે જીજ્ઞાના જીવનમાં આવનાર ભુચાલને વધુ વેગ આપશે ? વગેરે જાણવા માટે વાચતા રહો બે પાગલ ના આવનારા દરેક ભાગો. હવે આપણે કહાનીના અંતમા છીએ તો વાચવાનુ ભુલશો નહીં અને તમારા મિત્રોને પણ વંચાવવાનુ ભુલશો નહીં.
અત્યાર સુધીમાં મળેલા તમારા ભરપુર પ્રેમ બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ અને આમજ મને અને મારી વાર્તાને પ્રેમ આપતા રહેજો.
તમે મને મારા પર્સનલ whats app નબંર પર તમારો અભિપ્રાય મોકલી શકો છો. :- 6352100227 અને તમે મને instagram id varun_s_patel નામના I'd પર ફોલો પણ કરી શકો છો. ધન્યવાદ.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
By:- VARUN S. PATEL

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED