Avaaj - 7 books and stories free download online pdf in Gujarati

અવાજ - ૭

“લેલા..... લેલા.... નવાજીસ, શુક્રિયા,મહેરબાની મુજે બક્ષદિયા અપની જિદગાની....

દુનિયા કે સિતમ યાદ, ના અપની વફા યાદ, અબ કુછ ભી નહિ મુજે મોહબત કે સિવા યાદ!”

એક ફકીર જેવા વસ્ત્રોમાં સાયરીઓ બોલતો રોજ અલગ અલગ કિરદાર ભજવતો, ક્યારેક રાવણ, ક્યારેક મજનૂ, તો વળી ક્યારેક રાજ કપૂર બનીને આવી જતો, એવો જ દમદાર અવાજ જાણે આ માણસને તેના ટેલેન્ટ પ્રમાણે જિંદગીએ ઘણું ઓછું આપ્યું હોય!

બારોટ આજે જાતે જ સિવિલ ડ્રેસમાં તપાસ માટે નીકળી ગયા, બિલ્ડીંગની આસપાસના એરિયામાં, તેઓ દુકાનો અને લોકોને મળી પોતે જ જાણવા માંગતા હતા.
જ્યાં ગઇ રાત્રે એક હત્યા થઈ હતી, તે બિલ્ડીંગના ગેટની એકદમ સામે એક નાસ્તા હાઉસ હતો. સવાર થઈ ગઈ હતી. લોકો કામે જવા માટે નીકળી ગયા હતા. ટ્રાફીકથી રસ્તાઓ ભરેલા હતા.
“એક ચા, સો ગ્રામ ફફડા...” કહેતા તેણે ગોલફ્લેગનો એક કસ લગાવી હવામાં છોડ્યો ધૂવાણ ધૂવાણ થઈ ગયું.
“ સજ્જન મૈં સાંભડ્યું છે કે આપની સામેની બિલ્ડીંગ માં એક હત્યા થઈ છે?” બારોટે કહ્યું.

“સાંભડ્યું તો સાહેબ મૈં પણ છે, શું જમાનો આવી ગયો છે, લોકો આજે નાની નાની વાતોમાં જગડાઓ કરે છે ?” દુકાનદારે કહ્યું!
“આજકલ માણસમાં સહનશક્તિ રહી નથી, છોટુ મારા માટે સામેથી એક સિગારેટનો પાકીટ લઈ આવજે તો....” બારોટે સોની નોટ ધરતા કહ્યું.

“જુવો સજ્જન મારે તમારા જેવુ કામ છે, હું અંહીનો પી.એસ.આઈ છું. મને અંહીના સી.સી ટીવી કેમરા જોવા છે”
“જી સાહેબ કેમ નહીં,” દુકાનદારે કહ્યું.
“હાલ નહીં, તમે તમારા ગ્રાહક સાંચવી લ્યો, હું આસપાસ થોળી તપાસ કરી લઉં....સહકાર બદલ આપનો આભાર “કહેતા તેણે સોની નોટ ધરી
“સાહેબ હું આપની પાસેથી કેવી રીતે લઈ શકું?”

“મને સરકાર પગાર આપે છે અને તમારા જેવા મેહનતુ માણસના પેટ પર લાત મારવી એ મારા ઉસૂલ નથી! પૈસા લેવા તમારી નૈતિક ફરજ છે. આવી રીતે દાન કરતાં રહશો તો રોળ પર આવી જશો સજ્જન” કહેતા તે ખંધું હસ્યો!
એક આર. ટી.એસના સ્ટેંડ પછી, તેણે કેટલીક દુકાનો જોઈ, કાફેમાં બેસી લોકોને જોયા રાખ્યા, બિલ્ડીંગમાં આવતા જતાં લોકો પર નિરીક્ષ્ણ કર્યું!
તે ફરી નાસ્તાની દુકાન પર ગયા! બપોરનો સમય થઈ ગયું હતું. દુકાનદારે છોકરાને અને કારીગરને બહાર કામથી મોકલી દીધા!

ગઈ કાલ સવારથી રાત સુધીની ફૂટેજો તેણે ચલાવી! તો એક બે દિવસ પહેલા અને પછીની ફૂટેજો જોઈ ડાયરીઓમાં નોંધ લીધી. કઈ અલગ નોહતું સવારે નોકરીએ ગયેલા લોકો સાંજ સુધી પાછા આવી ગયા હતા! ફકત બે વ્યક્તિ જ એવા હતા જે પાછા આવ્યા નોહતા, તેણે તેના ફોટો મોબાઇલમા લઈ લીધા! પંકજ તે દિવસે બહાર જ નોહતો આવ્યો.

****

“ સાહેબ આ પંકજ એમ.એસ.સીમાં અભ્યાસ કરે છે. સાથે સાથે એક સાઇબર કાફેમાં પાર્ટ ટાઈમ જોબ કરે છે. તે મૂળ ગોધરાનો છે. એની સાથે તેનો જે મિત્ર છે દિલિપ તે મૂડ કચ્છી છે. બને જણા એક જ જગ્યાએ કામ કરે છે. બને જોબ પરથી મહિનાની રાજાઓ લીધી છે. સર્ચ ઇંજિનમાં સાલાઑ આખો દિવસ પોર્ન જોઈને નીચે ખંજવાળા કરે છે. “ સંદીપે કહ્યું!

“ગુડ જોબ સંદીપ!”
“સાહેબ એ દિલિપનો ફોટો, મૈં વોત્સેપ કર્યો છે!”


“આપણે જેને ઉપાડ્યો છે તે હત્યારો છે કે નહીં તે ખબર નહીં, પણ આપણે જેવી રીતે તેણે ઉપડયો છે પબ્લિકને પુલિસ પરથી ભરોશો ઉઠી જશે....” બારોટે કહ્યું.

“સાહેબ, તે માણસ જૂઠું બોલ્યો છે, આપણે અધૂરી વાતો કરી છે. ઉપરથી ભાગવાની કોશિશ કરી, આપણી પાસે કોઈ રસ્તો નોહતો, ઘટના સ્થળે આવું થાય તો સાહેબ રિસક ન લઈ શકાય !”

“તારી વાત સાચી છે. એવું પણ બને કે, તે ખરેખર નિર્દોષ હોય ડરી ગયો હોય ?
એમ પણ આજકલના યુવાનોની જીવન શૈલી જ એવી છે, કે અસ્થમાં થવું બહુ મોટી વાત નથી, ભારતમાં પણ દિવસેને દિવસે અસ્થમાના દર્દીઓ વધતાં જાય છે “ તળેલા વડા પાઉં ખાતા સંદીપ તરફ જોતાં બારોટે કહ્યું!" બહુ વડાપાઉં ખાવાથી પણ અસ્થમા થાય"બધા હસી પડ્યા!

“ગુડ મોર્નિંગ પંકજ કુમાર !”
“મારા વિષે બહુ સ્ટડી કરીને આવ્યા છો? ટોટલી ટાઈમ વેસ્ટ, અને હા મારે મારા વકીલ સાથે વાત કરવી છે હવે તમને એ જ જવાબ આપશે! “

“સાલા બહુ ઉછળે છે ને તું!” કહેતા જ રોહિતે એક જોરદાર તમોચો માર્યો કે પંકજ, ખુરશી સાથે જમીન ભેગો થઈ ગયો!

“રોહિત શાંતિ... આપણે શાંતિથી કામ લેવાનું છે” બારોટે કહ્યું.

“હું મારા વકીલ સાથે જ વાત કરીશ, તમે મને ચોવીસ કલાકથી વધુ અંહી ન રાખી શકો, બોલો ક્યારે કરો છો મને કોર્ટમાં રજૂ ?” આ વખત બારોટ પણ તેનું હશું રોકી ન શકયા!

“એ બધુ અમારા હાથમાં જ છે, તું કો-ઓપરેટ કરીશ તો તને જવા દઇશું, નહીં કરે તો મહિનાઓ સુધી તને અંહી જ સડવા દઇશું જ્યાં સુધી તું ગુનો કબુક ન કરે કોની અટક ક્યારે બતાવી એ અમારા હાથમાં છે તું અમને કાનૂન નહિ શીખવાળ...” બારોટે કહ્યું!

“ બે**** “પંકજના મોઢેથી બારોટને એક ભૂંડી ગાળ નીકળી,”

રોહિતે એટલો જોરદાર મૂકો માર્યો કે પંકજનો આખો ચહેરો લોહી લુહાણ થઈ ગયો! તે દર્દથી કણશી ઉઠ્યો.

“સાલા આ રોહિતયાને અંહીથી કાઢો” બારોટે રીતસરના બરાડી ઉઠ્યા!

“સર, સાલો **** તમને ગાળ આપે છે. “

“મને આપી તને તો નથી આપી ને ? તું અંહીથી નિકળ, સંદીપ આને મારી સામેથી લઈ જા પ્લીજ...” બારોટે કહ્યું

હવે ઓરળમાં ફકત પંકજ અને બારોટ હતા.
“જો બેટા, મારી પર ભરોશો કર, મારા બે ચાર સવાલોના જવાબ આપ વિશ્વાસ કર હું તને અંહીથી જવા દઇશ...” બારોટે કહ્યું.

“તારા મિત્રનું નામે શું હતું ?”
“દિલિપ...”
“તમે એક બીજા ને કેટલા વર્ષથી ઓળખો છો ?”
“બે “
“તમે ક્યાં અભ્યાસ કરો છો ?”
“ યુનિવર્સિટી...”
“દિલિપ કેટલા દિવસ પહેલા ગામડે ગયો હતો ?”
“એક વીક પહેલા!”
બારોટ ચૂપ રહ્યા! તપસ્વીની જેમ કઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.

“સાહેબ હું જઈ શકું ?”

“હા થોડા પેપર વર્ક કરી તને જવા દઇશું.... ચા લઇશ કે કોફી ?”
“જે મળે એ પી લઇશ....” બારોટ હસ્યા!

ક્રમશ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED