Avaaj - 3 books and stories free download online pdf in Gujarati

અવાજ - ૩

નિહારિકા અમિતની અને અમિત નિહારિકા નો આવતા સાત જન્મની તો ખબર નહીં ,પણ આ જન્મ માટે તેની બુકિંગ કન્ફર્મ થઈ ચૂકી હતી. બનેના લગ્ન લેવાઈ ગયા હતા. નિહારિકા લગ્નના પાનેતરામાં અદ્ભુત લગતી હતી. તે ફિલ્મોની જેમ ઘુંઘટ તાણીને તો નોહતી બેઠી, પણ ચાતક નજરે તેની રાહ જોઈ રહી હતી.અમિત હજુ આવ્યો નોહતો. લગનના પહેલે દિવસે, માફ કરજો પહેલી રાતે લેટ કોણ કરે? પણ આ ભાઈ સા’બતો આજ ના દિવસે પણ હજુ શુધી આવ્યા નહીં, નિહારિકાને તેની ચિંતા થવા લાગી હતી. ના કોઈ તેના સંબધી ના કોઈ મિત્રો, લગ્નના દિવસે પણ તેના તરફથી કોઈ જ નોહતું આવ્યું, હું દુનિયાની પહેલી એવી પત્ની હોઈશ જેના લગન તો ધામધૂમ થયા પણ, તેના પતિ જાન લઈને ન આવ્યો! ન તો તેની જાનમાં કોઈ નાચવા વાળું આવ્યું.

“ક્યાં ગયો હશે? હજુ શુધી કેમ નહિ આવ્યો હોય? મારે હવે તેને શોધવા માટે બહાર જવું જોઈએ?”
તે ઊભી થઈ, તેનો ફોન નીચે પળી ગયો, ફોન હાથમાં લેતા તેણે અમિતના નંબર મળવ્યા “સારું થયું આ ફોન નીચે પળ્યો એ બહારને ફોન કરવા નું યાદ આવ્યું... અમિત... અમિત.. અમિત... ફોન ઉપાળ...” રૂમની બહાર કઈ તૂટવાનો અવાજ આવ્યો, તે દોળીને દરવાજા શુધી ગઈ “ ફ*** “ દરવાજો કોઈએ બહારથી બંધ કર્યો હતો.તેણે દરવાજાને જોરજોરથી ધબધબાવયો “કોઈ છે? અમિત.... અમિત...” પણ બહારથી કોઈ જ જવાબ ન મળ્યો. તે થાકીને બેડ પર બેઠી, મમ્મી-પપ્પા શું કરતાં હશે ? મહેમનાઓ બધા જતાં રહ્યા હશે? તેને કોલ કરવો યોગ્ય છે કે કેમ? લગ્નના પહેલા જ દિવસે ? નહી નહીં હું તેની રાહ જોઈશ.
સવાર થઈ ગઈ હતી. તેને મીઠી નીંદર કરી હમેશની જેમ! તેણે પળખો ફરાવ્યો, અમિત પાસે જ સૂતો હતો. તે અચંબિત થઈને અમિતને જોતી રહી, રસોડામાં અમિત ઊઠે પહેલા ચા બનાવી લઉં, તે દરવાજા તરફ વધી, દરવાજો હજુ પણ બહારાથી બંધ હતો.

નિહારિકા, ખુરશી પર બેઠી રહી, આ કેવી રીતે સંભવ છે, ગઈ રાતે તો દરવાજો બહારથી બંધ હતો. અમિત આ ઓરાળામાં નોહતો, અત્યારે તો ઓરળામાં છે તેમ છતા દરવાજો તો હજુ પણ બહારથી બંધ જ છે?
લગનની પહેલી રાતે લોકો સપનાઓ જોવે સ્વર્ગમાં ફરે, લગનના પહેલા દિવસે ગૃહસ્થીની શૂરવાત કરે પણ મારી જિદગીમાં તો સાલું આ બધુ જ ઊંધું થઈ રહ્યું છે. શુહગા રાતના પતિ દૂર હતો તેની ચિંતા હતી. અને દિવસે પતિ પાસે શુતો છે તો ચિંતા છે.
આ વાત ઘરે પણ કોઈને કઈ ન જ શકાય હવે, અમિત ઊઠે એટ્લે હું તૈયાર થઈ જાઉં વાયણાં વારા મને લેવા આવતા જ હશે.

“અમિત.... અમિત.....”
“ ઊંઘવા દેને બેબી....” કહેતા જ તેણે નિહારિકાને પોતાની તરફ ખેચી લીધી,
“ના ઉઠ તો હવે મારા ભાઈને લોકો મને લેવા આવતા જ હશે!” અમિત ત્યાં જ બેઠો થઈને મારી તરફ જોતો રહ્યો.
“કાલે રાત્રે તું ક્યાં હતી?”

“ વોટ અમિત આ પ્રશ્ન મારે તને પૂછવું જોઈએ, કે ગઈ રાતે તું કયા હતો”
“ હું તો અહી જ હતો. તારી રાહ જોઇને હું ઊઘી ગયો, દરવાજો બહારથી લોક હતો. વિચાર્યું કે તારા પપ્પાને ફોન કરું પણ લગનની પેહલી રાતે, તે લોકો શું વિચારશે એટ્લે મે ના કર્યો”

વોટ ધ ફ*** શબ્ધ તેના હોઠો શુધી આવી ગયો હતો. કેટલો હરમી માણસ છે, આખી રાત મને ઓરળામાં પુરીને જતો રહ્યો ઉપરથી મને પૂછે છે હું ક્યાં હતી?

*****
મને વાયણાંવાળા લેવા આવી ગયા હતા. મારી બધી જ ખુશી ગઈ રાતે અને આજ સવારની ઘટનાઓ પછી ઓગળી ગઈ હતી. મૈં સાંભળ્યુ છે, કાંચિડા રંગ બદલે માણસને રંગ બદલતો આજે જોયો।કેટલું વિચિત્ર હતું, શું તે માણસ મારાથી કઈ છુપાવી રહ્યો હતો? તેનો અચાનક આવો વર્તન મને સમજયો નહીં! કે પછી મજાક કરી રહ્યો હશે ? લગ્નની પહેલી રાતે કોઈ આવો મજાક કેવી રીતે કરી શકે ? મારે આ વાત મમ્મી પપ્પાને કરવી જોઈએ, દાદાને અંગત રીતે કહેવું જોઈએ? ના મારે હજુ થોળો સમય લેવો જોઈએ! ફરી અંધકારનું સામ્રાજય ફેલાઈ ગયું!

ક્રમશ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED