અવાજ - ૨ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવાજ - ૨


પૃથ્વી તેના શરૂવાતના વર્ષોમાં કેવી હશે? અહી જીવન કેવી રીતે ઉત્પતીત થયું હશે? કહેવાય છે પૃથ્વી પણ એક અગ્નગોળો હતી? આ દરિયો કેવી રીતે બન્યો? પ્લેટો કેમ ખશકે છે? વિશાળ ડાઈનોસોર નો અંત કેવી રીતે થયો? શું તેમાં કોઈ પરગ્રીઓનો હાથ હતો? પૃથ્વી એક અગનગોળો હતી-છે. પૃથ્વીના પેટાળમાં હજુ પણ જ્વાળા ભળકી રહી છે. જો પૃથ્વી એક અગનગોળો હતી તો જીવન કેવી રીત પાંગર્યું? સૃસ્ટિનો નિર્માણ કેમ થયો? ડાઈનોસોર જેવી શક્તીશાળી પ્રજાતિનો અંત કેમ આટલો શંકાસ્પદ છે ?

*****

અમે ખૂબ નજદીક આવી રહ્યા હતા. નિહારિકાએ મારા જીવનમની એકલતા દૂર કરી હતી. મારા પ્રેમનો પ્રસ્તાવ તેણે સવિકારી લીધો હતો. તેના પરિવારને હું પસંદ છુ. લગનની તારીખ પણ ખૂબ જ નજદીક હતી.

“નિહારિકા મારે તને કઈ કહેવું છે. મને રોજ રાત્રે અજીબ સપનાઓ આવે છે?”

“સપનાઓ બધા અજીબ જ હોય છે, તેમાં કોઈ લોગિક હોય છે ખરું? સપનાઓ આવવા ખૂબ જ સહજ બાબત છે, બધાને અજીબ સપનાઓ જ આવતા હોય છે. સપનાઓને કઈ બહુ ગંભીરતાથી ન લેવા જોઈએ!”

“તારી વાત પણ સાચી છે, પણ આ એક ને એક સપનાથી હું કંટળ્યો છૂ.”

“એવું તે શું છે ?”

“મારા પિતા, તે હોસ્પીટલમાં હતા, ત્યારે તેની અતિમ ક્ષણમાં તે મને મારા માટે શું મૂકી જાય છે તે કહી ગયા. જે મારે તેની જ અવાજમાં બ્રમાંડમાથી શોધવાનું છે. તેના એ શબ્દો મને યાદ કરાવવા માટે મને રોજ સપનામાં આવે છે.”

તે હસી “ તે અશકય છે. આટલા વિશાળ બ્રમાંડમાં અવાજ શોધવી ? કરોળો, અરબો અવાજની વચ્ચે કોઈ ખાસ અવાજને શોધવી કેટલી સંભવ છે તે હું નથી જાણતી, પણ રહી વાત સપનાઓની તો અમિત સપનાઓ અંગે હું જાણું છૂ તેટલું હું તને સમજાવી શકું છૂ, આપણે જે સતત વિચારીએ તેજ આપણે સપનામાં આવતું હોય છે, તું તો જાણે છે આપનું નાનું મગજ, દિવસભર આપણે જેને મળ્યા, જે જે જોયું ભલે આપણુ ધ્યાન હોય કે ન હોય પણ આપણું નાનું મગજ આ બધુ સંગ્રહ કરી લે છે, તું મનો ચિકિત્સાની થીયરી જાણતો જ હોઈશ, તે આપણે સમોહિત કરી, આપણેને અર્ધજાગૃત અવસ્થામાં લઈ જાય છે. અને પછી જે તેણે પણ યાદ ન હોય તેવી ઘટનાઓને તેના નાના મગજને પૂછે છે, જે સૂતા પછી જ એકટિવ થાય છે.”

“ આ બધને મારા સપના સાથે શું લેવા દેવા ?”

“દુનિયામાં તારા પિતા સિવાય તારું કોઈ જ નોહતું, તને એના થી ખૂબ જ પ્રેમ અને લગાવ હતો, તેના મૃત્યુનો ભલે તે સ્વીકાર કરી લીધો હોય પણ તારા નાના મગજમાં આજે પણ ક્યાંકને ક્યાંક તારા પિતાની છવિ હજું જીવે છે, તારું નાનું મગજ તેણે સ્વીકારવા તૈયાર નથી, તેમ છતાં આપણે એક વખત મનોચિકિત્સ્ક પાસે જવું જોઈએ...”

મનોચીક્ત્સા કેન્દ્રમાં આવી ગયા હતા. તેને અર્ધજાગૃત અવસ્થામાં ઘણી પ્રશ્નોતરી કરવામાં આવી, મનોચિકિસ્કે ફકત એટલું જ કહ્યું “ તમારે તે જગ્યાએ ન રહવું જોઈએ,જ્યાં તેને જૂનું બધુ યાદ આવે, ઉપરથી તે આ ઘટના પછી વર્ષોથી બહાર નથી ગયો."

“જોયુંને અમિત, આપણે બહાર જવું જોઈએ!"

"ગોવા જઈએ ?”

“તમે બોય્જને ફરવાનું કહેવામાં આવે તો ફકત ગોવા જ યાદ આવે, ગોવા સિવાય દુનિયામાં ઘણું બધુ છે. મોંન્સુન છે વાદીઓમાં જવું જોઈએ” નિહારિકાએ કહ્યું.

“આપણું ફેમિલી ગમે તેટલું આધુનિક વિચાવતું ધરાવતું હોય, લગન પેહલા તેની જાણકારીમા આપણે પ્રિહનિમૂન પર ના જ જય શકીએ” અમિતે આંખો નચવતા કહ્યું.

“ આપણે ક્યાં હનિમૂન પર જવાના છીએ, આપણે તો ફકત હવાફેર કારવા જઈએ છીએ, જેથી તને શારૂ લાગે “

તે ખધું હસ્યો “ આ વાત ફકત આપણે બનેને ખબર છે. આપણાં ઘરવાળાઓ ને નહીં!”

નિહારિકાને હાથ પર અમિતે હાથ મૂક્યો, આટલા વિશાળ ઘરમાં તે બને એકલા હતા. બારે વરસાદ શરૂ થઈ ગયો હતો. બનેના શરીર એકમેકની નજદીક આવી રહ્યા હતા. જાણે કુદરતી ઘડિયાર ધીમું પળી ગયું હતું. આસપાસ બધૂ સ્લોવ્મોશનમાં ચાલતું હતું. પહલો સ્પર્શ પહેલા હાથ પછી શરીર અને હવે હોઠ સુધી પોહચ્યું હતું. બનેના હોઠ એકમેક ને હોઠને ખૂબ જ સ્મૂથ, હુફ, ભૂખ સાથે સ્પર્શી રહ્યા હતા.પહેલું ચુબન ખૂબ જ લાંબુ ચાલ્યું, ફરી એક્મેકની આંખો મળી, નિહારિકાની પાંપણો શરમની વજનથી જુકી ગઈ.અમે નવજાત શિશુ થઈ ગયા. ઓરડામાં અંધકાર સાથે ઊહકારનો સંગીત ભળ્યો.

*****

મે બારી ખુલ્લી, અજવાળું હતું. વરસાદ ધોધમાર વર્ષી રહ્યો હતો. નિહારિકા પથારી પર નગ્ન હતી. મે તેનના શરીરને બેશરમની જેમ તાકયા કર્યું, તેના શરીરના એક એક ઇંચના ને જોયો જણાયો,શરીર પર એ લવ બાઇટ્સ અને નાખુનના નિશાનો સ્પસ્ટ દેખાઈ રહ્યા હતા. મારા ગળા પર પણ દુખવો થઈ રહ્યો હતો. મે તેના શરીર પર રજાઈ ઓઢાળી, અને સામે ખુરશી પર તેના ચેહરાને તક્તો બેસી રહ્યો.આજે આટલા વર્ષ પછી કોઈ અજાણ્યો સતોષ થઈ રહ્યો હતો. નવાઈની વાત તો તે હતી કે, આજે મને કોઈ સપનું ના કોઈ વિચાર આવ્યો હતો. કદાચ મારી એકલતાના કારણે જ મને આવા વિચારો આવી રહ્યા હશે. મને હવા ફેર કરતાં કોઈના સાથની કોઇની હુંફની જ વધુ જરૂર હતી.

નિહારિકા અંગળાઈ લઈને ઉઠી, આજે તેનો એક અલગ જ જન્મ થયો હતો ગઈ રાતની અસર તેના શરીર અને આત્મા બને પર વર્તાઇ રહી હતી. સામે ધ્યાન અવસ્થામાં બેઠેલા તપસ્વી તરફ જોતાં તેણે કહ્યું “ ગુડ મોર્નિંગ બેબી” પણ અમિત સાંભડ્યું નહી. “ સવાર સવારમાં આટલું બધુ શું વિચારતો હશે ?” તે મનમાં જ બીબળી. અમિતની પાછળ જઈ તેને ભેટી પળી, તેના ગાલ પર હળવું ચૂંબન કરી, “ ગુડ મોર્નિંગ બેબી” ફરી તેના માથા પર ચુંબન કરી ક્ષણ એક તેની આંખો તરફ જોતાં કહ્યુ “ સવાર સવારમાં મગજ ને શું કસ્ટ આપે છે ?”

“હું વિચારતો હતો, જે આટલા વર્ષમાં ણ થયો તે આજે થયું છે. મને આજે કોઈ જ સપનું નથી આવ્યું. હું આજે જાણે વર્ષો પછી મારી ઊંઘ પૂરી થઈ હોય તેવું લાગે છે.”

“ તને મારા સાથની જરૂર હતી, જોયુંને બધુ ઠીક થઈ રહ્યું છે.”

અમિતના હોઠ મલકાયાં. અને ફરી બિળાઈ ગયા.

*****

ચાનો કપ ટિપાઈ પર હતો સાથે અલગ અલગ ફ્લેવના બિસ્કીટ્સ અને કેટલોક ગુજરાતી નાસ્તો.

“અમિત ઇફ યુ ડોન્ટ માઈડ તો હું તને એક વાત પૂછું?”

“ મને કઈ પૂછતાં પેહલા કોઈ જાતની પરવાનગી લેવાની જરૂર નથી.”

“હું એમ કહેતી હતી, કે “

“અરે બોલ ને અટકી કેમ ગઈ ?”

“તારા પપ્પા આટલા મોટા વિજ્ઞાની હતા, તેની વાતમાં કઈ તો તથ્ય હશે કઈ તો તે એવું મૂકી ગયા હશે જે તેને અંતરિક્ષના રહસ્યો જાણવામાં મદદ કરે?”

“ હા મારા ઘરમાં એક ઓરડો છે ત્યાં મે પપ્પાની વસ્તુઓનો સંગ્રહ કર્યો છે”

“શું તું મને એ બતાવી શકીશ ?”

“ હા કેમ નહીં !”

અંધારા ઓરડામાં વર્ષો જૂની ટ્યૂબલાઇટ કુંભકરણ ઊંઘમાં હતી. લબક જબક એ રીતે થઈ રહી હતી જાણે હમણાં જ કોંજરિંગ વાળી નન બહાર નીકળ સે, ચૂ ચૂ કરતી તિજોરીનો દરવાજો નેવુંના દશકનો જૂનો કમ્પુટર, કેટલીક ક્સ નળીઓ, એસિડના બટલાઓ,ડીજલના ખાલી કેરબાઓ, પણ એવી કોઈ વસ્તુઓ મળી નહીં જે તેના પિતાની અદ્ભુત શોધ સાથે જોળાયેલી હોય.

“અહી એવું કઈ ખાસ નથી,ના કોઈ વૈજ્ઞાનિકનો ઓરળો હોય તેવો ઓરળો છે.”

“હા નિહારિકા મૈં પણ આટલા વર્ષમાં આને પહેલી વખત ખોલ્યો છે.”

“આ બધુ નકામું છે, તારે કોઈ કબાળીને વહેચી દેવું જોઈએ, થોળાં પૈસા ઊભા થાય તેમાંથી તું લગ્ન પહેલા ઘરનું થોળું રેનોવેશન કરવી શકીશ....”

“તારી વાત તો સાચી છે. હું કાલે જ આ બધુ હટાવી દઉં છુ.”

*****

નિહારિકાના ગયા પછી ઘર ફરીથી મકાન બની ગયું, જાણે ફરીથી ઘરમાંથી ચેતના જતી રહી હોય, ફરીથી મકાન નિર્જીવ થઈ ગયું. તેણે પથારી સામે જોયું સામે ગઈ રાતના અમારા અવશેષો હજુ ત્યાં હતા. તેના નગ્ન શરીરની હું કલ્પના કરી શકું છુ. જોઈ શકું છુ. મારા શરીર પર તેને અનુભવી શકું છુ. અંધકારનો પૃથ્વી માફ કરજો અહી તેનો સપૂર્ણ સામ્રાજય સ્થાપિત થઈ ગયું હતું. અંધકાર શું છે? વહેમ ભ્રમ ? આપણે જે જોઈ ન શકીએ તે ભ્રમ જ તો છે? અંધકાર પ્રકાશ બધું ક્ષણભંગુર તો છે? અત્યારે છે આવતી કાલે નહીં હોય? ઊંઘ આવી ગઈ ગઈ રાત જેવી નહીં પણ આવી ખરી !

નિહારિકા જોરજોરથી બરાળી રહી હતી. “ કાં તો તારા પિતા નહીં કાં હું નહીં, આજે તો તારે નક્કી કરવું જ રહ્યું, જો તું તારા પિતાની ની યાદો સાથે જ જીવવા માંગે છે તો હું તારી લાઈફમથી હમેશા હમેશા માટે જઈ રહી છુ” તે નીકળી ગઈ... એક કરચલીઑ વાળો થાકેલો ચહરો ખુરશી પર બેઠો હતો, મારી પથારીની એકદમ સામે “ શું વિચારી રહ્યો છે? આટલા વર્ષો તારા માટે મૈં ત્યાગ કર્યા તને ઉછેરી મોટો કર્યો, તું મને છોળીને જતો રહીશ? આજે મારી વસ્તુઓ તેને નળી છે કાલે કદાચ હું નળું, આ ઘર મારી યાદો નળે, આજે ફકત મારી વસ્તુઓ વહેચવાનું કે છે કાલે મારા ઘરને વહેચવાની વાત કરશે? તેને રોળ પર લઈ આવશે તને બરબાદ કરી મૂકશે”

“ના હું એવું કઈ જ નહીં થવા દઉં..”

તેના શ્વાશ જોરજોરથી ચાલતું હતું..

“ના હું એવું કઈ જ નહીં થવા દઉં....”

આંખ ખુલ્લી સામે અંધકાર હતું. પપ્પા ખુરશી પર નોહતા પણ ખુરશી હવામાં હાલી રહી હતી, વીજળીના પ્રકાશથી આખું ઘર પ્રકાશિત થઈ જતું હતું. ઓરડાની બારી થોળી વારે અવાજ કરતી ખોલ્લ બંધ થઈ રહી હતી.

સમાપ્ત

મારી બીજી રચનાઓ

રહસ્ય, મિસિંગ, પ્રાચીન આત્મા...

રચના કેવી લાગી આગળ શું થસે ? તમારા પ્રતિભાવો કમેંટમાં ઇનબોક્સમાં, ઇન્સ્ટગ્રામ, ફેશબૂક, થતાં વોત્સેપ પર આપી શકો છો!