પ્રકરણ-૬
ટાઈમ ટ્રાવેલ કેટલું સંભવ છે? જો તે સંભવ હોત તો હું આજે ભૂતકાળમાં જઈને! અમારા સબંધને તૂટતાં રોકી લીધા હોત! આઇન્ટાઈનની એક થિયરી મુજબ, ટાઈમ ટ્રાવેલ સંભવ છે. પણ તેના માટે પ્રકાશની સ્પીડમાં માણસને પ્રવાસ કરવો પડે! જે ખૂબ અશક્ય છે. ફરી પિતાજીના શબ્દ યાદ આવ્યા! માણસની જે પોહચબહાર હોય છે તે તેને અશક્ય કહે છે.
દિવસ સામન્ય હતું! કોલકતાનીનો સામન્ય ગરમ દિવસ હતો. રજાના દિવસ હતો પણ આદત મુજબ વિશ્વનાથ ધ ટેલિગ્રાફના એક એક સમાચારને ખુબ જ ચીવટતા પૂર્વક વાંચી રહ્યો હતો.
"આ બાંગ્લાદેશીઓ દેશની પત્તર ઠોકી નાખશે..."
"ગુડ મોર્નિંગ, કેમ આટલો હાઈપર થાય છે સવાર સવારમાં!" સુમોનાએ કહ્યું.
"ગુડ મોર્નિંગ! આ તો મને દેશની ચિંતા થઈ એટલે. ચાલીશ પચાસ લાખ લોકોના કારણે દેશની અર્થ વ્યવસ્થા પર બહુ મોટો ફરક પડે! તે નુકસાનની રકમ એટલી મોટી છે કે આપણા કેટલાક પડોશી દેશનું વાર્ષિક બજેટ પણ તેનાથી ખૂબ ઓછું હશે!" વિશ્વનાથમાં અવાજમાં ગંભીરતા હતી.
"વૈભવતી, કાલથી સમાચાર પત્રો બંધ કરાવી, યોગ કરાવવા પર બળ રાખજો! જો આવું જ રહ્યું તો આ મિસ્ટર વિશ્વનાથ ચેટરજી દેખાતા બંધ થઈ જશે!"
"મારું તો તે સાંભળતા નથી! તમે પ્રયત્ન કરી જુવો, આદત છૂટી પણ જાય..." કહેતા તે હસી.
"ચલો આપણે બધા આજે, સુંદરવન ફરવા જઈએ!
રજાનો દિવસ છે. સુભાષીસ સફેદ વાઘને જોવે તેને સમજે, ક્યાક એવું ન થાય કે આ માણસ જાતને કબુદ્ધિ સુજે અને આ વાઘોનું આવી બને તે પહેલા આપણા સુભાષીશ વાઘ બતાવવા જોઈએ! ક્યાંક વાઘ પણ ઇતિહાસ ન થઈ જાય " સુમોનાએ કહ્યું.
"નહિ નહિ હું નહિ આવી શકું! મને ઘણું કામ છે. તું શુભાષીશ, અને વૈભવતી ફરી આવો!"
"તું તારું કામ ઓફિસમાં જ છોડીને આવતો જા ઘરમાં ઓફીસ નહિ બનાવ તારી મહેરબાની થશે" સુમોનાનો અવાજ અધર થઈ ચુક્યો હતો. તે આજે પણ તેની સામે એટલા જ હકથી વાત કરી રહી હતી જેટલું તે કોલેજ સમયે કરી શકતી !
" અમે બને ઘરે જ રહીએ! તું ને શુભાષીશ ફરતા આવો..." વૈભવતીએ કહ્યું.
“તું પણ એની ટીમમાં જોળાઈ ગઈ નોટ ફેર હનન...” સુમોને કહ્યું.
“એમ પણ તારી સાથે સુભાષિસ બહુ ફાવી ગયું છે. તો તારી સાથે તે આવે એમાં અમને કઈ વાંધો નથી”
“ઠીક છે. પણ તમે લોકો સાથે આવ્યા હોત તો વધારે મજા આવી હોત...!” સુમોનાએ કહ્યું.
કલકતાની સડકો પર ગતિમાં દોડતી મોટરકાર, એફ.એમ પર વાગતા બંગાળી મધુર ગીતોને અમદાવાદમા બહુ મિસ કરું છુ. હું વિશ્વનાથના માટે પરણી નથી, તેના માટે મારો શાસ્વત અને સાચો પ્રેમ આજે પણ છે. આ એજ સુભાષિસ છે જેના અમે સપનાઓ જોયા હતા. પણ હું એની માં નથી, બાપ પણ આજે સુભાષિસની મા કોઈ બીજી હોય તેનાથી મને રતિભર પણ ફરક ન પળ્યો, મારા માટે જાણે તે મરોજ અંશ હોય તેમ સાંચવી લીધો છે.
*****
સિટી પોલીસ સ્ટેશનનો ફોન રંણક્યો, કોન્સ્ટેબલે બગાસું ખાધું, અડધી રાત્રે બે*** કોણ છે. તે રીતસરનો બરાડયો. લોકઅપમાં સૂતેલા બે કેદીઓ રીતસરના ઊભા થઈ ગયા! તે દરવાજા સામે બે મિનિટ સુધી જોયા રાખ્યું! હાસ આજે કોઈ પ્રસાદ નહીં! ટેલિફોનની રિંગ બંધ થઈ ફરીથી રણકી ! તે ઊભો થયો!
“હેલ્લો…. હમમ... ઓકે....... ઓકે..... આવીએ છીએ, ત્યાંથી કોઈને હલવા નહીં દેતા” કહેતા રિસીવર મૂક્યો! તેના મોબાઈલ ફોનમાથી નંબર ડાયલ કર્યું “ સર, શાહપુર આસપાસ એક હત્યા થઈ છે. બસ થોળી વાર પહેલા જ ફોન આવ્યો હતો..... હા સર.....
ઓકે સર જય હિન્દ” તેણે ફોન મૂક્યો!
શાહપુરના એક ફ્લેટએ પુલિસની જીપ આવી ઊભી રહી, પી.એસ.આઈ બારોટ નીચે ઉતર્યા, ઉમર પચાસ આસપાસ હશે. મોઢામાં માવો ચાવી રહ્યા હતા. ખભા પર બે સ્ટાર શોભી રહ્યા હતા, એક રિવોલર સાઇડમાં લટકી રહી હતી. રાજેસ્થાની ટાઈપની તેની વણાંકેદાર મૂછો તેને ચહેરાને વધુ ગંભીર અને ખૂંખાર બનાવી રહી હતી.
“કોણે ફોન કર્યો હતો?” આઠ દશ જણાના ઘેરા તરફ જોતાં બારોટે કહ્યું.
“સાહેબ મૈં જ ફોન કર્યો હતો.” એક વીસ બવીશ વર્ષના યુવાને કહ્યું.
“ ક્યાં છે લાસ?”
“સાહેબ પાંચમાં માળે ફ્લેટ નંબર ૨૩માં હત્યા થઈ છે” યુવાને કહ્યું.
“તું મારી સાથે આવ, પટેલ તું અને પંડ્યા મારી સાથે આવો, રોહિત તું અને સંદીપ લોકોના નામ ઠામ લખો અને પૂછતાછ કરી લ્યો!”
“તારું નામે શું છે ?” બારોટે યુવકને પૂછ્યું.
“પંકજ”
“અંહી કોની સાથે રહે છે ?”
“મારા ક્લાસમેટ સાથે!”
“ તારો ક્લાસમેટ ક્યાં છે ?”
“ સર હાલ તો તે તેના ઘરે ગયો છે”
“કોઈ પર તને શંકા છે કે આ હત્યા કોણ કરી શકે ?”
પાંચમો માળ આવી ગયો હતો. બધા રૂમે નંબર ૨૩ની સામે ઊભા હતા.
બારોટે નંબર પ્લેટ ખૂબને ખૂબ ધ્યાનથી જોઈ
“ડો. જગદીશ આર. બંસલ કોણ છે?”
“ હું અંહી ત્રણ વર્ષથી રહું છુ મૈં પણ તેણે ક્યારે જોયા નથી ન તેના વિષે સાંભળ્યુ છે”
લાસ ખુરશી ઉપર પળી હતી. લાસના પર એસિડ છાંટ્યો હતો જેથી આ લાસ કોની હતી સમજવું મુશ્કેલ હતો કેમ કે ચેહરો ઓળખ્વો નામુંકિન હતું. એસિડના ધબાઓ આસપાસ વેરાયેલા હતા. આસપાસ બધુ જ વ્યવસ્થિત હતું. કોઈ જ જાતનું કઈ તોળફોળ થઈ ન હતી!
બારોટ બે કોન્સટેબલ સાથે બધુ જ છાનભિન કરવા લાગી ગયા હતા, ટુ બી. એચ. કે ના આ ફ્લેટમાં પોલીસ અધિકારીઓએ એક એક વસ્તુ ફેંદી કાઢી, પણ આરોપી ખૂબ જ ચતુર હતો, તેને કોઈ પણ સુરાગ મૂક્યો નોહતો કે હજુ કઈ નજરે ચડ્યું નોહતું. એમ્બુલ્ન્સ આવી ગઈ હતી. લાસ વાળી જગ્યાએ નિશાન પાસે નિશાન કર્યું હતું.
“પંકજ બિલ્ડિંગમાં કોઈ સી. સી. ટીવી કેમરા છે?”
“નહીં સર એવું કઈ જ નથી અંહી”
“પંકજ તને કેવી રીતે જાણ થઈ અંહી કોઈ હત્યા થઈ છે?” બારોટે કહ્યું.
“સાહેબ, મૈં આ ફ્લેટ આજ દિન સુધી ખુલ્લો નથી જોયો, અને અંદરથી ખૂબ જ અજીબ વાસ આવી રહી હતી. જેથી હું અંદર જોવા ગયો. ત્યાર પછી જે થયું એ આપ જાણો છો સાહેબ”
“સાહેબ એક અસ્થમાનો પંપ મળ્યો છે.” કોન્સટેબલ દોડતો દોડતો આવ્યો.
“અંહી કોઈને અસ્થમાની બીમારી છે ?”
“ના સાહેબ અંહી તો” પંકજનો વાકય અધૂરો રહી ગયો.
એક પચાસ એક વર્ષની ઉમરના વ્યક્તિએ કહ્યું “સાહેબ ,પંકજનો રુમમેટને જ અસ્થમાની બીમારી હતી “
“આટલી મોટી વાત તે અમારાથી છુપાવી?” બારોટે કહ્યું.
પંકજના ચેહરાના રંગ બદલાઈ ગયા હતા.
“સાહેબ મને યાદ નોહતું કે...” તે ભગવાની તૈયારી કરતો હતો કે કોન્સ્ટેબલે તેને દબોચી લીધો.
“સાલા હારમી....”
“સાહેબ મને માફ કરો મૈં કઈ જ નથી કર્યું હું બસ ગભરાઈ ગયો હતો. સાહેબ મને પ્લીસ છોળી દો, મૈં કઈ જ નથી કર્યું” પંકજના અવાજમાં ડર,ભય, અને લાચારીનો કોકેટેલ લાગી રહ્યો હતો.
“આના સિવાય કોઈ છે જેની પર તમને સંકા છે ?” બારોટે કહ્યું.
“નહીં સાહેબ....”
****
“આજે બહુ થર્ડ ડિગ્રી નહીં આપતા નહિતર સાલો કંહી જ નહીં કે, અને તેની અટક આપણે નહીં બતાવીએ, કોર્ટમાં રજૂ કરવા પહેલા આ પંકજ ઉપરત આપણે પી.એચ.ડી કરવી જ પડશે.”બારોટ પોતના અનુભવના આ આધારે આ સાવ નિરશ કેસમાં પ્રાણવાયુ ફૂંકવા માંગતા હતા.
“તામારી વાત એકદમ સાચી છે. શું આ પંકજે હત્યા કરી હશે કે પછી તેનો ફરાર થઈ ગયેલા મિત્રએ?” પંડ્યાએ કહ્યું.
“એ તો આ મોઢું ફાડે પછી ખબર પળે.. કોની શું ભૂમિકાઓ છે .”
“જી સાહેબ.”
“છેલ્લા એક બે દિવસમાં કોઈ મિસિંગની ફરિયાદો આવી છે? આખા શહેરના તમમા પોલીસ સ્ટેશન્મા જાણ કરો એવી કોઈ ફરિયાદ આવી હોય કે ભવિષ્યમાં આવે તો આપણે જાણ કરે...”
ક્રમશ