માં ની સંજીનવી Shree...Ripal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માં ની સંજીનવી

તારા આગમનની કલ્પના માત્રથી પુલકિત થતી "માં".
તને મેં ખૂબ જતન થી મારા ઉદર માંં સ્થાન આપ્યું....ઈશ્વર ના સ્મરણ સાથે તને આવકર્યો મારા પેટાળમાં.
ખૂબ પ્રેમથી તારી કલ્પનાઓને પોષી,
હુંફાળી હૂંફ આપીને, તોફાનો સાથે બાથ ભીડીને તને આ દુનિયા માં લાવવા ઈશ્વરની સહાય માંગી વર્ષા રૂપી તોફાનો આવ્યા મને ડરાવવા પણ હું અડગ રહી કારણકે મારો અંશ મારી પાસે હતો તેની રક્ષા કરવા હું કઈ પણ કરવા તૈયાર હતી . ખૂબ પરીક્ષાઓ થઈ,મારી અને ઈશ્વર વચ્ચે મૌન યુદ્ધ ચાલુ થયું, ખૂબ ઝગડી તારી માટે ઇશ્વર સાથે....પછી તો તારું નામ જ "ઈશ્વર નો અંશ" આપી દીધું કારણકે તે પોતાને તો નુકશાન ન કરે ને ! વર્ષો વીતતા ગયા તું વારંવાર બીમાર પડતો પણ દરેક વખતે એ દિવ્ય શક્તિ ને પ્રાર્થના કરતી અને તારું રક્ષણ થતું . આમ તું મારો અંશ ભોલે બાબા જેવો જ થયો અને મોટો થતો ગયો અને પ્રગતિ ના સોપાન સર કરવા ઉંચા ચઢાણ ચડવા લાગ્યો. આજે પણ મારો ઈશ્વર હંમેશા તારી સાથે છે એ વાત મને અલગ અલગ સ્વારૂપે દેખાયા કરે છે.
માટે જ ઇશ્વર ને હંમેશા સાથે રાખવા થી ઘણી સમસ્યા દૂર થઈ જાય છે. દરેક કાર્ય પ્રભુ ને સાથે રાખી ને કરવા થી ખૂબ સારી રીતે પૂર્ણ થાય છે. મારા "દિવ્ય અંશ"ને મોટો કરવા ખૂબ પરીક્ષા થઈ તેવી જ રીતે મારા દ્વિ અંશે મારા ઉદર માં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પણ ઈશ્વર ને ખૂબ પ્રાર્થના કરી હતી અને જાણે મારી પ્રાર્થના ના જવાબ રૂપે ખૂબ જ શાંતિ થી, એક અનેરી ખુશી સાથે એક પણ અડચણ વગર મારા "દ્વિ અંશ "નો જન્મ થયો. તેથી તેનું નામ "હિત અર્થે"આવનાર એવું પડ્યું. તેના જન્મ થી મારા બંને અંશ ખૂબ સુંદર રીતે મોટા થવા લાગ્યા અને પછી તો કુટુંબ નું એક ચક્ર પૂર્ણ થયું હોય તેવું લાગવા માંડ્યું . જીવનના ઉતાર ચડાણ માં ઘણા સંઘર્ષ આવે અને જાય છે પણ આપણે જો ઇશ્વર ને સાથે રાખી ને કાર્ય કરીએ છીએ તો ખૂબ સરળતા થી તે પૂરું થાય છે તેવું હું માનું છું.માં ની મમતા અને સાચા અર્થ માં બાળક નું લાલન પાલન થાય તો બાળકો મોટા થઈ ને ખૂબ સારા વ્યક્તિ બને છે જ.
અન્ય ની ભાવના સમજવી, અન્ય ને મદદ
કરવી, વડીલો ને માન સન્માન આપવું , દેશ પ્રેમ હોવો આ બધું ખૂબ સરળતા થી માબાપ ને જોઈ ને આપોઆપ શીખી જાય છે.તેને શીખવવા ની જરૂર પડતી નથી.
હા, જ્યારે બાળકો મોટા થાય ત્યારે તેની પાસે પણ પોતાની આગવી શૈલી હોય છે, વિચારો હોય છે તેને પણ માન આપવું જોઈએ કારણકે તેના આધુનિક વિચારો માં પણ ઘણું બધું શીખવાનું હોય છે.જેના થી અમુક ઉંમર પછી વડીલો અને યુવાનો વચ્ચે જે વિચારો ના મતભેદ થાય છે તે ઘટી જાય.
બાકી તો સંબધો સાચવવા અને સમજવા એ મોટી વાત છે. જેની ગુઢતા દરેક ને નથી સમજાતી. માત્ર માતા પિતા નો સંબંધ જ લોહીનો હોય છે બાકી ના સંબંધો ને બનાવવા ભાવના , લાગણી નો સંચાર માં- બાપે જ કરવો પડે છે જે જોઈ ને બાળક આપોઆપ શીખી જાય છે. વિકટ પરિસ્થિતિ
માં કઈ રીતે સમય ને સાચવવો, મનને શાંત રાખી ને કેવીરીતે તે પરેશાની માંથી મુક્ત થવું એ પણ જીવન કેળવણી નો એક પાયો છે.
બાકી તો સબંધ ની નાજુકતા ને હૃદય ની વિશાળતા માં કઈ રીતે સમાવવી તે શીખી લઈએ એટલે જીવન સાર્થક બની જાય છે