વિચાર... Shree...Ripal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચાર...

આમ તો મન ક્યારેય થાકતું નથી. બસ નિરંતર ચાલતું રહે છે. આપણાં શ્વાસ ની જેમ....
એટલે જ વિચાર ઉપર લખવા માટે કલમ ઉપાડી. આજે ઘણા સમય પછી હું લખવા બેઠી છું. માણસ જો વિચારે તો ખ્યાલ આવે કે તેણે પસાર કરેલ જીવન માં કેટલી કહાની ઓ બની ગઈ હોય છે.

મારા જીવનકાળ માં પણ એક કહાની બની છે...

એક સ્ત્રી કેે જેને મેં ક્યારેય ફરિયાદ કરતા નથી જોઈ. તેેનુંં નામ ક્રિષ્નાજી. તેના પતિ સાથે ગામડે થી શહેર માં આવ્યા હતા . તેના પતિ સીટી બસ ના કન્ડટર હતા. નળીયા વાળા એક રૂમ રસોડા ના ઘરમાં ત્રણ બાળકો સાથે રહેતા હતા. પગાર બહુુ હતો નહિ છતાં ખૂબ સુંદર રીતે તેે ઘર ચલાવતા .
આમાં ને આમાં એકવાર તેનો સૌથી નાનો પુત્ર ત્રણ વર્ષ નો થતા તેનેે રસીકરણ સેન્ટર માં રસી પીવડાવી. થોડા મહિના પછી તેને પગ માં પોલીયા ની અસર થઈ ગઈ. તેેેને ચાલવા માં તકલીફ પડવા લાગી. ડોકટર ને બતાવ્યું. ખૂબ દવાઓ કરી પણ કંઈજ ફેર ના પડ્યો, અને જેમ સમય પાસ થયો તેમ તેનો રોગ વધવા લાગ્યો. પરંતુ ક્રિષ્નાજી એ હાર ના માની. તેનેે ખૂબ માલીશ કરતા... દવાઓ કરતા...બાધા ઓ પણ રાખતા. પણ ઈશ્વર ને મંજુર ન હતું.ડોકટરે કહ્યું કે તેને કોઈ જ ફેર નહિ પડે. તેનું આયુુષ્ય વીસ વર્ષ જેટલું જ હશે.
બીજી બાજુ ક્રિષ્નાજી એ ડોકટરની વાત સ્વીકારી લીધી. પણ ઘરગથ્થુ ઉપચાર ચાલુ રાખ્યા. તેના બીજા બે બાળકો સંપૂર્ણ તંદુરસ્ત હતા.તે બંને ને સ્કૂલ માં ભણવા બેસાડ્યા અને તેની જિંદગીની રફતાર આગળ વધવા લાગી. ટૂંકા પગાર અને ઘર માં એક કાયમી બીમારી ને ઉપરાંત ક્યારેક ક્યારેક પતિને દારૂ પીવાની લત.છતાં ક્યારેય હાર ન માનનારી ક્રિષ્ના જી એ આ સમય પણ ખૂબ સ્વમાનભેર પસાર કર્યો. તેને ક્યારેય કોઈ પાસે પોતાની ઘર ની પરિસ્થિતિ ની કહાની કહી ને હાથ લાંબો નથી કર્યો.ખૂબ જ કરકસર થી ખૂબ સુંદર રીતે ઘર ચલાવ્યું છે. તેની હિંમત, સ્વમાનભાવ, તેનું ખુમારી ભર્યું જીવન એક મિસાલ બની ગઈ.
હજુ તેની કસોટી બાકી હતી. તેની મોટી પુત્રી દસમાં ધોરણ માં અને બીજો પુત્ર નવમા ધોરણ માં હતો અને ક્રિષ્નાજી ના પતિ નું હાર્ટ એટેક થી મૃત્યુ થયું.
ક્રિષ્નાજી માથે આભ ફાટ્યું. તે એટલા ભણેલા ના હતા કે નોકરી કરી શકે. છોકરાઓ હજુ નાના હતા.જો ગામડે જાય તો તેના બાળકો નું ભવિષ્ય ત્યાં ન હતું. છતાં તે એકલે હાથે શહેર માં જ રહી , ગામડે જે ખેતી હતી તેના વ્યાજ માંથી બાળકોને મોટા કર્યા. અને આમ ને આમ બચત પણ કરતા કરતા પોતાનું ઘર નું ઘર પણ બનાવ્યું. ક્રિષ્નાજી ની પોતાની કોઠાસૂઝ અને એક વ્યવસ્થિત મેનેજમેન્ટ થી તેણે ઘર ને ખૂબ સરસ રીતે ચલાવ્યું. સમાજ અને ઘર ની મર્યાદા સાથે એટલી જ ખુમારી થી જિંદગી ના દરેક ઉતાર ચડાવ ને માત આપીને જીવનને આગળ ધપાવ્યું.
પછી તો મોટી પુત્રી ને કોલેજ કરાવી ને સારા સુશીલ ઘર માં સાસરે વળાવી, બીજા નંબર ના પુત્ર ને તેના પપ્પાની જ જગ્યાએ જ એસ ટી બસ માં નોકરી મળી ગઈ અને નાનો દીકરો ચાલી શકતો ન હતો છતાં તેને પણ બીજા ઉપર બોજ બનાવવા ને બદલે પોતાના થી જે કામ થાય તે કરાવવા હિંમતવાન બનાવ્યો. તે હિસાબ કિતાબ માં ખૂબ હોશિયાર હતો ઘર નો હિસાબ તે સાંભળતો. તે સમયે ડીશ ચેનલ નું કામ ખુબ ચાલતું. તે કામના હિસાબો પણ નાના દીકરા એ ખૂબ સારીરીતે સાંભળતો. તે ડોકટર ના કહેવા મુજબ 20 વર્ષ જીવ્યો પણ તેને મમ્મી ની જેમ જ ખુમારી થી જીવ્યો.
પછી તો ક્રિષ્નાજી પણ વૃદ્ધ થયાં પણ તેના દીકરા વહુ એ તેમને ખૂબ સરસ રીતે સાંભળી લીધા.
આ છે મારા જીવન માં મેં જોયેલી કહાની. માણસ જો મન થી મજબૂત બને તો ક્યાં થી ક્યાં પહોંચી શકે છે તેનો સચોટ જીવતો જાગતો આ દાખલો છે.