અદ્રશ્ય - 12 Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદ્રશ્ય - 12

આગળ જોયું કે એક નાગ નગ્લોજના દ્વારપાલ ને નાગપુષ્પ અને ચેઇન આપે છે થોડા દિવસ પછી રાહુલ તેના ઘરના વાડા માંથી બહાર આવે છે અને તે રોશની ને નાગલોક ની ઘટના જણાવે છે.

પુજારીએ કહ્યું આ અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિર જાગૃત અવસ્થામાં છે. એટલે મને ખબર પડી કે એ ઊર્જા ત્યાં ભગવાનના જાગૃત અવસ્થામાં હોવાને લીધે મને મહેસુસ થતી હતી. એટલે હું જમીન અંદર સંદુક પાસે ગયો અને એ મંદિરમાં ભગવાનની મૂર્તિની નીચે જ જમીનમાં અંદર મેં એ સંદુક મુકી દીધું.

કેમકે મને ખબર હતી કે આટલું પ્રાચીન મંદિર કોઈ તોડશે નહિં અને ત્યાં આટલી વિશાળ મુર્તિ કોઈ હલાવી પણ શકશે નહીં. એટલે સંદુક ત્યાં સુરક્ષિત હતું.

પછી હું પાછો નાગલોક જવા નીકળ્યો કે નાગરાણી ત્યાંથી નીકળી ગયા છે કે કેમ....હું ત્યાં પહોંચ્યો અને જોયું પણ ત્યાં નાગરાણી નહિં હતાં. એટલે મેં માનવ રુપ લીધું અને રોડ પાસે ગયો તો ત્યાં એક બેફામ ટ્રક આવી અને હું પાછળ ફરીને જોવ તે પહેલાં જ તેણે મને........." રાહુલે રોશનીને કહ્યું.

"પણ તમારી પાસે તો અલૌકિક શકિતઓ હતી તો તમને એ ટ્રક કેવી રીતે નુકશાન પહોંચાડી શકે?" રોશની એ પુછયું.

"ત્યારે હું મનુષ્ય રુપમાં હતો એટલે મને ટ્રક પાછળથી આવે છે તે ખબર જ નહીં પડી એટલે ટક્કર લાગતા જ હું ત્યાં મરી ગયો." રાહુલે કહ્યું.

"તો એટલે નાગરાજ તમારી પાસે આવ્યા હતાં..." રોશનીએ કહ્યું.

"હા...અને નાગરાજ મને આ બધું યાદ કરાવવાની કોશિશ કરતાં હતાં. એટલે તે જે ઘરમાં જોએલું તે બધું સાચુઅ હતું હું તને જુઠું કહેતો હતો કે એવું કંઇ નથી." રાહુલે કહ્યું.

"કંઈ નહીં, હવે તો તમે આવી ગયા છો ને.....મને બીજું શું જોઈએ.....પણ...એ સંદુકમાં શું હતું કે તમે એની રક્ષા કરતાં હતાં?" રોશનીએ કહ્યું.

"એ સંદુકમાં એક તલવાર છે." રાહુલએ કહ્યુ.

"તો તમે એક તલવારની રક્ષા કરતાં હતાં.....એની શું રક્ષા કરવાની....મને તો એમ કે સોનાના દાગીના, હીરા-મોતી કે નાગમણી હશે." રોશનીએ કહ્યું.

"એ કોઈ મામુલી તલવાર નથી.....એ તલવારમાં વિશ્વને વિનાશ કરવાની શકિત છે." રાહુલે કહ્યું.

"એક તલવાર....તો એ તલવાર કોની છે?" રોશની એ કહ્યું.

" ભગવાન કલ્કિ ની........." રાહુલએ કહ્યુ.

"વિષ્ણુ અવતાર કલ્કિ...?" રોશનીએ પુછયું.

"હા....જયારે કૃષ્ણ ભગવાન નો આ પૃથ્વી છોડવાનો સમય નજીક આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણ એ તેમનાં સુદશઁન ચક્રમાંથી એક તલવાર કાઢી અને તેમનાં ભાઈ બલરામ એટલે કે શેષનાગને કહ્યું કે હવે જવાનો સમય નજીક છે એટલે એમની શકિતઓથી નિર્મિત આ તલવારને તે સુરક્ષિત સ્થાને મુકી દે કે જેથી જયારે કલિયુગના અંતમાં તેઓ કલ્કિ અવતાર ધરે ત્યારે આ તલવાર તેમની સહાયતા કરશે. એટલે શેષનાગ એ તે તલવારની સુરક્ષાનું દાયિત્ત્વ અપને સોંપ્યું....ત્યારથી એ તલવાર અમારી પાસે છે." રાહુલે કહ્યું.

"ઓ....તમે કેટલાં નસીબદાર છો ને....કે તમને આવું જોવાની તક મળી......હવે હું મમ્મી-પપ્પાને કહી દઉં છું કે તમે આવી ગયાં છો એટલે એ લોકો પણ અહીં આવી જાય..." રોશનીએ કહ્યું.

"એમને કહેવાની જરુર નથી.." રાહુલ એ કહ્યું.

"કેમ..?" રોશનીએ પુછયું.

"હું પાછો નાગલોક જાઉં છું...." રાહુલએ કહ્યું.

"નાગલોક......પણ હવે શું કામ છે?" રોશનીએ આશ્ચર્યથી કહ્યું.

"કેમકે મારે માનવો સાથે નથી રહેવું.." રાહુલએ કહ્યુ.

"આ શું કહો છો....એ નહીં ભુલો કે તમે નાગ ગયા જન્મમાં હતાં આ જન્મમાં તો માનવ જ છો અને કેમ નથી રહેવું અહીં....?" રોશનીએ કહ્યું.

"અહીં રહીશ તો રોજ મને મારા પુર્વ જન્મની યાતનાઓ યાદ આવશે......." રાહુલે કહ્યું.

"યાતનાઓ.......એ એક એકસીડન્ટ હતું....એને યાદ કરીને કોઈ મતલબ નથી, રાહુલ...!" રોશનીએ કહ્યું.

" એ એકસીડન્ટ જ નહિં.....આ સ્વાર્થી મનુષ્યો એ ઘણી તકલીફો આપી છે અમને.....અમને જ નહીં....બધાં જ જીવોને... જયાં જુઓ ત્યાં જંગલો કાપીને ઘર, ફેકટરી બધું બનાવી દે......જરા કંઈ જમીન માં દેખાય કે ખોદી કાઢે....પોતે મોજ શોખ અને સુખસગવડો ઊભી કરવા કુદરત સાથે ચેડાં કરે અને ભોગવવું અન્ય જીવો એ પડે.......અમારા ઘર પર માનવી ઘર બનાવે અને અમે ખાવાનાની શોધમાં આવ્યે તો મારી નાંખે....અમે કયાં જઈએ ....એકલાં મનુષ્યો માટે જ આ પૃથ્વી નથી....કેટલાં જીવો મનુષ્યોનાં લીધે મરી જાય છે તેનો તો તેમને અંદાજો જ નથી.....અમારું બસ ચાલે તો માનવ જાતિ જ વિલુપ્ત કરી દઈએ......અમને મુર્ખ બુધ્ધિનાં કહે.....પણ ખરેખર મુઢ તો માનવ છે જે એવું સમજે છે કે એ લોકો વિકાસ કરી રહ્યા છે...અસલ માં આ માનવવિકાસ વિનાશ તરફ જઈ રહ્યો છે...જાણી જોઈને પૃથ્વીને નષ્ટ કરી રહ્યાં છે....હું આવાં પાપમાં ન રહી શકું અને આ સ્વાર્થી મનુષ્યો સાથે રહું એનાં કરતાં સારું એ રહેશે કે નાગલોકમાં રહીને નાગોની મદદ કરું...નાગની રક્ષા કરું......" રાહુલએ કહ્યુ.

"પણ અમારું શું......તમને બોલાવવા આટલી મહેનત કરી તેનું શું..?" રોશની એ કહ્યું.

"તમે ઈચ્છો તો મારી સાથે આવી શકો છો પણ ત્યાં એક પણ મનુષ્ય ન હશે.....અહીંથી ઘણે દુર સપ્ત પર્વતોથી ઘેરાયેલો એક પ્રદેશ છે ત્યાં નાગવંશ જમીનની ઉપર પણ રહે છે હું ત્યાં જાવું છું તું વિચારી લેજે આવવું હોય તો આ પૃથ્વીનાં બધાં બંધનો છોડીને આવવું પડશે..."રાહુલે કહ્યું.

રોશની ત્યાં જ ઊભી રહી વિચારતી રહી ગઈ અને રાહુલ નાગલોક જતો રહ્યો.....

----------------×××××××××----------------