અદ્રશ્ય - 11 Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદ્રશ્ય - 11

આગળ જોયું કે સાધુ પુસ્તકમાં નાગપુષ્પનાં મુળ વિશે વાંચે છે.રાતે સાધુ ચંદ્રનાં પ્રકાશમાં નાગપુષ્પનાં મુળને મુકે છે અને સાધના કરે છે. સાધનાથી નાગપુષ્પ ખીલે છે અને સાધુ તે પુષ્પ અને રાહુલની ચેઈન નાગદ્વાર પર મુકવા નાગને બોલાવે છે.

કોડીઓની વચ્ચે બેઠેલો નાગ ચેઈન અને નાગપુષ્પ લઈને ત્યાંથી અદશ્ય થઈ જાય છે અને તે નાગલોકનાં દ્વાર તરફ જાય છે.

તે નાગલોકનાં દ્વાર પર ઊભો રહે છે. ત્યાં બીજા બે નાગ ઊભા છે.

"આ નાગપુષ્પ અને ચેઈન...રાહુલને નાગલોકમાંથી બહાર લાવવા માટે મોકલી છે." નાગે કહ્યું.

"પણ રાહુલ તો નાગરાજ સાથે ગયો છે." બીજા નાગે કહ્યું.

"હા....આ નાગપુષ્પ એમનાં સુધી પહોંચાડવાનું છે." નાગે કહ્યું.

સાધુએ મોકલેલા નાગ એ ચેઈન અને પુષ્પ આપ્યું અને ત્યાંથી જતો રહ્યો.

થોડા દિવસ પછી રાહુલ તેનાં ઘરનાં વાડામાંથી બહાર આવ્યો .તેણે રોશનીને બુમ પાડી. રોશની રુમમાં સુતેલી હતી. તેનો અવાજ સંભળતા જ રોશની ઝબકીને ઊઠી ગઈ.

"આ તો રાહુલનો અવાજ છે....." રોશની મનમાં વિચાર કરે છે.

રોશની પલંગ પરથી ઊભી થઈ ગઈ અને દોડીને વાડા તરફ ગઈ અને અચાનક ઊભી રહી ગઈ. સામે રાહુલ ઊભો હતો તેણે જોઈને રોશનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડીને રાહુલને ભેટી પડી.

"રાહુલ તમે ઠીક તો છો ને.......?" રોશનીએ રડતાં રડતાં કહ્યું.

"હા, હું સારો છું અને તું....." રાહુલએ કહ્યું.

"હું પણ ઠીક છું...પણ તમે ત્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા?" રોશનીએ કહ્યું.

"કેવી રીતે એટલે......નાગપુષ્પ તે મોકલ્યું હતું તેની મદદથી જ તો હું અહીં આવ્યો છું." રાહુલે કહ્યું.

"હા...... એ મમ્મી-પપ્પા હરિદ્વાર છે ત્યાં એક સાધુ છે તેમની મદદથી નાગપુષ્પ મોકલ્યું હશે." રોશનીએ કહ્યું.

"તમે ત્યાં કેમ ગયાં હતાં?" રોશનીએ પુછયું.

"સંદુકનો રસ્તો બતાવવા...અને જેવું અમે નાગલોક પાછાં આવ્યાં ત્યારે આ નાગપુષ્પ મળ્યું." રાહુલ એ કહ્યું.

" સંદુકનો રસ્તો...?"રોશની એ કહ્યું.

" હા......એ સંદુક સુધી પહોંચવાનો રસ્તો મને જ ખબર હતી." રાહુલએ કહ્યું.

"પણ કેમ.....મારે બધું જાણવું છે.....મને કહો કેમ તમને જ આ રસ્તાની ખબર હતી કે જેણે લીધે નાગરાજે તમારી પાસે આવવું પડયું...?"રોશની એ કહ્યું.

"આ મારા પુર્વ જન્મની વાત છે.....ગયા જન્મમાં હું એક નાગ હતો.........તે પણ સામાન્ય નાગ નહિં....મારી પાસે ઘણી શકિતઓ હતી જે મને નાગરાજે આપી હતી... નાગરાજ અને નાગરાણીની ગેરહાજરીમાં નાગલોકની જવાબદારી મારા પર જ હતી...તે જન્મમાં મારું નામ કનિષ્ક હતું.

એક દિવસ નાગરાજ નાગલોકની બહાર ગયાં હતાં.ત્યારે અચાનક જમીનની ઊપરથી કોઈ મશીનનો જોરમાં અવાજ આવ્યો. એ અવાજ સાંભળીને તરત નાગરાણીએ એક નાગને ઉપર જોવાં મોકલ્યો.

નાગ ઉપરથી જોઈને આવ્યો અને નાગરાણીને કહ્યું કે, 'નાગરાણી ઉપર જમીન પર માનવ એ બનાવેલાં મશીનો છે અને તે જમીન ખોદે છે... આ અવાજ એનો જ છે.'

નાગરાણીએ એક ઈચ્છાધારી નાગને બહાર મોકલ્યો અને તેને મનુષ્ય રુપમાં જવા કહ્યું કે જેથી તે ત્યાંનાં માણસોને પુછે કે આ ખોદકામ કેમ થાય છે.

તે ઈચ્છાધારી નાગ ત્યાંથી આવ્યો પછી તેણે કહ્યું કે ઉપર જમીન એટલે ખોદે છે કેમકે મનુષ્યો ને જાણ થઈ છે કે આ જમીન નીચે કોઈ ખનીજ છે.તે કાઢવા માટે પ્રયત્નો કરે છે.

[નાગરાણી અને રાહુલ(કનિષ્ક) વચ્ચેનો સંવાદ]

"આ મનુષ્યો કયારેય નહીં સુધરે.....આખી પૃથ્વી પર માત્ર એમનો જ અધિકાર હોય એમ વર્તન કરીને કુદરતને નુકશાન પહોંચાડે અને જયારે તેમના લીધે કુદરતી આપતિઓ આવે ત્યારે આંસુ વહાવે..." નાગરાણીએ ગુસ્સે થઈ કહ્યું.

"નાગરાણી, હવે શું કરીએ....ખનીજ તત્વો તો આપણા લોક ની પણ નીચે છે." કનિષ્ક (રાહુલે) કહ્યું.

"હવે આપણે અહીંથી સ્થળાંતર કરવું પડશે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી." નાગરાણીએ કહ્યું.

"સ્થળાંતર......?" કનિષ્ક (રાહુલ)એ કહ્યું.

"નાગ કનિષ્ક....., નાગરાજની ગેરહાજરીમાં આ નાગ-નાગિનો ને સુરક્ષિત અન્ય નાગભુમિ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે એટલે હું અન્ય નાગ-નાગિન સાથે આવું છું. તમારી પાસે એટલી શકિતઓ છે કે તમે અહીં આ નાગભૂમિમાં જે સંદુક છે તેની રક્ષા કરી શકો...તેથી તમે અહીંથી સંદુકને લઈ જઈ એ સંદુકને સુરક્ષિત સ્થાને મુકી દો કે જયાં મનુષ્ય પહોંચી ના શકે...કેમકે આટલું ભારી સંદુક દુર સુધી લઈ જવા માટે સમય જોઈશે." નાગરાણીએ કહ્યું.

"જે આદેશ નાગરાણી...." કનિષ્ક એ કહ્યું.

(રાહુલ રોશની ને આગળ કહે છે:)

"નાગરાણીનો આદેશ મળતાં જ હું ત્યાંથી નીકળી ગયો. અમારી અન્ય નાગભુમિ જયાં નાગરાણી જવાના હતાં તે અહીંથી ઘણી દુર હતી તેથી હું એને ત્યાં સુધી નાગરાજની મદદ વગર લઈ જવામાં અસમર્થ હતો.એટલે નાગરાજ આવે ત્યાર સુધી મારે એ સંદુક સુરક્ષિત સ્થાને મુકવાનું હતું.

હું એ સંદુકને લઈને ઘણે દૂર સુધી ગયો પછી મને રસ્તામાં એક અજીબ ઊર્જાની અનુભૂતિ થઈ. તેથી મેં સંદુક ત્યાં મુકયું અને જમીનની ઉપર જોવાં ગયો કે આ ઊર્જા શેની છે.....ઉપર જોયું તો ત્યાં એક અતિ પ્રાચીન મંદિર હતું. મેં માનવ રુપ લીધું અને તે મંદિર વિશે જાણવા માટે પુજારી પાસે ગયો.

ક્રમશ.....