Adrashy - 1 books and stories free download online pdf in Gujarati

અદ્રશ્ય - ૧

રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં.

"મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો.

"તું અને તારું આ સપનું....હવે તો સપનામાં પણ રોશની જ દેખાવી જોઈએ..... ને તું બસ એક સપનાંની પાછળ લાગેલો છે." રાહુલની માતા એ હસીને કહ્યું.

"શું આવ્યું સપનું...રાહુલ?" રોશનીએ પુછયું.

"કંઈ નહીં જવા..દે, દિકરા....એ અને એના સપના...બહુ ભારી..ચાલ,આપણે આપનું કામ કરીએ." રાહુલની માતા એ કહ્યું.

રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયાં હતાં. સીધી સાદી અને શાંત રોશનીએ ઘરમાં બધાંનુ મન જીતી લીધું હતું.

રાત્રે બધાં સુઈ ગયા હતા.
રોશનીએ ઊંઘમાં પડખું ફેરવું બાજુમાં તેનો હાથ પલંગ પર પડયો તેને તરત આંખ ખોલી. તેને બાથરૂમ તરફ જોયું. બાથરુમનું બારણું બહારથી બંધ હતું.

"રાહુલ આ સમયે કયાં ગયા હશે....." રોશની વિચાર કરે છે.

તે ઊભી થઈ રુમની બહાર જાય છે પણ રાહુલ દેખાતો નથી.

"કદાચ મમ્મી-પપ્પાની તબિયત બગડી હોય એટલે તેમના રુમમાં હશે" રોશની બોલી.

તે સાસુના રુમ પાસે જાય છે પણ અંદરથી દરવાજો બંધ હતો. "અત્યારે સુતેલા હશે...એમને હેરાન નથી કરવા...ખોટું ટેન્શન લેશે.." રોશની એ મનમાં વિચારી રુમમાં જતી રહી.

રાહુલનો ફોન પણ રુમમાં જ છે....કયાં ગયા હશે? રોશની ચિંતા કરવા લાગી.

તે તેની બાલ્કની પાસે ઊભી રહી.સામે આકાશમાં પુનમનો ચાંદ સોળ કળાએ ખીલી ઊઠયો હોય તેવો તેનો પ્રકાશ નભમાં ફેલાયેલો હતો.મંદ ઠંડો પવન ફૂંકાઇ રહ્યો હતો.રોશની આભ તરફ જોઈ રહી હતી.તેના મોઢા પર ચિંતા દેખાતી હતી.

થોડી વાર પછી તે પલંગ પર સુતી સુતી રાહુલની રાહ જોતી હતી.તે જોકા મારવા લાગી અને થોડી વાર પછી સુઈ ગઈ.
સવારે ઊઠી તો રાહુલ બાજુમાં જ સુતેલો હતો.

રોશની ઊભી થઈ અને ફ્રેશ થઈ કિચનમાં ગઈ.થોડી વાર પછી રાહુલ ઉઠયો અને ઓફિસ જવા તૈયાર થઈ કિચનમાં ગયો.

"રોશની નાસ્તો આપ મને મોડું થાય છે" રાહુલે કહ્યું.

"હા, આપું છું....." રોશની એ કહ્યું.
" રાહુલ તમે રાતે ક્યાં ગયાં હતાં...?" રોશનીએ નાસ્તો આપતાં પુછયું.

"હું....,હું કયાં જવાનો....તારી બાજુમાં જ તો સુતેલો હતો." રાહુલ એ કહ્યું.

રાહુલના કહેવાથી રોશનીને નવાઈ લાગી પણ તેણે વધુ બોલવું યોગ્ય ન લાગ્યું.નાસ્તો કરી રાહુલ ઑફિસ જવા નીકળી ગયો.

બીજી રાતે પણ રાહુલ ઘરમાં ન હતો.રોશની એ એને ફરી પુછયું પણ તે અજાણ જ બની રહયો જાણે કંઈ થયું જ નથી.

આવું ત્રણ-ચાર દિવસ સુધી થયું એટલે રોશનીને શ થવા લાગ્યો.....કે રાહુલ એને જુઠું તો નથી બોલતો ને...

એના મનમાં અલગ અલગ વિચાર ચાલવા લાગ્યા.

"રાહુલ પર આમ હું શક કરું એ યોગ્ય નથી.....કદાચ એને કંઈક કામ હોય તો... જે એ મને કહી શકતા ન હોય એટલે જુઠું બોલતાં હોય....." રોશની મનમાં વિચાર કરે છે.

રાત્રે રાહુલ સુઈ ગયો....પણ આજે રોશનીને ઊંઘ આવી જ નહીં. તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે રાહુલ એ એને જુઠું કેમ કીધું. આખી રાત તે રાહ જોતી રહી કે રાહુલ જાય અને તે તેનો પીછો કરે. પણ આજે રાહુલ રુમમાં સુતેલો જ હતો. બે દિવસ રોશનીએ તેનાં પર નજર રાખી પણ રાહુલ ઘરમાં જ સુતેલો હતો. રોશની હવે એ વાત ભુલી ગઈ.થોડા દિવસ પછી રોશનીનાં સાસુ-સસરા તીર્થ યાત્રા પર નીકળી ગયાં.

રાત્રિનો સમય હતો. રોશની સુતેલી હતી અચાનક કંઈ પડયું હોય તેવો અવાજ આવ્યો. રોશનીની તરત આંખ ખુલી ગઈ. તેણે બાજુમાં જોયું તો રાહુલ સુતેલો હતો. તે ઊભી થઈ અને બહાર ગઈ પણ બહાર કોઈ દેખાતું ન હતું. ડાઈનીંગ ટેબલ પરથી ગ્લાસ નીચે પડેલો હતો રોશનીએ તે ઊંચકયો. રોશનીએ હૉલમાંથી બહાર જોયું તો વાડામાં મુકેલો હિંચકો જુલતો હતો. તેણે વાડામાં જોયું ત્યાં હિંચકા પર એક કણો (નાગનું બચ્ચું) હતો.

"આ અહીં કયાંથી આવ્યું? " રોશની બોલી.
તેને છેડવું નથી જાતે ચાલ્યું જશે એમ વિચારીને તે રુમમાં ગઈ અને સુઈ ગઈ.

ક્રમશ......






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED