અદ્રશ્ય - 8 Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

અદ્રશ્ય - 8

આગળ જોયું કે સાધુ એ રાહુલ વિશે જાણવા એક નાગને બોલાવ્યો હતો. તે નાગ દ્વારા જાણવા મળ્યું કે રાહુલને જે નાગ સપનામાં દેખાતો હતો તે નાગ રાહુલ પોતે જ છે અને નાગરાજ કોઈ ગુફાનો રસ્તો જાણવા રાહુલ પાસે આવે છે.

કોડીઓની વચ્ચે બેઠેલો નાગ અદશ્ય થઈ ગયો.

સાધુ : "આટલું જાણ્યા પછી એટલું તો ખબર પડી ગઈ કે
નાગરાજ રાહુલને તેનાં સ્વપ્નમાં દેખાતા સોનાના
સંદુક સુધી પહોંચવાનો રસ્તો જાણવા માંગે છે."

રાહુલનાં પિતા : "પણ રાહુલને એ રસ્તો યાદ તો નથી."

સંત : " એ તો રાહુલને યાદ આવી જ જશે."

રાહુલની મમ્મી : "તો હવે આપણે શું કરીએ."

સાધુ : "આપણે એને નાગલોક જતાં રોકી તો ના શકીએ ,
પણ એને ત્યાંથી પાછા લાવવાની કોશિશ જરૂર કરી
શકીએ છે.પણ રાહુલ જશે પછી જ કંઈ કરી
શકાશે."

રાત પડી ગઈ છે. રાહુલનાં માતાપિતા સંતનાં આશ્રમમાં પાછા જતાં રહે છે.

બીજી બાજુ રોશની અને રાહુલ પિકચર જોવા ગયા છે.

મોડી રાત્રે તેઓ ઘરે આવ્યા પછી રોશની બાથરૂમમાં જાય છે.
આ બાજુ રાહુલ બૅડ પર સુતેલો હોય છે અને તે સંદુક સુધી પહોંચવાનો રસ્તો યાદ કરવાની કોશિશ કરે છે અને અચાનક તે ઊભો થઈ જાય છે.તે વાડા તરફ જવા લાગે છે.

રાહુલ આંખો બંધ કરે છે અને મંત્ર બોલે છે. થોડીવાર પછી વાડામાં હિંચકા પાસે નીચે પથ્થર ખસે છે તેમાંથી કાળો નાગ બહાર આવે છે.

"નાગરાજ, મને બધું યાદ આવી ગયું છે." રાહુલ એ કાળા નાગને કહ્યું.

"તો ચાલ અત્યારે જ મારી સાથે, નાગલોક." નાગરાજ એ કહ્યું.

"પણ રોશની......" રાહુલે કહ્યું.

"તારું નાગલોક જવું રોશની કરતાં વધારે અગત્યનું છે." નાગરાજે કહ્યું.

"ઠીક છે હું મારી ફરજ અવશ્ય પુરી કરીશ પણ કામ પુરું થતાં જ હું પાછો અહીં આવી જઈશ." રાહુલે કહ્યું.

"તને ખબર છે કે એક વાર કોઈ મનુષ્ય નાગલોકમાં પ્રવેશ કરે છે પછી તે ત્યાંથી બહાર આવી શકતો નથી..." નાગરાજ એ કહ્યું.

"હા, ખબર તો છે પણ......" રાહુલ વિચાર કરતાં કરતાં બોલે છે.

"હવે વિચારવાનો સમય નથી રહ્યો.....ઇશ્વરની આ જ ઈચ્છા છે. અને તું મનુષ્ય છે એટલે આજે નહીં તો કાલે...એકનાં એક દિવસ આ બધું છોડીને જવાનું જ છે." નાગરાજે કહ્યું.

"હા..., તમારી વાત સાચી છે હું તમારી સાથે આવવા તૈયાર છું." રાહુલે કહ્યું.

બીજી બાજુ રોશની બાથરૂમમાંથી બહાર આવે છે.

"રાહુલ કયાં ગયાં?" રોશની મનમાં વિચાર કરે છે. તે બહાર હૉલમાં જાય છે. ત્યાં રાહુલ ન દેખાતા તે વાડા તરફ જોઈ છે.

આ બાજુ રાહુલ અને નાગ બંને વાડામાં જયાં પથ્થર ખસીને રસ્તો ખુલ્યો હતો તે રસ્તા પરથી નાગલોક જાય છે.

રોશની રાહુલને જમીનની અંદર જતાં જોઈ છે.

"રાહુલ....." રોશની એ જોરમાં બુમ પાડી અને વાડા તરફ દોડી. પણ રાહુલને તેનો અવાજ સંભળાયો નહિં.

રોશની ત્યાં પહોંચે તે પહેલાં જ તે રસ્તો બંધ થઈ ગયો અને જાણે ત્યાં કંઈ જ નહીં હોય તેમ વાડામાં પથ્થરની ટાઇલસઓ ગોઠવાઈ ગઈ.

રોશની અવાક્ બની નીચે બેસીને રાહુલને બુમ પાડવા લાગી.
રોશનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને કંઈ સુજ નહીં રહી.

"હવે હું શું કરું..." રોશની મનમાં વિચાર કરે છે અને એટલામાં તેની નજર વાડામાં એક ખુણામાં પડેલા દાતરડાં અને કુલ્હાડી પર પડે છે. તે કુલ્હાડી લઈને જોરમાં પથ્થર પર વાર કરે છે. પથ્થર તુટી જાય છે અને તે માટી ખોદવા લાગે છે પણ રોશનીને ત્યાં કંઈ જ મળતું નથી. ત્યાં કોઈ રસ્તો ન હતો.

થોડી વાર પછી તે ઊભી થઈ અને રુમમાં ગઈ. રોશનીએ તેનો ફોન લીધો અને સો નંબર ડાયલ કર્યો.કૉલ લગાવતા જ એને વિચાર આવ્યો કે એ પોલિસને શું કહેશે....રાહુલ એક નાગ સાથે જમીનમાં અદશ્ય થઈ ગયો..? અને કહેશે તો પણ પોલીસ એની વાત માનશે?
આવું વિચારતા જ તેણે પોલીસને ફોન કરવાનું માંડી વાળ્યું.

"હા પણ...., હું મમ્મીને તો કહી જ શકું છું ને..."

તે રાહુલની મમ્મીને ફોન કરે છે.

રીંગ વાગી રહી છે.

"આટલા વાગ્યે કોનો ફોન હશે?" રાહુલનાં પિતા રાહુલની મમ્મીને કહે છે.

રાહુલની મમ્મી ફોન જોઈ છે.

"આ તો રોશનીનો ફોન છે....અત્યારે ફોન કેમ આવ્યો હશે..બધું ઠીક તો હશે ને.." રાહુલની મમ્મી વિચાર કરે છે.

રાહુલની મમ્મી ફોન ઊંચકે છે.

"હા, રોશની બોલ..." રાહુલની મમ્મી એ રોશનીને કહ્યું.

"મમ્મી....મમ્મી... રાહુલ" રોશનીએ રડતાં રડતાં કહ્યું.

"રાહુલ...રાહુલને શું થયું..? રાહુલની મમ્મીએ ગભરાઈને કહ્યું.

રોશનીએ રાહુલની મમ્મીને જે થયું તે બધું કહી દીધું.

"રોશની તું રડ નહિં....અમને ખબર હતી કે રાહુલ જતો રહેશે." રાહુલની મમ્મી એ કહ્યું.

"આ શું કહો છો...મમ્મી , તમને ખબર હતી?" રોશનીએ કહ્યું.

"હા, રોશની.....અહીં એક સાધુ છે તેમને અમને બધું પહેલેથી જ કહી દીધું હતું." રાહુલની મમ્મી એ કહ્યું.

"મમ્મી, સાધુએ બીજું શું કહ્યું હતું?" રોશનીએ પુછયું.

રાહુલની મમ્મી એ સાધુ સાથે થયેલી વાતચીત રોશનીને જણાવી.

"મમ્મી, તો રાહુલ પાછો આવશે ને....?" રોશની એ કહ્યું.

"હા.....રોશની, તું ચિંતા ના કર. અમે અહીં બધી કોશિશ કરીશું...તું કાલે તારી મમ્મી પાસે જતી રહેજે." રાહુલની મમ્મી એ કહ્યું.

ક્રમશ.......