lakir books and stories free download online pdf in Gujarati

લકીર

લકીર.....
વાતાઁ....
આયુષી ને એક દીકરો હતો મનન. મા દીકરો એકલા જ રહેતા હતા. આયુષી નો વર એક વષઁ પહેલા અકસ્માત મા મૃત્યુ પામ્યો. એના વર નો ધંધો હતો એટલે બંગલો, મિલકત અને ધંધો બધુ જ આયુષી અને મનન નુ હતુ. પણ મનન હજુ ત્રણ વર્ષ નો જ હતો અને આયુષી ના અને એના વર ના બીજા કોઇ સગા વહાલા ન હતા.આયુષી અને વિશાલના લવ મેરેજ હતા.. કોલેજમાં સાથે ભણતાં પ્રેમ થઈ ગયો અને બેવ એકબીજા ની નજીક આવી ગયા... વિશાલના પપ્પા હતા એમનો ધંધો હતો જ્યારે આયુષી તો અનાથ આશ્રમમાં મોટી થયેલી એના માતા પિતા વિશે એને કંઈ ખબર ન હતી.... જ્યારે વિશાલે આયુષી ને કહ્યું કે તું મને બહુ ગમે છે અને હું તને પ્રેમ કરું છું... ત્યારે જ આયુષી એ વિશાલ ને બધું કહી દીધું કે એ એક અનાથ છોકરી છે અને તું સારા પરિવાર નો છે તો પહેલા તારા માતા પિતા ને પુછી જો એ હા પાડે તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું... અનૂ વિશાલે આયુષી ને કહ્યું કે એને જન્મ આપતા જ મા મરી ગઈ મને મારા પિતા એ જ મા બાપ નો પ્રેમ આપી મોટો કર્યો છે હું મારા પિતા ને ઓળખું છું એ ના નહીં કહે છતાંય હું પુછી ને કાલે જવાબ આપું.... વિશાલે ઘરે આવી એના પિતાજી ને વાત કરી એમણે આયુષી ને ઘરે બોલાવી અને કંગન ભેટ આપ્યાં.... થોડાક જ સમયમાં બન્ને ના લગ્ન થયા અને વિદેશ ફરી આવ્યાં અને એક સવારે વિશાલના પિતા ને એટક આવ્યો એ બચી ના શકયા..
આયુષી એ મનોબળ મજબૂત કરી ધંધો સંભાળતી અને આોફિસ જતી પણ એને એકલતા બહુ સાલતી દિવસ તો આોફિસ મા પુરો થઇ જતો એને વિશાલ જોડે વિતાવેલા એ દિવસો યાદ આવતા અને એ રડી પડતી.
એક દિવસ ઓફીસ મા હતી અને એની બહેનપણી નિલા આવી આયુષી એ પોતાની વેદના વ્યક્ત કરી નિલા એ કહ્યું કે એક સારા જયોતિષ છે હું તને એમનુ કાડઁ આપુ તુ મળી જો કંઈક રસ્તો નીકળશે .
આયુષી જયોતિષ ને મળવા ગઈ. ભભકાદાર ઓફિસ હતી
જયોતિષ અરૂણ જોષી એ પોતે બહુ જાણકાર હોય એવો દેખાવ કરી આયુષી પર પ્રભાવ પાડયો.
આયુષી અરૂણ ના દેખાવ અને પ્રભાવ મા આવી ગઈ અને રોજ કંઈ ને કંઈ બહાનું કાઢીને અરૂણ ને મળવા લાગી... અરૂણ પણ એ જ ઇચ્છતો હતો એ જાણતો હતો સ્ત્રી ની લાગણી ભુખ. માટે જ અરૂણ આયુષી ના અંહમ ને પંપાળતો અને એના ખૂબ જ વખાણ કરતો અને આયુષી અને મનન નું ધ્યાન રાખતો અને એ બે ને ખુબ જ સાચવતો અને એવુ બતાવતો કે એ એ બે ની બહુ જ પરવા કરે છે.
આમ આયુષી અરૂણ ની વાતો મા આવી ગઈ. અરૂણ પણ વિધુર હતો એને એક દીકરી હતી પાંચ વર્ષ ની જે એના નાના નાની પાસે ગામડે રહીતી હતી અને બીજું કોઈ નહીં હોવાથી અરૂણ જયોતિષ જોવાનિ નામે ઠગાઇ કરતો. ખોટી અંધશ્રદ્ધા અને હાથની લકીરો વિશે બધા ને ખોટું સમજાવી વિધી કરવા ના નામે રૂપિયા પડાવતો અને બધા ને ગેરમાર્ગે દોરી પોતાની તિજોરી ભરતો.
આયુષી અને અરૂણે લગ્ન કર્યા અને અરૂણે થોડા જ વખત મા આયુષી ની બધી જ મિલ્કત પર કબજો જમાવી દીધો અને આયુષી અને મનન ને બંગલા ની બહાર કાઢ્યા અને લકીરો ના ભરોસે છોડી દીધા..........
* ભાવના ભટ્ટ અમદાવાદ * ..........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED