પ્રેમ અંગાર - પ્રકરણ : 35 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અંગાર - પ્રકરણ : 35

પ્રકરણ ; 35

પ્રેમ અંગાર

જાબાલી ઇશ્વા અંગીરા ગાડીમાં સામાન મૂકવા લાગ્યા મુંબઇ પાછા જઇ રહ્યા છે. જાબાલી વિશ્વાસને ભેટી વિદાય લીધી ઇશ્વાએ કહ્યું કંઇ કામ હોય અચકાતા નહીં જણાવજો. અંગિરા વિશ્વાસને ભેટી અને એના કાનમાં કહ્યું “બાય વિશું હું પાછી આવીશ પછી મોટેથી કહ્યું બાય વીશુ વિશ યુ ગ્રેટ ડેઇઝ અહેડ. કહી બધા મુંબઇ જવા નીકળી ગયા.”

આસ્થાનો ફોન આવ્યો. વિશ્વાસે કીચનમાંથી દોડી આવીને ફોન લીધો. હાય આશુ લવ યુ સ્વીટું આસ્થા કહે વિશુ મીસ યું શું કરો ? વિશ્વાસ કહે આ કોફી બનાવું છું એટલે સાથે નાસ્તો કરી ઓફીસ જઉં બોલ આશુ તારે કંઇ કહેવાનું હતું શું ? આસ્થાએ કહ્યું “હાં વિશુ અહીંથી બેંગ્લોર જલ્દી આવવું છે. અહીં બધી ધાર્મિક વિધી અને બીજા કામ અંગે તમે બેંગ્લોર શીફ્ટ થયા મારાથી અવાયું નહીં. વિશુ એક વાત મનમાં ખટકે છે મને અંગિરા ઉપર ભરોસો નથી તમે એવી વ્યક્તિ છો જ નહીં પણ એ તમારી સાથે કંઇ પણ વર્તી શકે. મને ચિંતા રહે છે. અને એ લોકો સાથે આવી છે મને જણાવ્યું પણ નહીં. વિશ્વાસ કહે મારો કોઇ ઇરાદો નહોતો પણ એમ જ વિસરાઈ ગયું પણ તું ચિંતા ના કર. તારો વિશુ ફક્ત તારો જ છે મને મારા જીવ, શરીર કે મનને કોઇ અભડાવી નહીં શકે. એક વાત તને કહેવી છે. મારાથી એક ભૂલ થઇ છે નશામાં, હું તારા જ વિચારોમાં યાદોમાં હતો અને અહીં હોટલની પાર્ટીમાં... આસ્થા મને માફ કરી દેજે. તારાથી છુપાવી હું શાંત ચિત્તે જીવી ના શકત. પારદર્શતા આપણા પ્રેમમાં જરૂરી છે એટલે જણાવી રહ્યો છું હું પ્રાયશ્ચિત કરીશ.”

આસ્થા કહે “તમે આ શું બોલો છો વિશુ ? તમે આમ કરી જ ના શકો આવું કદી થઇ જ ના શકે અને આસ્થા ફોન ઉપર જ ખૂબ જ રડી અને કીધું વિશુ તમે મારો વિશ્વાસ તોડ્યો છે. હું હવે આ સંબંધ આગળ નહીં વધારી શકું એણે ફોન કાપી નાંખ્યો.”

વિશ્વાસ એકદમ ગભરાઈને પથારીમાં બેઠો થઈ ગયો એને થયું આ સ્વપ્ન છે કે સત્ય ? એણે જોયું આ ખૂબ ભયંકર સ્વપ્ન હતું એણે હાશકારો કહ્યો હું આસ્થાને કંઇ જ નહીં કહું ના મારાથી નહીં જ કહેવાય. આશુ મને માફ કરજે પરંતુ મારાથી આવી કદી ભૂલ નહીં જ થાય એ એકદમ પથારીમાંથી ઊભો થઇ તૈયાર થવા ગયો.

આજે વિશ્વાસની ડૉ. અગ્નિહોત્રી સાથે મીટીંગ હતી. એ ઝડપથી ઓફીસ પહોંચીને તરત એમને મળવા માટે એમની ચેમ્બરમાં ગયો.. ડૉ. અગ્નિહોત્રી અંદર બોલાવ્યો. ડૉ. અગ્નિહોત્રી સાથે બીજા બે ત્રણ બેઠેલાં હતાં. યુ.એસ. થી એમનાં પ્રોજેક્ટ પાર્ટનર આવેલા હતા. ડૉ. કલેન્સી એન્ડ ડૉ. રિચાર્ડ્સ. ડૉ. અગ્નિહોત્રીએ વિશ્વાસની ઓળખાણ કરાવી અને કહ્યું વિશ્વાસ તારી પાસે જ નાસાનો પ્રોજેક્ટ છે એમાં ડૉ. કલેન્સી અને રીચડ્સનું સઝેશન છે કે તું યુ.એસ. જઇને કામ કર. ત્યાં ટ્રેઇનીંગ લઇ આખો પ્રોજેક્ટ પૂરો કર. અહીંની તમારી ટીમનાં બીજા કામ કરશે અને તારી સૂચના પ્રમાણે અહીં રહી ફોલો કરશે. એક ખાસ વાત છે કે આ પ્રોજેક્ટ નાસાનાં સહયોગમાં ચોક્કસ છે. મને આશા છે કે તારા નોલેજ, અત્યાર સુધીનો અનુભવ અહીંની ટ્રેઇનીંગ અને ત્યાં માસ્ટર ટ્રેઇનીંગ પછી તું ખૂબ સરસ રીતે પ્રોજેકટ કરીશ અને અહીં અને યુ.એસમાં તારાં સહકારમાં ટીમ સાથે જ હશે આ એક ટીમ વર્ક હશે અને એનો લીડર તું. મને વિશ્વાસ છે આ પ્રોજેક્ટ ખૂબ સફળતાપૂર્વક પાર પડશે. અહીં તારી ટીમમાં તારી સાથેનો સિધ્ધાંત તથા ડૉ. સુબ્રમણ્યમ, ડૉ. વસાવા અને અન્ય છે જ.

વિશ્વાસ કહે “ઓકે સર તમારો ભરોસો ક્યારેય નહીં તૂટે હું ખૂબ કુશાગ્ર રીતે પ્રોજેક્ટ પૂરો કરીને સફળતા મેળવીશ જ. મારે એના માટે ક્યારે જવાનું છે ? હું એ પ્રમાણે તૈયારી કરું અને એક વાર મારે મારા ગામ જવું પડશે.”

ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું “વિશ્વાસ મને પૂરો ભરોસો છે. તારે અહીનું કામ સમજી ડૉ. સુભ્રમણ્યમ, ડૉ. વસાવા અને હું બધા સાથે ચાર દિવસનું કામ છે એ પછી બે ત્રણ દિવસ બાકીની ફોર્માલીટી છે તું બે ત્રણ દિવસ ગામ જઇ પછી પાછો આવી અહીં હાજર થઇ જજે થોડો સમય ઓછો છે. શોર્ટ નોટીસમાં કહ્યું છે. બેંગ્લોર તારું હેડક્વાર્ટર રહેશે. પ્રોજેક્ટ પૂરો કર્યા પછી પણ તારે કાયમી બેંગ્લોર જ રહેવાનું છે. બાય ધ વે આસ્થા કેમ છે ? એના દાદા દાદીનાં સમાચાર સાંભળેલા બહુ દુઃખ થયું મારા વતી એમને આશ્વાસન આપજે યાદ આપજે.

વિશ્વાસે કહ્યું “થેંક્યુ સર, આઇમ સો હેપી ફોર ન્યૂ પ્રોજેક્ટ એન્ડ આઈ હેવ કોન્ફીડન્સ ફોર ઇટ્સ સક્સેસ. એણે ડૉ. કલેન્સી અને ડૉ. રીચડ્સ સાથે હાથ મિલાવ્યા. ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું વિશ્વાસ તું ડૉ. કલેન્સી અને ડૉ. રીચડ્સ સાથે જા અને પ્રોજેક્ટ પર કામ ચાલુ કર. વિશ્વાસ બન્ને સાથે લેબમાં ગયો.

ભટ્ટજીનાં ઘરની પાસે સવારે ગાડી આવીને ઉભી રહી. સંશયવશ આસ્થાએ બારીમાંથી ડોકું કાઢી બહાર જોયું. આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ એનાથી બોલાઈ ગયું વિશુ તમે ? આસ્થાએ દોડીને ખડકીનો મુખ્ય દરવાજો ખોલી બહાર દોડીને વિશ્વાસને વળગી ગઇ. વિશ્વાસે એને વ્હાલથી સમાવી લીધી અને મધુર ચુંબન કરી દીધું આસ્થાએ કહ્યું. “શું એકદમ જ ના કોઇ ફોન ના મેસેજ આનંદ આશ્ચર્યમાં નાંખી દીધી. કેટલું સારું લાગ્યું વિશુ તમે આવી ગયા. હવે નથી જવા દેવાની કેટલો વિરહ આપશો નહીં જીરવાતો મારાથી. વિશ્વાસ કહે” જો એટલે જ આવી ગયોને.”

એટલામાં પાછળ પાછળ માં દોડી આવ્યા. વિશ્વાસને જોઈ હરખપદુડા થઈ ગયા. આંખોમાં નીર ઉભરાયા. વિશ્વાસે નમીને ચરણ સ્પર્શ કર્યા. વ્હાલથી માં ને ભેટી પડ્યો. માં કહે ખુબ સુખી થાવ. આમ અચાનક ? બધુ ક્ષેમકુશળ છે ને ?

વિશ્વાસ કહે હાં માં બધુ જ સારું છે મને અંદર તો આવવા દો પછી બધી વાત કરું. માં એ હસતા હસતા કહ્યું આવ દીકરા તારા આવવાથી ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. અહીં અમે બે જણાં... સાવ કહી ફરી આંખો ભીની થઈ ગઇ. આસ્થાની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યાં. વિશ્વાસ કહે તમને દુઃખ આપવા કે રડાવવા નથી આવ્યો. ચલો હસો જોઉં. માં સરસ ચા પીવરાવ પહેલાં હું કાનજીકાકાને કહું સામાન બધો ઘરમાં લાવી દે. આશુ હું ફ્રેશ થઇ જઉં પછી શાંતથી બેસી વાતો કરીએ. માં એ કહ્યું ચાલ અબ ઘડી બનાવું દીકરા આસ્થા તું નાસ્તો તૈયાર કર ભાઈ તું ત્યાં સુધી ફ્રેશ થઇ આવ જા.

આસ્થા તો આજે આનંદથી ઘેલી થઇ ગઇ છે એ રસોડામાં જઇ નાસ્તાની તૈયારી કરવા લાગી. આજે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું આનંદ આનંદ છવાઈ રહ્યો છે.

વિશ્વાસ ફ્રેશ થઇ તરત જ સેવારૂમમાં જઇ માં બાબાનાં દર્શન કર્યા સંપૂર્ણ આશીર્વાદ લીધા અને દિવાનખંડમાં આવી બેઠો એને ઘણાં સમયે ઘરે આવેલ ખૂબ આનંદ અને હાશ થઈ રહી હતી. આસ્થા અને માં ચા નાસ્તો લઇને આવ્યા એની સાથે બેઠાં.

વિશ્વાસે કહ્યું “માં મારું પ્રમોશન થયું હું બેંગ્લોર ગયો પછી મારા બોસે કહ્યું તારી ટ્રેઇનીંગ અહીંની પુરી કરી નવા પ્રોજેક્ટ માટે તારે થોડો સમય યુ.એસ. જવાનુ છે. મારે ત્યાં નાસાનાં પ્રોજેક્ટ માટે જવાનું છે મારા પર પૂરો ભરોસો છે એટલે મને મોકલે છે. આસ્થા અને માં તો સાંભળી જ રહ્યા. આસ્થાનો ધીરજનો બાંધ તૂટી ગયો એને તો સાંભળી વધુ વિરહનાં ડરે ડૂસકું જ આવી ગયું.”

માં એ કહ્યું “વિશુ આ શું થઇ રહ્યું છે થોડાંક જ સમયમાં આટલાં પરિવર્તન ? ભલે તારો વિકાસ થઇ રહ્યો છે જીવનમાં પ્રગતિ છે પરંતુ અહીં અમે સાવ એકલા થઇ ગયા છીએ. આસ્થાનાં દાદા દાદીનાં ગયા પછી એ પણ સાવ... હું તો વરસોથી ટેવાઈ ગઇ છું પણ દીકરા આસ્થાનો વિચાર કરવો જરૂરી છે. આપણે પરવશ છીએ આસ્થાનાં દાદા દાદીનાં અવસાનને વધુ સમય પણ નથી થયો વ્યવહારીક રીતે લગ્ન પણ ન લેવાય. છતાં હું કંઇ પણ કરવા તૈયાર છું. આસ્થા આમ ક્યાં સુધી ? મને થાય તમારાં લગ્ન થઇ જાય પછી આસ્થા તારી સાથે રહી શકે. હું હજી ખમતીધર છું અહીંનું સંભાળીશ અને તારી પાસે આવ જા કરીશ. મારે તો અહીં તારા નાના નાની છે અહીં કુટુંબી જેવા કાનજી લોકો છે. શરદ વારે ઘડીએ આવતો રહે છે મારી ચિંતા નથી.

વિશ્વાસ કહે “માં હું પણ તમે જેમ કહો એમ કરવા તૈયાર જ છું મને પણ આસ્થાનાં જ વિચાર આવે છે અને તમારી પણ ચિંતા. હું ખાસ એટલે જ આવ્યો છું દીલ ખોલી નિખાલસ ચર્ચા કરું અને કોઇ એક નિર્ણય કરીએ.”

આસ્થા બધું સાંભળી રહી. પછી એણે કહ્યું “દાદુ અને દાદીને ગયે સમય વધુ નથી થયો. એ લોકો પૂરી ઉંમર જીવી ગયા પાછળ લીલી વાડી મૂકીને ગયા પરંતુ હું અમુક રીવાજ માનું છું એમાં પણ કુદરતનો સંકેત સમજુ છું. માં તમે ચિંતા ના કરો તમને જે યોગ્ય લાગે એ જ નિર્ણય લેજો હું તમારી સાથે જ છું. વિશુ પાછા આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.”

માં એ કહ્યું કંઇ નહીં વિચારીએ હમણાં તો તમે લોકો બેસો વાત કરો હું રામમંદિર જઇને આવું છું. માં દર્શન કરવા જવા નીકળી ગયા.

પ્રકરણ : 35 સમાપ્ત…

પ્રકરણ 36 માં વિશ્વાશ આસ્થાને ખૂબ પ્રેમ કરે કરે છે અને એ યુએસ જવાનો એનાં માટે મનાવી લે છે..અને આગળ….