બળાત્કાર ગુજરાતી છોકરી iD... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બળાત્કાર

આ શબ્દ સાંભળવા માં કેટલો ભયાનક છે પણ જેની સાથે થયો હોય એની શું હાલત થતી હશે??? આજકાલ જ્યાં જોવો ત્યાં સોશિયલ મીડિયા ,ન્યૂઝ પેપરમાં એજ ન્યૂઝ પેહલા હોય " 19 વર્ષ યુવતી પર રેપ થયો " , "5 વર્ષ ની બાળકી પર રેપ"બસ એટલું જ વાંચતા આપણે ન્યૂઝ પેપર એકબાજુ મુકીને જતા રહીએ. કેમ? કેમ કે આ દરરોજનું થયું!!

પાંચ વર્ષ પેહલા થયેલી ઘટના દિલ્હી રેપ કેસ સર્વ લોકો ને હલાવી દીધા હતા બધા લોકો દિલ્હી રેપ કેસ ના આરોપીને ફાંસી ની સજા મળે એટલે રોડ પર આવી ગયા હતા . પણ હા સજા મળી પણ મોડી મોડી ! કેવી છે આ રાજનીતિ??? કેમ એના પેહલા કોઈ પર રેપ જ નહતો થયો?? હા એ માનું સોશિયલ મીડિયા ની મદદ આપને આ બધા ન્યૂઝ મળતાં રહે છે તયારે લોકોની આંખ ઉખડે છે . આજે બસ રેપ તો એક મામુલી ન્યૂઝ બની ગયા છે ન્યૂઝ પેપર માં એના તો દરરોજ ના બે યા ત્રણ કિસ્સા હોય જ .. કેહતા પણ શરમ આવે છે ક્યાં ગઈ આપણી માનવતા??? જયારે આવા કિસ્સા બને તયારે કેમ ફટાફટ આરોપી ને પકડીને સજા નથી મળતી??? આટલું બોગસ છે આપણું રાજકારણ???

મને યાદ છે મેં એક ન્યૂઝ વાંચ્યા હતા 12 વર્ષ ની સોફિયા નામ ની છોકરી મુંબઈ માં રહે છે . પોતાના ઘર ની નજીક જ એનું અપહરણ કરીને પાંચ અજાણ પુરુષોએ એના પર વારી વારી રેપ કરીયો પછી એને દૂર રસ્તા પર મૂકી ને જતા રહીયા, એ વાત ને લગભગ પાંચ મહિના થઈ ગયા પણ હવે કોઈ ખબર જ નથી, હવે ફોલ્ટ કોનો માનવ નો કે તંત્ર નો???


દેશ ના હરેક નાગરિક ને જાગવું જોઈ એક નાની પણ આવી ઘટના બને તો એના પર અવાજ ઉઠવા જોઈ,પ્રદશન કરીને આ તંત્ર ને પણ જગાડવું જોઈ, ખાલી કેન્ડલ સળગાવી ને એવી બધી ઘટના ઓછી નહીં થાય ,એના માતે આપણે જ પહેલ કરવી જોશે. મારુ ચાલે તો હું રેપ કરનાર ને તેનો પ્રાઇવેટ પાર્ટ્સ કાપી ને જ હાથ માં આપી ને પબ્લિક વચ્ચે ઉભો કરું.

હા , આ એટલું વાંચી ને હવે બધા ને મન માં એક પ્રશ્ન ચાલતો હશે!! કે છોકરી પારદર્શક કપડાં કે ટૂંકા કપડાં ના પેહરેતો આ બધી ઘટના ઓછી થાય , તો મહાભારત ની દ્રૌપતી ના કપડાં ક્યાં ટૂંકા હતા??? 12 વર્ષ ની સોફિયા એને તો હજુ દુનિયા કેવી છે એ પણ ક્યાં ખબર નહતી?? અત્યારે તો પાંચ પાંચ વર્ષ ની બાળકી પર પણ રેપ થાય છે , એ બાળકી ને તો હજુ ડાઈપરની જ ખબર પડે છે,ટૂંકા કપડાં માં ક્યાં ખબર પડે છે . આજે એક છોકરી એકલી બહાર નીકળતા પણ ડરે છે ના કરે નારાયણ એની સાથે આ ઘટના બનીતો???? શું થશે એનું??? ને લાસ્ટ માં તો છોકરી પર જ બધું આવે છે કેમ અમારે અમારી જિદગી નહીં જીવવાની??? પોતાને ગમે એવા કપડાં નહીં પહેરવા ના???

શરમ તો આવું વિચાર નારા પુરુષો પર આવે છે પોતાની હવસ પુરી કરવા માટે કોઈ એક નાની છોકરી ને પોતાનો શિકાર બનાવે છે . થોડુંક આજકાલ ફિલ્મનો પણ ફોલ્ટ છે ડર્ટી પિક્ચર મેં આ એક જ એ ટાઈપ નું પિક્ચર મેં જોયું છે એવી તો બોવ બધી ફિલ્મ છે જે બોવતા પણ શરમ આવે તો ફેમિલી સાથે બેસવાને જોવા નો ક્યાં સવાલ જ આવે છે!!મારા ખ્યાલથી કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય એ પેહલા એ ફિલ્મ ની પ્રિન્ટ સેન્સર બોર્ડ પાસે જાય છે એ લોકો ફિલ્મ ને પરમીશન આપે તો જ ફિલ્મ રિલીઝ થાય તયારે સેન્સર બોર્ડ આ ફિલ્મ સામે ચાલતી હશે તયારે શું એ સુતા હશે???? કેમ આવા ફિલ્મ ની પરમીશન આપે છે??? આવા બધા ફિલ્મ જ આરોપી ને એ માર્ગ પર લઈ જવા માં માર્ગદર્શન બને છે. આજકાલ એવા ફિલ્મ રિલીઝ થયા છે કે ફેમેલી સાથે બેસી ને પણ જોવા માં શરમ આવે છે . ત્યાં પણ જવાબદાર આપણું તંત્ર!!!

આવા પુરુષોની હલકાઈ સામે આવે તયારે મેં કહીયું એમ એનો એ પાર્ટ્સ કાપીને પબ્લિક વચ્ચે ઉભો રાખવાની જરૂર છે તો જ બીજા એ ટાઈપ નું કરતા પણ સોવાર વિચાર કરે . રેપની ઘટના માં આપણું ભારત ટોપ પર છે .

એનું ખાસ ધ્યાન રાખજો આવી ઘટના તમારી સાથે ,તમારી બેન દીકરી સાથે ના બને કંઈક પણ તમને ખરાબ લાગે તો તમે પોતાના સોશિયલ મીડિયા માં પોતાની પોસ્ટ મૂકીને પણ બધા ને જાણ કરો એનાથી તમને મદદ મળે. આરોપીને ફટાફટ સજા મળે .


( મારી સમજણ સારી લાગે યા આપને સમજમાં આવ્યું હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપજો ને કંઈ ભૂલ હોય તો મને એકને જ કહેજો?? )