વૈશ્યાલય - 2 SaHeB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશ્યાલય - 2

ભરત: અબે ફટુ, એ જગ્યા જ એવી છે જ્યાં માણસ ઓળખાય જાય છે. એટલે તારે ત્યાં જવું જોઈએ, તારે એ લોકોના જીવનની કહાની સાંભળવી જોઈએ, એ લોકોની મજબૂરી જાણવી જોઈએ....

અંશ: હા, હું ત્યાં જવું તો કઈ થશે તો નહીં ને, તું પણ કોઈને કહેતો નહિ કે હું એ વિસ્તારમાં જવું છું હો, નહિતર ઓલો જીગર તો મારી મસ્તી જ ઉડાવ્યા કરશે, અને એને તો ભાન છે નહીં એ તો તને ખબર છે જ....

ભરત: તું ચિંતા ન કર એ વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ મારો મિત્ર જ છે, એટલે કોઈ છાપાની ચિંતા ન કરતો. બાકી કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોલ કરજે અને હા, કોઈપણ જાત નો ડર રાખ્યા વગર બેધડક એ વિસ્તારમાં જતો રહેજે, આ શહેરની શરાફતના ઘણા રાજ ત્યાં દફન પડ્યા છે. એ રાજને તારા શબ્દમાં અંકિત કરીશ તો તારું નામ પણ એક જબર સાહિત્યકારમાં સામીલ થઈ જશે.

અંશ: નામ તો ગયું તેલ લેવા પણ મને રસ છે રાજ જાણવામાં, પણ થોડો ડર એ પણ છે કે મારું પણ ત્યાં કોઈ રાજ ન બની જાય.

ભરત: તું જરાય ચિંતા ન કરે તે કહ્યું ને મેં...તો પછી એ બાબતની ચિંતા છોડી એવી....ચાલ હવે મારો સમય થઈ ગયો છે ઓફીસ જવાનો એટલે હું નીકળું અને તું ત્યાં જવા નીકળ ત્યારે મને કોલ કરજે એટલે હું મારા મિત્રને જાણ કરી આપું જેથી તને કોઈ પ્રોબ્લેમ ન થાય....

અંશ: હા, ચોક્કસ કોલ કરીશ, મારે પણ હજુ નાસ્તો બાકી છે એટલે હવે રાતે મળીએ આપણે...ચાલ બાય, ટેક કેર...

અંશ થોડો ખુશ થઈ પોતાના ઘર તરફ જવા લાગ્યો. વિચાર એ પણ હતા કે 'ત્યા કેવું હશે? માણસો જેવી વાતો કરે છે શું એવું જ ત્યાં ખરેખર હશે? કોઈ કઈ કહેશે તો નહીને?' આવા અનેક પ્રશ્ન મગજમાં ચાલ્યા કરતા ત્યા ઘર આવી ગયું અને તમામ બાબતને બહાર ચંપલની જેમ ઉતારી ઘરની અંદર પ્રવેશ કરી, ફ્રેશ થઈ ચહેરા પર થોડી ચમક સાથે નાસ્તો પણ કર્યો, દિલને ઉતાવળ હતી એ રેડલાઈટ વિસ્તારમાં જવાની. નાસ્તો પૂરો કર્યો, પોતાની બેગ ખંભે નાખી અને ચાલવા લાગ્યો ત્યાં એની મમ્મીનો અવાજ આવ્યો.

મમ્મી: આંશુ બેટા બાઇકની ચાવી તો અહીં જ પડી છે...

અંશ: હા મમ્મી હું આજે રીક્ષા કરી જતો રહું છું થોડું વધારે કામ છે મારે એટલે, બાઇકની ભાઈને જરૂર પડે એટલા માટે નથી લઈ જતો...

આટલું કહી અંશ નીકળી ગયો ફરી એ જ વિચારોના આવતર પહેરીને, ત્યાં એને રીક્ષા મળી ગઈ, હવે વિચાર એ આવ્યો કે રીક્ષા વાળાને શુ કહેવું? ત્યાં રીક્ષાવાળો બોલ્યો

રીક્ષાવાળો: બોલો ભાઈ ક્યાં જવું છે તમારે...

અંશ: મારે રોમા વિસ્તારમાં જવું છે...
(ઓલો રિક્ષાવાળો થોડીવાર અંશ સામે જોઈ રહ્યો, કારણ કે એ પણ જાણતો હતો કે રોમા વિસ્તાર શહેરનો મોટો રેડલાઈટ એરિયા છે.)

રિક્ષાવાળો: 50 રૂપિયા થશે હો...

અંશ: અરે વાંધો નહિ...

રિક્ષાવાળો: ખોટું ન લગાવતા પણ તમારા શોખ જબરા છે હો...

અંશ: હું કઈ સમજ્યો નહિ ભાઈ...

રિક્ષાવાળો: અરે કશું નહીં એમ જ બોલ્યો, ત્યાં કઈ છે કે પછી મોજ કરવા જાઉં છો..

અંશ: શેની મોજ? એ વિસ્તારની બાજુમાં હું એક ઓફિસમાં જોબ કરું છું એટલે તમને મેં રોમાનું કહ્યું છે.

રિક્ષાવાળો: વાંધો નહિ બાકી ત્યાં જાય એ મોજ માટે જ જતા હોય છે.

અંશ ચૂપ રહ્યો એટલે રિક્ષાવાળો પણ આગળ સંવાદ કરવા માંગતો ન હતો. અંશ થોડો ગંભીર દેખાવા લાગ્યો હતો, એના ચહેરા પર રચાયેલ રેખાનું અવલોકન કરવું ખૂબ અઘરું હતું. રોમા આવી ગયું ખબર પણ ન રહી,

રિક્ષાવાળો: ચલો ભાઈ તમારું રોમા આવી ગયું.

અંશ: જી હા......

રિક્ષાવાળાને રૂપિયા આપ્યા.પછી કઈ બાજુ કેવી રીતે જવું એ વિચાર્યું, 'પહેલા તો આ રીક્ષાવાળાને જવા દઉં, મગજનો અઠ્ઠો કરી નાખ્યો, ઈચ્છા તો ગાળ આપવાની થઈ હતી, ટોપાને ભાડાથી કામ છે ને, અમે અહીં શુ કરવા આવી એ ક્યાં એને જોવાનું છે'
રિક્ષાવાળો તો જતો રહ્યો અને રોમા તરફ અંશ પોતાના પગલાં ભરવા લાગ્યો, પહેલીવાર એ કોઈ રેડલાઈટ વિસ્તારમાં જઈ રહ્યો હતો, એક ખટારો નીકળી શકે એવી શેરી હતી, રસ્તાની બંને તરફ ત્રણ ત્રણ માળના સળંગ મકાનો હતા, નાના ઓરડાઓ હતા, ગણિકાઓ પોતાના સારી દેખાડવા અનેક શણગાર સજી ઉભી રહી, પોતાના ગ્રાહકોને બોલાવી રહી હતી, આંખ મારી ને તો કોઈ ફ્લાઈંગ કિસ આપીને, તમામ લેડીઝ હસી હસીને બોલાવતી હતી. અંશ વિચારી રહ્યો હતો કે 'શું ખરેખર આ એમને શોખ હશે? અને જો શોખ ન હોઈ તો આટલી એ હસી કેમ શકે?' બસ આવા વિચારમાં ચાલતો હતો બંને તરફ જોતો હતો. કોઈને પૂછવાની હિંમત તો શું પણ એક પણ ગણિકા સામે આંખથી આંખ મિલાવી શકતો ન હતો.પહેલો અનુભવ હતો અને રેડલાઈટ એરિયાનો, માનવચર્મના ચાલતા કારોબાર પર એ પહેલીવાર આવ્યો હતો. ત્યાં જ એક વૈશ્યા આવી અને અંશ સામે આંખ મારી બોલી,

વૈશ્યા: ઓયે રાજા ખૂબ જ હેન્ડસમ લાગેસ હો, ચાલ ને અંદર ખૂબ મજા આપીશ, એકવાર આવ જવાનીનો રસ પીવા... ખાલી 300 જ આપજે... સવારની બોણી તારાથી ચાલુ કરું આજે....

(ક્રમશ:...)