બ્લેક આઈ -  પાર્ટ 29  AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ -  પાર્ટ 29 

બ્લેક આઈ પાર્ટ 29

સાગર ના શબ્દો માં આગળ ની સ્ટોરી

સાગર ને ધીમે ધીમે તેની પુરી કોલેજ લાઈફ ફિલ્મ ની જેમ દેખાવા લાગી . તેની ,સંધ્યાની , અમર અને દ્રષ્ટિ ની દોસ્તી , તેમનો પ્યાર બધું એક પછી એક દેખાવા લાગ્યું .

તેની અને સંધ્યાની દોસ્તી થી લઈને પ્યાર સુધીનો સફર દેખાયો . તેઓ કેવા ખુશ હતા જે દિવસે સાગરે સંધ્યાને પ્રપોઝ કરી હતી ત્યારે . તેમને તેમનો પ્રેમ છુપાવવો ન હતો આથી એ જ દિવસે બંને એ તેમના ઘરે જાણ કરી દીધી અને તેઓ પણ આસાની થી માની ગયા , પણ કહેવાય છે ને કે જે વસ્તુ આસાની થી મળી જાય તેમાં પાછળ થી કંઈક તો પ્રોબ્લમ આવે છે . તેવું જ તેમની સાથે થયું . તે બંને ની સગાઈ પણ થઇ ગઈ .

સંધ્યા નો એક ભાઈ હતો જે નાનેથી જ બહાર રહીને ભણતો હતો અને વિઝા પ્રોબ્લમ ના લીધે તે સગાઇ માં પણ આવી શક્યો ન હતો પણ સંધ્યા તેને ખુબ જ મિસ કરતી હતી .

કોલેજ નું છેલ્લું વર્ષ હતું . દ્રષ્ટિ ની સ્ટડી પુરી થઇ ગઈ હતી અને તે જોબ માટે ગોવા ચાલી ગઈ હતી . અમર , હું અને સંધ્યા ત્રણેય કોલેજ ની કેન્ટીન માં બેઠા હતા અને ત્યાં જ સંધ્યા ને તેના મમ્મી નો ફોન આવ્યો કે તેના પાપા ને હોસ્પિટલ લઇ જાય છે તેમને હાર્ટએટેક આવ્યો હોય તેવું લાગે છે , સંધ્યા ના હાથમાંથી ફોન જ પડી ગયો . હું સમજી ગયો કે નક્કી કંઈક થયું છે . મેં ફોન લીધો તો સામે આંટી ગભરાયેલ અવાજ માં હેલો હેલો બોલતા હતા , મેં આંટી ને નમસ્તે કીધું તેમણે મને સંધ્યા ને તરત જ લઈને સિટી હોસ્પિટલ લઈને આવવાનું કીધું અને કહ્યું સંધ્યા ના પપ્પા ને હાર્ટએટેક આવ્યો છે .

હું સંધ્યા અને અમરને લઈને સીધો જ સિટી હોસ્પિટલ જવા માટે નીકળી ગયો ત્યાં જઈને રિસેપ્શન પર રૂમ નમ્બર પૂછ્યો અને સીધા જ અંકલ ને રાખવા માં આવ્યા હતા ત્યાં ગયા .અંકલ ની ટ્રીટમેન્ટ ચાલુ હતી . બહુ ભારે હાર્ટએટેક હતો . ડોક્ટર જયારે રૂમ ની બહાર નીકળ્યા ત્યારે જ તેમને કહી દીધું હું તમને ખોટી આશા નથી અપાવતો , મેસિવ હાર્ટએટેક હતો , અમે અમારી પુરી કોશિશ કરી છે તેમને બચાવવાની , અત્યારે તેમનું ઓપરેશન થઇ ગયું છે પરંતુ હજુ તેઓ પુરી રીતે ખતરા ની બહાર નથી . તેમને જયારે હોશ આવે ત્યારે તમે મળી શકો છો પણ તેમને આઘાત લાગે તેવી કઈ વાત કરતા નહીં .

સંધ્યા ને આથી રાહત તો થઇ પણ મેં તેને આ હાલત માં પહેલા ક્યારેય જોઈ ન હતી . તે પોતાને તો સંભાળવાની કોશિશ કરતી હતી , સાથોસાથ તેના મમ્મી ને પણ સાંત્વના આપતી હતી . હું અને અમર તેની સાથે જ હતા .

એક દિવસ બાદ અંકલ ની તબિયત થોડી સારી હતી , તેઓ ધીમે ધીમે વાત પણ કરતા હતા . બધા બહાર બેઠા હતા અને એક પછી એક તેમને મળવા જતા હતા . હું જયારે તેમના હોસ્પિટલ ના રૂમ માં પોહ્ચ્યો ત્યારે તેમને મને બાજુ માં બેસાડ્યો અને કહ્યું મારી સંધુ બહુ ડાહી છે તેને તને ક્યારેય તેની પરેશાની ની બાબત કહીં કહ્યું નહીં હોય પણ હું તારી પાસેથી વચન માંગુ છું , હું જયારે આ દુનિયા માં ન હોવ ને ત્યારે મારી દીકરી નું ધ્યાન રાખજે , તેને હંમેશા ખુશ રાખજે .

હું : અંકલ તમે ક્યાંય નથી જવાના અને તોય હું તમને વચન આપું છું કે સંધ્યા નો ક્યારેય સાથ નહીં છોડું અને તેને હંમેશા ખુશ રાખીશ . હજુ આટલું બોલી રહ્યો ત્યાં અંકલ ને શ્વાસ લેવામાં તફ્લીક પડવા લાગી . હું રૂમ ની બહાર નીકળી તરત જ ડોકટર ને બોલાવી લાવ્યો .

conti .......