ચીસ - 39 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચીસ - 39

કાલી પર અસવાર થઈ બાદશાહ મહેલમાં પહોંચ્યો ત્યારે સભાસદો અને રાજમહેલના પ્રત્યેક વ્યક્તિને મહારાજની ઈંતેજારી હતી. વિક્ટોરિયા મહારાજને મળીને ગઈ ત્યાર પછી સભાસદોમાં અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા. અંગ્રેજી સલ્તનત અન્ય રજવાડાઓની જેમ આપણા રાજ્ય પર ચઢી ન બેસે એ વાતનુ ટેન્શન બધા જ નગરજનો અને સભાસદોમાં હતુ..
પરંતુ કોઇની હિંમત નહોતી કે બાદશાહ સુલેમાન સાળવીને પૂછી શકે..!! પરંતુ તમામ નગરજનોને પોતાના રાજાધિરાજ પ્રત્યે અભૂતપૂર્વ શ્રદ્ધા હતી વિશ્વાસ હતો પ્રજાજનો માટે એનું વ્યક્તિત્વ ઉદાર અને લાગણીશીલ હતું પોતાના નગરજનોની નાનામાં નાની સમસ્યાને ધ્યાનથી સાંભળતો અને ઉકેલી નાખતો.
ન્યાય માટે આવેલા કોઈપણ વ્યક્તિને ક્યારેય નિરાશ થવું પડતું નહોતું.
તમામ સભાસદોની હાજરીમાં બાદશાહે કહ્યું.
જબ તક મેં જિંદા હું કોઈભી માઈ કા લાલ અપને રાજ્ય પર બુરી નજર ડાલ નહિ સકતા. અગર કીસીને ઐસી ઝૂર્રત કી ભી તો યકીન માનો મેં ઉસકી આંખે નિકાલ લુંગા ફીર ચાહે વો ફિરંગી હી ક્યૂ ના હો.. આપ લોગોં કો અંગ્રેજ સલ્તનત સે ડરનેકી જરૂરત નહિ હૈ ક્યોકી મૈને ફિરંગીઓ કો અપની નાપાક હરકતો કો જવાબ દેને કા તોડ ઢૂંઢ લિયા હૈ..!
"જહાંપનાહ ક્યાં હમ સબ જાન સકતે હૈ ઇન ફિરંગીઓ કે ખિલાફ હમ કોનસી જાદુઈ છડી ઘુમાનેવાલે હૈ.. મેં ક્ષમા ચાહુંગા હૂંજુર ક્યોકી અંગ્રેજોને હિન્દુસ્તાન મેં જગહ જગહ અપની હુકુમત કા પરચમ લહેરાને રાજમહેલો મેં પ્રવેશ કરકે અંદર હી અંદર આગ લગાઈ હૈ ઔર જબ રાજા આપસ મેં હી લડને લગે હૈ તો ઈન મૌકા પરસ્ત જાતને ઉસી બાત કા ફાયદા ઉઠાકે રાજ મેં અપની દખલ દેની શુરૂ કરદી હૈ..! ઔર રાજાઓંકો અપને કાબુ મેં કરકે ઉન્હોને લોગો પર જુલ્મ ઢાના શુરૂ કર દિયા હૈ..!
અપને દેશ મેં અંગ્રેજો કે આને કે બાદ જો હાલાત પેદા હુવા હૈ ઉસકો મેં નજર અંદાજ નહી કરતા હું અપને રાજ્ય કે પ્રતિ આપ લોગો કી ચિંતા ઔર ફિકર દેખ કર મેરા સર ફક્ર સે ઉંચા હો જાતા હૈ..! મેં કિસ જાદુઈ છડી કી બાત નહીં કર રહા થા..! મગર એક નાયાબ તરીકા હમને ઈર્જાદ કર લીયા હૈ..! જીસસે હમ કિસી ભી મુસીબત સે નિજાત પા સકતે હૈ..! જિસ દિન હમને અપની તરકીબ અજમાઈ ઉસી દીન આપ સબકો ઉસ ચમત્કાર કે બારેમે બતાયા જાયેગા.. જો ફોર્મ્યુલા હમારે પાસ હે ઉસકી તાકત કા અંદાજા આપ સબકો હોના ચાહિયે..!
બાદશાહની વાત સાંભળી સભાસદ માં ગણગણાટ વ્યાપી ગયો. બાદશાહનો એક એક શબ્દ લોઢાની લકીર હતો.
બધાએ બાદશાહની વાતને વધાવી લીધી. અને સૌ કામના કરવા લાગ્યા કે એ દિવસ જલદી આવે જ્યારે બાદશાહ જોડે રહેલા ફોર્મ્યુલાને કારગત થતો જોઈ શકાય..
છેલ્લે કોઈએ કહ્યુ . મંત્રીજી તુગલક દિખાઈ નહિ દે રહે હે..?
બાદશાહની આંખો સમક્ષ તુગલકનો દયામણો ચહેરો આવી ગયો. વિષ કન્યાઓએ હુમલો કર્યો ત્યારે એને પોતાનો કાળ નજીક લાગ્યો હતો. તુગલકને ક્યાં ખબર હતી કે એનો ભોગ લેવાવાનો હતો.
અઘોરીએ માત્ર એનો હાથ પકડ્યો હતો અને એ બેહોશીની ગર્તામાં ધકેલાઈ ગયો. અઘોરીએ પોતાની આખરી બલી પૂરી કરવા વિકરાળ ધારદાર પંજાના અણીયારા નખ એના પેટમાં ઘુસાડી દીધા હતા. તુગલકની છટપટાહટ નજર સામે તરી જતા એક ક્ષણ માટે બાદશાહ વિચલિત થઈ ગયેલો. જોકે એણે પોતાની જાતને સંભાળી લીધી.
સભાસદોને ઉત્તર દેતા કહ્યુ.
"તુગલક મુજસે ભી મિલને નહીં આયે પતા નહિ કહા ચલે ગયે હૈ..!
ઉન્હેં ઢૂંઢના પડેગા.. તુગલક કે બિના બહોત સારે કામ અધૂરું રહે..! ઓર આજ વો અંગ્રેજ ભી આનેવાલે હૈ ફિલહાલ ઉનકી સારી બાતે માન લેને મેં હી સારે નગરવાસીઓ કી ભલાઈ હૈ.. ઉનસે બૈર મોડ લેકર.. હમ લડ નહી પાયેંગે..!
મગર ઉન કો અપને સાથ રખકર ઉનકા કામ તમામ કરના હૈ.. વો સબ મૈને સોચ લીયા હૈ..!
"ચલો હમ સબ ફીર મીલતે હૈ..! "
એમ કહી બાદશાહે સભા બરખાસ્ત કરી..
અને ત્યાર પછી સુલતાન સુલેમાની પોતાની નાની બેગમના કમરા તરફ આગળ વધ્યો.
બેગમના ખંડમાંથી કોઈના ખિલખિલાટ ના અવાજો આવી રહ્યા હતા.. બાદશાહની ધડકનો તેજ થઇ ગઈ.