હેવાન ગુજરાતી છોકરી iD... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેવાન

વાહ , બધા કહે છે આજે સ્ત્રી સુરક્ષિત છે એતો ખાલી લેખ વાંચવા માં ને બોલવા માં જ છે . હા થોડાક અંશે હશે ! ખબર નહીં બધા ને જોયે છે શું???? હા સમાજ માં સારા માણસો છે જ પણ જે નમૂના છે એજ બધા નું નામ ખરાબ કરે છે .હું આ લેખ માં બધા ની વાત નથી કરતી પણ જે નમુનાભાઈ છે એની વાત કરું છું..

મારો આજે પાછો ખરાબ અનુભવ થયો . આજે અમારી રામપ્યારી એટલે કે મેસ્તરો સર્વિસ માં હતી એટલે અમારે BRTS નો સહારો લીધો . સ્ટેશન પર જઈ ને ટિકિટ લીધી . બસ આવી એટલે હું ને દીદી બન્ને બસ આવી એટલે ફટાફટ બસ માં એન્ટ્રી લીધી હા બસ ફુલ હતી એટલે બેસવા ની જગ્યા ના મળી . મન માં થયું ચાલો કયારેક કયારેક આ પણ સારું છે .

બસ ડ્રાઈવર તો પોતાનું ના કામ સરખી રીતે જ કરતો હતો ; અને સાથે સાથે જે આપણા સમાજ ના નમૂનાભાઈ છે એ પણ પોતાનું કામ સરખી રીતે કરતા હતા એટલે કે સ્ત્રી ને નિરીક્ષણ કરવાનું . અમારી સાથે કોલેજ ના સ્ટુડન્ટ પણ હતા એમાં પણ બોયઝ ને ગર્લ્સ બન્ને હતા બધા જ પોત પોતાની મોજ માં હતા . એક છોકરો કૉમેન્ટ પાસ કરતો હતો પેહલા એની વાત ને અમે ઇગ્નોર કરી . હા હું એ માનું કે એ ઉંમર જ એવી હોય છે પણ એની પણ લિમિટ હોય કૉમેન્ટ પાસ કરવાની . અમે પણ કોઈ વ્યક્તિ પર કૉમેન્ટ પાસ કરીયે જ પણ લિમિટ માં .

કૉમેન્ટ પાસ કરી એટલે એ વાત નેતો અમે ઇગ્નોર કરી પણ એનાથી પણ નીચ બોલવા માં પણ શરમ આવે એવું કરવા લાગ્યો . બસ ડ્રાઈવર જેવી જ બ્રેક લગાવે એટલે ડાયરેક્ટ સાવ ચીપકી જતો . ગર્લ્સ ગુસ્સા માં કહીયું કે ભાઈ થોડાક દૂર ઉભા રહો ને !!! ત્યાં તો આપણા માનીતા નમુનાભાઈ બોલ્યા બસ ને બ્રેક લાગે તો હું શું કરું ? હા પણ ચાલો માની લીધું એકવાર એમ થાય , ચાલો બેવાર થાય પછી આજ ઘટના થોડીક થોડીક ટાઈમ થવા લાગે એટલે એને "હેવાન " કેહવાય.


હું તો એનો શિકાર નહતી બની પણ અમારી સાથે બસમાં ગર્લ્સ હતી એની સાથે આ બધું થતું હતું . પેલો પોતાના હાથ ને જ્યાં અડે ત્યાં જવા દેતો હતો . પેહલા ફોન ખિસ્સા માંથી કાઢે ને નાખે એટલે પેલી ના બોડી ને ટચ થાય એ રીતે . પેલી ગર્લ્સ બસ ફુલ હતી એટલે એ કઈ બોલતી ના હતી . પછી પેલા નું વધવા લાગ્યું ને એ મારા થી જોવાયું નહીં મેં પેલી ગર્લ્સ ને કહીયું થપ્પડ લગાવ એને તો એ કહે "યાર એ વાત સાચી પણ બસ માં એટલા બધા ભરીયા છે એટલે બધા એમ જ કહેશે કે થોડુંક તો સહન કરવું પડે " .સહન ની તો માં............. . આ બોલીએ નહીં એટલે હેવાન ની હિંમત થાય છે એ બધું કરવાની .

પેલી ગર્લ્સ નું સ્ટેશન આવ્યું એટલે એતો ઉતરી ગઈ .પછી પેલા નમૂના એ બીજી ને એ બધું કરવા લાગ્યો . એટલે હું તો આ બધું ના જોઈ શકું એટલે મેં પેલા ને કહીયું બધી જ ગર્લ્સ જ લાઈમ માં ઉભી રહી જશે જ્યાં ટચ કરવું હોય ત્યાં નિરાંતે કરજે એટલે તારા આ હેવાન જેવા મગજ ને શાંતિ મળે . ત્યાં એક માસી નો પાછળ થી અવાજ આવ્યો રેહવાડે છોકરી "નર તો નાગા જ હોય " ( મન માં વાહ માસી મારુ ચાલે ને તો હું તમને બેસ્ટ હુમન નો ઍવોડ આપું .... )

મેં પેલા માસી ને કહીયું શું એને આવી નાગાઈ કરવા દેવાની?? પેહલા તો અન્યાય સામે લડતા શીખો માસી એ કયારનો મન ભાવે ત્યાં ગર્લ્સ ને ટચ કરે છે . શું એને કરવા દેવાનું??

બસ હું એટલું જ બોલી ત્યાં પેલા નમૂના ને એક સજ્જન ભાઈ પેહલા એક થપ્પડ લગાવી ત્યાં જે બીજી ગર્લ્સ સાથે કરવાની કોશિશ કરતો હતો એને પણ એક થપ્પડ લગાવી . પેહલા સજ્જન ભાઈ કહે હું પોલીસ ને ફોન કરું તયારે મેં કહીયું ના કાકા આને એટલા માં ખબર પડી જ ગઈ હશે જવાદો હજુ તો એ કોલેજ માં છે એનું ફ્યુચર કેમ બગાડવું?

એટલે પેલો નમૂનભાઈ સ્ટેશન આવ્યું એટલે ફટાફટ એના ફ્રન્ડસ સાથે ઉતરી ગયો . મેં પેલા માસી ને કહીયું માસી આ ગર્લ્સ ની જગ્યાએ તમારી જ દીકરી હોય તો શું તમે આમ જ જવાબ આપો??? માસી શું બોલવાના !!!!!

કેમ પોતાનું ને બસ નું નામ ખરાબ કરો ??

મારા ખ્યાલ મુજબ બસ માં આવું બધું થતું જ હોય છે પણ એને સારીરીતે હેન્ડલ કરવું પડે છે નહીં કે ઇગ્નોર કરવાનું . એવા બધા લોકો ને વળતો જવાબ આપવાનો . તયારે જ એ લોકો ને ખબર પડશે . બીજીવાર એ બધું કરતા એ પણ ડરવો જોયે .

હજુ પણ કહુછું પેહલા આપણે મહિલાએ જ જાગૃત થવાનું છે . તો જ એ લોકો આ બધું કરતા પેહલા વિચાર કરશે . આ લેખ સમજાય અને સામે વળતો જવાબ આપે એને ખુબ ખુબ વંદન ને બસ થતું હોય એ જોયા કરે એને પણ વંદન.



( આ એક સત્ય ઘટના છે જે આજે જ મારી સાથે બની . વાંચી ને સમજી ને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપજો )