બે પાગલ ભાગ ૧૮
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
ઘરેથી નીકળ્યા બાદ રુહાન પોતાની કોલેજ પોતાના દોસ્તો સાથે પહોંચે છે. રુહાનની આખો સતત જીજ્ઞાને શોધવામાં વ્યસ્ત હતી. રુહાન કોલેજ અંદર જાય છે અને જતા જતા પોતાના દોસ્તોને કહે છે.
બે જાડ્યા જીજ્ઞા સાથે સાથે આ સંજયસિહ દેખાય તો પણ કહેજે જુની ઉધારી બાકી છે...રુહાને કહ્યું.
કોલેજની અંદર જતા જતા કોલેજની પાછળના ગાર્ડનમાં મહાવીરને જીજ્ઞા અને પુર્વી માયુસીની હાલતમાં બેઠેલા દેખાય છે.
રુહાન આ તરફ ગાર્ડનમાં છે જીજ્ઞા અને પુર્વી...મહાવીરે રુહાનને કહ્યું.
રુહાન અને તેના મિત્રો ગાર્ડનમાં જીજ્ઞા અને પુર્વી તરફ જાય છે. જીજ્ઞા પાસે જઈને રુહાન જીજ્ઞાને મનાવવા માટે થોડીક લાઈનો તૈયાર કરીને આવ્યો હોય છે એટલે જીજ્ઞાને કંઈ પણ કહ્યા વગર જ એ લાઈનો બોલવાની શરૂઆત કરે છે.
ફુલ બની સુગંધ હુ તારી માંગુ છું.
વાદળ બની અંધકારમાં હુ રહુ છું.
અરીસામાં જોઈ પોતાની જાતને હુ માંગુ છું.
ક્યા ખોવાયો છુ આ રગમંચમાં એનો એક આંક માંગુ છું.
મને નથી ખબર કે હું તારો શુ લાગુ છું પણ દોસ્ત જો શક્ય હોય તો એક માફી હુ માંગુ છું...રુહાને માફી માંગવાની નવી સ્ટાઇલમાં જીજ્ઞાને કહ્યુ.
રુહાનની આટલી લાઈનો સાંભળીને તેના મિત્રો અને જીજ્ઞા થોડીવાર તો રુહાન સામે જોઈને એકદમ સ્તબ્ધ હતા.
કેમ શુ થયુ માફી માંગવાની સ્ટાઈલ ના ગમી કોઈ બીજી સ્ટાઈલ લાવુ...રુહાને મિત્રોના ચહેરાઓ જોઈને પ્રતિસાદ આપ્યો.
બધા રુહાન સામે જોઈને જોર જોરથી હસવા લાગ્યા.
બે આ શુ છે બધુ. જીજ્ઞા તુ ચાર પાચ દિવસ આને ના બોલાવતી આ જરૂર ગાલીફ બની જશે...મહાવીરે હસ્તા હસ્તા કહ્યું.
મારી પાસે ચાર પાચ દિવસ જ તો છે. એમાય જો હુ એનાથી નારાજ થઈશ તો બોલીશ કોના જોડે. તારે માફી માંગવાની કોઈ જરૂર નથી રુહાન. માફી તો મારે માંગવી જોઈએ. સોરી...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
હવે આ સોરી પ્રકરણ બંદ કરો અને જીજ્ઞા જ્યા સુધી કોલેજમાં છે ત્યા સુધીના તેના દરેક દિવસો બેસ્ટ કઈ રીતે બને તે વિચારો...રવીએ કહ્યું.
બેસ્ટ તો સંજયસિહની પિટાઈથી જ બનશે. રુહાન તને મે જે હાલતમાં જોયો છે એ હાલતનો જિમ્મેદાર માત્રને માત્ર સંજયસિહ જ છે...જીજ્ઞાએ કહ્યું.
એને તો અમે સવારથી ગોતી જ રહ્યા છીએ એકવાર મળી જવા દે...મહાવીરે કહ્યું.
કોલેજના ક્લાસની શરૂઆત થાય છે. બે લેક્ચર પુરા થાય છે. સંજયસિહ અને તેનો એક માણસ કોલેજમાં પ્રવેશ કરે છે. જાણી જોઈને રવી સંજયસિહ સામે જાય છે. રવીને એકલો સામે જોઈને સંજયસિહ થોડો રોફમા આવી જાય છે.
આવ બકરા આવ. ક્યા ગયો તારો છક્કા જેવો મિત્ર...રુહાનનુ મો પોતાના હાથ વડે પકડતા સંજયસિહ બોલ્યો.
સારૂ છે એ તને ભેગો નથી થયો નહીતર તારૂ છક્કામાં પરિવર્તન થતા વાર ન લાગેત. અને હા તારા માટે રુહાને કઈક મોકલાવ્યુ છે...રવીએ કહ્યું .
માફીનામુ મોકલાવ્યુ છે કે બાપુ હવે કોલેજમાં આવવા દો...હસ્તા હસ્તા પોતાના દોસ્તને કહ્યું.
જ્યા આ બાજુ સંજયસિહ પોતાના દોસ્તને હસ્તા હસ્તા બોલી રહ્યો હતો ત્યા આ બાજુ રવી જોરથી સંજયસિહને તમાચો મારીને કોલેજની પાછળની સાઈડ ભાગવા લાગે છે. સંજયસિહ પણ અહંકારના વંશમા આવીને તેના દોસ્ત સાથે રવીને પકડવા માટે દોડે છે. દોડતા દોડતા રવી પાછળના મેદાનમા પોતાના દોસ્તો પાસે જઈને બેસી જાય છે અને તેની પાછળ દોડતો દોડતો સંજયસિહ પણ ત્યા પહોચે છે.
હાફતો હાફતો સંજયસિહ સામે બેઠેલા પાચેય મિત્રોને જુએ છે અને સામે પાચેય મિત્રો સંજયસિહ સામે નજરો ચડાવીને હાથમાં બેટ, થેલા હોકી સ્ટીક વગેરે લઈને સંજયસિહને માર મારવા તૈયાર જ ઉભા હતા.
હવે કઈક દ્રશ્ય ઉલટુ હતુ. સંજયસિહ ગોગલ્સ પહેરીને એટી કેટીમા જરૂર હતો પણ દ્રશ્ય કઈક આમ હતુ. સંજયસિહ અને તેનો મિત્ર આગળ અને પાછળ તેને મારવા આતુર રુહાન અને જીજ્ઞાના મિત્રો. કોલેજના મેદાન વચ્ચે બધાય મિત્રો સંજયસિહને પકડે છે અને બધા વિદ્યાર્થીઓની સામે સંજયસિહને જીજ્ઞા પોતાના બેગથી, પુર્વી પોતાના શુઝથી, મહાવીર અને રવી હોકીસ્ટીકથી અને રુહાન બેટ વડે સંજયસિહને ખુબ માર મારે છે.
સંજયસિહને મસ્ત સબક શિખવાડ્યા બાદ હવે બધા દોસ્તો કોલેજ કેન્ટીનમા બેસીને સંવાદ કરી રહ્યા હતા.
અહો આનંદ મળ્યો. જીવનમાં પહેલી વાર કોઈ વ્યક્તિને મે માર માર્યો હશે...જીજ્ઞાએ કહ્યું.
મે પણ... પુર્વીએ કહ્યું.
જો તને બહુ મજા આવતી જ હોય તો હુ જીવનભર તારો માર ખાવા તૈયાર છુ ...રવીએ પુર્વીને ચીડવવાના ઈરાદાથી કહ્યું.
ના ના હવે તો કોઈનુ ખુન કરવાનુ મન થાય છે જો તુ તૈયાર હોય તો શરૂઆત તારાથી કરૂ...પુર્વીએ સામે રવીને ખીજવતા કહ્યું.
બે ખાવાનુ મંગાવીને તમારે જેનુ ખુન કરવુ હોય તેનુ કરો... મહાવીરે કહ્યું.
રુહાન બધા માટે નાસ્તાનો ઓર્ડર આપે છે.
અરે હા ભાઈ યાદ આવ્યુ જીજ્ઞા આપણે આવતા અઠવાડ્યે રાજ્યલેવલે થનારી સ્પર્ધા માટે પહેલો પ્લે કરવાનો છે...રુહાને કહ્યું.
બે હજુ તને એવુ લાગે છે કે જે મારી આઝાદીના થોડા દિવસો વધ્યા છે તે હુ આના માટે બરબાદ કરૂ...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
જ્યારે વ્યક્તિને ખબર પડે કે તેની પાસે જીંદગી જીવવા માટે થોડાક જ દિવસો છે ત્યારે તે બચેલા થોડા દિવસોમાં તે શુ કરે મને બતાવ તુ...રુહાને જીજ્ઞાને કહ્યું.
પોતાના સ્વપ્ન પુરા કરે બીજુ શુ...જીજ્ઞાએ રુહાનના જવાબમાં કહ્યું.
બસ તો મારૂ પણ તને એ જ કહેવુ છે કે જે તારી આઝાદીના થોડા દિવસો છે એ તુ તારા સ્વપ્ન માટે જીવ. અને આ સ્પર્ધા તો બે મહિનામાં પુર્ણ થઈ જશે. જ્યા સુધી તારા લગ્ન નહીં થયા હોય ત્યા સુધીમાં તો આપણે આ સ્પર્ધા જીતી લઈશુ અને કદાચ એના બાદ ભગવાન કોઈ એવો ચમત્કાર કરી દે તો...આટલુ બોલતા રુહાન અટકી જાય છે.
વાત તો એકદમ સાચી છે જીજ્ઞા... પુર્વીએ કહ્યું.
એ તો ઠિક છે પરંતુ રુહાન આપણી લખેલી પેલી વાર્તાનુ શુ થયુ જે આપણે મનીષભાઈને આપી હતી...રુહાનને પ્રશ્ન પુછતા જીજ્ઞાએ કહ્યું.
એ મારા ઘરે જ છે જ્યારે જરૂર પડશે ત્યારે લઈ આવીશ તુ ચિંતા ના કર...રુહાને જાણી જોઈને જીજ્ઞાને ખોટુ કહ્યું. કેમ કે એ વાર્તા ક્યા ગઈ એની ન તો રુહાનને જાણ છે અને ન તો મનીષભાઈના પત્નીને.
તો આપણી કોલેજને રાજ્યલેવલની સ્પર્ધામાં રિપ્રેઝેન્ટ કરીએ છીએ ફાઈનલ...રુહાને કહ્યું.
સામે બધા એક સાથે હા મા હા મિલાવતા જવાબ આપ્યો.
તો જીજ્ઞા તુ આજથી એવા નાટક લખવા માંડ કે સ્પર્ધા પુરી થતા પહેલા જ ડાયરેક્ટર તારી વાર્તા પર ફિલ્મ બનાવી દે...નાસ્તો કરતા કરતા મહાવીરે કહ્યું.
કાશ એવુ થઈ શક્યું હોત મારા ભાઈ...જીજ્ઞાએ કહ્યું.
ડોન્ટ વરી જીજ્ઞા ખુદા જે કંઈ પણ કરશે તે સારૂ જ કરશે... રુહાને કહ્યું.
થેન્ક યુ રુહાન મને હંમેશા પોઝીટીવ રાખવા બદલ... જીજ્ઞાએ કહ્યું.
ઈટ્સ ઓકે... રુહાને કહ્યું.
આજે બંને એકબીજા સાથે ખુબ જ ઓછી વાત કરી રહ્યા હતા અને એકબીજાની આખોમા વધારે જોઈ રહ્યા હતા. આજનો દિવસ એકદમ શાંત રહ્યો. રુહાન અને જીજ્ઞા એકબીજાને કહેવા માટે પોતાની અંદર તો ઘણી બધી ઈમોશનલ વાતો લઈને બેઠા હતા પરંતુ આજે બંને એક - બીજાને કઈ પણ બોલી શક્યા નહીં. જોવુ રહ્યુ કે આ કહાની હવે ક્યા વણાંકે રુહાન અને જીજ્ઞાને લઈ જાય છે.
મિત્રો હવે આ આપણી વાર્તાનો કલાઈમેક્સ છે એટલે આવનારા દરેક ભાગો વાચવાનુ ભલતા નહીં.
મારી વાર્તાને ખુબ જ વિશાળ પ્રેમ આપવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ.
। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે।
BY:- VARUN S. PATEL
NEXT PART NEXT WEEK.