યારા અ ગર્લ - 6 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 6

બન્ને તરફ ના લોકો એકબીજા ને ટગર ટગર જોઈ રહ્યા હતા.

અકીલ તું આ લોકો ને ભગાડ મને બીક લાગે છે? યારા એ કહ્યું.

ના યારા એ લોકો આપણ ને કઈ નથી કરી રહ્યા. એતો બિચારા પોતે પણ આપણી જેમ ડરેલા છે, અકીલ બોલ્યો.

એકદમ સાચી વાત અકીલ. એ લોકો આપણ ને જોઈ જ રહ્યા છે. કદાચ આ પહેલા એમણે આપણા જેવા માણસો ને જોયા ના હોય? વેલીને કહ્યું.

અકીલ ધીરે ધીરે નીચે બેસવા લાગ્યો. એ જેવો બેઠો એટલે પેલા બન્ને પ્રાણી થોડા પાછા પડ્યા. અકીલે તેમની સાથે દોસ્તીના ઈરાદા થી બોલવાનું ચાલુ કર્યું.

હેલો, કેમ છો? કેટલા સુંદર છો તમે?

પેલા બન્ને પ્રાણીઓ એને જોવા લાગ્યા ને પોતાનું માથું ઉપર નીચે કરવા લાગ્યા.

અકીલ એ સાંભળી રહ્યા છે, વેલીન બોલી. હાય તમે બન્ને એકદમ બિલાડીના ટોપ જેવા લાગો છો. એકદમ કયુટીપાઇ એમ બોલતા વેલીને પોતાનો હાથ એમના તરફ લંબાવ્યો. પેલા બન્ને પ્રાણીઓ બે ડગલાં આગળ વધ્યા. વેલીને પોતાનો હાથ એક ના માથા પર વ્હાલ થી ફેરવવા લાગ્યો.

યારા જોર થી બરાડી, વેલીન સંભાળી ને તને એ બચકું ના ભરી લે. આપણે આ પ્રાણીઓ ને ઓળખતા નથી.

શાંત યારા આ જો કેટલા શાંત છે આ. કઈ નહિ કરે તું ચિંતા ના કર. તું પણ અહીં આવ એમને વ્હાલ કર.

યારા આગળ વધી ને બીજા પ્રાણી પર ડરતા ડરતા હાથ ફેરવવા લાગી. પેલું પ્રાણી પણ ખુશ થઈ ગયું. કેટલું સુંદર છે નહિ?

હા અને નાનું પણ છે, વેલીન બોલી.

હવે ત્રણેયે નિરાંત નો શ્વાસ લીધો. અકીલ ચારેતરફ પોતાની નજર દોડાવી રહ્યો હતો. તમે લોકો એ જોયું આ જગ્યા એકદમ અલગ છે. અહીં બધું જ આપણી દુનિયા કરતાં અલગ છે.

હા અકીલ, વેલીન આ જંગલ જો કેટલું અદ્દભુત છે. આ આપણા જંગલો કરતા એકદમ અલગ રંગ નું છે. આ ઝાડ જુઓ ઉંચા અને વેલા જેવી ડાળીઓ જે જમીન સાથે જોડાયેલી છે. અલગ અલગ જગ્યાએ થી નાના નાના પાણીના ઝરા વહી રહ્યા છે. ઝાડ પર અલગ અલગ જગ્યાએ થી સફેદ પ્રકાશ આવી રહ્યો છે.

યારા આ વેલાઓ ને ઉપર જો જાણે અલગ અલગ વસ્તુ બનાવતા હોય એવા લાગે છે. જો કોઈ વેલા બીજી ડાળીઓ ને ગોળ ફરી સીડી બનાવે છે, કોઈ જાળી બનાવે છે, કોઈ પુલ બનાવે છે. ધ્યાનથી જો કોઈ પણ આ ઝાડ પર થી આસાની થી એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ શકે છે. આરામ કરી શકે છે.

હા યાર તું બરાબર કહે છે, અકીલે કહ્યું. ને જો નાની નાની રોશની પણ પાંદડા પર થી આવી રહી છે.

ત્રણેય જણ આ અદ્દભુત નજરો જોઈ રહ્યા હતા ત્યાં પેલા બે પ્રાણી એકદમ " કુઈઇઈ કુઈઇઈ " એવો અવાજ કરવા લાગ્યા. ત્રણેય ની નજર એમના પર પડી.

બન્ને પ્રાણીઓ જાણે ખુશ થઈ ગયા હોય એમ કૂદતાં કૂદતાં " કુઈઇઈ કુઈઇઈ" નો અવાજ કરી રહ્યા હતા.

અરે અરે શું થયું તમને? કેમ આમ કૂદી રહ્યા છો? વેલીને એક પ્રાણીને ઉચકતા કહ્યું.

હા ભાઈ અમને પણ કહો શું થયું? અમે પણ તમારી સાથે કૂદવા લાગીએ કેમ બરાબર ને યારા?

હા હા કેમ નહિ? આનંદ માં તો નાચવા કૂદવા નું તો બને છે. બધાના ચહેરા પર એક સુંદર મુસ્કાન આવી ગઈ.

ત્યાં અચાનક કોઈના આવવા નો અવાજ સંભળાવા લાગ્યો.

અકીલ કોઈ આવી રહ્યું છે, યારા બોલી

હા યારા કોઈ ના ચાલવાનો અવાજ આવે છે.

ચલો ચલો આપણે સંતાઈ જઈએ. ખબર નહિ કોણ આવતું હશે? કદાચ કોઈ જંગલી પ્રાણી? વેલીને કહ્યું.

હા વેલીન, ત્રણેય જણ પેલા ઝાડ ની અલગ અલગ ડાળીઓ પાછળ સંતાઈ ગયા. પણ પેલા બે પ્રાણીઓ તેમના હાથમાં થી છટકી અવાજ ની દિશામાં ચાલવા લાગ્યા.

વેલીન પકડ એમને કઈ થઈ ગયું તો? યારા એ કહ્યું.

પણ વેલીન એમને પકડે એ પહેલા અવાજ ની દિશામાં થી એક ભૂંડ આવતું દેખાયું. પેલા બન્ને પ્રાણીઓ દોડી ને પેલા ભૂંડ ની ઉપર ચડી ગયા ને તેના ખભા ઉપર બેસી ગયા. ભૂંડ પેલા ત્રણેય ની તરફ આગળ વધી રહ્યું હતું.

ત્રણેય જણ ભૂંડ ને જોઈજ રહ્યા. એને જોઈ ને એ લોકો અચરજ પામી ગયા અને એકબીજા ની સામે જોવા લાગ્યા. એ કોઈ નોર્મલ ભૂંડ નહોતું. એ ભૂંડ નોર્મલ ભૂંડ કરતા વધારે મોટું હતું માનો એક મોટો બકરો. ને એ બે પગે ચાલતું હતું. એ એના બીજા બે પગનો હાથ તરીકે ઉપયોગ કરી રહ્યું હતું. એ એકદમ હૃષ્ટપુષ્ટ હતું. એની ચાલ એકદમ કડક વ્યક્તિ જેવી હતી. એના પેટના નીચેના ભાગમાં એટલે કે કમ્મર પર એક પટ્ટો બાંધેલો હતો અને એમાં એક હથિયાર પણ હતું. એ ત્યાં આવી ને પાણી પીવા લાગ્યું.

પેલા બે પ્રાણીઓ માં નું એક જ્યાં વેલીન સંતાઈ હતી એ બાજુ દોડી ને ગયું ને " કુઈઇઈ કુઈઇઈ" એમ બોલવા લાગ્યું. એના અવાજ થી વેલીન ડરી ને પોતાની જાત ને વધુ સંકોરતી સંતાવા લાગી. પણ પેલા પ્રાણીએ એને બહાર આવવા મજબુર કરી દીધી.

વેલીન ના બહાર આવવા થી પેલું ભૂંડ સતેજ થઈ ગયું. એ એકદમ પોતાના બચાવની પ્રતિક્રિયામાં આવી ગયું. ને ઉભું થઈ ગયું. એના ચહેરા પર એકદમ કડકાઈ આવી ગઈ અને હાથ પેલા હથિયાર પર જતો રહ્યો.

વેલીન હજુ ડરેલી હતી. ના ના હું કઈ નહિ કરું, કઈ નહિ કરું બોલતી પેલા પ્રાણી ને ઊંચકી લીધું. આમે દોસ્ત છીએ, હે ના? એમ પૂછતાં એણે પેલા પ્રાણી ની સામે જોયું.

પેલું પ્રાણી જાણે હા કહેતું હોય એમ " કુઈઇઈ કુઈઇઈ " કરવા લાગ્યું.

હા, તો કોઈ વાંધો નહિ. હું પણ આ લોકો નો ફ્રેન્ડ છું? આ જવાબ પેલા ભૂંડે આપ્યો. એ એકદમ નોર્મલ થઈ ગયું
એના ચહેરા પર ની કડકાઈ દૂર થઈ ગઈ અને એક સ્મીત આવી ગયું ચહેરા પર. ને એ નીચે બેસી ગયું.

હે હે આ બોલે છે, માણસ જેવું બોલે છે એમ બોલતી વેલીન યારા અને અકિલને બહાર આવવા નો ઈશારો કરે છે. યારા આ જો આપણી જેમ બોલે છે.

ત્રણેય જણ એકદમ અવાક થઈ ગયા.

હા, તો? ભૂંડે પ્રશ્ન પૂછ્યો

એટલે એમ કે અમે ક્યારેય કોઈ પ્રાણી ને આવી રીતે વાત કરતા નથી સાંભળ્યું. ને તમારા જેવું પ્રાણી પણ નથી જોયું, અકીલે કહ્યું.

હા આ જગ્યા, અહીંની વસ્તુઓ, પ્રાણીઓ બધું કઈક અલગ છે. આ બધી વસ્તુઓ અમે પહેલા ક્યારેય જોઈ નથી. અમારા માટે આ એક નવી જ દુનિયા છે. માનો સપનો ની દુનિયા, યારા બોલી.

હા, આ દુનિયા કદાચ બીજી દુનિયા થી અલગ છે. ને અહીંની બધી જ વસ્તુઓ તમારા માણસોની દુનિયા કરતા અલગ છે, પેલા ભૂંડે કહ્યું.

તો તમે માણસોની દુનિયા વિશે જાણો છો? વેલીને એકદમ આશ્ચર્ય સાથે પૂછ્યું.

પેલા ભૂંડે વેલીન ની સામે જોયું ને પછી હસી ને કહ્યું, હા જાણું છું.

હવે વેલીન નો ડર દૂર થઈ ગયો હતો. એને આ બધું શુ છે તે જાણવાની તાલાવેલી લાગી હતી. એટલે તેણે પૂછ્યું, જાણો છો? અમે પણ એ માણસો ની દુનિયામાં થી આવ્યા છીએ. પણ ખબર નહિ કેવી રીતે અહીં આવી ગયા. આ કઈ દુનિયા છે? ને આ દુનિયા બહાર થી કોઈ એ જોઈ કેમ નથી?

આ બધું જે અહીં છે એ ક્યાંય નથી. આ પહેલા આવું કશું અમે જોયું નથી. અહીં ના ઝાડ, પ્રાણીઓ એકદમ અલગ છે. કોઈ પરિકથાના પાત્રો જેવા, યારા એ કહ્યું.

હા, તમારા જેવા માણસો માટે આ દુનિયા પરીકથા જેવી જ છે. અહીં કોઈ પણ માણસ આવી શકતો નથી. તો પછી તમે લોકો કેવી રીતે આવી ગયા?

એ જ તો ખબર નથી. અમારી પાછળ બે સિંહ પડ્યા હતા અને એમના થી બચવા અમે પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યાં અમારી ગાડી એક મોટા પથ્થર સાથે અથડાઈ ને મંદાકિની નદી ના ધોધ માં ફંગોળાઈ. પછી શુ થયું એની કઈ ખબર નથી. જ્યારે આંખ ખુલી તો અમે ત્રણેય અહીં હતા. ને અમારી સામે આ બે પ્રાણીઓ હતા, અકીલે કહ્યું.

મોલીઓન, મોલીઓન નામ છે આ પ્રાણીઓ નું. આ જંગલના સૌથી પ્રેમાળ અને વફાદાર પ્રાણીઓ. એ લોકો બોલી નથી શકતા પણ સમજી બધું શકે છે. ને હું ભોફિન જેને તમારી દુનિયામાં ભૂંડ તરીકે ઓળખવામાં આવે છે, પેલા ભૂંડે જવાબ આપ્યો.

તો તમે આ જંગલમાં જ રહો છો. આ કઈ જગ્યા છે? ને આ બધું આટલું અજુગતું કેમ છે? યારા એ પૂછ્યું.

આ જગ્યા નું નામ વોસીરો છે. ને આ એક અદ્રશ્ય દુનિયા છે બહારના લોકો માટે. જેની અંદર આવવાનું કોઈ બહાર ની વ્યક્તિ કે પ્રાણી માટે શક્ય નથી. કેમકે અમારી દુનિયા ને કોઈ જોઈ જ શકતું નથી.

"તો પછી અમે ત્રણેય અંદર કેવી રીતે આવ્યા?"

આ પ્રશ્ન યારા, અકીલ અને વેલીન ના મનમાં ફરવા લાગ્યો. ને ત્રણેય પ્રશ્નવાચક દ્રષ્ટિ થી એકબીજા ને જોવા લાગ્યા.

ને ભોફીનના મનમાં પણ આજ પ્રશ્ન હતો, આ લોકો અહીં આવ્યા કેવી રીતે?

શું વિચારો છો? ભોફીને પૂછ્યું.

ત્રણેય જણ વર્તમાન પરિસ્થિતિમાં આવી ગયા.

ભોફીન હું અકીલ, આ યારા અને આ વેલીન છે. અમે ત્રણેય તો જંગલને જોવા માટે નીકળ્યા હતા. ને તમને કહ્યું તેમ અહીં આવી ગયા.

અકીલ અમારી દુનિયામાં અમારા લોકો સિવાય કોઈ આવી શકે તેમ નથી. ને અમારી દુનિયાના લોકો ક્યારેય બહાર બીજી કોઈ દુનિયામાં જતા નથી. તમે લોકો કેવી રીતે આવ્યા એજ એક મોટો પ્રશ્ન છે, ભોફીને કહ્યું.

પણ ભોફીન અમારા પહેલા પણ કોઈ અહીં આવ્યું હશે ને? યારા એ પૂછ્યું.

ના, મને ખબર છે ત્યાં સુધી હજુ સુધી કોઈ આવ્યું નથી. કોઈ અહીં આવે એવી શક્યતા જ નથી કેમકે બીજી દુનિયાના લોકો ને અમારી દુનિયા વિશે ખબર જ નથી. તો અહીં આવવા નો સવાલ જ નથી.

તો પછી..... હજુ વેલીન પૂરું બોલે તે પહેલા,

મોલીઓન ભોફીન પાસે જઈને કૂદવા લાગ્યા અને " કુઈઇઈ કુઈઇઈ કુઈઇઈ " કરવા લાગ્યા એ કઈ કહેવા માંગતા હતા.

શું થયું મોલીઓન? કેમ બુમો પાડો છો? યારા એ પૂછ્યું.

એ કહેવા માંગે છે કે આનો જવાબ એક વ્યક્તિ પાસે મળી શકે તેમ છે, ભોફીને કહ્યું.

જવાબ મળી શકે છે? કોની પાસે છે જવાબ? યારા એ પૂછ્યું.

ઓકિટીન, ભોફીને કહ્યું.

ઓકિટીન? આ ઓકિટીન કોણ છે? વેલીને પૂછ્યું.

ઓકિટીન એ અમારી દુનિયાનું સૌથી વૃદ્ધ અને જાણકાર વૃક્ષ છે. એ એક જાદુઈ વૃક્ષ છે. તેની પાસે બધાજ પ્રશ્નોના જવાબ છે. દરેક સમસ્યાનો જવાબ છે. અમારી દુનિયામાં કોઈ પણ મોટી સમસ્યાઓ આવે ને તેનો જવાબ ના મળે તો લોકો એની પાસે જાય છે.

એક ઝાડ? વેલીને પૂછ્યું.

પણ એક ઝાડ કેવી રીતે બોલી શકે? એને શુ ખબર? અકીલે પ્રશ્ન કર્યો.

હા, એક ઝાડ. તમે લોકો ભૂલી રહ્યા છો કે તમે એવી દુનિયામાં છો જ્યાં બધું અજબ ગજબ છે તમારી દ્રષ્ટિ માં અમારા માટે બધું નોર્મલ છે. ઓકિટીન એક જાદુઈ ઝાડ છે. તેની પાસે અલોકીક શક્તિઓ છે.

તો પછી આપણે એમની પાસે જઈએ. એમને પૂછીએ કે આવું કેવી રીતે બન્યું. એમની પાસે ઘણું જાણવા જેવું હશે, તમે અમારી મદદ કરશો? યારા એ પૂછ્યું. યારા નું મન પોતાના પ્રશ્નોના જવાબો પણ મળશે એવું વિચારવા લાગ્યું. આશા રાખવામાં કશું ખોટું પણ નહોતું. કદાચ એને એના પ્રશ્નો ના જવાબ પણ મળી શકે.

જરૂર મદદ કરીશ. પણ એમના સુધી પહોંચવામાં તકલીફો પડી શકે છે. તમે લોકો અહીંના નથી એટલે તમારે દરેક વસ્તુ થી સંભાળવું પડશે કેમકે તમારા માટે સમસ્યાઓ ઉભી થઈ શકે. તમારે અહીંના લોકો થી બચવું પડશે. ને જો તમે પકડાઈ ગયા તો ક્યારેય ઓકિટીન ને મળી ને જવાબ નહિ મેળવી શકો, ભોફીને કહ્યું.

સમસ્યાઓ! ત્રણેય જણ એકબીજાની સામે જોવા લાગ્યા. ને પછી સાથે જ બોલ્યા એની સાથે પણ હવે દોસ્તી કરવી પડશે. ને પછી બધા હસી પડ્યા. ને મોલીઓન ખુશ થઈ ને કૂદવા લાગ્યા.

આ કોઈ હસીમજાક ની વાત નથી. તમારે ઓકિટીન સુધી પહોંચવા માટે તમારી જાત ને છુપાવી પડશે. ને જંગલના એવા રસ્તા પસંદ કરવા પડશે જ્યાં કોઈ આવતું જતું ના હોય. ને આ કામ હું એકલો ના કરી શકું, ભોફીને કહ્યું.

એટલે? તમે અમને ઓકિટીન સુધી પહોંચાડી નહિ શકો? અકીલે આશ્ચર્ય થી પૂછ્યું.

એવું નથી. હું પહોંચાડી શકું છું પણ મુખ્ય રસ્તાઓ પર થી. ઘાઢ જંગલોના રસ્તા પર થી નહિ. કેમકે એ રસ્તાઓ થી હું પુરે પૂરો માહિતગાર પણ નથી. ને જો આપણે મુખ્ય રસ્તાઓ પર થી જઈશું તો સમસ્યાઓ આવી શકે છે, ભોફીને કહ્યું.

તો હવે શુ થશે? પાછા હતા ત્યાંના ત્યાં આવી ગયા, યારા નિરાશવદને બોલી.

એમાં નિરાશ થવાની જરૂર નથી. આપણ ને એક વ્યક્તિ મદદ કરી શકે છે, ભોફીને કહ્યું.

કોણ છે એ? ને એ આપણી મદદ કરવા તૈયાર થશે? વેલીને પૂછ્યું.

ગ્લોવર નામ છે એનું. એ એક બાહોશ યોધ્ધા છે. પણ ખબર નહિ એ મદદ કરશે કે નહિ. પણ આ કામ એના સિવાય કોઈ કરી શકે તેમ નથી, ભોફીને કહ્યું.

તો ચાલો એની પાસે જઈએ. આપણે એને બધી હકિકત જણાવીશું. એ માની પણ જાય, અકીલે કહ્યું.

તો ચાલો પ્રયત્ન કરવામાં કોઈ વાંધો નથી, ભોફીને કહ્યું.

બધા ગ્લોવરને મળવા માટે નીકળી પડ્યા.

ભોફીન આ ગ્લોવર છે કોણ? અકીલે પૂછ્યું.

અત્યારે તમે જ્યાં છો એ વોસીરો છે. વોસીરો એ એક જાદુઈ જંગલ છે. અહીં ઝાડ પાન, પ્રાણીઓ, જીવજંતુઓ, અહીંના માણસો ને બીજું ઘણું બધું છે. અહીં રાજા મોરોટોસ નું રાજ ચાલે છે. અહીં જે પણ કઈ છે તે બધું એમને આધીન છે. અહીંના બધાજ લોકો તેમનો હુકમ માને છે. તેઓ આ જંગલમાં જ પોતાના પરિવાર સાથે રહે છે. ગ્લોવર પહેલા રાજપરિવાર નો વફાદાર બોડીગાર્ડ હતો. પણ રાજપરિવારમાં અંદરોઅંદર સમસ્યાઓ સર્જાય ત્યારે ગ્લોવર પર રાજદ્રોહ નો આરોપ લગાવી તેને હટાવી દેવામાં આવ્યો. ને તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. પણ ગ્લોવર ત્યાં થી ભાગી ગયો. ત્યાર થી ગ્લોવર રાજા મોરોટોસ નો દુશ્મન બની ગયો. એ એક નિપુર્ણ યોધ્ધા અને આ આખા જંગલનો ભોમિયો છે. એની પાસે એ બધા રસ્તા ની જાણકારી છે જે હજુ સુધી કોઈ ની પાસે નથી.

પણ ભોફીન ગ્લોવર પર શું આરોપ મુકવામાં આવ્યો હતો? યારા એ પૂછ્યું.

કહેવાય છે કે ગ્લોવરે રાજા મોરોટોસ ના નાના ભાઈ અને તેની પત્ની ની હત્યા કરી હતી.

તો પછી ગ્લોવર ને હજુ સુધી સજા કેમ નથી મળી? એ અહીં કેવી રીતે રહે છે? વેલીને પૂછ્યું.

ગ્લોવર અહીં છુપાઈ ને રહે છે. સમય સમયે એ પોતાની જગ્યા બદલ્યા કરે છે.

ભોફિન તમને આ બધી કેવી રીતે ખબર? અકીલે પૂછ્યું.

ખૂબ સરસ. ગ્લોવર એક યોધ્ધા છે. એ આવું ખોટું કામ ના કરી શકે. અહીં ઘણા લોકો એવા છે જેને રાજા મોરોટોસે લગાવેલ આરોપ પર ભરોસો નથી. એ લોકો નું માનવું છે કે ગ્લોવર નિર્દોષ છે. એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. ને એ લોકો ગ્લોવર ની મદદ કરે છે. ને હું પણ એમનો એક છું.

તો પછી મોરોટોસ ના ભાઈ અને તેની પત્નીની હત્યા કોણે કરી? અથવા તો કરાવી છે? યારા એ પૂછ્યું.

હજુ સુધી સત્ય શું છે એ કોઇ ને ખબર નથી. પણ હા, કઈક ગડબડ છે તે નક્કી છે.

એ લોકો ચાલતા ચાલતા એવી જગ્યા એ આવી ગયા જ્યાં ચારેબાજુ ગીચ ગીચ મોટા વૃક્ષો હતા. ને એમા એક વૃક્ષ એકદમ મોટું, જાડું અને ચારેબાજુ વિસ્તરેલું હતું. તે વૃક્ષની વચ્ચેનો ભાગ ખુલ્લો હતો. માનો એક મોટો હોલ હતો જેની આરપાર જોઈ શકાતું હતું. એમાં થી આવન જાવન પણ કરી શકાય તેમ હતું. ને આખુ વૃક્ષ લીલુંછમ હતું. એની બનાવટ જ એવી હતી કે જાણે કુદરતે એને લીલાછમ ઝાંઝમથી શણગાર્યું ના હોય એવું લાગતું હતું. એના ઉપર સફેદ કબુતરો ઉડા ઉડ કરી રહ્યા હતા.

આ નજારો જોઈને અકીલ, યારા અને વેલીન તો એટલા પ્રભાવિત થઈ ગયા કે એમની પાસે બોલવા માટે શબ્દો નહોતા. માત્ર અનિમેષ નજરે એને જોઈ રહ્યા હતા.


ક્રમશ...................