"ક્યાં જતી હશે તે અને ક્યાંથી આવતી હશે???"
કેટલીય વખત આ ફિકર મેં મારા મિત્ર કૃણાલ ને જાહેર કરી હતી. કોલેજ ની કેન્ટીનમા વરસાદની બપોરે એમને મને કહ્યું હતું.
"અરે યાર કોણ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તારે શું લેવા દેવા એમજ પાછળ પડી ગયો.!! અરે ભાઈ જતી હશે ક્યાંક ...."
"અરે એ વાત નથી યાર મેં એમને શાંત કરતા કહ્યું.!!
મતલબ કે એ રીતે વિચાર કે ક્યાં જતી હશે ??"
ચા ને ટેબલ પર રાખતો મજાકના મુડમા બોલ્યો "
""""કમાલપુર"""""!!!!!!!
"કદાચ તે એજ રેલવે ટ્રેક પાસે તો નથી જતી ને કે જ્યાં લાશ મળી હતી ???????"
હમમ..... અરેં ખબર આવી હતી અખબાર માં ભાઈ કે રેલવે લાઈન ઉપર કોઈએ આત્મહત્યા કરી લીધી છે !!!!...બેટા.... સંભાળીને રેહજે ....
"અરે યાર હું સીરીયસ છું અને તને મજાક સુજે છે??? સાલા..."
મે થોડા કડક શબ્દોમાં કહ્યું તો એમણે મનેં કહ્યું
કે, "કોણ ક્યાં જાય છે મને શું ખબર ભાઈ" એમને પણ મોટા અવાજ માં કહ્યું.
"તને એટલોજ કરમચંદ જાસૂસ બનવાનો શોખ છે તો એક દિવસ તું ખુદ એમની સાથે ઉતરીને પીછો કેમ નહી કરી લેતો..!!!"
પ્રેમ એકતરફી નહી હોતો મુલાકાત પણ ક્યારેક એકતરફી હોય છે હું પણ તે એક અજનબી છોકરી સાથે અગણિત મુલાકાત કરી ચૂક્યો હતો. પ્રેમ હોય કે ના હોય પણ કોઈ ને કોઈ સંબંધ તો બની ગયો હતો મારો એમની સાથે.
એમની ખૂબસૂરતી અને એમનું રહસ્ય બેઉ મારા જેહાનં ઉપર હાવી થઈ ગયા હતા.
કૃણાલે કહેલી એ વાત મારા મગજ માં બહુ સમય સુધી ગુંજતી રહી અને એક દિવસ મેં એક ફેંસલો કરી લીધો
ઠીક ઠીક યાદ છે મને એ તારીખ ૧૨ માર્ચ હોળીની રજાઓ થી પેહલા નો એ છેલ્લો દિવસ હતો. કોલેજ મા અમે ખૂબ હોળી રમ્યા. બધાના કપડાં ઉપર રંગ રંગજ હતો.
દિલ્લી જવા માટેની ટ્રેન માં ચડતા બધા મિત્રો એક બીજાને બધાઈ વાત દેતા હતા, અને હું રંગબેરંગી ખમીસ પેહરી ને S5 વાળા ડબ્બામાં એક સીટ પર બેઠો હતો રોજ ની જેમ, ત્રણ ચાર સીટ પછી તે છોકરી બેઠી હતી. પણ આજ કમાલપુર સ્ટેશન નો ઇન્તજાર ફકત એમને જ નહતો મને પણ હતો.!!!!!!!!!
ગ્રેજ્યુએશન ના સમયમાં મારી એક હિન્દીની પ્રોફેસર કહેતી હતી કે એકાંત જે દુનિયાનું બધાથી મોટું સુખ છે , એટલુજ એકલવાયું જીવન બધાથી મોટી સજા.
હું જે એ છોકરીની આંખોમાં જોઈ રહ્યો હતો એ એકાંત નોહતું પણ એકલવાયી હતી તે, એ મારે જાણવું હતું અને સાથે સાથે એ પણ જાણવામાં મને રસ હતો કે તે સુમસાન અને ડરામણા લાગતા એ સ્ટેશન કમાલપુર પર એજ એકલતા પણા સાથે તે જતી ક્યાં હતી???????
એ ડબ્બામાં સવારી નામ ભરજ હતી બહુ થોડા લોકો હતા. અમારી સાથે મુસાફરી કરવામાં હું અને એમના સિવાય બીજા એકલ દોકલ લોકો જ હતા.
હું હજુ એમની સામે જોઈ રહ્યો હતો તે બારીની બહાર ખીલેલી ચમકતી એવી ચાંદને જોઈ રહી હતી.
હું મારી બેગને ખોળામાં સંતાડી એમને ખબર ન પડે એ રીતે વારેં વારેં એમના તરફ જોઈ લેતો હતો.
થોડાક સમયમાં ટ્રેન ની ગતિ થોડી સુસ્ત થવા લાગી કમાલપુર સ્ટેશન જો આવવાનું હતું.
આમતો સ્ટેશન જ્યારે પણ આવવાનું હોય છે ત્યારે મુસાફરો થોડી અહીંયા ત્યાં મુકેલી વસ્તુઓ સમાન એકઠો કરવા અને હળબડી કરવા લાગે છે અને ઉભા થઇ દરવાજા નજીક જવા લાગે છે.
પણ એતો બિલકુલ શાંત બેઠી હતી, અને મે પેહલી વખત એ વાત પર નજર કરી કે તેમની પાસે કોઈ સમાન ના હતો, કંઇ પણ નહી.
એક જાટકા સાથે ટ્રેનમાં વેક્યુંમ બ્રેક લાગી , કમાલપુર સ્ટેશન આવી ગયું હતું. હું ઉપરથી તો બહુજ શાંત હતો પણ અંદર અંદર મારા મન નાં એક એક કોનામાં ખળભળાટ હતો.
મે એમને જોઈ તો એ એકદમ સહજતથી ઉભી થઇ ન કોઈ જલ્દી ન કોઈ ખળભળાટ શાંતિપૂર્ણરીતે તે દરવાજા તરફ અગળવધી ગઈ. હા મે એમને પેહલી વખત ચાલતા જોઈ હતી.
હું એમની સામે ઉઠવા નહોતો માંગતો એટલે એમજ બેઠો રહ્યો.
થોડી પળોમાં એ મારી જમણી બાજુની ખડકીમાંથી આગળ જતા જોવા મળી.
હું સ્ફૂર્તિથી ઉઠ્યો અને બેગને ખભામાં લટકાવી ને ખડકી તરફ ભાગ્યો.
જઈને જોયું તો ખાલી સુમસાન પ્લેટફોર્મ પર એ ખાસ્સી દૂર નીકળી ગઈ હતી. હું ટ્રેનના દરવાજાથી બહાર આવ્યો અને જોયું તો બહુજ નાનું પ્લેટફોર્મ હતું , કદાચ આ એકલી એવી ટ્રેન હતી કે જે આ પ્લેટફૉર્મ પર રોકાતી હતી.
કોઈ રોશની ત્યાં ન હતી ઉપર લગાવેલી ક્લીન શિટ પણ ત્યાં કાંટ ખાઈને તૂટી ગઈ હતી. ખાલી પડેલી બેંચો પર ચરસી લીધેલા માણસો સુતા હતા, પાણી નાં નળ પણ ખરાબ હતા, દૂર સુધી એક અંધારું અને સન્નાટો શ્વાસ લેતો હતો.
તે ખાલી અંધારા વાળા પ્લેટફૉર્મ પર તે છોકરી કોઈ સફેદ પડછાયા જેવી ચાલી જતી હતી .
એમના કદમોની આહટ ધીરે ધીરે ઓછી થઈ રહી હતી.
ટ્રેન ચાલવા માંડી તો એમના અવાજનો ફાયદો ઉઠાવીને હું તેજ પગલાંથી એ છોકરીની પાછળ ચાલવા લાગ્યો.
હું જડપથી ચાલીને તે ફાંસલો ઓછો કરવા લાગ્યો જે એમની અને મારી વચ્ચે હતો. અને એ વાત નો પણ ખ્યાલ રાખતો હતો કે એમને મારા પાછળ આવવાનો અંદાજ ન આવી જાય.
બાજુમાં ચાલતી ટ્રેન જતી રહી તો સ્ટેશન પાછું અંધારી અને ગેહરી સન્નાટાથી છવાઈ ગયુ. હવે બધીજ આહટ દૂર સુધી ગુંજી રહી હતી, એટલે હું પેલા કરતા વધારે સાવધાન હતો.
હું દબાયેલા પગલાંથી એમની પાછળ પાછળ આગળ વધી રહ્યો હતો. પ્લેટફોર્મ નો સન્નાટો મને ડરાવી રહ્યો હતો પણ તે તો અંધારામાં એકલી ચાલી જતી હતી.
પોતાની જાતને સાંભળતા હું એમની પાછળ પાછળ ચાલી રહ્યો હતો. ત્યા જ તે સ્ટેશન ના પેહલા જમણી બાજુ વળી, એકઝીટ ગેટ પેહલા સ્ટેશનની દીવાલ તૂટેલી હતી જ્યાંથી લોકોએ આવવા જવાનો રસ્તો બનાવી નાખ્યો હતો. એ છોકરી એ તરફ આગળ વધી ગઈ.
તૂટી દીવાલથી વળીને એ તરફ એક જંગલ જેવો વિસ્તાર હતો જ્યાં ચાંદની રોશનીથી દૂર સુધી ધૂંધળુ ધૂંધળું વાતાવરણ દેખાઈ રહ્યું હતું.
મે દીવાલની આડ લઈને છુપાઈ ને જોયુ તે આરામથી ચાલતી હતી , મારી ઉત્સુકતા અને ડર બેઉ સાથે સાથે વધી રહ્યા હતા.
હું પણ તે રસ્તા ઉપર આગળ વધી ગયો. સ્ટેશન નો એ ભાગ હતો જ્યાં આજુબાજુ ખરાબ ડબ્બા અને આજુબાજુ જંગલી ઘાસ નું મેદાન હતું અને ક્યાંક ક્યાંક ખાખરા ના વૃક્ષો હતા.
આવા સુમસાન વિસ્તારમાં એક સફેદ પડછાયાની પાછળ જવું ત બહુજ બિહામણું હતું.
મનનો એક ભાગ પાછું ફરવાનો અંદેશો આપતું હતું .
દિલની ધડકનો ને સાંભળતો હું એમની પાછળ પાછળ ચાલ્યો ગયો. મારી નજર તે છોકરી પછી બીજી જમીન પર પડેલા સુકા ખાખરાના પાંદડા પર પણ હતી, હું નહોતો ચાહતો કે મારો પગ કોઈ સૂકા પાંદડા પર પડે અને એમના અવાજથી અંદાજો આવી જાય કે કોઈ નો પીછો કરે છે.
જંગલનો રસ્તો પાર કરીને તે સડક પર આવી ગઈ, સડક કેં જયા રેલવે ફાટકની બાજુમાં એજ સડક હતી કે જયા કાત્યાયની એક્સપ્રેસ પસાર થઈ હતી. એમની નજીક એક કેબિન હતું જ્યાં બાલ્કની પર નાનકડું અજવાળું આપતો લેમ્પ સળગતો હતો.. હું સડકની કિનારે બેઉ જૂતાં હાથમાં પકડીને એક વૃક્ષની નીચે છુપાઈ ને એમને જોઈ રહ્યો હતો...
હવે શું થશે તે જાણવા માટે વાંચતા રહો ભાગ ૩