Bhayanak safar ek train ni - 4 - Last Part books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર એક ટ્રેનની - ભાગ- ૪ - છેલ્લો ભાગ


તે નજીક આવી અને બોલી..
"શું જાણવા માંગે છે???"


"બસ એજ કે તમે તે રેલવે ટ્રેક ની પાસે ...
મારા મિત્રે મને કહેલું કે એક સવારે લાશ મળી હતી ત્યાંથી..."


મે બોલ્યા પછી મેહસૂસ કર્યું કે કદાચ હડબડી મા બોલી નાખ્યું જે નહિ બોલવું જોઈતું તું.

"આઈ મીન કે એમની શી કહાની છે.???"

"કહાની ???? " એ મારી આંખોમાં જોઇને બોલી.

"""કહાની નહિ નિશાની!!!""


""તે રેલવે ટ્રેક નિશાની છે.""


"વફાદારીથી બેવફા થઈ જવાની નિશાની. ..."

"મતલબ??"

મે એમને પૂછ્યું તો તે વોશ બેસિન ની સામે આધાર લઈ અને બોલી..જેમકે લાંબી વાત કે કોઈ કહાની કહેવા માંગતી હોય..
મે પેહલી વખત એમની ખૂબસૂરતીને એટલા નજીક થી જોઈ રહ્યો હતો.
એટલા નજીકથી કે એમના ગાલો પર ના છિદ્રો મને સાફ સાફ દેખાતા હતા.



"હાપુરનું નામ સાંભળ્યું છે ???"


એમને મને પૂછ્યું તો મે હા મા માથું હલાવ્યું.

હાપુરમાં એક જગ્યા છે બુધાણપુર ત્યાં એક છોકરી રહેતી હતી, અરીબા નામ હતું એમનું, આજ ટ્રેનમાં દરરોજ ક્લાસિસ માટે દિલ્લી આવતી જતી હતી. તે પેલી હા પેલી સિટ પર બેસતી હતી. દરરોજ ......

એક દિવસ એમને નોધ લીધી કે એક છોકરો એમને દરરોજ જોવા માટે સામે વાળી સિટ પર આવીને બેસી જતો હતો.

અરીબા વિશેની વાત સાંભળીને મેં આજુબાજુ જોવા લાગ્યો શરમથી મને લાગ્યું કે કદાચ તે મારી તો વાત નથી કરતી નેં??

પણ એમને આગળ કહ્યું " ખાખી પાટલુન, સફેદ ખમીસ, અને ચેહરા પર આછી આછી દાઢી હતી એ છોકરાની"
સારો હતો છોકરો, તે વાત નહોતો કરતો બસ ચૂપચાપ જોયા કરતો હતો અરીબાને.
એમનો ચેહરો ઠીક હતો પણ આંખો હંમેશા હસતી લાગતી હતી.
અરીબા જાણતી હતી કે આ છોકરો એમના માટે દરરોજ એમની સ્લીપર ની ટીકીટ છોડીને ચાલુ ડબ્બામાં ધક્કા ખાય છે.

દિવસો વિતતા ગયા તેમ ચુપકીદી ધીરે ધીરે અરીબા અને એ છોકરાની જુબાન બની ગઈ. એક દિવસ એ છોકરાએ કાગળ અરીબા તરફ લંબાવ્યો અને ટ્રેનમાંથી ઉતરી ગયો.
અરબાયે કાગળ ખોલ્યો તો એમાં એક ફ્રેન્ડશીપ બેલ્ટ હતો. અને ઉર્દૂ મા લખેલો એક પત્ર હતો .

"લખ્યું હતું"

રેલવે વાલા પણ અજીબ છે કહે છે કે અજનાબિયો સાથે દોસ્તી ન કરો , અરે તમેજ કહો કે અજનાબિયો સાથે દોસ્તી નહિ કરીએ તો શું સંબંધી ઓ સાથે કરીએ???

મારું નામ અદીબ છે દોસ્તી કબૂલ હોય તો કાલે આ ફ્રેન્ડશીપ બેલ્ટ પેહરી આવજો.

"હે અચ્છા પછી શું થયું?? "


મે સુર પુરાવ્યો.

"તે છોકરી બેલ્ટ પેહરીને આવી????"

મારો સવાલ પૂરો થાય તે પેહલા એમને હા મા માથું હલાવ્યું.
હા તે બેલ્ટ પેહરી અને આવી, અને હજુ સુધી નહી ઉતાર્યો.!!!

"ઓહ. ......તો આપનું નામજ અરીબા છે??"

અરીબાયે કહ્યું કે તે અને અદીબ બંને બહુ ગાઢ મિત્રો બની ગયા, અને ધીરેધીરે તે પ્રેમની મંજિલ સુધી પોહચી ગયા.
પરંતુ પ્રેમની બધીજ કહાનીઓની જેમ પણ એમનો રસ્તો એટલો આસન ન હતો.

અરીબાયે કહ્યું કે એમનું ઘર એક મોટા કુવા ની સામે છે જે હાપુર મા છે. ત્યાં એમની અંમી અબ્બુ અને ભાઈ રહે છે.
એમને કહ્યું કે અરીબા અને અદીબ ના સંબંધ વિશે બધાને ખબર પડી તો હાહાકાર મચી ગયો.

"ના પાડી હતી એને દિલ્લી બિલ્લી ના મોકલો.!"

"લાગી ગઈને હવા!? "

"પણ કાન ખોલીને સાંભળ તું, આ ખાનદાનમાં છોકરીઓ એમની પસંદગીથી લગ્ન નથી કરતી....."

"સાંભળી લીધું???"

આંગણામાં ચિખતા ચિલ્લતા આજ તો કહ્યું હતું અરીબાના પિતાએ.

આવી હાલત આદીબ ની પણ હતી. એમના પિતા એમના બરાબરી વાળા સાથેજ એમના લગ્ન કરાવવા માંગતા હતા.

"પછી? પછી શું થયુ??"

"તમે બંન્ને!??..."

મે પૂછ્યું તો આંખોથી આંસુ લૂછતાં લૂછતાં કહ્યું.

"કંઇ ના થયું બીજું અમે બન્ને એ ફેંસલો કરી લીધો, કે
જો આપણે સાથે સાથે જીવી નહિ શકીએ તો સાથે સાથે મરી તો શકીશું ને??."

હું ચોંકી ગયો, એમને આગળ જણાવ્યું કે દુનિયાથી હારી ને અમે બંનેએ એક સાથે મોતને ગળે વળગાડવાનો ફેંસલો કર્યો.

એક રાત આજ ટ્રેનમા હુ અને આદીબ કમાલપુર સ્ટેશન પર ઉતર્યા, અને તે રેલવે ટ્રેકની નજીક પોહચી ગયા જ્યાં અમારા પ્રેમને છેલ્લો શ્વાસ લેવાનો હતો!!!!!!!

પણ અરીબાયે માયુશી સાથે કહેતા દીવાલ પર હલકી હથેળી મારી અને બોલી

""અમે બંને જીવ દેવાનો ફેંસલો કર્યો હતો,
પણ એ રાત્રે મને ખબર પડી કે મોતને ગળે લગાડવું બધા લોકો માટે આસાન નથી હોતું.
ખબર છે તને જ્યારે મોત બિલકુલ નજીક હોય છે ને ત્યારે જિંદગી તસવીરોઃ ની માફક આંખોની સામેથી ગુજરે છે.
જીવવાની ખવાઈશ અચાનક વધી જાય છે.
બચપણ યાદ આવી જાય છે."


તે સમયે ટ્રેન તો સમય અનુસાર ટાઈમ પર આવી પણ અમારા વચ્ચે નું એ સાથ આપવાનું વચન તૂટી ગયું!!!!!!!!!!!!!!!!

બીજી સવારે રેલની પટ્રી પર એકજ લાશ મળી.......!!!!!!!!!!!!!!!!**********
*************
*************





અરીબા હિચકીઓ લઈને રોવા લાગી , મેં બેગ માંથી પાણીની બોટલ કાઢી એમના તરફ ધરી તો એમને ના પાડી દીધી..

"જુઓ તમે રડો નહિ...........પ્લીઝ.."


"વિચારો કે જીવ આપવો એ કોઈ બહાદુરીની તો વાત નથી, એતો કાયરતાની નિશાની છે, બુજદિલી છે, અને કોઈના જવાથી જિંદગી થોડી રોકાઈ જવાની છે."

થોડો સમય મે અને અરીબાયે વાતો કરી તો એમનું મન થોડું હલકું થયું. આંસુ લૂછીને તે ફરી જૂનું સ્મિત એમના ચેહરા પર રમવા લાગ્યું.

ક્યારેક ક્યારેક એ સત્ય આપણે એટલા માટે માની લઈએ છીએ કે જે આપણને એ સાચું લાગતું હોય છે, અથવા તો જે દેખાતું હોય છે, અરીબાની ખૂબસૂરતી થી હું જાણકાર હતો, એમની નજીક આવવું મારા માટે એક સુંદર એહસાસ હતો, એટલેજ મેં એકપણ વાર જાણવાની કોશિશ ન કરી કે જે કહાની મે સાંભળી હતી એ ખરેખર સાચી હતી પણ કે પછી..!!!?

કાશ હું ત્યારેજ સમજી ગયો હોત કે આ નવી નવી દોસ્તી જે તરફ લઈ જવા માંગતી હતી, એ રસ્તો નહતો જેમની મેં ઉમ્મીદ કરી હતી ..

જિંદગીમાં ખુદ પસંદ કરવાનો જે સંબંધ હોય તો તે છે દોસ્તી!!

જે ખૂબસૂરત ચેહરાને, વીતેલા કેટલાય મહિનાઓથી જોતો હતો એ આજે મારી દોસ્ત બની ગઈ હતી..
રોજ તો નહી પણ તે બહુવાર ટ્રેન ના S5 ડબ્બામાં દેખાતી, અને જ્યારે પણ દેખાતી હું બિલકુલ હિચકિચાટ વગર એની ઠીક સામે વાળી સિટ પર જઈને બેસી જતો ..

"હેલ્લો ફ્રેન્ડ !!! હું કહેતો તો, તે હસીને મારી સામે જોઇને હેલ્લો કહેતી."

પછી અહીંતહીં દુનિયાભર ની વાતો થતી.
ક્યારેક હું બેસીને થાકી જતો તો એમને ગેટની નજીક જવાનું કહેતો. ત્યાં અમે બંને દરવાજા પાસે ઉભી જતા, અને વાતો કરતા રહેતા. દરવાજા પર ઉભા ઉભા હું જોતો, હવાથી લહેરાતા એમના વાળ કયારેક કયારેક મારા ચેહરાને ચૂમી લેતા.
લાગતું હતું કે ગુલાબનું ફૂલ બિલકુલ નાકની નજીકથી પસાર થયું હોય.!!

પણ એક અજીબ વાત હતી, એમને એમના પ્રેમી આદીબ વિશે વાત કરવાનું બિલકુલ પસંદ ન હતું.

કદાચ એટલા માટે કેં જ્યારે તે આદીબ ને યાદ કરતી હતી ત્યારે પોતાના ખુદમાં એક ધોકેબાઝ સાથી દેખાતી હશે કદાચ...

એક વાત કહું એક દિવસ ટ્રેનના શોરમાં ગેટ પર થી મેં હસીને કહ્યું .
"માનું છું કે હજુ મારી દોસ્તી એટલી પાક્કી તો નથી થઈ કે તમારી કલાઈ નો એ ફ્રેડશીપ બેલ્ટ માંગી શકું પણ એટલું તો પૂછી શકું કે """"કોફી પીશો મારી સાથે"""????"

તે હસી ને એમની કલાઈનો રંગબેરંગી બેલ્ટ સાથે રમતી એ બોલી, "માંગીને જો, કદાચ મળી પણ જાય"
રોકાય ગયો હતો સમય એ પલ...... કાશ આમજ વીતતો રહ્યો હોત સમય તો કેટલું સારું....કાશ....
....

.....
....
..
..
......
..
...
..
અમારા બંનેની આંખો એક બીજાના દિલની ઊંડાઈમા ડોકિયું કરતી હતી. જ્યાં એકબીજા માટે બેપનાહ ચાહત ઊમળી રહી હતી.
ખૂબસુરત પલખો મારી તરફ જોતા કાંપી રહી હતી.
મે માહોલ હલકું કરવા માટે કહ્યુ, " અરે તો માંગવો શું , પાક્કો દોસ્ત સમજતી હોય તો બેલ્ટ ખુદ આપી દઈશ ક્યારેક".
મેં આંખ મારીને કહ્યું
"બસ હમણાં તો કોફી પીવાની ઇજાજત મળી જાય બસ.."

અરીબા પાસેથી મેં જબદસ્તી થી પ્રોમિસ લીધું કે આવતીકાલે તે મારી સાથે કોફી માટે આવશે..!

એવું લાગતું હતું કે મેં જિંદગીમાં બહુજ મોટી ખુશી મેળવી લીધી હોય.
એ રાત્રે મેં ઘરે આવીને મારી ફેવરીટ બ્લુ જીન્સ અને રેડ ટીશર્ટ કાઢી લીધી હતી.
અને એવું કેહવામાં મને કોઈ હિચક નથી કે પૂરી રાત હું સૂઈ ન શક્યો.

કૃપિયા ધ્યાન દે અલીગઢ સેં દિલ્લી જાને વાલી ટ્રેન નંબર ૧૧૫૪...

કાત્યાયની એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૩ પર આ રહી હે,
હમમ અપકી સુખદ સફરકી કામના કરતે હૈં!!

હું હોંશે હોંશે ટ્રેન ના ડબ્બા માં ચડ્યો.

પણ તે સવારે મેં જોયું તો તે સિટ ખાલી હતી.!!!


અરીબા નહોતી આવી, મેં એજ સીટ પર બેસીને એમની રાહ જોવા લાગ્યો ટ્રેન ચાલવા લાગી અને હું દરવાજા પર આવી ગયો.
પ્લેટફોર્મ પાછળ જતું હતું પણ અરીબા તે સ્ટેશનની સેંકડો ની ભીડમાં ક્યાંય નહોતી દેખાતી. મારી આંખો એમને ચાતકની માફક શોધી રહી હતી.

કેટલાય દિવસો સુધી મેં પ્લેટફૉર્મ પર એમની રાહ જોઈ પણ તે ન જોવા મળી .

"ક્યાં ગઈ હશે??"

"શું થયું હશે એમને ?"

"એમને કઈક..."

"તે ઠીક તો છે ને??"


આ ફિકર મને સતાવતી રહી.

કોઈ વ્યક્તિ કોઈ ને ક્યારેય ન મળે તો કોઇ ગમ નથી થતો, પણ મળીને ખોવાય જાય તે હંમેશા દર્દ આપે છે.


હવે અરીબાની તલાશ મારો મકસદ બની ગઈ હતી.

એક દિવસ મને યાદ આવ્યું કે અરીબાયે મને કહ્યું હતું કે એમનું ઘર હાપુર ના મોટા કૂવા ની સામે છે.
મોટો કુઓ મશહૂર હતો એટલે એમના ઘરે પહોંચવું શક્ય હતું.
બીજાં દિવસે બાકીના દોસ્તો અલીગઢ માટે નીકળ્યા તો મે હાપુર જવા બસ મા બેસી ગયો .

થોડા કલાકોમાં બસ એક બસ સ્ટોપ પર જઈને રોકાઈ, હું બેગ લઈને નીચે ઉતર્યો અને ત્યાંથી મોટા કૂવા માટે રિક્ષા કરી .

થોડા સમય બાદ હું તે કૂવા નજીક હતો, મે સામે વાળી પાન ની દુકાને જઇને પૂછયું.

"ભાઈસાબ આ મોટો કુઓ આજ છે?"

પાનના પટી પર કાથો લગાવતો દુકાનદારે જવાબ આપ્યો
"હા."

"આમાથી અરીબા ના અબ્બુ નું ઘર ક્યું છે??"

"એ પેલૂ મકાન છે લાલ ઈંટો વાળું વર્ષોથી બંધ પડ્યું છે."

"બંધ પડ્યું છે ? પણ કેમ.?"

"અરે તો શું કરશે?."

"છોકરીને નાક કપાવ્યું!!"


"સમાજમાં માં ઈજ્જત નામની કોઈ ચીજ હોય કે નહિ.??"


"ચાલ્યા ગયા વેશ બદલીને મોઢું સંતાડીને ક્યાંક."

"પણ તમે કેમ પૂછી રહ્યા છો આ બઘું?? અને તમે કોણ છો??"

મે એમને ગોલ મોલ જવાબ દઈને ટાળી દીધું અને તરતજ ત્યાંથી નીકળી ગયો.

સમજી ગયો હતો કે એ ઘટના પછી અરીબાના પરિવારે અરીબા સાથે સંબંધ ખતમ કરી નાખ્યો હશે!!

દુનિયામાં નફરત કરવાનું કેટલું આસાન છે , પણ કોઈને ચાહવા માટે કેટલીય દીવાલો કુદવી પડતી હશે ????
પણ હું પાછો ઘરે આવી ગયો.

પણ પાછું વળવું મારા માટે કોઈ હલ ન હતો.
અરીબાનું નામ આંગળીમાં લાગેલી ફાંસ જેવું હતું, તકલીફ ન હતી પણ એમના ન નીકળવા સુધી મને દુઃખાવો જશે નહિ.

આખરે આ ફાસ ને કાઢવા માટે એક સાંજે મેં ફેંસલા કરી લીધો
તે સાંજે સ્ટેશન પર ઉતરી રહ્યો હતો , તે સાંજે હું કૉલેજથી જલ્દી આવ્યો હતો કેમકે એ રસ્તા પર જવા માટે , પેલા વખતની જેમ અંધારું ના થઈ જાય, મને મનમાં ઉમ્મીદ હતી કે ત્યાં કંઇક ને કંઇક ખબર પડી જશે.

કમાલપુર સ્ટેશનની તૂટેલી બેંચો અને ખાડા વાળી ફર્શ પર હું જડપથી આગળ વધતો જતો હતો. કદાચ તે ત્યાં ફરી પાછી આવી હોય. કદાચ કોઈ ત્યાં મને બતાવી શકે એવું વિચારીને સ્ટેશન ની પેલી તૂટેલી દીવાલ થી આગળ વધીને જંગલના વિસ્તાર મા દાખલ થયો.

રફતાર તેજ હતી સૂરજ હજુ પેલા વખતની જેમ ડૂબ્યો નહોતો તો પણ અંધારું ધીરે ધીરે સાંજને ગળી રહ્યું હતું.

ખાખરાના વૃક્ષો વચ્ચેથી હું પસાર થઈ રહ્યો હતો અને સડક પર આવી ગયો .

થોડું ચાલવા પછી મને તેં રેલવે ટ્રેક દેખાયો જ્યાં અરીબા બેસીને રોઈ હતી, હું ત્યાં એક પળ માટે રોકાયો અને આજુબાજુ જોયું પણ મને કઈ મળ્યું નહીં જે મને કઈ બતાવી શકે.

થોડા સમય પછી કબ્રસ્તાન ના લીલા દરવાજા પહોંચી ગયો, અજવાળું એકદમ ઓછું થઈ ગયુ હતું. સાંજ ઢળી ગઈ હતી.
ધૂંધળું વાતાવરણ પૂરા કબ્રસ્તાનમાં છવાયેલું હતું.
દૂર સુધી ફેલાય લીલી હરિયાળી વચ્ચે, પાક્કી તૂટી ફૂટી કબ્રો હતી!!
હું અંદર દાખલ થયો અને આદીબ ની કબર ને શોધવા લાગ્યો, જ્યાં અરીબા તે રાત્રે ઉભી હતી. મે અંદાજો લગાવી અને તે કબ્ર સુધી પોહચી ગયો.
આજુબાજુ તમામ સૂકા પતા હતા.
આજ તો છે આદીબ ની કબ્ર.!!
મે મન માજ બબડ્યો.

પણ એકદમ બારીકાઈથી જોઈ તો મગજના તાર ઝણઝણી ગયા, એક ગુલાબી ફ્રેંડશિપ બેલ્ટ રાખ્યો હતો. આ બેલ્ટ અરીબાની હાથમાં જોયો હતો, મારા ચેહરાની હસી કાન સુધી ખેંચાઈ ગઈ.
એ જાણતી હતી કે એમને હું શોધવા માટે અહી આવીશ??
હા એ જાણતી હતી!!!
એવું વિચારીને મેં એ બેલ્ટ ઉપાડ્યો અને હાથમાં પેહરી લીધો.
મને યાદ આવી રહ્યું હતું કે મેં એમને કહ્યું હતું કે માગવાની શી જરૂર છે ? , દોસ્ત સમજતી હશે તો ખુદ જ આપી દઈશ બેલ્ટ.
ન જાણે કેટલાય સમય બાદ પોતાની આંખોમાં આંસુ અનુભવી રહ્યો હતો. ન જાણે કેટલા વખત પછી એ એહસાસ થતો હતો કે કેવું લાગે છે કે જ્યારે આંસુ આંખમાંથી વેહતા હોય.

બેલ્ટ પેહરિયા પછી મેં આદીબ ની કબર નજીક ઉભો આજુબાજુ જોતો રહ્યો.
ત્યાં મારી નજર કબ્રસ્તાનના ગેટ પર બનાવેલ એક ઘર પર ગઈ જેમની બહાર પાવડા અને કોદાળી રાખી હતી .
એ ઘરથી એક વૃદ્ધ વ્યક્તિ ખાંસ્તા ખાંસ્તા બહાર આવ્યા.
એમના ચેહરા પર કરચલીઓ હતી, ઉંમર ૬૦__૬૫ વર્ષ હશે . પણ બાંધો મજબૂત હતો .

ભાઈસાબ ... જી. ... આ બાજુ....

મે અવાજ લગાવી તો એમને સુસ્ત કડમોથી ચાલતા મારી પાસે આવ્યા.

જી કહો

ભાઈસાબ આ કબ્ર પર અક્સર એક છોકરી આવે છે, એ લાંબા વાળ છે, સફેદ સૂટ મા , હાથમાં બેલ્ટ પેહરી ને.

જોઈ છે તમે એમને??

આ કબ્ર ઉપર??
વૃદ્ધે હેરાન થઈને પૂછ્યું.
મારા ખ્યાલથી આપને કોઈ ભૂલ થાય છે, આ કબર પર તો ક્યારેય કોઈ આવતું નથી!!
શબે બારાત પર પણ અગરબત્તી અમેજ સળગાવી એ છીએ.

અરે ભાઈ ખોટું ન કહો..
અરે ભૂલ તો તમારી થાય છે .
મે જોઈ છે એમને અહીંયા એમનું નામ અરીબા છે ..

અરીબા????
અહીંયા આવી હતી , શું ખાઈને આવ્યો છે ભાઈ ??
એ વ્યક્તિ કબ્ર તરફ આગળ વધ્યો અને કબ્ર પરથી ખાખરાના પાન હટાવી ને બોલ્યો

" અરે જે કબ્ર ની સામે ઉભા છો , અરે આ અરીબાની તો કબ્ર છે"!!!

આ સાંભળીને શરીરમાં બીજલી દોડી ગઈ. હું હડબડાઈ ને થોડા ડગલાં પાછળ આવી ગયો.
એ વૃદ્ધે કહ્યું કે થોડા વર્ષો પેહલા અરીબા અને અદીબ નામના છોકરા છોકરી એ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી પણ જ્યારે ટ્રેન આવી તો મોતને નજીક જોઈને છોકરો ત્યાંથી ભાગી ગયો અને બીજા દિવસે છોકરીની લાશ રેલવે ટ્રેક પર મળી.
હાપુર મા રેહવા વાળા છોકરીના ઘરવાળાઓએ છેલ્લી વાર એમનો ચેહરો નઇ જોયો , અને ના તો એમની બોડી લેવા આવ્યા.
આસપાસ ના લોકો એ અહિયાં દફનાવી દીધી.

એમનો અર્થ એ રાત્રે મોત અરીબા ની થઈ હતી , આદીબ ની નહિ ??

હું મનન મા બોલ્યો અને મારા જેહનમાં અરીબાની કહેલી વાત ગુંજવા લાગી.

અમે બંને જાન દેવાનો ફેંસલો કરી ચુક્યા હતા પણ એ રાત્રે મને ખબર પડી કે મોત ને ગળે લગાડવું બધા માટે આસાન કામ નથી હોતું, ખબર છે તને જ્યારે મોત બિલકુલ કરીબ હોય છે ને જિંદગી તસવીરોની જેમ આંખોની સામેથી ગુજરે છે, જીવતા રેહવાની ખવાઈશ અચાનક વધી જાય છે , બચપણ યાદ આવી જાય છે.

એ રાત્રે ટ્રેન તો સમયસર વક્ત પર આવી પણ અમારા વચ્ચેનો એ સાથ આપવાનો વાયદો તૂટી ગયો!!!?
બીજા દિવસે રેલની પટ્રી ઉપર એકજ લાશ મળી ...
..

****
***
***





કબ્રસ્તાનમાં અંધારું ઢળી ગયું હતું.
વૃદ્ધ જતો રહ્યો હતો મારા શરીરના રવાડા હજુ સુધી ઉભા હતા, આંખોમાં ડર અને આંસુ બેઉ હતા , મેં એ કબ્ર પર જુક્યો અને હાથ રાખીને રડવા લાગ્યો આંસુના થોડી બુંદ સુખા પતાને ભીંજવી રહી હતી. એ ગુલાબી બેલ્ટ મારી કલાઈ માં હજુ સુધી ચમકી રહ્યો હતો .

આજ હકીકત હતી અને આજ એક અફસાના ..
.

આ કોઈ માને યા ના માને....



****************************

આપને આ વાર્તા કેવી લાગી એ કેહવાનું ચૂકશો નહિ આપનો પ્રતિભાવ લેખકો માટે ફૂલહાર બરાબર હોય છે..આપનો પ્રતિભાવ મને 8780931156 પર પણ આપી શકો છો.

જરૂર થી કમેન્ટ કરજો અને અવિંજ એક વાર્તા લઈને હું ટુંક સમયમાં આપની સમક્ષ હાજર થઈશ તો ત્યાં સુધી મને રજા આપશો આપનો વિશ્વાસુ "" અંશતઃ""
આપ મને ફોલો પણ કરી શકો જેથી મારી નવી પબ્લીશ થનાર વાર્તા આપના સુધી જલદીથી પોહચી જાય....good to see u all hear....thank u so much for Ur support...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED