BHAYANAK SAFAR EK TRENNI - 1 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૧

ઘણીબધી ઘટનાઓ આપણાં જીવનમાં એવી બનતી હોય છે, કે જેમના ઉપર કોઈ પણ લોકો વિશ્વાસ ન કરતા હોય, એક દૃષ્ટિએ એવું લાગે કે દુનિયામાં થતી બધીજ ઘટના પાછળ કંઇક ને કંઇક સાયન્સ હોય છે, પણ બીજી તરફ બધું કરિશ્મા જેવું લાગે છે.

જેમકે પૃથ્વીની ફરવું , સૂર્યનું ઊગવું , ઈન્સાનની પેદાશ , મૃત્યુ આ બધુ તો આપણાં સમજણની બહારની વસ્તુ છે.
માનવ બધું નહી સમજી શકતો એટલે તે આવી ગેબી વસ્તુઓ ઉપર વિશ્વાસ નથી કરતો. એવીજ એક ઘટના છે કે જ્યારે પણ હું બીજાને કહું છું તો કોઇ એમના ઉપર વિશ્વાસ નથી કરતું. ખબર નહી તમે લોકો કરશો કે નહી??

એવીજ એક ઘટના આપની સમક્ષ લખવા જઈ રહ્યો છું ગમે તો આપનો પ્રેમ સભર પ્રતિભાવ આપજો.

જવાનીના દિવસો હતા, કૉલેજ ચાલુ થવામાં થોડા દિવસ ની વાર હતી, એટલે મેં દિલ્લી થી અલીગઢ અને અલીગઢથી દિલ્લી જવા આવવા માટે ટ્રેન નો પાસ કઢાવી લીધો હતો. દિલ્લીની એક રાજકીય કોલેજમા આઇટીઆઇ ઇલેક્ટ્રીકમા ડિપ્લોમાં કરતો હતો.


થોડા દિવસોમાં કોલેજ ચાલુ થઈ એટલે મારા ત્રણ મિત્રો અને હું બધા લોકલ ટ્રેનમા મુસાફરી કરતા. સવારમાં તો ટ્રેન જલદીથી આવતી, એટલે તેમાં બેસી જતા પણ વળતા અમને થોડુ મોડું થઈ જતું એટલે અમે લોકો એક ટ્રેન કાત્યાયની એક્સપ્રેસ માં અલીગઢથી દિલ્લી આવવા તે ટ્રેન પકડતા, તે ટ્રેનમાં આવવા પાછળના બેં મુખ્ય કારણો હતા, એક એ ટ્રેન ક્યારેય મોડી નહોતી આવતી અને બીજું એ કે તેના ડબ્બામાં બેસવાની જગ્યા મળી જતી.

તે દિવસે પણ હું અને મારા મિત્રો સ્લીપર કોચ મા બેઠા હતા , ટ્રેનની પટ્રી સિવાય બીજો કોઈ અવાજ નહોતો આવી રહ્યો, ટ્રેનની ઉપરની બાજુ એક નાની બત્તી સામે મારી નજર પડી અને ધીરે ધીરે મારી આંખો ઘેરાવા લાગી, મે કાંડા ઉપર બાંધેલી ઘડિયાળ ઉપર નજર નાખી સાડા આંઠ વાગી ગયા હતા.


"શું થયું મજનુભાઈ ઊંઘ નથી આવતી કે શું?"

મારી સામે વાળી સીટ ઉપર લંબાવતા મારો મિત્ર અજિતે મને કહ્યું.


"જા ભાઈ જા, આજે ફરી જો મેડમ વાલા ડબ્બામાં, કદાચ આજે ફરી દર્શન થઈ જાય.!!!"


ટોન્ટ મારતા કૃણાલે મને કહ્યું તો મે
પાણી ની ખાલી બોટલ એમના ઉપર ફેકીને મારી.

મારા મિત્રો મને ટોન્ટ એટલે મારતા હતા કે થોડા સમયથી દિલ્લીથી અમે બધા સવારમાં તો સાથે આવતા પણ સાંજે અલીગઢથી ઘરે જતા હું S5 ના ડબ્બામાં આવતો.

તે ડબ્બામાં સુવા માટે બર્થ ન મળતી પણ બેસવા માટે ખુરશીઓ અને લટકવા માટે રોડ થી કસેલા હેન્ડલ મળી જતા. તે ડબ્બામાં જવાનો મતલબ સાફ હતો કે પોતાને તકલીફમાં મૂકવાનો પણ મને વીતેલા થોડા દિવસોથી મને તેજ ડબ્બામાં આવવાનું પસંદ હતું.

મને તે ડબ્બો સારો લાગવા પાછળનું એકજ કારણ હતું,

તે કાળા કાજળથી ભરેલી ભૂરી બેં ખૂબસુરત આંખોની જોડ!!.



નામની ખબર નહિ , પણ એમને જોઈને સમજ આવતી હતી કે, તમામ શાયરોએ પોતાની ગઝલોમાં કોઈની આંખોનું વર્ણન "ગીઝાલી આંખે" શા માટે આપ્યું હશે!!!


""ગીઝાલ એટલે હરન""


પણ ખરેખર એમની આંખો એકદમ ગીઝાલી હતી, અને સફેદ લીબાઝમાં તે પોતાનો દુપટ્ટો સવારતી અને માથાની લટ ને સરખી કરતી બારી થી આકાશ તરફ મીટ માંડતી ખરેખર બહુજ સુંદર લાગતી. દરરોજ તો નહી પણ ઘણીવાર જોવા મળતી હતી.


ક્યાંથી આવતી હતી, અને ક્યાં જતી હતી ?

જાણતો નથી પણ એમનીઆ દિલ્ફરેબ નજરોથી મારી આ સખ્ત નજર ક્યારેય પણ ના ટકરાઈ.

હું તો બસ એમને માથાથી લઈને પગની આંગળી સુધી આંખ ભરીને જોતો, લાગતું હતું કે આકાશના અગણિત સિતારાઓ ને તોડીને ગોઠવીને એક મનુષ્યની શકલ આપી દીધી હોય.
સફેદ સલવાર માં સજ્જ સીટની જમણી બાજુ બેઠેલી એ જમણા હાથ નાં બહુજ સરસ બેલ્ટ ને સવારતી તે મનોમન મુસ્કુરાયા કરતી.


તે એક સમય હતો જ્યારે ફ્રેન્ડ એકબીજાને મિત્રતા વ્યક્ત કરવા ફ્રેડશિપ બેલ્ટ બાંધતા.

તેમના હાથ પરના રંગબેરંગી બેલ્ટ જોઈને લાગતું હતું કે એમને ખુબજ દોસ્તો હશે ખૂબ જાણવા વાળા!


પણ એમની આંખમાં દેખાતો ખાલીપો, અને એમના હોઠ કંઇક યાદ કરીને કાંપતા હતા, તેના પરથી લાગતું હતું કે, એમના જીવનમાં ગમ સિવાય બીજો કોઈ રંગ નહિ હોય.!!
કોઈ રોશની નહિ કોઈ હલચલ નહિ..!!


એમની જિંદગી એકદમ ખાલી અને નાનકડું સ્ટેશન "કમાલપુર" જેવી લાગતી હતી જ્યાં તે ઉતરી જતી હતી.

ટ્રેન થોડીવાર રોકાઈ તો હું દોસ્તોની ટાંગ્ ખેંચથી દૂર સ્ટેશન ઉપર ઉતરી આવ્યો અને S5 તરફ ચાલવા માંડ્યો.
એક આદત પડી ગઈ હતી તે અજનાબી ચેહરને જોવાની , હું થોડા જડપથી S5 તરફ આગળ વધવા માંડ્યો.

""ચાઈ ચાઈ ..""

""સમોસે ગરમાં ગરમ........સમોસે""

""ચાઈ ...ચાઈ...""

""પાણી બોટલ બોલો ..પાણી બોટલ....""

પ્લેટફોર્મ ઉપર રહેલા અગણિત ચેહરાઓ ને પાર કરીને હું પીઠ ઉપર બેગ લઈને જડપી કદમથી S5 તરફ જઈ રહ્યો હતો, થોડુ ચાલ્યો હશું તો S5 દેખાયો.
મે આજુબાજુ જોઇ અને બેફીકર થઈને અંદર દાખલ થઈ ગયો.
મને એ વાત મા કોઈ શક નહતો કે તે ત્યાં બેઠી હશે.!!


મે સીધી એમના પર નજર ના કરતા આજુબાજુ ની સીટો પર નજર નાખી અને એક બનાવટી લાપરવાહીથી તે સીટ પર જોયું .

"અરે ભાઈ સાહેબ જગ્યા આપો ચાલવા માટે!!!!!!"

મને એક ચણા જોર ગરમ વાળાએ ટોક્યો તો મે એમને જગ્યા આપી કિનારા પર જતો રહ્યો. તે છોકરીથી બે ત્રણ સીટ છોડીને પણ એમનું સુંદર મુખ મને દેખાય તે રીતે હું ગોઠવાયો.


તે સમયે પણ તે રોજની જેમ ખૂબસૂરત દેખાતી હતી, એકદમ કરચલી વિનાનો ચેહરો એકદમ મોટી મોટી કાજલ વાળી આંખો, નાજુક નાક અને કાનોથી લેહરતી એ લટો, જે કાનોથી લહેરાઈને ખભા ઉપર ઉલજી જતી હતી.

લાખો સિતારોઓનું નુર એમના માથા ઉપર ચમકી રહ્યું હતું.
એક હાથથી બીજા હાથની બેલ્ટ ને સેહલાવતા સેહલાવતાં તે વચ્ચે વચ્ચે પોતાની ટચલી આંગળી આંખોની નીચે એ રીતે ફેરવતી, કે કાજલ પણ ખરાબ નાં થઈ જાય અને આંસુ પણ લૂછાય જાય.


મે એમની ખૂબસૂરતીને એકદમ નજીકથી નિહાળી હતી, પણ મારું એમના તરફ ની આકર્ષણ નું કારણ એમની ખૂબસૂરતી એકલું ન હતું, પણ એમની આદત હતી જે કમાલની હતી.

ટ્રેન લગભગ સાડા નવ વાગે કમાલપુર સ્ટેશન ઉપર પહોંચતી હતી.
કમાલપુર સ્ટેશન એક બહુ નાનું અને પુરાણું સ્ટેશન હતુ, ગણીગાંઠી ટ્રેનો સિવાય બીજી કોઈ ટ્રેન અહીંયા રોકાતી નહોતી. પ્લેટફોર્મ પર અંધારું રહેતું, અને ક્યારેક કોઈક એકલ દુક્કલ સવારી સિવાય મે ક્યારેય કોઈને પણ જોયા નહોતાં.


આવા ભયાનક વાતાવરણમાં એક ખૂબસૂરત છોકરી એકલી સ્ટેશન ઉપર ઉતરે અને પાછું વાળી જોયા વિના બેખોફ ચાલે રાખે તે એટલી મામૂલી વાત તો નથી લાગતી.

આગળ જાણવા માટે ભાગ ૨ વાંચજો...અને પ્રતિભાવ આપવાનું ન ચુકતા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED