અનહદ.. (19) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 169

    ભાગવત રહસ્ય-૧૬૯   ધર્મરાજાના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણ...

  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

શ્રેણી
શેયર કરો

અનહદ.. (19)

મિતેશની ખુશીનો તો પાર ન રહ્યો, એક સાથે બે આશા..!
એકતો આશા લગ્ન માટે તૈયાર થઈ ગઈ અને બીજી તેના જીવનમાં આવનાર બાળકની આશા.

પક્ષીઓના કલબલાટ સાથેની એક સવારે મિતેશની આંખો ખુલી, અને પહેલી દ્રષ્ટિ પડી પોતાના હાથનું ઓશીકું બનાવી સુતેલી આશાના ચહેરા પર, તે જાગતી જ હતી, તેની શાંત સમુદ્ર જેવી આંખો મિતેશ પર એકધારી મંડાયેલી હતી. મિતેશને લાગ્યું તે એમાં ડૂબી જશે..!
"શું જુવે છે, જોયો નથી મને ક્યારેય?" તેના ગાલ પર આવી ગયેલા વાળની લટને પોતાની આંગળી પર વીંટાળતા મિતેશ બોલ્યો, આશા ના ચહેરા પર એક રમતિયાળ સ્મિત આવ્યું! "જોયો તો છે, તારા કરતાં પણ વધારે મેં તને જોયો છે, પણ શું કરવું..! આ આંખો અને આ મન તને જોતાં ભરાતું જ નથી, એમજ થયા કરે કે તને જોયા કરું..! આમજ આખો દિવસ, આખી રાત, આખી જિંદગી." બોલતાં બોલતાં તે મિતેશની છાતી પર માથું રાખી આંખો બંધ કરી બોલી, "આઈ લવ યુ..! મિતેશ, આમજ મારી પાસે રહેજે હંમેશા."

"હું ક્યાં જવાનો જ હતો, હવે તો હું તને છોડી પણ કેમ શકું..! પહેલાં તો તું એક જ મારો જીવ હતી, હવે તો તારામાં મારો બીજો જીવ પણ છે." તેના વાંસાને સહેલાવતા મિતેશે કહ્યું, "હું આજે જ અંકલ-આંટી સાથે વાત કરું છું, આપના લગ્ન માટે."
"ના, હું કરીશ વાત, તેઓ પણ બહુ ખુશ થશે."
મિતેશના બન્ને ગાલ પર ચૂંટી લેતાં કહ્યું, " અંકલ-આંટી નહીં મમ્મી-પપ્પા બોલ." કહી તે હસવા લાગી.

બસ પછી શું, મિયાં બીબી રાજી તો .......
અને બધું થઈ પણ ગયું, લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ અને લગ્ન પણ.

******

લગ્નમંડપની સાથેસાથે આખો હોલ, રોશનીથી ઝગમગી રહ્યો હતો, ચારેતરફ મહેમાનો જ મહેમાનો, મિતેશના તો એક બે અંગત મિત્રો સિવાય કોઈ ન હતું, પણ આશા ના પિતાજીના સગાંવહાલાંઓ, મિત્રો, મોટામોટા ઉદ્યોગપતિઓ સાથે તેમના પત્ની અને નાનાંમોટાં બાળકોના કલબલાટ અને બેકગ્રાઉન્ડમાં વાગી રહેલું કર્ણપ્રિય સંગીત તથા ભાતભાતના મઘમઘતાં ફૂલોએ વાતાવરણને મનમોહક બનાવી રાખ્યું હતું, અને ગોરમહારાજ દ્વારા થઈ રહેલા મંત્રોચ્ચારો વચ્ચે મિતેશના હાથમાં આશાનો હાથ હતો.
પણ, અચાનક જ મિતેશને લાગ્યું કે કોઈએ તેના કાન ખેંચ્યા..! અને તેના કાને એક અવાજ પડ્યો..!

"ઉઠો પૂજ્ય પતિ દેવ..!" આશાએ તેનો કાન પકડી ખેંચ્યો અને કહ્યું, ત્યારે મિતેશને ખબર પડી કે આ બધું તો એક સપનું હતું. આંખો ચોળતાં તે બેઠો થયો, અરે યાર આશુ, કેવી મજા આવતી હતી, થોડી વાર સુવા દેવાય ને." કહેતાં આશાનો પાલવ ખેંચ્યો.
"કેમ? એવું શું હતું સપનાં માં..! તારા ચહેરા પરનું સ્મિત જોઈનેજ હું સમજી ગયેલી કે જનાબ સપનું જોઈ રહ્યા છે, કોણ હતું બોલ? કોઈ હિરોઇન હતી કે કોઈ અપ્સરા?" આશા એ પાલવ છોડાવતાં કહ્યું અને તેની પાસે બેસી ગઈ.
"મારી હિરોઇન પણ તું અને અપ્સરા પણ તુંજ તો છે, બીજું કોઈ સ્વપ્નમાં પણ ન જોઈએ મારે." આશાના ખભા પકડી પોતાની તરફ ખેંચી, આશાએ તેનાથી છૂટવાના નિષ્ફળ પ્રયાસ કર્યા અને મિતેશ ને લતાની જેમ વીંટળાઈ ગઈ.
"ઓહ, તો એનો મતલબ આપણા લગ્નનું સપનું, ફરીથી..?!! કહી તે મિતેશથી અલગ થઈ ગઈ અને કહેવા લાગી, "કેટલી વખત કહ્યું કે આપણા લગ્નનો વીડિયો લેપટોપમાંથી કાઢી નાંખ, વરસ થયું લગ્નને પણ હજુ લગ્ન નો વીડિયો જોયા વગર નો એક દિવસ પણ નથી ગયો તારો."
"શું કરું યાર, તારાં ને મારાં લગ્ન કોઈ સ્ટાર પ્લસની ડેઈલી શોપથી કમ ક્યાં હતાં..!" મિતેશે હસતાં હસતાં કહ્યું, "એતો ભલું થાય મારી નાનીઆશીનું નહીંતો તેં તો આજીવન 'ફ્રેન્ડ્સ વીથ બેનીફિટ' જ ચલાવ્યું હોત." બોલતાં બોલતાં અચાનક મિતેશ ચમક્યો, "અરે હા! નાનીઆશી પરથી યાદ આવ્યું ક્યાં? શું કરે છે? હજુ સૂતી જ છે? સુવામાં એકદમ તારા પર જ ગઈ છે."

તે જ સમયે, તેના રડવાનો અવાજ આવ્યો અને આશા બોલતી બોલતી બહારની તરફ દોડી, "શેતાન કા નામ લિયા...."


**** પહેલો અધ્યાય સમાપ્ત ****


વાર્તા અંગે આપના પ્રતિભાવ રેટિંગ સાથે આપવા વિનંતી..!
નોંધ: આ વાર્તાના તમામ પત્રો, ઘટનાઓ અને સ્થળ કાલ્પનિક છે.
© ભાવેશ પરમાર..! .. આભાર..!