હુંફ Kalpesh suthar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હુંફ

હુંફ

મંજુ બા સોસાયટી માં ધર નંબર ૩૫ માં રહેતા.તેમની સાથે તેમનો દીકરો પ્રવીણ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની જોબ કરે અને તેની પત્ની નિમિષા સરકારી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે. નિમિષા ની બદલી પાટણમાં થઈ ગઈ તેનો ટ્રાન્સફર લેટર પ્રવીણ ને બતાવ્યો અને પ્રવીણ એ કહ્યું કે " હું મમ્મી ને આ વાત કહી દઈશ"
મંજુ બા પોતે જાતે બધા માટે ભોજન બનાવતા.નિમિષા ને પોતાનાં દીકરા ની વવું તરીકે નહિ પણ એક દીકરી તરીકે રાખતા. નિમિષા ને કઈ જ કામ કરવા દેતા નહીં.પ્રવીણ નું અને નિમિષા નું ટિફિન પોતે મંજુ બા જ બનાવી ને આપતા. સવાર ની કે સાંજ ની ચા મંજુબા જ બનાવતા. નિમિષા કહેતો કે મમ્મી હું ચા બનાવી દઉં તો પોતે નકાર માં ના પાડી દેતા અને આખા ઘરનું કામ પોતે જ કરતા. માત્ર બધા ના કપડા નિમિષા જ ધોતી હતી કેમ કે કપડાં ધોવાની મંજુ બા માં હિંમત ના કહી એટલે બાકી કપડાં પણ નિમિષા પાસે ના ધોવરાવે?.
બદલીને માત્ર પાંચ દિવસ બાકી હતા છતાં પણ પ્રવીણ મંજુ બા ને કોઈક વાત કરી ના હતી.
પ્રવીણ સાંજે ઓફિસ થી ઘરે આવી ને રૂમમાં જઈને સૂઈ ગયો.થોડી વારે પછી નિમિષા અને તેનો દીકરો આકાશ પણ આવી ગયાં.રાત્રે ભોજન કરીને નિમિષા ઢાબા પર સુકવેલા કપડાં લઈને રૂમમાં જઈને કપડાં સમેટતી હતી.
" પ્રવીણ તે મમ્મી ને વાત કરી કે નહીં" સમેટેલા કપડાં કબાટ માં મૂકતા નિમિષા બોલી.
" ના કાલે કે પરમ દિવસે વાત કરી નાખીશ તું ચિંતા ના કરીશ. " પ્રવીણ બોલ્યો.

" પણ પ્રવીણ તું આટલી નાની વાતને કહેવામાં કેમ આટલી વાર લગાડે છે" સલાહ આપતા નિમિષા બોલી.

પ્રવીણ બોલે તે પહેલાં દરવાજા પાસે પ્રવીણ ના નિમિષા ભૂલી ગયેલી કપડાં લઈને મંજુ બા આવ્યા.

" શેની વાત કહેવાની છે બેટા " મંજુબા બોલ્યા.

" મમ્મી વાત એમ છે કે...!" પ્રવીણ અચકાયો.

" પ્રવીણ આમ ગુચવાઈ ને ના બોલીશ જે હોય તે સીધે સીધું કઈ દેને બેટા" પ્રવીણ નાં કપડાં સલેકી ને કબાટ માં મૂકતા મંજુ બા બોલ્યાં.
પ્રવીણ બોલે તે પહેલાં જ નિમિષા બોલવાનું ચાલુ કર્યું.

" મમ્મી મારી બદલી પાટણ માં થઇ ગઇ છે.અને મારે ત્યાં સોમવારે હાજર રહેવાનું છે એટલે આપણે ત્યાં પાટણ માં રહેવા જવું પડશે અને આ મકાન ભાડે આપી દઇશું ત્યાં એક ભાડાનું મકાન લઈ લઈશું" નિમિષા એક જાટકે બોલી.

મંજુબા રૂમની બહાર નીકળીને ઓટલા પર બેસી ને ઊંડો શ્વાસ લીધો. માંજૂબા રડવા લાગ્યાં.આ સોસાયટી, લોકો ,બાળકો, આડોશી પાડોશી,મંદિર ,ચબુતરો બધા ને યાદ કરી ને રડવા લાગ્યા. તેમને ઓટલા પર હાથ ની આંગળીઓ ફેરવી ને વધારે રડવા લાગ્યા. મંજુ બા અને ઓટલો જાણે કે સ્થિર થઈ ગયા.
વધારે મંજુ બા એમ રડ્યાં કે બાજુ વાળી વેજી નો દીકરો મુકેશ તે આમજ બદલી થતાં પરિવાર સાથે વેજીને લઇને ગયો હતો પણ હજી સુધી કોઈ પતો નથી કે તે કયા છે. ઊંડો શ્વાસ લઈને મંજુ બા પોતાના ઘરમાં જઈને રૂમ જતાં રહ્યા. પણ ત્યાં તેમને મન લાગતું ન હતું. દરરોજ લાગતો હોય તેવો આજે રૂમ પણ લાગતો ના હતો. એક ઊંડો શ્વાસ લઈને તે અડધી રાત્રે બીજા માળે ઢાબા પર જઈને બેઠા. બીજા માળ પરથી તેમની આખી સોસાયટી દેખાતી હતી. તેઓ રડવા લાગ્યાં એક એક મકાન ને ધ્યાનથી જોતાં હતાં. કેમ કે કદાચ પછી તે જોવા મળે કે ના મળે.