Tran kating chaa books and stories free download online pdf in Gujarati

ત્રણ કટીંગ ચા

                                 ત્રણ કટિંગ ચા 
                            ( એક કાલ્પનિક વાર્તા )
                        દરરોજની જેમ અમે કોલેજથી ચાર રસ્તા જવા નીકળી પડ્યા. આશરે ૧૨ વાગ્યાં હતા અને ભૂખ પણ વધારે લાગી હતી. પણ અમે વિચાર બદલી નાખ્યો કે નાસ્તો નથી કરવો પણ ચા પી લઈએ. અમે ચાર રસ્તા આવી પહોચ્યા અને હોટલની સોચમાં આમતેમ જોવા લાગ્યા ત્યારે રાહુલ બોલ્યો કે સામે જો પેલી ચા ની હોટલ દેખાય છે. હું , રાહુલ અને નિખીલ ત્રણેય જણ તે ચાની હોટેલ પર જીઇને ત્રણ કટિંગ ચા આપવાનું કહ્યું અને અમે લોકો ત્યાં પડેલી ખુરશી ઉપર બેઠા. 
                 ચાર રસ્તા પર ચારેય બાજુથી આમતેમ કીડી-મકોડાની જેમ વાહનો જતાં હતા. આકાશમાં આજે વાદળો ખૂબ જ વધારે દેખાતા હતા અને વાદળોની સોભા વધારવા માટે આકાશમાં પક્ષીઓ ઉડતા હતા. ચાવાળો ભાઈ ચા બનાવતો હતો અને ચા ને ઉકાળતો હતો.. તેની હોટેલ ખુબ  જૂની હોય તેવું લાગી લાગી રહ્યું હતું કેમ કે તેની ચા બનાવવાની તપેલી અને ત્યાં તેના હોટેલ પર પડેલી રકાબી અને કાચના કપ પરથી ખયાલ આવી ગયો હતો. ચા તૈયાર થઈ ગઈ પછી તે એક કીટલીમાં ભરવા લાગ્યો ત્યારે તે ચાવાળો  તે કિટલીને એક નાના બારેક વર્ષના છોકરાને તે કિટલી આપી તે છોકરો પહેલા દેખાતો ન હતો અને હવે તે ક્યાથી આવ્યો તે હું વીચારતો હતો પણ મે જોયું કે તે રકાબી અને કપ ધોઈને સાફ કરી રહ્યો હતો તે મને દેખાયું ન હતું.     
              તે છોકરો સાવ ગરીબ હશે તેવું મને લાગ્યું કારણ કે બધી હોટેલ પર ચા આપવા વાળા નાના છોકરા ગરીબ જ હોય છે. તે છોકરો દેખાવે  સારો હતો અને તેનું માથું ઓળેલું ન હતું અને તેના કપડાં પર થીગડા મારેલા હતા. તેના કપડાં એટલા જૂના હતા કે તેનું પાસે બીજા કોઈ કપડાં નહિ હોય. એમ પણ કહી શકાય કે તેનું પાસે એક જ જોડી કપડાં હશે. તેના જૂના કપડાં એટલા જૂના હતા કે તેના નવા કપડાં પણ તે જ હશે. તેને અમને ત્રણેયને ત્રણ કટિંગ ચા આપી અને તે અમારી બાજુમાં આવેલા બે ભાઈઓને ચા આપવા લાગ્યો. અને તે ચા આપીને તે તેના હોટેલની સામે આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચા આપવા માટે જતો રહ્યો ત્યાં ધણી બધી દુકાનો હતી. તે એક એક દુકાન પર જઈને ચા ભરવા લાગ્યો. રાહુલે ચાના પૈસા આપ્યા અને અમે લોકો ત્યાં જ બેસી રહ્યા અને રાહુલે તેને “ છોટું” કરીને બોલાવ્યો. તે અમારી તરફ આવ્યો અને અમે તેને અમારી બાજુમાં બેસાડ્યો.
                    રાહુલે કહ્યું કે તારું નામ શું છે? તો તેને કહ્યું કે મારૂ નામ “ વિરાટ ”.  આમ નામ જ સભાળીને અમને નવાઈ લાગી કેમ કે આવું સરસ નામ અને આમ એક હોટેલ પર નોકરી કરે છે. તો તે કહે કે હું મારા પરિવારમાં હું મોટો છુ તેથી મારૂ નામ મારી માં એ વિરાટ રાખેલું. નિખલ કહે કે તો તારા પપ્પા કયા છે? તો તે છોકરો થોભી ગ્યો. આમ જાણે બધુ જ થોભી ગયું હોય તેવું લાગી રહ્યું હતું અને ધીમેથી તેને કહ્યું કે “તે હવે આ દુનિયામાં નથી રહ્યા અને અમને છોડીને ચાલ્યા ગયા”. વિરાટ થોડો ઢીલો પડી ગયો.  ત્યાં તે પેલો ચાવાળો બોલ્યો “ એ છોટું” એટલે તે વિરાટ તેની પાસેથી કીટલી લઈને ચા ભરવા લાગ્યો. અમે વિચારવા લાગ્યા કે આ નાના બાળકની ઉમર આજે ભણવાની છે અને તેને બાળપણની મોજ માણવાની હોય ?. નિખિલ બોલ્યો કે જવાબદારી અને જરૂરિયાત ના કરવાનું કરાવતી હોય છે અને જવાબદારી માટે કઈ પણ કરવું પડતું હોય છે. ફરીથી અમારી પાસે આવીને છોટું બોલ્યો “ હું અહી છેલ્લા ચાર મહિનાથી નોકરી કરું છુ. નિખિલથી રહેવાયું નહિ અને તે બોલ્યો “ તો તું અહિયાં રહે છે તો તારો પગાર કેટલો છે?. “મહિને ૧૦૦૦ રૂપિયા” તે બોલીને કીટલીમાં ચા ભરવા માટે હોટલ પર જતો રહ્યો.  તેનો પગાર સાંભળીને અમે આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ નાનો છોકરો કે જે આટલી બધી મહેનત હોટલ પર કરે છે અને તેનો પગાર માત્ર એક હજાર રૂપિયા? આજકાલના છોકરાઓની પોકેટમની આનાથી વધારે હોય છે. રાહુલે કહ્યું કે “ આટલા ઓછા પગારમાં આનું ઘર કેવી રીતે ચાલતું હશે? 
                       હવે આમારે ઘરે જવાનો ટાઇમ થઈ ગયો હતો. રાહુલ અમને તેના બાઇક પર અમને બસ સ્ટેશન પર મૂકવા આવ્યો અને હું મારા ગામની બસમાં અને નિખિલ તેના ગામ તરફ જતી બસમાં બેસી ગયા. ‘ગૂડ મોર્નિંગ’ નો રાહુલનો મને મેસેજ આવ્યો અને બીજું લખાયુ હતું કે થોડા પૈસા લઈને આવજે. હું પૈસા લઈને બજાર ગયો ત્યાં નિખિલ અને રાહુલ ત્યાં જ પહેલાથી પહોચી ગયા હતા. રાહુલે કહ્યું કે તું પૈસા લઈને આવ્યો હતો તે મને આપ? મે તેને પૈસા આપ્યા અને અમને તે એક રેડિમેડની દુકાન પર લઈ ગયો. ત્યાં જઈને રાહુલે નાના છોકરા માટે કપડાં ખરીદ્યા. હું સમજી ગયો કે રાહુલ કોના માટે કપડાં લઈ રહ્યો છે. અમે કપડાં અને બૂટ લીધા અને સીધા જ પેલી ચાર રસ્તાવાળી ચા ની હોટેલ પર પહોચી ગયા. “ છોટું અહિયાં આવ” રાહુલ બોલ્યો. છોટું અમે કીધા વગર ત્રણ કટિંગ ચા લઈને આવ્યો. રાહુલે તેને એક થેલી આપીને કહ્યું કે “આ તારા માટે”. તેને કહ્યું કે આમાં શું છે ?. તો નિખિલ બોલ્યો “ તારા માટે છે એક જોડી નવા કપડાં”. તે થેલી માથી કપડાં કાઠી ને તેને જોવા લાગ્યો અને સાથે સાથે બૂટ પણ તેને ખૂબ જ પસંદ આવ્યા. છોટું બોલ્યો “ થેન્ક યુ ભાઈઓ”.  આજે તો મારી  ખુશી બમણી થઈ ગઈ. હું બોલ્યો કે આજે બમણી કેમ?.  “આજે મારો જન્મદિવસ છે” તેમ કહીને તે પાછો કિટલીમાં ચા ભરવા માટે ચાલ્યો ગયો.  

બીજા રસપ્રદ વિકલ્પો