Bhagla books and stories free download online pdf in Gujarati

ભાગલા

પ્રેમી બા ની ઉંમર હવે થવા આવી હતી. તેમને ત્રણ દીકરા. પ્રકાશ મોટો તેથી નાનો વિશાળ અને મયુર. પ્રકાશને પત્ની દિવાળી અને બે દીકરીઓ. પ્રકાશને ખેતી કરે. જ્યારે વિશાળ શહેરમાં એક બેંક માં નોકરી કરે અને તેની પત્ની જશોદા સાથે ભાડાનાં મકાનમાં રહે. મયુર દસમું ધોરણ ગામમાં જ ભણે. પ્રેમી બાને હવે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી ગામનો ડોકટર પાસે થી દવા લેતાં. પ્રેમી બા ની સેવા દિવાળી વવું કરતી. જેમ જમે તેમની બીમારી વધતી ગઈ તેમ તેમ દિવાળી તેમની સેવા કરવાનું ટાળતી. તેમનાં થેપાડા ધોવા પડે ઇ તેને ગમતું નહિ.
" આ તમારી માં ને મૂકી આવો તમારાં ભાઈ ને ત્યાં શહેરમાં, તેમની પણ માં છે બધું તમારે લેવાની જરૂર નથી સાચવશે ઇ હવે" ગુસ્સા માં દિવાળી એ કહ્યું.
" મેં તને ચેટલી વાર કીધું કે તેં ઓપડી સાથે જ રેસે, અને વાત વિશાળ ની છે તો તે બિચારો માંડ તેનું ધર નું પૂરું કરે છે માં નો ખર્ચ કયાંથી લાવશે?" પ્રકાશ દિવાળી ને સમો જવાબ આપ્યો.
" બસ હવે, આ બિચારો ભાઈ ભાઈ કરીને મંડી પડ્યાં છો તે, આ નાનાં ભાઈ ને સાથે રાખો છો ને એટલું ઘણું ય છે" .
" તને સમજાતું નથી કે શું, ઘર માં હું મોટો છું અને મારી જવાબદારી છે કે મારી માં ને મારી સાથે રાખું, અરે લોકોને ખબર પડશે તો શું વિચારશે તને ખબર છે કે, ઘરડી ડોશી ને મોટો દીકરો સાથે નથી રાખી શકતો અને વાત રહી નાના ભાઈ ની તો તેનાં ભાગે આવેલું છેતર ઓપડે જ વાવીએ છીએ એ ખૂબ છે" ચહેરો લાલ ચોળ થતાં પ્રકાશ બોલ્યો.
ત્યાંજ મયુર દોડતો દોડતો છેતરે આવ્યો અને કીધું કે માં ની તબિયત બગડી છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ગામ ના ડોકટર પણ હજાર નથી.
" મોટા ભાઈ તમે ચિંતા નાં કરો કંઈ નહિ થાય માં ને, આખા શહેર માં આજ મોટામાં મોટી હૉસ્પિટલ છે બધું ઠીક થઈ જશે" વિશાળ પ્રકાશ ને આશ્વાસન આપતા કહ્યું.
" નાનકા, પણ અમારી પાસે પૈસા એટલા બધા નથી, જો તારી પાસે હોય તો" પ્રકાશ થોડા પૈસા વિશાળ નાં હાથ માં આપતાં કહ્યું.
" તમે ઇ બધું મારાં પર છોડી દો, હું ઘરે થી તમારા માટે ટિફિન લઈને આવું છું, મયૂર તું બા પાસે જ રહેજે"
વિશાળ ઘરે જાય છે અને જમી ને બધી વાત જશોદા ને કરે છે "પેલા આગલા મહિને બચાવેલા પૈસા આપતો મને" ટિફિન હાથ માં લેતાં કહું. " ઈ પૈસા તો હમાનો જ પેલા આશાબેન ને મકાન નાં ભાડા નાં આપ્યાં પરા" ચિંતા માં જશોદા કહ્યું.
" તમે રોકો હું ક્યાંક થી લઈને આવું છું" જશોદા આડોશી પાડોશી ને ત્યાં જાય છે પણ પૈસા મળતાં નથી.
" કોઈ પૈસા ઉછીના આપતું નથી હવે શું કરશું" આંખ ભીની થતાં જશોદા બોલી.
" વ્યાજે.." વિશાળ બોલતા અટકતો.
" લો આ વેચી ને પૈસા લાવી ને બા ની દવા કરાવજો" જશોદા વિશાળ માં હાથ માં વસ્તુ આપતા બોલી
" પણ, જશોદા આ તારા એક જ ચાંદી ના દાગીના છે આને નાં વેચાય"
" કંઇક તો કરવું પડશે ને ક્યાંથી લાવશું પૈસા"
" પણ, આ તારા કડલાં નથી વેચવા આ આપડા લગ્નની યાદગીરી છે" કડલાં પાછા આપતાં વિશાળ બોલ્યો.
" તમારી માં ઈ મારી માં કેવાય તેથી માં આગળ આ દાગીના કઈ ના કેવાય, હું નાની હતી ને ત્યારે મારી માં આમજ દવાખાને ખાટલા પર પડી હતી, એક બાજુ બધાં ભાઈ વઢતા રહ્યાં અને બીજી બાજુ મારી માં....." જશોદા રડતાં રડતાં બોલી

આજે કેમ જાણે વિશાળ ને જશોદા તેના માં ના રૂપમાં દેખાતી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો