અનહદ.. - (15) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ.. - (15)

લેટ લતીફ તો હતી જ!

આમતો રોજ મોડી જ આવતી અને જ્યારથી મિતેશ મુંબઇ આવ્યો પછી તો તે એકદમ આરામ થી જ આવે અને થોડીવાર મિતેશ સાથે મસ્તી મજાક કરી ક્યારેક તો ગાયબ પણ થઇ જાય, અને આમેય વહેલી આવીને કરે પણ શું! તેનાં મોટાભાગનાં કામ તો મિતેશ જ કરી નાખતો,
પણ આજે તો હજુ સુધી દેખાઇ જ નથી.

મિતેશ તેના ટેબલ સામે જોઈ એજ વિચારી રહ્યો હતો, કે 'આજે નહીં આવે કે શું! હા આવે પણ ક્યાંથી પોતે ગુસ્સામાં ઘર સુધી છોડી આવ્યો હતો.'

ત્યાં તો 'ખટાક' કરતો દરવાજો ખુલ્યો,
એજ પહેલી વખત મુંબઈ માં જોયેલી એ જ સ્વરૂપ માં, એકદમ ટટ્ટાર ચાલ, સ્કાર્ફ અને ગોગલ્સ માં તેના ચહેરાનો અમુક ભાગ જ દેખાતો હતો.
મિતેશ સામે જોયું પણ નહીં એમજ પોતાના ટેબલ પર બેસી ગઈ અને આડા અવળી ફાઈલો ફેંદવા લાગી.
આંખો પર ગોગલ્સ તો ખબર નહીં સામાટે લગાવી રાખ્યાં હશે! કદાચ ભુલમાં જ પહેરી રાખ્યાં હોઇ!
(કાળાં ગોગલ્સ પાછળ રડતી આંખો કોણ જુવે!)

પણ આજે એ રોજ વાળી આશા ન હતી, એ હોઇ તો અત્યાર સુધી મિતેશને શાંતિથી બેસવા ન દે, આજે તે બહુ દુઃખી હતી, મેકઅપ પાછળ છુપાવેલ દુઃખ ની રેખાઓ ભલે કોઈને ન દેખાઈ પણ મિતેશથી બહુ ઓછી વાર માટે જ અછાની રહી.

તે પોતાની ખુરશી પરથી ઉભો થયો, તેની પાસે જઈ સામેની ખુરશી પર બેસી ગયો, થોડો સમય જોઈ રહ્યો તેની સામે, પણ આશા તો ઉંચુ ઉપાડી જુએ તો ને!
ત્યાં જ રહીમભાઈ આવ્યા ચા-નાસ્તાની ટ્રે લઈને. ટેબલ પર ટ્રે મુકવા જઇ રહ્યા હતા ત્યાંજ આશા બોલી, "નથી પીવી, આજે ઈચ્છા નથી.'' માત્ર એટલું બોલવા પુરતું ઉપર જોયું, ફરી નીચે જોઈ ફાઇલ માં કશું વાંચવા લાગી, રહીમભાઈ જાણી ગયા કે મેડમ નો મૂડ ઠીક નથી લાગતો, તે જવા લાગ્યા પણ મિતેશે રોક્યા અને કહ્યું, "મારે પીવી છે, મારી તો બહુ ઈચ્છા છે." મિતેશે રહીમભાઈ ને બંન્ને કપ ટેબલ પર મુકવા ઈશારો કર્યો. રહીમભાઈએ બંને કપ ત્યાં મુક્યા અને જતા રહ્યા.
થોડી વારે મિતેશ બોલ્યો, "મેડમ આપની ચા, જો ઠંડી થઈ જશે તો આપ ગરમ થઇ જશો." હળવાં સ્મિત સાથે ચાનો કપ આશા બાજુ ખસેડયો. પણ સામે ફક્ત હાથથી ઈશારામાં જ 'ના' નો જવાબ મળ્યો.
"તો તારી મરજી મારે તો પીવી પડશે, આજે સવારે એક બિલાડી આવી ગયેલી મારા ઘરે, ન તો પોતે ચા પીધી કે ન મને પીવા દીધી." કહી મિતેશે કપ ઉપાડ્યો, થોડીવાર એમજ હાથમાં પકડી રાખી પછી એક ચૂસકી લઇ બોલ્યો, " ના! તારો સાથ ન મળે તો ચામાં મીઠાસ ક્યાંથી આવે!" કહેતાં કપ પાછો નીચે મૂકી દીધો.
આશાએ તો જાણે કશું સાંભળ્યું જ ન હોઇ એમ નીચું જોઈ પોતાનું કામ કરતી રહી. પણ, તેના સળગી રહેલાં દીલની ગરમીથી ઉકળેલ રક્તનું એક ગરમાગરમ ટીપું આંસુ બની તેની આંખોના માર્ગેથી નીકળ્યું જે એટલું નાનું તો ન હતું કે કોઈ ગોગલ્સ તેને છુપાવી શકે.
'ટપ' એવા નાનકડા અવાજ સાથે એ ફાઇલ પર પડ્યું અને તરત જ આશાએ તેને પોતાના હાથથી છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ એ મિતેશના ધ્યાન બહાર ન રહ્યું.
એ જોઈ આશાની સાથેસાથે તેનું પણ હૃદય રડી ઉઠ્યું, મિતેશ તેને દુઃખી કદાપિ ન જોઈ શકે, અને એ પણ પોતાના કારણે તો બિલકુલ નહીં.
પણ તેને ખબર હતી કે આશાને મનાવવી બહુ મુશ્કેલ નથી.

મિતેશ ઉભો થયો, ઓફીસના દરવાજા પાસે જઈ DND નું બોર્ડ લગાવી પાછો આવ્યો,

તે આશાનો હાથ પકડી કહેવા લાગ્યો, "સોરી યાર આશુ! આજે સવારે મેં તારી સાથે થોડું વધારે પડતું સખ્તાઇ ભર્યું વર્તન કરી નાખ્યું, માફ કરી દે પ્લીઝ!"
"નહીં કરું." બોલતાં બીજા હાથેથી પોતાનો હાથ છોડાવી લીધો.
મિતેશે પોતાના કાન પકડી ઉઠક-બેઠક ચાલુ કરી પણ થોડી વારમાં તે હાંફવા લાગ્યો અને બોલી પડ્યો, "હવે તો માફ કરીશ ને!" આશા ના ચહેરા પર થોડી ચમક આવતી તે જોઈ શક્યો પણ હજુ વધારે મહેનત કરવી પડશે એમ વિચારી જેમતેમ કરી મહામહેનતે 'મુર્ગો' બનવા પ્રયાસ કર્યો પણ તેના હાથ કાન સુધી પહોંચ્યા જ નહીં, "યાર આશુ, કાન સુધી હાથ નથી પહોંચતા, પ્લીઝ! આઈ એમ સોરી, હવે તો કરી દે માફ." બોલતાં બોલતાં ગોથું ખાઈ ગયો આશા એ બહુ મુશ્કેલી થી હસવું રોકી રાખ્યું.

થોડી વાર પછી તે ઉભી થઇ અને આંખો પરથી ગોગલ હટાવ્યા, તેની રડવાના કારણે લાલ થઇ ગયેલી આંખો જોઈ મિતેશનું પણ હૈયું ભરાઇ આવ્યું અને એ જ ક્ષણે બંન્ને વચ્ચેનું અંતર એટલું ઓછું થઈ ગયું કે વચ્ચેથી હવા પણ પસાર ન થઈ શકે
તે મિતેશના ખભા પર માથું રાખી રડતી રડતી કહેવા લાગી, "મને દુઃખી જોઈ નથી શકતો તો દુઃખી કરે છે સા માટે!"

"હું તો ઈચ્છું કે તું હંમેશા ખુશ જ રહે પણ તારી જીદ તને દુઃખી કરે છે"


**** ક્રમશઃ ****



નોંધ:- આ વાર્તાના તમામ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર


*** આભાર ***