Featured Books
શ્રેણી
શેયર કરો

સફર (એક અજાણી મંજિલની) - 20 - છેલ્લો ભાગ

( આપને અગઉ જોયુ એમ બર્મુડા ટ્રાયંગલમાં આવેલા ફ્રિક વેવસના કારણે આવેલા તોફાનથી રહેમાન મલિક અને એના સાથીદારો ત્યાં જ ડૂબી જાય છે. લક્ષ્ય અને એના સાથીદારો લાઇફ બોટની મદદથી જેમતેમ બચવાનો પ્રયાસ કરે છે.હવે આગળ.... )


દરિયામાં તોફાન ધીમે-ધીમે શાંત થયુ. અમે જેમતેમ કરીને કિનારે પહોંચ્યા. આમ જોવા જઈએ તો આ કિનારો ન હતો. માત્ર નાનકડા ટાપુ જેવુ હતુ. કદાચ અહીં ક્યારે કોઈ આવ્યુ પણ નહિ હોય. અને બસ છેલ્લા ૨૪ કલાકથી મદદની રાહ જોતા અમે અહીં જ બેઠા છે. આ સમગ્ર કથા મેં જે આપ સમક્ષ વર્ણવી એ પણ મેં અહીં બેસીને જ લખી છે. મેં કહ્યુ હતુ ને મિત્રો જિંદગી બહુ જલ્દી વળાંક લે છે. અણધારી અને કદીય વિચારેલ ન હોય એવી ઘટનાઓ જાણે શુક્લ પક્ષના ચંદ્રની બદલાતી કળાઓ પ્રમાણે ઝડપથી આકાર લે છે.


બસ એ વાતની રાહત હતી કે નીકળતી વેળા અમે જેમતેમ કરીને પેલો સેટેલાઇટ ફોન સાથે લઈ આવ્યા હતા. દેવ એની મદદથી ક્યારનો યુએસ નેવિનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અમારા આશ્ચર્ય વચ્ચે હમણા જ એમનો સંપર્ક થયો હતો અને એ લોકો બસ મદદ માટે આવી જ રહ્યા હતા.હવે અમે રાહતનો શ્વાસ લીધો. છેલ્લા એકાદ મહિનાથી જિંદગી અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. બનેલી ઘટનાઓ જાણે ફરી-ફરીને ફિલ્મની જેમ આંખ સામે પસાર થઈ રહી હતી. એક-એક ક્ષણો જાણે તાજી થઇ રહી હતી. ખરેખર વિધિના લેખ પણ અદભુત હોય છે.

" લક્ષ્ય , આપણે આપણા લક્ષ્યમાં તો કદાચ સફળ રહ્યા પણ આપણુ ખરુ કામ તો પૈસા કમાવાનુ હતુ. ઘરે જઈને શું જવાબ આપીશુ ? ઘણી મહેનત કરીને ઘરવાળાએ આપણને અહીં મોકલ્યા છે." દેવ બોલ્યો.



" દેવ અને આપ સૌ મારી વાત શાંતિથી સાંભળો. મેં આપ સૌથી એક વાત છૂપાવી છે." આટલુ કહીને મેં એક પોટલી કાઢી અને એને ખોલી નાખી. એમાંથી અઢળક હીરા બહાર નીકળ્યા અને સૂરજના તાપમાં એ ઝગારા મારવા લાગ્યા.એલ,અબાના અને દેવના ચેહરા આવક થઈ ગયા. "આ ક્યાંથી લઈ આવ્યો તુ ?" દેવ આશ્ચર્ય સાથે મારી સામે જોઈ રહ્યો.



" દેવ યાદ કર આપણે જ્યારે એમેઝોનના જંગલોમાં હીરા વાળી જગ્યાએ માઈકલ અને એના સાથીદારોની રાહ જોતા બેઠા હતા ત્યારે આગળની રાતના થાકના કારણે આપને સૌ તો લગભગ તંદ્રા અવસ્થામાં સૂતા હતા ત્યારે એલન વચ્ચે ઊભો થઈને ક્યાંક ગયો હતો.ત્યારે એલન હીરા વાળી જગ્યાએ પહેલાથી જઈને હીરા કાઢી લાવ્યો હતો. માઈકલ અને એના સાથીદારોને મળ્યા એ તો માત્ર દસમા ભાગના જ હતા.બાકીના હીરામાંથી અમુક મેં એલનને આપ્યા અને બાકીના બધા આપણી સાથે લઈ આવ્યો." આટલુ કહીને મેં એમની સામે એક વિજયી સ્મિત કરી.



બસ આટલુ સાંભળીને દેવ ગેલમાં આવી ગયો. એ મારી પીઠ થાબડી રહ્યો. બસ એટલામાં યુએસ નેવી અમારી મદદે આવી ગયુ. અમને જોઈને એમને પણ આશ્ચર્ય થયુ કે અમે અહીં કેવી રીતે આવ્યા અને આટલા તોફાનમાં બચી કેવી રીતે ગયા!! અમારી હાલત જોઈને અમારી પાસે આટલા હીરા હતા એ તો કોઈ વિચારી પણ શકે તેમ નહોતુ. ને બસ અમે ઘર તરફ પાછા આવવા એક અંતિમ સફરે નીકળી ગયા.તો આ સાથે જ આ મુસાફરી , રહસ્યો, અવનવી ઘટનાઓ અને કુતુહલતાનો અહીં અંત આવે છે.આશા રાખુ છુ કે મારી સાથે આ રોમાંચભરી સફરને તમે પણ માણી હશે. અલવિદા એમેઝોન , અલવિદા બર્મુડા ટ્રાયંગલ , અલવિદા દોસ્તો !!




( આપ સૌ વાચકમિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરવા માંગુ છુ. આખી સફર દરમ્યાન આપ સૌએ પણ જે રીતે ઉત્સાહ દાખવ્યો અને આપણા ઊર્જાવાન શબ્દો અને સંદેશાઓ વળે આપણા આશિષ સતત આપતા રહ્યા એ મારા માટે ખૂબ પ્રોત્સાહન પૂરુ પાડનારા રહ્યા. આશા રાખુ છુ કે મારી સાથે આ સફરને તમે પણ એટલી જ માણી હશે. આવનાર ભવિષ્યમાં કદાચ કોઈક નવી વાર્તા સાથે ચોક્ક્સ આપ સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી આપણી રજા લેવા માંગુ છુ. આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર )

- ઈશાન શાહ

( આપના પ્રતિભાવો અથવા અન્ય સંદેશાઓ આપ મારા સુધી માતૃભારતીના પોર્ટલ અને એપ દ્વારા પહોંચાડી શકો છો. )