શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૪ Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૪




શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૪: "માં".


શિયાળાની સાંજ, ઠંડીની લહેર, ખુશનૂમા વાતાવરણ અને કેઝ્યુલ્ટીમાં ઉભરાતા પેશન્ટસ.
ચારે તરફથી સંભળાતી ચીસો અને ફક્ત દુખ જ દુખ.
હોસ્પિટલ નુ વાતાવરણ હ્રદય દ્રાવક હોય છે.
તકલીફોથી પીડાતા અે ચહેરાઓ જોઈને હંમેશા વિચાર આવે કે જીંદગી જ્યારે કપરી બને ત્યારે એ તમામ હદો વટાવી દે છે.
સમય નુ ચક્ર ફરી રહ્યુ હતુ, એક પછી એક પેશન્ટ આવી રહ્યા હતા એટલામાં
અચાનક એક ૭૦ વષૅના ડોશીને લઇને બધા દોડતા આવ્યા. હ્દયરોગનો હુમલો આવેલો ડોશીને, બધાજ પ્રયાસો કરવામા આવ્યા, સી.પી.આર. આપવામાં આવ્યો,પણ બધુ જ નિષ્ફળ.
અંતના પ્રયાસ રૂપ ડિફિબ્રિલેટરથી શોક રીધમ પણ આપવામાં આવી, પણ એનો જાદુ પણ ના ચાલ્યો.

હ્દયની પટ્ટી કાઢવામાં આવી અને તેમા હતી સ્ટ્રેટ લાઇન. ડોશીને ડેડ ડિક્લેર કરવામાં આવી.
તેમની ડેડબોડી હું પિડિયાટ્રીકની ઓ.પી.ડી. જોવા જ્યાં બેઠો હતો તેની તરત પાછળ સ્ટ્રેચર પર મૂકવામાં આવી હતી.
ઘરડા પેશન્ટ્સ જે પોતાની દવાઓ લેવા આવેલા તે આ ડોશીની ડેડબોડી ને એકીટશે જોઈ રહ્યા હતા,
દરેકનો અંત આ જ છે કદાચ આવુ જ તે તમામ લોકો વિચારી રહ્યા હોવા જોઈએ.
થોડીકવારમા તેમને શોધતા શોધતા તેમની 3 દિકરીઓ આવી અને તેમાથી એક દિકરી બોલી,
"બા, એ બા તુ કેમ ઉઠતી નથી??"
પણ તેની બા એ આંખ ખોલી જ નઇ.
અને પછી ત્રણેય દિકરીઓનું હ્દયદ્રાવક આક્રંદ.
આ બધુજ હું સાંભળતો હતો.
હૃદયતો આમ પણ પથ્થર જેવુ બની ગયુ હતુ, અને લાગણીઓની અસર આ પથ્થર પર નહિવત હતી.
પણ વારે વારે કાનમાં સંભળાતો "માં" શબ્દ સીધો દિલમા રેડાયો અને મારી "મમ્મી"નો ચેહરો મારી સામે આવી ગયો!
રેસિડન્સી એક કઠોર તપ જેવી છે, જેમા ફેમિલી, રિલેશન્સ કોઇના માટે કોઇજ જગ્યા નથી.
કેટલાય દિવસોથી મમ્મીનો અવાજ ફોન પર સાંભળ્યો ન હતો અને તેમા પણ કાનમાં સંભળાતો આ "માં" શબ્દ એક ટીસ ઉભી કરતો હતો.
પથ્થર દિલમા આજે જાણે લાગણીઓ રેડાઇ હતી,
કેસ્યુલ્ટીના તમામ અવાજો સાંભળવા માટે જાણે કે કાન સૂન્ન થઇ ગયા હતા, બસ ફકત એક જ શબ્દ કાનમાં ગૂંજી રહ્યો હતો અને એ હતો "માં'.!
૨ હ્દય એકજ બીટ પર ધડકે એવો આ અમૂલ્ય બોન્ડ બાળક જ્યારે માંની કોખમાં હોય ત્યારેજ બની જાય છે.
વાત ના થઇ શક્વાના લીધે, મમ્મી સવારે અને સાંજે મને મેસેજ ભૂલ્યા વિના કરતી, અને દરરોજ એક જ સવાલ,
"તે જમ્યું કે નહિ?"
"તારી તબિયત સાચવજે."
મનથી દુખી હો કે ફિઝિકલ કોઇ તકલીફ હોય, મમ્મીને કદી કહેવાની જરૂર જ નથી પડી,
ખબર નઇ કઇ રીતે પણ તેને ખ્યાલ આવીજ જાય છે કે મારી તબિયત આજે સારી નથી.
શબ્દો અને અવાજ વગરનું લાગણીઓનું એક અલગજ કોમ્યુનિકેશન જેને કદાચ કોઇ મેડિકલ સાયન્સ એક્સપ્લેન નહી કરી શકે.
બચ્ચાઓને એડમિટ કયૉ બાદ જ્યારે તેમની વીગો નાખીએ ત્યારે તેમની મમ્મી ઓ બાળકને સાચવવા જોડેજ ઉભી રહે છે, અને બાળકની એક ચીસ પર તેની માં ની આંખોમાથી ટપકતુ પાણી, બાળકની વેદનાનુ જાણે કમ્પલિટ રિફલેક્શન છે. અને વિગો નાખ્યા પછી મા ના ખોળામાં લપાઇને સૂઇ જતુ એ બાળક, આ જગતના નિઃસ્વાથૅ પ્રેમનુ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પાછળથી રડવાનો અવાજ ઓછો થયો,અને બધી દિકરીઓ મા ની અંતિમ યાત્રા લઇને નીકળી.
સ્ટ્રેચર હજી બહાર જ પહોંચ્યુ હતુ,
આજે મારી મમ્મી મને વધારે યાદ આવતી હતી,
લાગણીઓથી હૈયું તરબતર હતુ,
અને કોણ જાણે મારી આ દિલની વાત તેની સુધી પહોંચી ગઈ,
અને વોટ્સ એપમા એક મેસેજ બ્લિંક થયો,
"કેવુ છે તને?
તબિયત સારી છે ને?
આજે ખબર નહી કેમ પણ, તુ બહુજ યાદ આવે છે."
સામે છેડે મેસેજ મમ્મીનો હતો.....!!

ડૉ. હેરત ઉદાવત.